દ્દષ્ટિભેદ નિ શબ્દ ચિંતન દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દ્દષ્ટિભેદ

બસ આજનુ બહુ ચાલી લીધું, બીમારી કરતા આ ડોકટરનો ત્રાસ છે. સવારે કે છે 1 કીલોમીટર ચાલો તો પગ છુટા થાય, ભાઈસાબ ચલાતુ હોત તો આટલા લાંબા ડોકટર જોડે સિદ થાત. આ કેવા ડોકટર અને શુ ઍની દવા. ત્રાસ છે.

ઍક સમય હતો કે આ છોકરાઓ ની જેમ અમે પણ ભાગતા, પણ શુ કરીઍ જેમ ઍક વિશાળ વૃક્ષ સમય સાથે સુકાતુ જાય તેમ અમે પણ સુકાતા ગયા. હવૅ બસ પળ ગણવાની છે. ઍક પળ આવશે જેમા સંપુર્ં્ણર્ણ જીવન દેખાશે. જીવન ના અંતે અંધકાર હશે. ના કોઈ અવાજ ના કોઈ સમજ બસ ક્યારેય ના પુરો થઈ શકનારો અંધકાર. ઍ અંધકાર માથી જ ઍક બિિન્દુ સ્વરૂપ અજવાળું દેખાશે. ઍ ધીરે ધીરે મોટુ થતુ જશે. અને જ્યારે ઍનુ વિશાળ સ્વ રૂપ ધારણ કરશે ત્યારે ઍ સુરજ સમાન પ્રકાશ મા આપણ વીલય થશે. જીવી લીધુ જીવન.
અને આજે પળે પળે બદલાતી દુનીયામા ક્યાક છુટી ગયો છુ હુ. નથી ઝીલી શક્તૉ ક્ષણો ને હવે. ઊંમર થઈ છે.
ઍક મહત્વની ક્ષણના ઝીલી શકયો અને મને વૃધાશ્ર્મ મા ધકેલી દેવામા આવ્યો. પણ હુ ઍકલો નથી મારી અર્ધાંગની મારા સાથે છે. બોલતી નથી બહુ. ચુપ જ હોય છે. હુ જ એને બોલાવાનો પ્રયાસ કરતો રહુ છુ. પણ ઍને ઍના શબ્દોને ક્યા સંતાળી દિધા છે. જડતા નથી. ક્યાક ઍ ઘર છોડવાની સાથે તે અવાજ પણ ઘર સાથે જ છુટી ગયો.

આ ડોકટર સાહેબ મારી સામે આમ સણસણતા કેમ આવે છે? જરુર થી આ નવી દવા લૅવાનુ કહેશે. મને જવાદે.

ડોકટર સાહેબ - "અરે કાનજીભાઈ , કયા નાઠા. ઉભા રયો"

કાનજી પાછડ વળ્યા અને બોલ્યા-
"સાહેબ અમે ક્યા નાઠવાના ભઈ. તમે નહાદો તો ખરુ કરો તો બાકી તો પેઈન ને કીલ કરયા કરીઍ છીઍ.

ડૉકટર સાહેબ- "જો કાનજીભાઈ, આમ ટોણા ના મારસો."

કાનજી- અરે ટૉણા ની તુ ક્યા વાત કરેશ, તને તો સોટી ઍ મારીસ. સાંભળયુ તારુ સગપણ થઈ ગયુ. અને તે મને કીધુ પણ નઈ.
ડૉકટર- અરે હુ જાણ કરવાનો જ હતો.
કાનજી- ક્યારે? ઘોળીયૂ બંધાય તારે.
ડોકટર- એવુ નઈ પણ.....
કાનજી- બસ હવે બઉ હવે બહાના ના બનાવ. હુ જાઉ છુ. આપણો સંબંધ પુરો.
ડોકટર- અરે અરે કાનજીભાઈ આમ માઠૂના લગાડો. હુ ઍને સાથે લાવ્યો છુ. આશ્રમ બતાવા અને તમને બધાને મડાવવા.
કાનજી- હે ? મુવા બોલતો નથી. નવી વહુને લઈને આવ્યો છે. ગોળ ગોળ વાતો કરે છે. કયા છે ?
ડોકટર: હા બોલાવુ. અરે રેવા. આવને અહીયા.
રેવા આ કાનજીભાઈ છે. આપણા આશ્રમ ના વડીલ.
(રેવા પગે લાગે છે.)
કાનજી: રેવા. ખુબ સુંદર નામ છે છોકરી નુ . આટલી સુંદર છોડી તને મડી!
ડોકટર: શું કાનજીભાઈ તમેં... આશ્રમમા તો થોડુ માન રાખો.
કાનજી: જા હવે, આવી ક્યાથી માન માંગવા વાડી. નઈ મડે જા.
(બધા ખીલખીલાટ હસ્યા)

ડાકટર- ચાલો આપણૅ ઓફીસ મા જઈ વાત કરીઍ.


કાનજી: અરે ડોકટર મને ઍમ કે કે તુ આ વૃધાશ્ર્મને ખાલી આશ્રમ કેમ કેહ છે? આશ્રમમા તો ભગવાન નુ મંદિર હોય. સાધુ હોય જે આપણને ઉપદેશ આપે. આને તુ વૃધાશ્ર્મ કહે ઍજ બરોબર છે.
ડોકટર: ના કાનજીભાઈ. મારા માટે તો આ ખાલી આશ્રમ છે. જયા હાલતી ચાલતી ભગવાનની મુર્તિ છે અને આપના જીવનના અનુભવો નો જે મને ઉપદેશ મડે છે રોજ. તો મારા માટેતો આશ્રમ જ થયો ને.

કાનજી: હમ્મ્મ... આ તે મને તારુ સગપણ થયૂ ઍ કીધુ નઈ ઍનુ માખણ લગાવા કહ્યુ?
ડોકટર: ના હવે કાનજીભાઈ. શું તમે પણ વાતને ઊંધે રસ્ટે ચઢાવો છો. એ છોડો એક વિચાર હતો અમારો ઍના માટે વાત કરવી હતી.

કાનજી: હા બોલો.

ડૉકટર: હુ અને રેવા વિચારતા હતા કે આ રવિવારે એક કાર્યક્રમ કરીયે.

કાનજી: હા ભાઈ, એમા ક્યા નવુ છે.

ડૉકટર: આ વખતે કઈક અલગ વિચાર છે કાર્યક્રમની સાથે.

કાનજી: જમવા મા મીસ્ટાન રાખવાનુ છે?

ડૉકટર: ના. અહીયાં 5 કિલોમીટરના અંતરે ઍક અનાથ આશ્રમ છે. અમે બંને ટૃસ્ટ ઍ વિચાર્યુ છે કે આ રવિવારે અનાથ બાળકો વૃધાશ્ર્મમા આવે. ઍનાથી બે સારી વસ્તુ થશે. ઍકતો બાળકોને વડીલોનો આશ્રય મળશે અને વડીલોને બાળકો નુ વહાલ. કેવો વિચાર છે.

કાનજી થોડીવાર સ્તબ્ધ રહ્યો જાણૅ કાઈ વિચારી રહ્યો હોય. અને બોલ્યો "તદન ખરાબ વિચાર છે સાહેબ."

આ સાંભળી ડૉકટર આશ્ચર્ય સાથે સ્તબ્ધ રહી ગયો.
"આમા ખરાબ શું થયુ ?"

કાનજી: સારુ શું છે ? માંડ સાજા થયેલા ચીરાને તમે ફરી ઉઘાડવા માંગો છો? જે સંબંધોના કારણૅ અમે અહિયા રહેવા મજ્બુર બનયા છીઍ તમેં ઍ ફરી બાંધવામાંગો છો?

ડોકટર: પણ કાનજીભાઈ.....

કાનજી: નઈ ડોકટર સાહેબ, તમેં આ કાર્યક્રમ કરવા સ્વતંત્ર છો. પણ મારા સહકારની અપેક્ષા ના રાખતા.

ડૉકટર: કાનજીભાઈ તમેં આપણા આશ્રમના વડીલ છો. તમેં જ સહકાર નહી આપો તો આ કાર્યક્રમ સફળ નઈ થઈ શકે.

કાનજી કઈ જ બોલ્યા વગર પોતાની લાકડી લઈને ઓફીસથી નિકળી ગયા.

ડોકટર અને રેવા ઍકબીજાને જોતા રહયા.