રેવા: તારી ગોઠવણ ખબર નથી પડતી મને સંચય. તે એમને ખાલી તારા કાર્યક્રમ પુરતા મનાવી લીધા. તારે એમને સમજાવવુ જોઈઍ કે ઍ જે વિચારે છે એ ખોટી છે.
સંચય: ( મંદ હસીને બોલ્યો) સમજાવુ ? આટલા વર્ષો થી આશ્રમમા રહુુ છુ. આજ સુધી મેં આવુ કોઈજ જોખમ નથી લીધું.
રેવા: એટલે તુ કેહવા માગે છે કે ઍ નહી સમજે ઍમ? તે તો સમર્પણ કરી દીધું.
સંચય : સમર્પણ? રેવા આ કોઈ યુધ્દ્ધ કે હરીફાઈ નથી.
રેવા: તો તારે એમને સમજાવા જોઈઍને.
સંચય : એક વસ્તુ પેહલા તુ સમજ. આપણૅ ઍમને ના સમજાવી શકીયે. એનુ કારણ ઍ નથી કે ઍ સમજુ નથી. ઍનુ કારણ ઍ છે કે ઍ આપણા કરતા વધારે સમજુ છે. અને આપણા કરતા વધારે સમજુ હોવુ ઍ જ ઍમની મુશ્કેલી પણ છે. અને એક વસ્તુ છે રેવા જ્યા અનુભવ હોય ને ત્યા સમજણ કેટલી પણ વ્યાવહારિક હોય, અનુભવ જ જીતે છે. અને તે જ તો કીધું હતુ. દરેકના પોતાના અનુભવ હોય છે.
રેવા: પણ એમનું આ વિચારવુ પણ યોગ્ય નથી.
સંચય: યોગ્ય ના હોઈ શકે. અને યોગ્ય પણ હોઈ શકે. જો તુ એમના અનુભવોનો આધાર લે તો.
રેવા: તો આ યોગ્ય છે કે અયોગ્ય નક્કી કેવી રીતે થશે?
સંચય: અનુભવથી. એમને કાર્યક્રમ માટે રાજી ઍના માટે તો કર્યા છે.
રેવા: બરાબર છે ડોકટર તમારી લીલા સમજુ છુ હવે.
સંચય: મારા જોડે રહીને સમજુ થતી જાય છે.
રેવા: હા બિલકુલ. મારુતો જીવન ધન્ય થઈ ગયો કે તમારા સાનિધ્યનો લાભ મડ્યો અમને.
સંચય: હા હા... ચલો હવે હુ ઉર્વેશભાઈ ને કહી દઉ કે આપડો કાર્યક્રમ અડીખમ છે.
(સંચય ઉર્વેશભાઈને કોલ કરે છે)
સંચય: ઉર્વેશભાઈ આ રવિવારનુ નક્કી રાખીયે.
**## રવિવાર સવારે ##**
બાળકોથી ભરેલી બસ આશ્રમમા આવે જ છે અને ક્યાકથી બુમ સંભળાય છે. "ઓ દાક્તર, તારો ટેમ્પો આવી ગ્યો, ક્યા ગુડાણો છે ?"
કાનજી: ડોહલા હવાર હવારમા બુમો મા માર આટલી બધી નઈ તો તારો ટેમ્પો બેહી જશે.
જયંતિ: (હાફતા હાફતા આવ્યો અને બોલ્યો) આટલા બધા છોકરાઓ આવ્યા છે ને કાઈ વ્યવસ્થા નથી થઈ ક્યા ગયો સંચય. આયોજન જેવી કાઈ વસ્તુ હોય કે ના હોય.
કાનજી: તુ પમ્પ વાપર પેહલા અને શાંત થા. જવાબદારી શરીર જોઈ ઉપાડાય. ડોકટર એ તૈયારી કરી લીધી છે. તુ બુમા બુમ મા કર.
જ્યંતિ: અરે શાંત કેમનો થઉ. કાઈ દેખાતુ નથી. આવુ થોડી ચાલે. ક્યા ગયો ડોકટર.
કાનજી: ઓલો રહયો જો. ઉભો ઉભો પંચાત કરે ચંપક જોડે.
ચંપક: ડોકટર કઈ દઉ છુ, આ છોકરાઓ ને લીધે આશ્રમ ના સામાન ને કાઈ નુકસાન થશે તો પુરા પૈસા તારા જોડે વસુલીશ.
સંચય: અરે ? હજી તો છોકરાઓની બસ આવી છે. તમે પૈસાનુ ચાલુ કરી દિધુ.
ચંપક : કરવી પડે ભાઈ. હિસાબ તુ મારા જોડે જ માગીશ પછી.
સંચય: મે ક્યારે હિસાબ માગ્યો ?
ચંપક: માગે ત્યા સુધી રાહ જોવાની મારે ?
સંચય : સારુ હુ ધ્યાન રાખીશ.
જ્યંતિ હાફતો હાફતો આવે છે.
જ્યંતિ: એ ડોકટર, આ શું માંડયુ છે ?
સંચય: શું થયુ દાદા?
જ્યંતિ: અરે શું થયુ પુછે છે ડફોડ. આ જો બસ આવી ગયી છે છોકરાઓ માટેની વ્યવસ્થા ક્યા છે ? ક્યા બેસાડવાના છે ઍમને. છે કાઈ વ્યવસ્થા છે ?
સંચય: દાદા સ્વાસ લઈ લો પેહલા. આ વજુકાકાની ઓરડીમા વ્યવસ્થા થઈ ગયી છે. નાસ્તો પણ આવી ગયો છે.
ચંપક: નાસ્તાની કાઈ જ જરુર નતી. એના ત્યાથી જમીને નઈ આવી શક્તા ?
જ્યંતિ: અરે છોકરાઓ ને ભુખ્યા થોડી રખાય ચંપક.
ચંપક : એટલે આપળે ખર્ચો કરવાનો?
સંચય : તમે વાતચીત કરો હુ વ્યવસ્થા કરુ છુ.
ચંપક: મે કીધું એ ધ્યાન રાખજે ડોકટર.
સંચય: હા હા કાકા હવે. તમે આ દાદા ને ચોખવટ કરો.
સંચય દોડીને બસ પાસે જાય છે ત્યાજ ઉર્વેશભાઈ બસ માથી નીચે ઉતરે છે.
સંચય: શુભ પ્રભાત ઉર્વેશભાઈ. આવો આવો. છોકરાઓને સામેવાડી ઓરડીમા લઈ જવાના છે.
ઉર્વેશભાઈ: શુભ પ્રભાત સંચયભાઈ. ચલો છોકરાઓ શ્રેણીબધ્ધરીતે નીચે આવો.
છોકરાઓ એક એક કરીને ઓરડીમા જઈ રહયા હતા. કાનજી દુરથી આ જોઈ રહયો હતો. સંચય અને ઉર્વેશભાઈ વાતો કરી રહ્યા હતા. ત્યા જ કાનજીનુ ધ્યાન ગયુ. એક મધ્યમબાંધા નો છોકરો શ્રેણીથી અલગ થઈને છુપાઈ ને બસની પાછળ રહેલા ખુણામા જતો રહયો. કાનજીનુ ધ્યાન જતા જ તરત જ એ છોકરાની પાછડ ગયો.
છોકરાએ પોશાકની ગળાપટ્ટીમાથી એક સિગારેટ નીકાળી અને પેન્ટના ચોર ખીસ્સામાથી દિવાસળીની પેટી. કાનજી આ જોઈને ગુસ્સામા મોટા અવાજમા બોલ્યો: "એ છોકરા. શું કરે છે આ ?"
છોકરોએ અવાજ સાંભળી ઘબરાઈને પાછળ જોયુ. છોકરો શરીરથી તંદુરસ્ત દેખાતો હતો. નાની મત્સ્ય આકારની આંખો. ધઉવર્ણૉ ગોળ ચેહરો.
છોકરાઍ કાનજીને જોયા પછી શરુઆતમા ઘબરાઈ ગયેલા હાવભાવ બદલાઈને સામાન્ય થઈ ગયા.
"સિગરેટ પીવુ છુ દાદા. તમારે પીવી છે ?"
કાનજી આ સાંભળીને ગુસ્સેથી લાલ થઈ ગયો અને જોશથી બુમ મારી : "સંચય."
છોકરો: પત્યૂ આજનુ. આ દાદા પ્રચાર કરશે હવે મારો.
કાનજી: સંચય. આ જો આ છોકરો સિગરેટ ફુકે છે ખુણામા જઈ ને. આ જો.
સંચય: શું થયુ ? કોણ છે?
ઉર્વેશભાઈ: હેત !! તને કીધું હતુ મે કે કોઈ પ્રકારના નિયમોનુ ઉલંઘન ના કરતો. ચેતવણી આપી હતી તને.
હેત: તમે કીધું હતુ જાહેરમા ના કરતો. હુ તો ખુણામા કરતો હતો.
ઉર્વેશભાઈ: તને અહીયા લાવવાની જ નતી જરુર. સંચયભાઈ માફ કરજો. હુ આને અત્યારે જ મોકલી દઉ છુ અનાથ આશ્રમ.
સંચય: અરે ઉર્વેશભાઈ, તમે કેમ માફી માગો છો. સમજી શકુ છુ ભુલ થઈ જાય છોકરાઓથી.
કાનજી: ભુલ કહીને આ બેજવાબદારને જવા ના દઈશ ડોકટર. દંડ કરો આને. મે તો પેહલા જ ના પાડી હતી.
સંચય: અરે કાનજીભાઈ, આટલી નાની વાતને શું કામ આટલુ મોટુ કરો છો.
કાનજી: નાની વાત નથી સંચય. આ લોકોને પાઠ ભણાવાની જરુર છે. નઈ સુધરે ઍ વગર.
હેત: દાદા હુ તમારુ માન રાખી રહ્યો છુ પણ હવે વધારે ના બોલશો. અને ઉર્વેશભાઈ મને 50 રુપિયા આપો અહિયાથી ટેક્ષી પકડીને નિકડી જઈશ. મારે પણ કાઈ શોખ નથી સેવા કરવાનો મફતની.
કાનજી: આ જો આ જો. સામે બોલે છે બેશિસ્ત.
હેત: તો કેમ ના બોલુ દાદા. ક્યારનો કાઈ બોલતો નથી તો પણ તમે ગમે તેમ બોલો છો. અને રહી વાત સિગરેટની, તમારા ખિસ્સામાં પણ બીડી પડી છે. તમે જાણે અમૃત પીવો છો રોજ.
કાનજી: આ પા આનીનો મને શિખવાડે છે નાલાયક.
સંચય: છોકરા તારી મર્યાદા મા બોલ. વધારે બોલવાની જરુર નથી. અને કાનજીભાઈ તમેં શાંત થઈ જાવ, છોકરો છે.
કાનજી: અરે છોકરો છે તો કાઈ પણ બોલશે. આ જ વસ્તુ તને કેહતો હતો સંચય. આ પેઢીને કોઈ માન મર્યાદા જેવુ નથી. આમના માટે કાઈ કરવા જેવુ નથી. મરશે એમના કર્મે.
હેત: દાદા, તમેં મારી મર્યાદા રાખો છો કે હુ તમારી રાખુ.
ઉર્વેશભાઈ (ગુસ્સામાં): હેત બોલવાનુ ભાન રાખ. વડીલ છે આવી રીતે વાત થાય એમનાથી. માફી માગ એમની.
હેત: હુ શું કામ માફી માગુ ? એ મને ગમે તે બોલે એનુ કાઈ નઈ.
ઉર્વેશભાઈ: સારુ. પકડ આ 50 રુપિયા અને અત્યારેને અત્યારે રવાના થઈજા અહિયાથી. તારા સાથે આશ્રમમા વાત કરુ છુ. અને કાનજીભાઈ, આના વર્તનમાટે હુ માફી માગુ છુ.
હેત: રેહવુ પણ કોને છે. દરેક વસ્તુમા તમારા અલગ અલગ માપદંડ હોય છે. જાઉ છુ.
રેવા દુરથી આ જોઈ રહી હતી અને હેતને જતા જોઈ એને બુમ પાડી.
રેવા : એ છોકરા, ક્યાય નથી જવાનુ તારે. લાવ સિગરેટ અને અંદર ઓરડીમા જા. નાસ્તો કરી લે.
ઉર્વેશભાઈ: રેવાબેન તમેં આને દંડ કરવો જરુરી છે.
રેવા : હેત તુ અંદર જા અત્યારે જ.
(હેત ઓરડી મા જાય છે)
રેવા: ઉર્વેશભાઈ દંડ કરવો હોય તો એનુ ગમતુ શું કામ કરવા દો છો. એને તો એમ પણ અહિયા નથી રેહવુ. એને નથી ખબર કે આશ્રમમા સિગરેટ પીસે તો કોઈનુ કોઈ તો જોઈ જ જશે.
અને કાનજીભાઈ તમે તો વડીલ છો. તમેં આમ ગુસ્સો કરો છોકરા પર ના સારુ લાગે. તમે એને પક્ડ્યૉ ત્યારે સિગરેટ પીતો હતો એ?
કાનજી: ના.
રેવા: તો પછી. શું તમે પણ. એક છોકરાની વાતોમા આવી ગયા. આજકાલના છોકરાઓ બહુ હોશિયાર છે. એમને ખબર છે કેમનુ એમના મનનુ કરાવુ.
કાનજી: હાહરીનો, બચુડીયુ દાવ રમી ગયુ આ તો.
રેવા : મુકો બધુ. તમે આવો અંદર જોડે નાસ્તો કરિએ.
કાનજી: તમેં જાવ, મારે ઈચ્છા નથી.
રેવા: અરે કાનજીભાઈ, આટલી નાની વસ્તુ મા ગુસ્સો ના કરશો. છોકરા આવુ નઈ કરે તો બીજા કોણ કરશે. આવો, થોડો નાસ્તો કરી લો. આવો ઉર્વેશભાઈ, સંચય.
( હેત ઓરડીમા જાય છે. બધા છોકરાઓ નાસ્તો કરતા હોય છે.)
હેત: શું કે શટલ, શું છે નાસ્તા મા.
શટલ: અલા તુ આઈ ગ્યો ? લાલાઍ (ઉર્વેશ) કાઢી ના મુક્યો?
હેત: જવા દે ને યાર. નિકડી જ ગયો હતો. પેલા બેન વચ્ચે ના આયા હોત. છોડ ઍમ કેહને શું છે નાસ્તામા ?
શટલ: બટાકા પૌવા અને ચા.
હેત: મેક્સીકન સેન્ડવીચ ખાવાનો હતો યાર.
શટલ: નશીબ બકા. લઈ લે અત્યારે નઈ તો એ પણ નઈ મડે. પેલો હિપોપોટેમસ જો ઝાપટે.
હેત: આ કોક દિવસ ભારતમા ભુખમરીનુ કારણ બનશે. હુ આવુ લઈને.
(લાઈનમા ઉભો રહે છે )
ઓ ગંગાધર,
છોકરો: એ ગંગાધર નઈ શક્તિમાન.
હેત: ગંગાધર હી શક્તિમાન હે, ચલ ચલ, જલદી લે ભઈ. હજુ મારે પહેલી વારનુ છે.
મારુ હારુ મિની માઉસ.