Drastibhed - 2 books and stories free download online pdf in Gujarati

દૃષ્ટિભેદ - ૨

"આ પ્રકારનો પ્રતિક્રિયા મને કાનજીભાઈ પાસેથી મડશે એ વિચાર્યુ ન હતુ રેવા" ડૉકટરે એ આસ્ચર્યથી કહ્યુ.

રેવા : "સ્વભાવેતો કાનજીભાઈ બહુજ સારા અનેે સમજુ માણસ લાગ્યા એમનુ આવુ વિચારવું નિશ્ચિત રીતે આસ્ચર્ય પમાડે તેવુ છે."

ડૉકટર : "હુ એમને છેલ્લા 3 વર્ષથી જાણું છુ. એમનો અનુભવ અને વિચારોનો આપણા આશ્રમના વિકાસમાં મહત્વનો ફાળો છે. એમની આ પ્રતિક્રિયા પરથી કોઈ મતના બાંધ."

રેવા : હુ કોઈ મત નથી બાંધી રહી અને ના મારા જોડે કોઈ મત બંધાય એટલો એ વ્યકિતનો અનુભવ છે. દરેક વ્યક્તિના પોતાના અનુભવ હોય છે અને એ જ અનુભવોનો આધાર લઈને કોઈ નિશ્ચિત વ્યકિત કે વસ્તુને સાચી કે ખોટી માને છે. આ સમયે મત બાંધવા કરતા મત સમજવાની જરુર છે.

ડોકટર: પણ નાના ભુલકાઓ પર શું ગુસ્સો ?

રેવા: હોઈ શકે કે ગુસ્સો ભુલકાઓ પર ઓછો અને પરીસ્થિતિ પર વધારે હોય. હવે તુ મત બાંધી રહયો છે.

ડોકટર થોડીવાર મૌન રહ્યા. અને કઈક વિચાર કરતા કરતા ઉભા થઈને ઓફીસ ની બારીની બહાર જોવા લાગ્યા.

રેવા : શું વિચારે છે ?

ડોક્ટર: શું આપણે આ કાર્યક્રમ રદ કરી દેવો જોઈએ?

રેવા : કેમ ?

ડોકટર: મારા આ વિચાર પર કાનજીભાઈની, જે આપણા આશ્રમના વડીલ છે ઍમની આ પ્રતીક્રિયા હોય તો આશ્રમના બીજા સભ્યો શું વિચારશે ? ઍ પણ આ જ વિચારતા હશે.

રેવા : તને ભગવાને કોઈ દિવ્ય દૃસ્ટી આપી છે ?

રેવા ઉભી થાઈને ડોકટર પાસે જાય છે અને કહે છે.

ડોકટર: ઍટલે?

રેવા: ઍટલે ઍમ ડોકટર સાહેબ કે તમે કઈક વધારે જ વિચારીને આ સાર કાર્યને અટકાવી રહયા છો.

ડોકટર: એવુ નથી રેવા હુ બધાને ઘણા સમયથી ઓળખુ છુ. આજ સુધી કાનજીભાઈએ જ્યા જ્યા ટકોર કરી છે એ વસ્તુ બની છે.

રેવા : કાનજીભાઈ સાચા જ હોય આ વખતે ઍ જરુરી છે ?

ડૉકટર: દર વખતે તો હોય છે.

રેવા : ડોકટર સંચય દવે. તમે બહુ વધારે વિચારી રહયા છો. બેસ. તને સમજાવુ.

દરેક વ્યક્તિ એક સરખુ જ વિચારે ઍ જરુરી નથી. મે તને પેહલા જ કિધુ દરેક વ્યકિત પોતાના અનુભવોનો આધાર લઈ ને કોઈ વ્યક્તિ કે વસ્તુને સાચી કે ખોટી માને છે. દરેકના અનુભવ સરખા હોય ?

સંચય : ના.

રેવા : તો દરેક વ્યકિતનો મત સરખો હોય એ જરુરી તો નથી. એવુ હોત તો આ અલગ અલગ પ્રકારની વિચારધારા હોત જ નઈ.

સંચય: હમ્મ... બરાબર છે. તો હવે મારે શું કરવુ જોઈઍ ?

રેવા : જ્યારે કોઈ વસ્તુ વિરોધાભાસી લાગે ત્યારે વિરોધ કે એને સ્વિકારીલેતા પહેલા વ્યક્તિઍ તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈઍ. એ જ રીતે તુ એમનો મત સમજવાનો પ્રયત્ન કર. અને ઍના પર ચર્ચા કર. પછી નિર્ણય કરજે. વિચારો કરવાથી ખાલી તારુ માથૂ દુખશે. અને હજુ હુ તારા ઘરે આવી નથી એટલે બામ પણ તારે જાતે લગાવી પડશે.

સંચય: ના ના મમ્મી છે ને.

રેવા: એટલે એમ નઈ કે જાતે લગાવી દેવાની મેહનત તો કરાવવાની જ બીજા જોડે.

સંચય: બકા મમ્મીનો હાથ માથા પર ફરે એટલે ભલભલી ચિંતા જતી રહે.

રેવા : વાત તો સાચી છે.

સંચય: તો હવે ઉર્વશભાઈ ને વાત કરી દઉ કે અત્યાર થી તૈયારી ના કરે રવિવારની. ઍમને તો છોકરાઓ ને લઈ ને અહિયા આવવાનુ છે.

(સંચય ફોન કરે છે ઉર્વેશભાઈને )

સંચય : જય શ્રી કૃષ્ણ ઉર્વેશ્ભાઈ સંચય વાત કરુ છુ સંવેદના આશ્રમથી.

ઉર્વશ : જય શ્રી કૃષ્ણ સંચયભાઈ. કેમ છો?

સંચય: જય શ્રી કૃષ્ણ. મઝામા. તમે કેમ છો?

ઉર્વશ: એકદમ મઝામા. બોલો

સંચય: ઉર્વેશભાઈ એક વિનતી હતી કે આપણૅ જે કાર્યક્રમ કરવાનો છે ને એને થોડા સમય માટે મોકુફ રાખીયે.

ઉર્વેશ: શું થયુ એકદમ ? તમે તો બહુ પ્રોત્સાહિત હતા આ કાર્યક્રમને લઈ ને.

સંચય: હજુ પણ છુ ઉર્વેશભાઈ. પણ થોડો સમય અનિવાર્ય છે.

ઉર્વેશ: કાઈ અડચણ છે?

સંચય : અડચણ નથી. બસ સમય જોઈઍ છે.

ઉર્વેશ : બિલ્કુલ સંચયભાઈ. કાઈ વાંધો નથી. બાકી મારી કોઈ મદદ જોઈતી હોય તો કહી શકો છો.

સંચય: આભાર ઉર્વેશભાઈ. મદદ ની જરુર પડીતો જરુરથી જણાવીશ. પણ આનો ઉકેલ જાતે જ શોધવો પડશે.

ઉર્વેશ : સારુ ત્યારે.

સંચય : જય શ્રી કૃષ્ણ
(એમ કહી ફોન મુકીદે છે)

સંચય બારીની બહાર જોતા જોતા બોલ્યો "મારે કાનજીભાઈ જોડે વાત કરવી પડશે. હુ આવુ."

રેવા : અત્યારે ઍ ગુસ્સામા હશે રેહવા દે.

સંચય: ગુસ્સામા છે ઍટલે જ જવુ છે. મન મા ભરેલી વાતો સરળતાથી નિકળશે.

સંચય કાનજીભાઈ ને મડવા નિકળે છે. એમની ઓરડીમા જાય છે. પણ ત્યા કોઈ હોતુ નથી.

એ બહાર નિકડે છે ત્યાજ સામે જ કમરથી થોડા વળીને ચાલતા ગુસ્સામા ચંપકભાઈ મડે છે.

સંચય એમને જોઈને પાછો વળી જાય છે. "મરી ગયો"

"આમ છુપાવા થી કાઈ નઈ થાય ડોકટર જવાબ તો આપવો જ પડશે." ચંપક બોલ્યો.

સંચય : અરે ચંપકભાઈ છુપાઈ ક્યા રહ્યો છુ તમારી સામેતો છુ.

ચંપક: બરાબર. હાલ તો જવાબ આપો હવે.

સંચય: ચંપકભાઈ હુ થોડા જલદીમા છુ અત્યારે. આપડે પછી વાત કરીયે ?

ચંપક : ના ભાઈ ના. જવાબતો મારે અત્યારે જ જોઈએ. પછી તુ ઝ્લાતો નથી. આજે તો હિસાબ પુરો લઈશ.

સંચય : હિસાબ તો તમને આપ્યો હતો ચંપકભાઈ. રવિવારે પેલા બે ભિખારી ને જમાડયા એમા 200 રૂપીયા વધી ગયા.

ચંપક : ડીસનો ભાવ 50 રૂપીયા અને જમાડ્યા બે માણસ. મને ઉઠા ભણાવેશ. હુ 40 વર્ષ મુનીમ રહયો છુ.ઍટલી તારી ઊંમર એ નઈ હોય એટલુ મે કામ કર્યું છે. ચલ 100 રુપિયા નિકાળ.

સંચય: હુ કેમ નિકાળુ? પૈસા તો કેટરીંગ વાળો લઈ ગયો.

ચંપક : પુછ્યા વગર આપ્યા કોણૅ વહાલા ?

સંચય : પણ તમે આનંદ કરતા હતા બધા જોડે તો મે વિચારયુ કે જાતે જ બધુ પતાવી દઉ.

ચંપક : અને હિસાબ બરાબર કર્યો નઈ.

સંચય : કર્યો તો ખરા બસ 100 રૂપીયા ની તો ભુલ છે.

ચંપક : આજે 100 રૂપીયા ની છે. કાલે 100 કરોડની હશે. પછી આપડે આશ્રમ વેચવા કાઢીશું.

સંચય :આ લ્યો 100 રૂપીયા ચંપકભાઈ. શું તમે પણ. ખાલી 100 રૂપીયા માટે આશ્રમ વેચો છો.

ચંપક : ભાઈ 100 રુપિયાની કિંમત જ્યારે કાઈ ના હોયને ત્યારે ખબર પડે. આ ડોસો આટલી કચ કચ ના કરે છે ને એટલે તારુ આશ્રમ ટકી રહ્યુ છે.

સંચય : હા ચંપકભાઈ તમે મારા આશ્રમના ભગવાન. હિસાબ થઈ ગયો હોય તો હુ નિકળુ?

ચંપક: હા જા..

ચંપક: એ ઉભોરે..

સંચય : હવે શું થયુ ચંપકભાઈ ?

ચંપક : આ નોટમા દાગો છે બીજી આપ.

સંચય : અરે આ બાજુ મા દાગો છે. ચાલી જાય.

ચંપક : ના ચાલી તો તને ક્યા પકડવા આવુ ?

સંચય : અરે.... સારુ આ લ્યો. કડકડતી નોટ છે. હવે જઉ?

ચંપક : એક મીનીટ. હમ.... બરાબર છે. જા. આગળથી ધ્યાન રાખજે.

સંચય : આભાર તમારો. ધ્યાન રાખીશ.

સંચય થોડો આગળ વધ્યો અને એને કાનજીભાઈને એકલા ઉભા જોયા. એ સ્તબ્ધ ઉભા હતા બગીચાના વૃક્ષ નીચે અને પક્ષીઓની રોજનીષી જોઈ રહ્યા હતા. એક પક્ષી એમના ઉપર થી ઉડીને એના માળા મા ગયુ. અને એને શણગારવા લાગ્યુ. જાણૅ એને ચોખ્ખુ કરતુ હોય એમ થોડો કચરો બહાર ફેક્તુ અને થોડી માળાની સળી સરખી કરતુ. જે સરખી ના થતી એમને તોડીને નીચે ફેકી દેતું. એવી જ ઍક સળી નીચે પડી. પડતા પેહલા તે બે ડાળી પર રોકાઈ. પણ પવનના ઝોકાનુ ઍ સામનો ના કરી શક્યુ. અને તે એ ઝોકા સાથે જ જમીન પર પટકાયુ. આ સંપુર્ણ ઘટના કાનજીભાઈ બહુ ધ્યાન થી જોઈ રહયા હતા અને સંચય મૌન રહીને એમને આ નિહાળતા જોતો હતો. થોડીવાર બંન્ને મૌન રહ્યા.

થોડીવાર રહીને એ પક્ષીના કલકલાટને વિંધતા બોલ્યા "સ્વાર્થી"

"ખુંચવા માંડ્યુ તો બહાર રઝળવા ફેકી દીધુ. એને ઍ ખ્યાલના આવ્યો કે ઍ એક સમયે એમનો આધાર હતો. આધાર ખુંચતૉ હોયને તો પણ કાઢીના નખાય. નઈ તો આખો માળો ધરાશાયી થઈ જાય. મુર્ખ "

સંચય : દરેક પક્ષી એ જ કરે એ જરુરી નથી. કેટલાક પક્ષી એ ખૂંચતા આધાર ને સાથે રાખીને વધારે સુંદર બનાવીને એને કવચ બનાવે છે.

કાનજી: ઉપયોગ તો કરી જાણે છે. કે એમને મુકવા ક્યાં અને કેવી રીતે જેથી તમને લાભ થાય.

સંચય : હવે એને સમ્માન સમજવુ કે સ્વાર્થ આપણા હાથ મા છે. સાચવીને રાખશે તો એને પણ લોકો બંધન માને છે.

કાનજી : બધા સારામાટે ઉપયોગ કરે ઍ જરુર નથી.

સંચય : સ્વાર્થ માટે પણ કરે ઍ પણ જરુરી નથી.

કાનજી : ખબર કેવી રીતે પડશે કોન શું ઉપયોગ કરશે ? એના કરતા કરવો જ નઈ.

સંચય : ક્યા સુધી નઈ કરો ?

કાનજી : હવે જીવનની થોડી ક્ષણો જ બાકી છે. હવે કોની જરુર.

સંચય : છેલ્લે ગંગાજળ પીવડાવવા તો જોઈશે ને.

કાનજી આ સાંભળી સ્તબ્ધ રહી ગયો.

કાનજી : ઠીક છે. તમને મેં પેહલા પણ નતા રોક્યા કાર્યક્રમ કરવા. અત્યારે પણ નથી જ રોકતો.

સંચય : રોકવા કે ના રોકવાનો સવાલ નથી. સવાલ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવાનો છે.

કાનજી : સારુ. જો આ કાર્યક્રમ પુરતુ હોય તો મારી પરોક્ષ રીતે મદદ રહેશે. હુ કાર્યક્રમમા ભાગ નઈ લઉ પણ સાથે રહીશ.

સંચય : સારુ જેવુ તમને યોગ્ય લાગે. તમેં સાથે છો તો કામ સરળતાથી થશે.

કાનજી : ધ્યાનથી સાંભળીલેજે સાથે છુ એનો ભાગ નથી. મને ભાગ બનાવવાનો પ્રયાસ પણ ના કરતો.

સંચય : નહી કરુ.

કાનજી : હાલ મને ચાલવાદે હવે. નઈ તો તુ જ કહીશ હેડતા નથ.

સંચય મન મા વિચારે છે " આટલો ગુસ્સો સમાજ પ્રત્યે સારો નથી. આ ને નિકાળવો અનિવાર્ય છે. "














બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED