Drashtibhed - 4 books and stories free download online pdf in Gujarati

દ્દષ્ટિભેદ - ૪

છોકરાઓને આશ્રમના હોલમા બેસાડવામા આવ્યા અને દિવસ દરમ્યાનની પ્રવૃત્તિઓ વિષે ઉર્વેશભાઈ દ્વારા જાણકારી આપવામા આવતી હતી.

પાછળના દરવાજા તરફ રેવા અનેે અન્ય લોકો ઉભા હતા. ત્યાજ હેત પ્રવેેશ્યો.

હેત: કેમ છો રેવાબેન ?

રેવા: અરે, તુ અહીયાં શું કરે છે ? જા હોલમા બેસ.

હેત: હુ સેવામાંં છું. નઈ બેસી શકુ.

રેવા: સેવા મા ? કોની ?

હેત: આશ્રમની. આટલા મોટા કાર્યક્રમનુ આયોજન કર્યું હોય તો સેવાની જરૂર તો પડેને.

રેવા: તને કોણે સેવામા મુક્યો?

હેત: ઉર્વેશભાઈ એ..

રેવા: ઉર્વેશભાઈ તો અમારા સાથે હતા. મને તો ક્યારેય તને કહેતા હોય એમ જોયા નથી.

હેત: કહેવા ના કહેવા ની વાત જ નથી. અમારા આશ્રમનો નિયમ છે. જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે મોટા છોકરાઓ સેવામા હોય છે. સહયોગથી જ કાર્ય સફળ થાયને. કોઈઍ તો ત્યાગ કરવો પડે. બધા જ આમ પલાઠી વાળીને બેસી જાય તો વ્યવસ્થા કોણ કરશે?

રેવા: બરાબર, સમજુ છુ તારી વાત. તને એક જગ્યાએ બેસી રહેવાનુ નથી ગમતુ.

હેત: હવે એ તમને જેમ યોગ્ય લાગે.

રેવા: આટલી સમજણ વાળી વાતો કરે છે, સવારમા જે તે કર્યું એ શું હતુ?

હેત: મારો એવો કોઈ માનભંગ કરવાનો હેતુ ન હતો. પણ હુ માનુ છુ કે મર્યાદા બન્ને બાજુથી હોવી જોઈએ. એટલે મારે બોલવું પડ્યુ. હુ એમનો આદર રાખીને ચુપ હતો. તો એમણૅ પણ એમની મર્યાદા નતી ઓળંગવી જોઈતી.

રેવા (આસ્ચર્યથી પુછ્યું): અચ્છા! જે તે કર્યૂ હતુ ઍ મર્યાદામા હતુ? આશ્રમમા તુ સિગરેટનુ પેકેટ લઈને આવ્યો. એ કેટલુ યોગ્ય હતું ?

હેત: હુ સિગરેટનુ પેકૅટ લાવ્યો એ મારી ભુલ છે. માન્યુ. પણ એ પછી એમને ભાષાની મર્યાદા ના રાખી એનુ શું?

રેવા: તો તુ એવુ ઈચ્છે છે કે તને લોકો તુ ઈચ્છે એ પ્રમાણે લઢે? સપનાની દુનિયામા છે? બહાર આવીજા. તુ મર્યાદા તોડીશ તો સામે વાળો વ્યકિત એની મર્યાદા તોડશે જ. તુ ઈચ્છે છે કે બધા લોકો પોતાની મર્યાદામા રહે તારા સીવાય. બરાબર છે. આ ખાલી તારો નઈ તારા ઊંમરના દરેક વ્યકિતનો પ્રોબ્લેમ છે. દરેકને બીજાને નિયમમા રાખવા છે. તમારે પાછી ભુલ સ્વીકારવી પણ નથી. બીજા શું વિચારશે એ આપણૅ નિયંત્રિત ના કરી શકીએ. તમારા હાથમા તમે પોતે જ છો. બીજા કોઈ નઈ. અને તુ કોના સામેં શું બોલી રહયો હતો ? ઉમર તો જોવી હતી. મોટાની મર્યાદા કેમ રાખવાની? એ પ્રશ્નનો જવાબ તને ત્યારે મળી જશે જ્યારે કોઈ તારાથી નાનુ ગમે તેમ બોલી જાશે.

હેત: રેવા બેન. સાચે. મારો એવો કોઈ હેતુ ન હતો. હ્રદયથી માફી માગુ છુ.

રેવા: તારે મારી નઈ. કાનજીકાકાની માફી માંગવાની છે.

હેત: જરુરથી માંગીશ. ક્યા મળશે એ મને અત્યારે?

રેવા: અત્યારે તુ જઈને હોલ મા બેસ. પછી કહુ છુ તને.

હેત: રેવાબેન, મેદાનમા સન્માન સમારંભ માટે ખુરશીઓ ગોઠવવાની છે. હુ ઍ ગોઠવીને આવી જઉ છુ. પાક્કુ.

એમ કરીને હેત મેદાન તરફ જતો રહે છે.

રેવા : અરે ! ખરો છોકરો છે.

હેત બહાર આવતા જ કાનજીને એમની ઓરડીની બહાર ઉભેલા જોવે છે.હેત તરત જ એમને મળવા જાય છે.

હેત: દાદા

કાનજી કોઈ વિચારોમા મસગુલ હોય છે અને હેતના અવાજથી સચેત થઈ જાય છે.

કાનજી હેતને જોઈને મો ફેરવીલે છે.

હેત: દાદા, હુ સિગરેટ નથી પીતો. આજે સવારે જે મેં કર્યું એ નાટક હતુ. મારે અહિયા આવાની કોઈ ઈચ્છા ન હતી એટલા માટે મે આ સિગરેટનુ નાટક કર્યૂ હતુ. પણ અજાણતા જ મે તમારુ અપમાન કરી દીધું. હુ માનુ છુ કે મે ખોટુ કર્યું છે. મારી ભૂલને માફ કરી દો.

કાનજી: તે બહુ જ યોગ્ય શબ્દો પ્રયોગ કર્યો છોકરા. "નાટક" અને "ભુલ". નાટક જ તો કરો છો તમે. જન્મ્યા ત્યારથી નાટક જ કરતા આવ્યા છો. જન્મ્યા ત્યારે અણસમઝણનુ નાટક. ચાલતા થવા માટે આંગળી પકડી લાગણીઓની હારમાળા રચવાનુ નાટક. અને આવી જ પળોની યાદોના ટીપાથી લાગણીઓ ના સરોવર ઉભુ કરવાનુ નાટક. પછી સમય આવે ત્યારે એ જ સરોવરમા અમને ડુબોળી દેવાની અજાણતા જ ભુલ કરી દો છો ને તમે !

હેત: આ શું બોલો છો દાદા !

કાનજી: તને નઈ સમજાય. જા... નિકળ અહિયાથી. આવતો નઈ અહિયા પાછો.

હેત: સમજણ તો પડે છે દાદા મને. પણ આટલી નાની ભુલ માટે આટલુ બધુ બોલવાની કોઈ જરુરિયાત ન હતી.

કાનજી: તારા જોડે મારે લપ નથી કરવી ફરી. જે કામ કરતો હોય એ કર.

હેત: સારુ. આ તો રેવાબેનએ કીધું અને મને લાગ્યુ કે મારાથી ના જરુરનુ બોલાઈ ગયુ છે. એટલે માફી માગવા આવ્યો હતો. ખાલી એટલુ જ કહેવા માગુ છુ કે જો એ બાળપણના પ્રસંગો નાટક હોય તો એ નાટકનો આનંદ તમે બહુ ખુશી ખુશી માણ્યો છે અને નાટકમા એક પાત્ર નથી હોતુ પણ અનેક હોય છે. દરેક પાત્ર પોતાનો ભાગ ભજવે ત્યારે જ એ નાટક સફળ થાય છે. તમને એ નાટક હજુ પણ યાદ છે. બસ એ જોઈને લાગે છે એ નાટક સફળ હતું. સફળતાનો શ્રેય થોડો પોતાને પણ આપજો.

કાનજી: એ છોકરા... પાછો તુ તારી હદ વટાવી રહ્યો છે.

હેત: દાદા, મને સીધી વાત કરવાની આદત છે. માફ કરજો, જો કડવો લાગ્યો હોય તો.

કાનજી: તુ એવુ કહે છે કે આજે મારી પરિસ્થીતી છે ઍના માટે હુ જવાબદાર છુ.

હેત: મેં એમ નથી કીધું કે ખાલી તમે જ જવાબદાર છો. હુ એમ કહુ છુ તમેં પણ જવાબદાર છો.

કાનજી: મારા ઈતિહાસ અને પરિસ્થીતી તને નથી ખબર. તુ તારી સલાહ તારા જોડે જ રાખ.

હેત: પરિસ્થિતિ કરતા કારણ મહત્વનુ હોય છે દાદા. આશ્રમમા આવેલા દરેક વ્યકિતનુ કારણ સમાન હોય છે. વ્યકિત કે સમાજનુ કે દ્વારા ત્યાગ. કેટલાક સ્વ ઈચ્છાથી ત્યાગ કરે છે. કેટલાક પર ઈચ્છાથી. પણ આવે તો બધા આશ્રમમા જ છે.

કાનજી: છોકરા મોટી મોટી વાતો કરતા મને પણ આવડે છે. જીવનનો અનુભવ તારાથી વધારે છે. જે દુ:ખ લાગણીઓનુ હોય એ તને નથી ખબર.

હેત: જરુરથી. અનુભવ તમારો પણ છે. મારો પણ છે. અને ઘણા ક્ષેત્રૉમા મારાથી વધારે છે. વ્યકિતનુ દુ:ખ તમને પણ છે અને મને પણ. ફરક એટલો છે કે તમે એ વ્યકિત સાથે રહી ભોગવ્યુ અને મે એ વ્યકિત વગર.

કાનજી હેતના જવાબથી સ્તબ્ધ રહી ગયા.

હેત: દાદા તમારે ખુશી મનાવી જોઈએ કે તમારા પાસે એ લાગણીઓની પળો પણ છે યાદ કરવા માટે.
દાદા, તમે એ યાદ કરી દુખી થઈ શકો છો, પણ મેં લોકો ને જુની વાતો યાદ કરીને હસ્તા પણ જોયા છે.

એમ કહી ગુસ્સામા હેત ત્યાથી નિકળી ગયો. કાનજી હેતની વાતો સાંભળી સ્તબ્ધ થઈ ગયો. એ થોડીવાર આમ જ ઉભો રહયો. જાણૅ હેતની વાતો એ એને ઝ્ંઝૉળી નાખ્યો હોય.

હેત સમારંભની તૈયારીમા લાગી ગયો. જાણૅ કાઈ થયુ જ ના હોય એમ.

કાનજી હેતની વાતો વિચારતા ઓરડીમા જતો રહ્યો જ્યા એની પત્ની સુતી હતી. કાનજી એના બાજુમા જઈને બેસી ગયો.

કાનજી: સાંભળે છે? સાંભળે તો તુ છે એ મને ખબર છે ભલે બોલતી નથી. હોઠ સિવાયો તો સીવી દિધો પણ કાન ના વીંધી શકી. તને ખબર છે આજે એક છોકરો મને બ્રહ્મજ્ઞાન આપી ગયો. તને તો છેક ઘર આંગણા સુધીનુ બધુ સંભળાતુ હતુ. તે પણ સાંભ્ળયુ હશે. એને ઍ વાત કહી દીધી જે આપણે ભુલી ગયા હતા. વ્યકિત પોતે જ પોતાની પરીસ્થિતીનો જવાબદાર હોય છે. સાચુ છે. આપણા ખોટા નિર્ણયો અને આંધળા વિશ્વાસએ આપણને આ પરિસ્થિતિમા મુક્યા છે. મે મારા જીવતા જીવ આપણી કાળી મજુરીથી અર્જિત કરેલી મિલકતની વહેચણીના કરી હોત તો આજે પણ આપણૅ આપળા ઘરમા હોત. છોકરા તો રાખશે જ ને. મારા છોકરાઓ બીજા કરતા સારા. આપણૅ ઍને ઉત્ત્મ સંસ્કાર આપ્યા છે એનુ અભિમાન. અભિમાન એ એક વાસના છે એ ભુલી ગયા હતા. આ જે આ વિચારો પર હસુ આવે છે. ભુક્કો કરી દીધું મારુ અભિમાન મારા જ અંશ એ. એ છોકરો કહે છે ખુશ રહેવાનુ. તો લો હુ ખુશ છુ. મને મુક્તિ મળી ગયી. મુકિત એ અભિમાન થી. મુક્તિ જવાબદારીથી. મુક્તિ એ લાગણી નામક વાસનાથી. મુક્ત છુ હુ. મુક્ત. અહં બ્રહ્મ અહં બ્ર્હ્માસ્મી.

એકદમથી કાનજીના પત્નીને સ્વાસ ચઢવા લાગ્યો. આ જોઈને કાનજી ઘબરાઈ ગયો અને બધાને બોલાવા માટે જોશથી બુમ લગાવા માંડ્યા.

બુમાબુમ સાંભળીને હેત બહાર જ હોવાથી તરત જ આવ્યો. એની પાછળ પાછળ સંચય, રેવા અને ઉર્વેશભાઈ પણ આવ્યા.

સંચય: ઍમ્બ્યુલન્સ બોલાવી પડશે જલદી.

હેત: હુ કરુ છુ. ચિંતાના કરશો.
એમ કરીને હેતએ ઍનો મોબાઈલ કાઢ્યો અને ફોન કર્યો.

ઉર્વેશભાઈ: હેત તારા જોડે ફોન છે? ક્યાથી આવ્યો?

હેત (ઉર્વેશભાઈ સામેં જોઈ થોડુ અટકીને બોલ્યો) : એ આપણૅ પછી વાત કરીઍ ઉર્વેશભાઈ. અત્યારે માજીની સ્થિતિ ગંભીર છે. હુ તમને વિગતવાર બધુ કહીશ. ઍમ્બ્યુલન્સને હુ રસ્તો જણાવુ છુ. આવુ.

સંચય: ઉર્વેશભાઈ, એ પછી વાત કરી લેજો. અત્યારે આ જરુરી છે. કાનજીભાઈ એકદમ સ્વાસ કઈ રીતે ચઢ્યો ?

કાનજી: ખબર નહી આ ઍકદમથી શું થયુ ? હુ બસ વાતો કરતો હતો.

હેત: સંચયભાઈ, ઍમ્બ્યુલન્સ આવી ગયી છે. હુ આવુ છુ તમારી સાથે. મારી જરુર પડશે.

સંચય: હા.

કાનજી, સંચય અને હેત ઍમ્બ્યુલન્સમા હોસ્પિટલ જાય છે.

હોસ્પિટલ પહોચીને સંચય ડોકટર સાથે ગયો. હેત કાનજી સાથે બેસે છે. કાનજી ખુબ જ તણાવમા જણાતા હેત એમના બાજુમા બેસી ગયો.

હેત: દાદા તમે ચિંતાના કરશો બધુ સારુ થઈ જશે.

કાનજી: આ થવાનુ કારણ હુ જ છુ.

હેત: તમેં કેવી રીતે?

કાનજી: મારી કહેલી વાતો એના મન પર અસર કરી ગયી લાગે છે.

હેત: એવુ તો શું કીધું તમે?

કાનજી: બસ એ જ કે આપણા હાલની પરિસ્થિતિના જવાબદાર આપણૅ જ છીએ. આપણી જ ભુલો આપણને નડે છે. તુ સાચો છે છોકરા. હુ લોકોને મારી પરિસ્થીતીનો જવાબદાર માનતો હતો. જવાબદારી તો મારી હતી.

હેત: હે ભગવાન. આ જ તકલીફ છે તમારી પેઢીમા. પહેલા તો સમજે નહી અને જ્યારે સમજાઈઍ ત્યારે વિચારોની દુનિયાથી એને કઈક અલગ જ ક્ષેત્રમા લઈ જાય. અને પછી દુખી થઈ જાય. ત્યારે અમને એવુ લાગે કે ક્યા મેં આવી વાત કરી તમારા સાથે. કેટલીક વસ્તુઓ તમેં એને વિચારો છો એટલે છે. ઘડપણમા માણસની વિચારવાની શક્તિ અદ્દભુત થઈ જાય છે. તે એ પણ વિચારી શકે છે જે સુસંગત પણ નથી.

(કાનજી એ મો ફેરવી લીધું)

હેત (એકદમ નમ્રતાપૂર્વક બોલ્યો): દાદા, મેં તમને ક્યારેય એવુ નથી કીધું કે તમે જવાબદાર છો. તમારો છોકરો કે છોકરી જે પણ હોય એ પણ એટલા જ જવાબદાર છે.

કાનજી: છોકરીનો ફૉન આવ્યો હતો, બિચારી રડતી હતી મારી પરિસ્થીતી સાંભળીને. એનો કોઈ વાંક નથી.

હેત: એના રડવાથી તમારી પરિસ્થિતિ સુધરી ગયી? હુ ઊંડાણમા નથી ઉતરવા માંગતો. હુ એટલુ જ કેહવા માગુ છુ લે આ જવાબદારીના ચક્રવ્યૂહમા તમેં પડો છો જ કેમ ? જ્યારે સાથે હતા, તમેં એ સમય આનંદથી વિતાવ્યો. એ સમય તમે એમની જ ચિંતા મા વિતાવ્યો. હવે એ નથી ત્યારે તમે એ નથી એની ચિંતામા વિતાવો છો ?

સંચય: ચિંતા કરવાની જરુર નથી. બી.પી. વધી ગયુ હતુ. સાંજ સુધી બરોબર થઈ જશે.

કાનજી: સારુ.હુ ત્યા સુધી અહિયા જ રોકાઈશ. અંદર જવાશે ?

સંચય: હા, જાઓને કાઈ વાંધો નથી.

કાનજી એમના પત્નીને જોવા ઓરડીમા જાય છે.

હેત: સંચયભાઈ, એક વાત પુછુ?

સંચય: હા બોલ.

હેત: આ દાદા અહિયા આશ્રમમા કેવિ રીતે આવ્યા ?

સંચય: એમનો છોકરો જ મુકી ગયો હતો. કરોડોની મિલક્ત એમના બે છોકરા અને એક છોકરી વચ્ચે વહૅચી દિધી. પોતાના માટે કાઈ જ ના રાખવુ એ ઍમની ભુલ.

હેત: પણ આવી ભુલ કરી કેમ ?

સંચય: ઍ જ છોકરાઓના કહેવાથી. એમના છોકરાઓ એ કિધુ કે જીવતા જીવ તમેં વહેચી દો મિલકત જેથી કોઈ પાછળથી ઘરમા ઝગડા ના થાય. કાનજીભાઈ એ ભોળા ભાવે વહેચી દિધી. અને પછી કોઈ છોકરો રાખવા તૈયાર ના થયો.

હેત: અને છોકરી ?

સંચય: એમના ત્યા ના જવાય.

હેત: કેમ ના જવાય?

સંચય: બસ એ એમની મર્યાદા છે.

હેત: તો છોકરીએ સામે થી લઈ જવા જોઈએ ને. તે આવી?

સંચય (મંદ હસીને): એનો ફોન આવે છે. વાતો કરે છે, આમનુ ભોળુ મન ત્યા જ ખુશ થઈ જાય છે.

હેત (ગુસ્સા મા): તો છોકરીની જવાબદારી શું મિલકતમા ભાગ લેવા અને વાતો કરવા પુરતી મર્યાદિત હતી? એને ઍમના ભાઈઓ ને સમજાવા જોઈતા હતા. અને છેલ્લે ના સમજે તો તે પોતે પણ લઈ જઈ શક્તિ હતી.

સંચય: તારી વાતને હુ ખોટી નહિ કહુ. પણ તુ સમજ એક માનસિક્તા સાથે દરેક વ્યકિત જીવે છે. અને કાનજી ભાઈ જેવી વ્યકિત એવી અપેક્ષા છોકરી પાસે થી નઈ રાખે. અને એમના પ્રમાણૅ આ સ્વમાનનો મુદ્દો છે. છોકરી એ પ્રયત્ન ના કર્યો એમને ઘર લઈ જવાનો એ ખોટુ જ છે. પણ એ છોકરી વાતો કરે છે એ વસ્તુ સારી છે.

હેત: નારી સ્વભાવ કેવી રીતે જાય. સારુ તો દેખાવુ પડે ને ! આ ત્રણ જણા સમાન રીતે હેરાન કર્યા છે આ વૃદ્ધને.

સંચય: એ જે હોય એ. તુ આશ્રમ જા ચલ હવે.

હેત: સંચયભાઈ, મને અહિયા સાંજ સુધી રહેવા દોને.

સંચય: અરે ! તુ શું કરીશ અહિયા. તુ જા આશ્રમ.

હેત: સંચયભાઈ. કાઈ દૉડા દોડ કરવાની હશે તો કરી લઈશ.

સંચય: અરે કાઈ કરવાનુ નથી. એમ પણ સાંજે તમારે પરત જવાનુ છે. તુ જા હવે.

હેત: સારુ સંચયભાઈ. પણ હુ એક દિવસ રોકાઈ શકુ તમારા ત્યા આશ્રમમા ?

સંચય: આશ્રમમા કેમ ?

હેત: મને ગમેં છે અહિયા. થોડો વધારે અનુભવ લેવાની ઈચ્છા છે. જીવનમા પહેલીવાર નાના થવાનો આનંદ મળી રહ્યો છે. તમે ઉર્વેશ્ભાઈને વાત કરી લોને. ખાલી એક દિવસ.

સંચય: સારુ. હુ વાત કરી લઈશ. તુ જા પણ અત્યારે આશ્રમ.

હેત: આભાર સંચયભાઈ.

હેત હોસ્પીટલથી નિકળે છે અને બસ થી આશ્રમ જતા જતા વિચારે છે.

"દાદા જોડે તો બધા સંબંધ હતા. પત્ની, છોકરા, છોકરી. સંબંધ હોવા છત્તા એકલા રહી ગયા. સારુ છે હુ તો જન્મથી જ એકલો છુ. સંબંધ બાંધીને છોડવા બહુ અઘરું થઈ જાય છે. સંબંધ બાંધવો જ શું કામ જોઈએ, જો એ મર્યાદિત સમય માટે જ હોવાનો છે ?

બીજી બાજુ આની વિચારુ તો જીવનના દરેક સુખ દુખ એમને જોયા. દિવસે દિવસે બદલાતા, બનતા, બગડતા સંબંધ. દરેક ક્ષણને જીવ્યા. ક્યારેક શોક થયો તો આંંનંદ પણ થયો.

દાદાને ભાગ્યશાળી ગણુ કે કમનસીબ. સમજાતુ નથી.

હુ તો બાળપણથી જ ત્યજેલો છુ. પણ મને આ દાદાની જેમ મારા માતા પિતા પર ગુસ્સો આવવાની જગ્યાએ એમને મળવાની લાલસા કેમ છે? ત્યાગ તો એમણૅ પણ મારો કર્યો હતો. એક સમાન ઘટનાઓમા આ દ્ર્સ્ટીભેદ કેમ ?"



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED