દ્દષ્ટિભેદ - 5 - છેલ્લો ભાગ નિ શબ્દ ચિંતન દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દ્દષ્ટિભેદ - 5 - છેલ્લો ભાગ

ઉર્વેશભાઈ હેતને ચેતવતા કહે છે:
"જો હેત, સંચયભાઈએ કિધુ છે એટલે તને અહિયા રેહવા દઉ છુ, પણ કોઈ પણ ફરીયાદ ના આવી જોઈએ."

હેત: "અરે તમેંં બિંદાસ થાઈને જાઓ, આશ્રમ મારા પર છોડી દો.

ઉર્વેશભાઈ: તારો આ આત્મવિશ્વાસ જોઈને જ ચિંતા થાય છે.

રેવા: તમે ચિંતા ના કરશો ઉર્વેશભાઈ, આને સીધો રાખતા અમને આવડે છે.

હેતા: સીધો તો છુ રેવાબેન. હજી કેટલો સીધો કરવો છે.

રેવા: એ બહુ સારી રીતે ખબર છે.

ઉર્વેશભાઈ: સારુ તો રેવાબેન હુ રજા લઉ.

રેવા: હા ઉર્વેશભાઈ. જ્ય શ્રી ક્રિષ્ન. ખુબ આનંદ થયો.

ઉર્વેશ્ભાઈ: મને પણ. ચલો.

ઉર્વેશભાઈ બસ લઈને નિકળી જાય છે.

રેવા: આશ્રમમા તો તારે આવુ ન હતુને. આ અહિયા રહેવાનુ કેમનુ નક્કિ કર્યું ?

હેત: હા રેવાબેન, મારે નતુ આવુ પણ થોડા સમય વિતાવ્યા પછી અહિયા ગમવા લાગ્યું.

રેવા: અચ્છા. આત્મજ્ઞાન થયુ તને?

હેત: ના. એવુ નથી. પણ ભટકેલા માણસને આસરો મડ્યો હોય એવુ લાગ્યું.

રેવા: સારુ છે.
હેત: એક વાત પુછી શકુ ?

રેવા: બોલ...

હેત: ત્યજી દીધેલા વ્યકિતમા ત્યજવાવાળા વ્યકિત માટેની ભાવનાઓ મા દ્ર્સ્ટીભેદ હોઈ શકે?

રેવા: હમ્મ... હુ આ પ્રશ્ન પુછવા નુ કારણ જાણી શકુ?

હેત: કાનજીદાદા. એમને ગુસ્સો છે કે એમના છોકરાઍ એમને ના રાખ્યા. જ્યારે એ જ વ્યકિત એમની છોકરી પર ગુસ્સો નથી કરતા. કારણકે એ એવુ માને છે કે એ એની જવાબદારી નથી. બીજી બાજુ ત્યજેલોતો હુ પણ છુ. મને ગુસ્સો નથી મારા મા અને બાપ કોઈ પણ હોય એના પર. ઉપરથી મને ઈચ્છા છે એમને મળવાની. આવુ કેમ?

રેવા: પ્રશ્ન સારો છે. તુ આટલુ વિચારી શકે છે. આનો એક જવાબ શોધવો અઘરો છે. ચર્ચા જરુરી છે. સાંજે જમ્યા પછી ઓફિસમા આવજે.

હેત: ઠિક છે.

હેત બહાર જાય છે. ચંપક કાર્યક્રમના સમાપનની વ્યવસ્થા કરતા હોય છે. હેત સ્વાભાવિક રીતે જ એમને દયા દ્રષ્ટિથી જોવે છે.

હેત: લાવો દાદા તમને મદદ કરી દઉ.

ચંપક: હા. જા આ ખૂરશીને અંદર મુકિ આવ. કેમ છે કાનજીના પત્ની?

હેત: સારુ છે. સાંજે આવી જશે. તમેં ચિંતા ના કરશો.

ચંપક: હમ્મ...

હેત: આ ઘટના પછી મને લાગ્યુ કે છોકરાઓ કેટલા નિર્દયી થઈ જાય છે. એ ઍમના મા બાપ વિશે કાઈ વિચારતા જ નથી ? આ જોઈને દયા આવી જાય છે. આશ્રમ મા રહેતા દરેક વ્યકિત પર. તમને પણ આમાથી પસાર થવુ પડયુ હસેને?

ચંપક ( ચશ્માનીચા કરીને હેતની સામે થોડો સમય જોયુ અને કડક અવાજમા બોલ્યા) : જો છોકરા. તારા દયાભાવની મને કાઈ જરુર નથી. હુ આજે પણ એટલો જ સક્ષમ છુ જેટલો પહેલા હતો. તારે મદદ કરવી હોય તો કરી શકે છે. આશ્વાસનની જરુર નથી.

હેત: અરે તમેં ખોટું સમજો છો. હુ તમારી પરિસ્થિતિ માટે સંવેદનશીલ છુ એટલે મે કીધું.

ચંપક: એમ છે? પણ અમને તારી સંવેદનાની નથી જરુર. અમે આજે પણ એટલા જ સમર્થ છીએ. તારે મદદ કરવી હોય તો ઈચ્છાથી કરાવજે સંવેદનશીલ થઈને નઈ.

હેત: સારુ દાદા. હુ તો ખાલી એમ જ કહેતો હતો. લાવો હુ મુકી આવુ ખુરશી.

ચંપક: હમ્મ... જાણ્યા સમજ્યા વગર આવી જાય છે સંવેદના બતાવવા.

હેતને આશ્ચર્ય થાય છે આ જોઈને. અને આ ઘટના પર વિચારતા વિચારતા રુમમા જાય છે. ખુરશી મુકીને ઓરડીની બહાર આવે છે.

હેત (મન મા) : ચંપકદાદા એ આમ કેમ ગુસ્સો કર્યો? મે ઍવુ તો શું ખોટુ કહ્યુ ?

ત્યારેજ એનુ ધ્યાન વૃક્ષ નીચે પડેલા પાંદડા પર ગયુ.

પાંદડુ પીળુ પડી ગયુ હતુ. એ પાંદડાને ખબર હતી કે હવે તે આ વૃક્ષનો ભાગ નથી. તે એ વૃક્ષ ને જોઈ શક્તુ હતુ.વિશાળ વૃક્ષ. જેના પર હજારો પક્ષીઓ વસવાટ કરી ચુક્યા હતા અને હજારો વસવાટ કરશે. એ પાંદડાના જીવન કાળમા તે હજારો પક્ષીઓનો આશરો અને સાક્ષી બન્યો. આજે એ જવાબદારી કેટલાક લીલા પાંદડા સફળતા પુર્વક ઉપાડી રહયા છે. એ લીલા પાંદડા એક સંમયે નાની કુંપળો હતી. જેને સાચવવી બહુ જ જરુરી હતી. કોઈ પણ એને નુકશાન કરી જાય. એ કુંપળો કોમળ અને તદન અણસમજુ. એને સમજાવાનુ કામ એક સમયે આ પીળા પાંદળાઍ કરેલુ જે આજે જમીનદોસ્ત છે. તે કુંપળોને શિક્ષીત કરી. તડકા છાયાને સહન કરતા શિખવાડયુ. આજે એ જ કુંપળો લીલા પાન બનીને બીજી કુંપળો સંભાળે છે અને વૃક્ષથી અલગ થયેલુ એ પીળુ પાન સૂતું છે. તે પવનના દરેક ઝોકા સાથે ઉડવાનો પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરે છે પહેલા જેવી પરીસ્થિતીમા તે પાછુ આવી જાય. ફરી વૃક્ષ જોડે જોડાઈ જાય. પણ દરેક સમયે તે નિષ્ફળ રહે છે. તે જેટલુ ઉપર જવાનો પ્રયત્ન કરે છે એટલો જ નીચે જાય છે. જમીન તેને પોતાની અંદર સમાવી લેવાનો પ્રયત્ન કરે છે. તેની ઉપર બીજા પીળા પાંદળા પડે છે. એ પાંદળુ સંઘર્ષ કરતા કરતા ધીરે ધીરે જમીન મા સમાઈ જાય છે અને એ વૃક્ષ એને શોષી લે છે. તે પાંદળુ લુપ્ત થઈ જાય છે.

હેત આ ઘટનાને બહુ જ ધ્યાનથી જોવે છે.

*સાંજે ઓફિસમા :

હેત ઓફિસમા આવે છે. જમણી તરફે કાનજી બેઠા હતા. સામે ટેબલ પાછળ સંચય બેઠો હતો. એની બાજુમા રેવા બેઠી હતી. હેત ડાબીબાજુ બેસી ગયો.

રેવા: દ્ર્સ્ટીભેદ. ભાવનાઓ મતભેદ કેમ કરે છે? એક વ્યકિત એક જ જેવી પરિસ્થિતિ માથી પસાર થાય છે પણ તેને જોવાનો અને જાણવાનો નજરીયો કેમ જુદો છે ? એક જ વ્યકિત એક પરિસ્થીતીમા બે વ્યકિત ને અલગ અલગ કેમ જુવે છે ? પ્રશ્ન ઘણા છે. જવાબ શું ?

કાનજી: વ્યકિતની જવાબદારી. જવાબદારી નિશ્ચિત છે. એની જવાબદારી છે જે તેને નિભાવાની છે. અને માણસ ભાવના પણ એ જ પ્રમાણે જોડે છે વ્યકિત સાથે. એ ભાવનાનુ સમ્માન થાય એનુ પણ ધ્યાન એ વ્યકિતએ રાખવાનુ છે.

હેત: પણ ભાવના તમેં બાંધી ત્યારે તે બંધાઈ છે. તમે બાંધેલી ભાવનાની જવાબદારી બીજા વ્યક્તિ પર કેમ ?

કાનજી: તો શું વ્યકિતએ કાઈ અપેક્ષા જ ના રાખવી ?

હેત: કદાચ ના જ રાખવી જોઈઍ.

કાનજી: અચ્છા. બાળક જન્મે ત્યારથી મા બાપ સાથે રહે છે. એની નાના મા નાની જરુરિયાત માટે એના મા બાપ પર આધારિત હોય છે. તો એ જરુરિયાત પણ મા બાપ કેમ ઉપાડે. ત્યજી દે એ બાળક ને પણ. એક રાતની ભુલ ગણીને.

કાનજીના આ વાક્બાણ હેતના હ્રદય પર ઘાત કર્યો.

સંચય: અરે શું બોલો છો તમે?

હેત (ભારે અવાજે બોલ્યો) : વાત સાચી છે સંચયભાઈ. દાદા કાઈ ખોટુ નથી બોલ્યા. હું કોઈની રાતની ભુલ છુ જેથી મને ત્યજવામા આવ્યો. આ સમયે મને ભગવાન કૃષ્ણની વાર્તા યાદ આવે છે. એમને પણ ત્યજવામા આવ્યા હતા ને? એમને જ્યારે ખબર પડી કે એમને જન્મ આપનારા મા બાપ બીજા છે ત્યારે એવુ માન્યુ હોત કે હું કોઈ રાતની ભુલ હતો. તો શું એ આજે કૃષ્ણ બન્યા હોત જેને આજે આપણૅ ઓડખીયે છે?

કાનજી: આ વાતને અને વાર્તાને શું લેવા દેવા ? અને ઍમ પણ એ ભગવાન હતા. આપડે મનુષ્ય છીઍ.

હેત: એક આળસ કે અહંકારને બચાવવાની સારી રીત છે આ. ભગવાને અવતારો લીધા કારણકે ંમનુષ્યને સાચો રસ્તો બતાવી શકે. મનુષ્ય એ રસ્તો તો સાંભળે છે. માને પણ છે સાચો છે પણ એ પાલન કરવાનુ આવે ત્યારે "ઍ ભગવાન હતા" કહી એના અહંકારના કોચલામા સંતાઈ જાય છે.

કાનજી: અહંકાર ? કોઈની પાસે અપેક્ષા રાખવી એ મારો અહંકાર ?

હેત: ના દાદા. પણ મારી અપેક્ષા આ વ્યકિત પુરી કરશે જ.અને ના કેમ કરે એનો અહંકાર. હું પણ તમારા જેમ વિચારી દરેક મા બાપને એક જ રીતે જોઉ. તો શું એ યોગ્ય હસે ? તમેં બાળકની વાત કરો છો તો શું એ બાળક તમારા પાસે અપેક્ષા રાખે છે એટલે મા બાપ એના માટે આટલી મુશ્કેલી ઝીલે છે કે એના પ્રત્યેનો પ્રેમ તમને એ મુશકેલીમા પણ આનંદ આપે છે?

કાનજી: તો શું એ બાળક જ્યારે મોટુ થઈ જાય તો એ પ્રેમ મા બાપને ના આપી શકે ?

હેત: આપવો જોઈએ. જે નથી આપતા એમને હું વાજબી નથી ઠેરવતો. પણ જે વ્યકિતએ તમને ત્યજી જ દિધા છે તો "એને આ કરવુ જોઈતુ હતુ" નો ભાર લઈને બાકીનુ જીવન એને શ્રાપ આપતા જીવવાનો શું મતલબ ? એ ભાર એ વ્યકિત પર હોવો જોઈએ ના કે તમારા ઉપર દાદા.


રેવા : હમ્મ... હેત તુ એમ ના કહી શકે કે કોઈ અપેક્ષા કોઈની પાસે રાખશો જ નહી. એ વાત સાચી છે કે અપેક્ષાથી માણસ પોતાને બાંધે છે બીજાને નઈ. પણ દરેક વ્યકિત સ્વતંત્ર છે એના નિર્ણય લેવા અને અપેક્ષા બાંધવા કે ના બાંધવા. આ સ્વતંત્રતા જ દ્ર્સ્ટીભેદનુ કારણ બને છે. જ્યારે ભાવનાઓ અપેક્ષાનો આધાર.
"મેં આના માટે આટલુ કર્યૂ. તે પણ મારા માટે એટલુ કરશે."

કાનજી ઉભા થઈને રુમમા થી નિકડી જાય છે.

સંચય: કાનજભાઈ...

હેત : હું પણ રજા લઉં...

હેત પણ નીકડી જાય છે.

સંચય (રેવા સામે જોઈ) : તો... ભાવના જોડવી સારી વસ્તુ છે. અપેક્ષા નહી.

રેવા: હા પણ એનો નિર્ણય એ વ્યકિત જાતે કરશે.

કાનજી ચંપકને બધી વાત કરે છે.

ચંપક: કાનજી એ છોકરો એની રીતે સાચો છે.

કાનજી: આપણૅ આપણા મા બાપની સેવા કરી એમને જે કહ્યુ એનુ પાલન કર્યું. શું આપણૅ ખોટા હતા? શું સત્ય સમય પ્રમાણૅ બદલાઈ શકે ?

ચંપક: સત્ય તો એ ક જ છે કાનજી. એ ક્યારેય બદલાતુ નથી. પણ પરીસ્થિતીને પણ આપણૅ ધ્યાનમા લેવી જોઈએ. છોકરાઓ એ મા બાપને રાખવા જોઈઍ ઍ સત્ય છે. પણ એ જો ના રાખે તો એનો ભાર લઈને જીવવાનો પણ કોઈ અર્થ નથી.

કાનજી ચંપકની વાતને ધ્યાનથી સાંભળે છે. અને વિચાર આધીન થઈ જાય છે.

*બીજા દિવસ સવારે*

હેત તૈયાર થઈને આશ્રમ માથી જવા તૈયાર થતો હોય છે. ત્યારે બારણુ ખખડે છે.

હેત: આવો...

કાનજી ઓરડીમા આવે છે.

હેત કાનજીને જોઈને એમના તરફ વળે છે.

કાનજી: ઘણીવાર આપણાથી નાના લોકો જીવનની મોટી શીખામણ આપી જતા હોય છે. ત્યારે અહંકાર રહિત થઈ એને આવકારવી જોઈઍ. આભાર બેટા. તારા માટે એક ભેટ લાવ્યો છુ. ગમશે તને કદાચ.

કાનજી હેતને ભેટ આપે છે. હેત તેને ખોલે છે. એમા લગડી હોય છે.

હેત : દાદા. આ મોઘી લાગે છે. આટલી મોંઘી ભેટ.

કાનજી: દક્ષીણા પણ ગણી શકે છે. જીવનનુ અમુલ્ય જ્ઞાન આપવાની.

હેત: ના દાદા. હું તમારો ગુરુ નથી પણ મિત્ર બનવા માંગીશ. મારે તમારા પાસે શીખવાનુ છે.

કાનજી: અચ્છા. તો અહિયા જ રહી જા.

હેત: આ સંભવ છે?

કાનજી: હું વાત કરી લઈશ સંચય જોડે. ડોકટર ના નઈ પાડે. આટો મારવા આવુ છે?

હેત: ચાલો...

કાનજી હેતના ખભા પર હાથ મુકી બન્ને વાતો કરતા કરતા આટૉ મારવા નિકડી જાય છે.

*અસ્તુ*