પ્રકરણ- ત્રીજું/૩
જયારે રાજનએ વિશાળ એપલવુડ ટાઉનશીપના મેઈન ગેઇટ પાસે બાઈક સ્ટોપ કરી ત્યારે એકઝેટ સમય થયો હતો રાત્રિના ૯:૪૦નો . હજુ જવાહરલાલનો કોલ નહતો આવ્યો એટલે મેઘનાને ખાતરી થઇ ગઈ કે પપ્પા હજુ ઘરે આવ્યા નથી.
બાઈક પરથી ઉતરીને મેઘના થોડીવાર રાજન સામે જોઈને હસતી રહી.
‘શું જુએ છે જંગલી બિલાડી ? રાજનએ પૂછ્યું.
‘જંગલી બિલાડીનું દિલ આ ગોરા છછુંદર પર આવી ગયું છે, એટલે વિચારું છું કે તને મારા પંજામાંથી છોડાવશે કોણ ?’ રાજનના વાળ વીંખતા મેઘના બોલી.
‘આઈ નો. બટ તારી હાલત એવી છે કે..તું મને ખાઈ પણ ન શકે અને રહી પણ ન શકે. એટલે હું બિન્દાસ છે, ડીયર.’
‘અત્યારે તો પબ્લિક પ્લેસમાં છું બચ્ચા, નહી તો તારી આ વાતનો એવી જગ્યા એવો ચટાકેદાર જવાબ આપત કે આખી રાત અઅઅ.. આઆઆ.. ઉઉઉઉ..નું રટણ કર્યા કરીશ સમજ્યો.’
‘તને ખંજવાળ ઉપડી હોય તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી.’
હવે રાજન પણ મેઘનાના ટોનમાં જ રીપ્લાય આપવા લાગ્યો.
‘એમ.. તો બચ્ચા આવતીકાલે તારી સુવાવડી બાઈ જેવી ચાલ જોઇને કોઈ પૂછે તો
કહેજે કે યોગા કરવા ગયો’તો ત્યાં ટાંટીયાં ગળામાં આવી ગયા’તા, સમજ્યો.’
હજુ મેઘના તેનું વાક્ય પુરુ કરે ત્યાં પાછળથી આવતાં જવાહરલાલએ સ્કુટર મેઘના પાસે સ્ટોપ કરતાં બોલ્યા.
‘અરે તું હજુ અહીં જ છે ?
અચનાક પપ્પાને જોઇને સ્હેજ ઝંખવાતા બોલી,
‘અરે..પપ્પા આ.. મિસ્ટર એડ્રેસ પૂછતાં હતા એટલે તેની જોડે વાત કરવામાં મોડું થઈ ગયું. તમે પહોંચો હું આવી બે મિનીટમાં.’
જવાહરલાલ ગયા એટલે રાજનએ પૂછ્યું,
‘અમરીશપુરીની આટલી નબળી આવૃત્તિ મેં મારી જીંદગીમાં ઈમેજીન નથી કરી. પાણી પુરી કીધું હોત તો હજુ માની પણ લેત. ને તેમના અવાજ પરથી તો મને એવું લાગ્યું કે સલમા આગાના ભાઈ લાગે છે.’
‘ઓયે.. હવે આગળ એક શબ્દ ન બોલતો હો મારા પપ્પા વિષે.. નઈ તો હમણાં જ..’
મીઠો ગુસ્સો કરતાં મેઘના બોલી,
‘અરે..હું તારા પપ્પા વિશે ક્યાં બોલું છું.. હું તો મારા ભાવિ સસરા વિષે બોલ્યો.’ હસતાં હસતાં રાજન બોલ્યો.
‘સાંભળ, રાજન આવતીકાલનો તું મને જોઇશે. ફૂલ ડે.’ મેઘના બોલી
‘એક મિનીટ. પહેલાં હું ચેક કરી લઉં મારી ડાયરીમાં કોઈ બીજીને ડેટ તો નથી આપીને ?’
‘તું ડાયરી કાઢ, એ પહેલાં હું આટલી પબ્લિકની વચ્ચે તારો કેવો ડાયરો કાઢું છું એ જો તું.’ રાજનના ટી-શર્ટને ગળેથી પકડીને મેઘના બોલી.
‘ઓયે.. યાર તું તો બેઈજ્જતી પણ દિલથી કરે છે.’
‘તારી આજુબાજુ બીજી, ત્રીજી કે ચોથી કોઈની સ્મેલ પણ આવીને તો સુર્પન્ખાનો ભાઈ બનાવી દઈશ યાદ રાખજે. ચલ બાય હું કોલ કરું છું. અને તારા પેલા ફ્રેન્ડ દાઉદના ભત્રીજાને કહેજે જે કે, ભાભીજાન એ કહ્યું છે કે થોડા દિવસ બુલેટ તેનું છે એ ભૂલી જાય. બાય.’
એમ કહીને મેઘના જતી રહી. રાજન ક્યાંય સુધી તેને જોતો રહ્યો.
રાત્રે કોલ પર નક્કી કરેલા સમય મુજબ નેક્સ્ટ ડે શહેરના ફેમસ ગોલ્ડન સ્ક્વેર મોલના ફોર્થ ફલોરના ફૂડ કોર્ટના એક ટેબલ નજીકના સિંગલ સોફા જેવી ચેર પર મેઘના અને રાજન ગોઠવાઈ ગયા.
હાઈ પોનીની હેયર સ્ટાઈલ, કાનમાં થ્રી લેયરની રાઉન્ડ ડાયમંડ રીંગ, ગ્રે કલરના જેગીંગ પેન્ટ પર ડાર્ક બ્લ્યુ કલરનું એલ્બો થી સ્હેજ નીચે સુધીના સ્લીવના ક્રોપ ટોપમાં મેઘનાને પહેલી નજરે જોતા તો એમ થાય કે કોઈ હોલીવુડની સ્ટાર છે.
બ્લેક ટ્રાઉઝર પર લાઈટ સ્કાય બ્લુ કલરના સ્કીન ટાઈટ ટી-શર્ટમાં રાજનનો લૂક તેની સદાબહાર રોમિયો સ્ટાઈલ મુજબ કોઈને પણ તેની તરફ એકવાર આકર્ષિત કરવા માટે કાફી હતો.
‘રાજન, હું તને થોડીવાર જોઈ લઉં. ત્યાં સુધી કશું જ ન બોલીશ પ્લીઝ.’
મેઘનાએ એકીટશે રાજનની આંખોમાં જોતા કહ્યું.
રાજન પણ તેની સામું જોઇને બુત બનીને ચુપચાપ બેસી રહ્યો.
પાંચ મીનીટ પછી મેઘના બોલી,
‘જા, હવે ગૂડ બોય બનીને બે મસ્ત કોફી લઇ આવ પછી વાતો કરવાની મજા આવશે.’
થોડીવારમાં રાજન બે કોફી લઈને આવ્યો,
‘રાજન આપણી આ સલીમ, અનારકલી જેવી લવસ્ટોરી પરથી એવું લાગે છે કે ફિલ્મ પહેલાં જોઈ લીધી અને ટીકીટ પાછળથી લેતા હોય એવું.’
‘કેમ ? રાજનને પૂછ્યું,
‘અરે.. પાગલ વિચાર તો ખરો કે હજુ આપણે એકબીજાના બેઝીક ઈંટ્રો થી અજાણ છીએ, અને એ પહેલાં તો ફર્સ્ટ નાઈટની બ્લ્યુપ્રિન્ટ ચીતરી મારી બોલ.’
રાજનએ તેના પરિવાર, અભ્યાસ, મિત્રો અને જોબ વિષે વિસ્તારમાં પરિચય આપીને મેઘનાને અવગત કરાવી. તો સામે મીરાં એ પણ તેના સચોટ અને સપૂર્ણ ઓળખની રાજનને જાણકારી આપી.
‘રાજન, આઈ આસ્ક યુ સીરીયસલી. વ્હોટસ યોર ફ્યુચર પ્લાન ?’
મેઘના વાતને ગંભીર સ્વરૂપ આપતાં પૂછ્યું.
‘મેઘના મારા પર કોઈ સોશિયલ રીસ્પોન્સીબીલીટી નથી. હું એ બાબતે સંપૂર્ણ રૂપે આઝાદ છું. આ સ્ટેજ પર હું ઈકોનોમીક્લ પણ સ્ટેબલ છું. સ્ટરલીંગ કંપનીમાં કોમ્પુટર ઇન્જિનીયર છું, ૪૦,૦૦૦ ની સેલરી છે. અને મને મારા ફ્યુચરના કોઈ પણ નિર્ણય માટે મારે કોઈની પરમીશન લેવાની જરૂર નથી. પછી એ જોબ માટે હોય કે પર્સનલ. હું તારી સાથે આપણા બંનેની પસંદ મુજબ લાઈફ વિતાવવા તૈયાર છું. બસ, એક નામી હેકર બનવાનું મારું મેગા ડ્રીમ છે.’
‘રાજન અત્યારે તારી સામે ગઈકાલની મેઘના નથી. રાઈટ નાઉ ટોટલી સીરીયસ ફોર યુ. હું આજે તારી સાથે અત્યાર મેરેજ કરી શકું તેમ છું. મારા પપ્પાને મારા પર એટલો ટ્રસ્ટ છે કે જો આ વાત તેને હમણાં કહું તો એ માત્ર એટલું પૂછે કે, આશિર્વાદ લેવા કયારે આવો છો. ? મને એ વિશ્વાસ અને ગર્વ તેની આંખોમાં તેમના અંતિમ શ્વાસ સુધી અકબંધ રાખવો છે. રાજન તું મારો વિશ્વાસ તોડીશ તો કદાચ હું સહન કરી લઈશ પણ પપ્પા જીવતે જીવ પત્થર થઇ જશે. એ આઘાત હું નહી જીરવી શકું રાજન. કોઈના થઇ જવામાં બે પળ લાગે પણ કોઈને પોતના બનાવીને નિભાવવામાં આખી જિંદગી ખર્ચાય જાય રાજન.’
મેઘનાની હથેળી તેના હાથમાં લઈને રાજન બોલ્યો,
‘સાચું કહું મેઘના હું તારી જેમ નહીં સમજાવી શકું પણ આ રાજનના આ સ્પર્શ સ્પંદનના રોમાંચનો પારો કયારેય તારી અપેક્ષાની સપાટી એ નીચે નહીં જ ઉતરે તે વાત માટે હું તન, મન અને ધનથી વચન આપું છું.’
‘અલ્યા આતો ઓલું પી.કે. ફિલ્મ જેવું થયું. હાથ પકડો એટલે ભાષા ટ્રાન્સફર થઇ જાય. તું પણ મારી જેવું બોલવા માંડ્યો જો.’ બન્ને ખડખડાટ હસવા લાગ્યા.
એ દિવસ પછી બન્ને એક દિવસ પણ ગુમાવ્યા એકબીજાએ ઊંધા માથે દિલ અને ડીલના કપડાં ફાડીને પ્રેમ કરવામાં કંઈ જ કસર નહતી રાખી. એ વાતને આજે ત્રણ મહિના જેવો સમય પસાર થઇ ગયો હતો, આજે જવાહરલાલ તેના બેન્કની અગત્યની મીટીંગ અટેન્ડ કરવાં બે દિવસ માટે દિલ્હી ગયા હતા. મેઘનાએ રાજનને ડીનર માટે તેના ઘરે ઇન્વાઇટ કર્યો હતો. ડીનર પત્યા પછી મેઘનાના બેડરૂમના બેડ પર રાજનની છાતી પર મેઘના તેનું માથું ઢાળી આંખો મીંચીને પડી હતી.
અચનાક જ..
‘હેય.. વેઇટ વેઇટ.. પ્લીઝ યાર મને શર્ટના બટનતો ઉઘાડવા દે.’
હજુ રાજન તેનું સેન્ટેન્સ પૂરું કરે ત્યાં તો.. મેઘનાનએ રાજનના શર્ટના પહેલાં બટન પાસેથી એક હાથ જમણી અને બીજો હાથ ડાબી તરફ આવેગમાં ખેંચતા શર્ટના લીરાં સાથે બટન રૂમમાં ચારેબાજુ વિખરાઈ ગયા.
‘વ્હોટ વેઇટ ? તને ખબર છે રાજન જિંદગી કેટલી ટૂંકી છે ?” રાજનના કેશથી છવાયેલી છાતી પર તેનું માથું ઢાળીને આંખો મીંચી દેતા મેઘનાએ પૂછ્યું.
મેઘનાના રેશમી અને ખુશ્બુદાર કેશથી ઢંકાયેલા તેના ચહેરા પર આવેલી લાલીની અનુભૂતિથી મેઘનાના કપાળ પર ચુપકીદીથી ચુંબન ચોડીને રાજનએ પૂછ્યું.
‘કેટલી ?’
રાજનની હડપચી પર કીસ કરતાં મેઘના બોલી.
‘બે સેકંડ વચ્ચેના સમય જેટલી. હું તારા માટે એટલો સમય પણ ગુમાવવા નથી માગતી રાજન.’
વીખરાયેલાં કેશ, પારદર્શક વસ્ત્રો, મેઘનાની અધ્ધખુલ્લી છાતી સાથે બેડમાં પથરાયેલુ મખમલી કાયાનું બેહદ ગર્મ અને માદક સુંવાળા ઉભારો સાથે હિલોળાં લેતું યૌવન. ઉપર નીચે થતાં અસ્થિર સ્તનો રાજનની મુરાદને બહેક્વવા માટે પર્યાપ્ત હતા.
રાજન હવે તેના સાહસિક અભરખા ઓ ની એબીસીડી ઘૂંટવા તેના ટેરવાં થકી મેઘનાના સંગેમરમરની કાયા પર નોટી બનીને હોટી બનવા જાય એ પહેલાં તો...
મેઘનાએ રાજનના હોંઠમાં હોંઠ પોરવી દીધા. રાજનના નીચલા હોંઠને મેઘનાએ તેના દાંત વડે ખેંચતા રાજનના મોઢાં માંથી એક હળવી ચીસ નીકળી ગઈ.
‘આઆઆઉચ,..હેય જંગલી સ્હેજ તો દયા રાખ, આમ તે કંઈ બાચકા ભરાય ?
‘આ પહેલાં કોઈએ ભર્યા છે તે તને ખબર હોય કેમ ભરાય એમ, છાનો માનો સૂતો રે નઈ તો અહીં જ તારી ઇઝ્ઝત લુંટી લઈશ હાં.’
ટેરવાં આગ ચંપાતા ગયા અને અંગે અંગના અરમાનો સળગી ઉઠ્યા. ગરમા ગરમ શરીર એકબીજામા ઓગળવા અને પીગળવા લાગ્યા. તસતસતાં તનમાં મનની અસમંજસ ઉકેલાતી રહી. કયાંય સુધી....
અંતે... એક તીણી ચીસ સાથે બહાર આવ્યો...ચરમસીમાના સુખદ અંતિમ આંચકાનો સીસીકારો.
રાજનના ગોરા પર બદન ઠેર ઠેર લવ બાઈટસ જોઇને મેઘના શરમાઈને તેની છાતીમાં માથું ઢાળીને સુઈ ગઈ.
એક અઠવાડિયા પછી....
સન્ડે મોર્નિંગ, સમય થયો હશે આશરે ૧૦:૪૫. મેઘના શોપિંગના મૂડમાં હતી એટલે ઘરેથી વોકિંગ ડીસ્ટન્સ પર આવેલાં એક મેગા મોલ તરફ તેની મસ્તીમાં ચાલીને જતી હતી પણ...
છેલ્લાં ૧૦ મિનીટથી ખુલ્લાં રોડ પર કોઈ કાર ચાલક સાવ ધીમી સ્પીડએ સતત મેઘનાની પેરેલલ કાર હંકારીને રીતસર કારણ વગર હોર્ન વગાડી વગાડીને મેઘનાનું ધ્યાન તેના તરફ ખેંચવાની હરકત કરી રહ્યો હતો એટલે છેવટે મેઘનાનો પિત્તો છટકતા કંઈ પણ વિચાર્યા વગર ચોપડાવવાની ચાલુ કરી.’
‘એય.. શું ક્યારનો પે.. પે.. પે..નો દેકારો કરતો હોર્ન પર ચડી બેઠો છે ? આ આવડો મોટો રોડ દેખાય છે કે આંધળો છે ? હમણાં ઊંધા હાથની કાન નીચે એક બજાવીશને
તો કાર ચલાવવાની વાત તો દુર પણ કારમાં બેસવાને લાયક નહી રહે સમજ્યો.’
કાર ચાલકને આડે હાથે લેવાનું નક્કી કરીને જેવી તે કારની નજીક આવી ત્યાં જ કાર ચાલક કારને રોડની લેફ્ટ સાઈડમાં પ્રોપર પાર્ક કરી, ડોર ઉઘાડીને બહાર આવતાં વેત જ બોલ્યો.
‘અરે ઓ મેડમ. અહીં પબ્લિક વચ્ચે મારો વરઘોડો ન કાઢતાં. તમારે ઊંધા કે સીધા જે હાથથી બજાવવી હોય ત્યાં કહેજો હું ગાલ લઈને આવી જઈશ.’
‘ઓહ માય ગોડ. લાલી... તું ?’ આશ્ચર્યથી પોહળા થઇ ગયેલાં મોં ને તેની બંને હથેળીથી કવર કરતાં મેઘના બોલી.
‘શહેરના પ્રાઈમ લોકેશનમાં તને છેડવા કે છંછેડવાની કોઈ હિંમત તો શું વિચાર સુધ્ધાં પણ ન કરી શકે. અને હું તને સરેઆમ તારી ડગરી હલી જાય ત્યાં સુધી લડી લઉં એ જોઇને તો મારી આબરૂ વધી જાય એમ થાય કે કોઈ તો માઈનો લાલ છે, જે મેઘના વોરા જેવી હસ્તીની આંખમાં આંખો નાખીને વાત કરવાની ત્રેવડ ધરાવે છે.’ શરમ અને ગુસ્સાની મિશ્રિત લાગણીથી ચુપચાપ ઊભી રહેલી મેઘનાની સામે જોઇને લલિત બોલ્યો.
લલિત નાણાવટી.
દિનકર નાણાવટીનું એક માત્ર ફરજંદ. જેવો સાધારણ દેખાવ તેવી જ સાધારણ લાઈફ સ્ટાઈલ. અભ્યાસ કર્યો પણ તે મેઘના પાછળ. લલિતની માટે તેની દરેક ખુશીની એક જ વ્યાખ્યા હતી મેઘના. મેઘના માટેનો એકતરફી પ્રેમએ લલિતની દિનચર્યા રહેતી. પણ આ વાતનું તે કોઈની આગળ પ્રદર્શન નહતો કરતો. અને મેઘનાને પણ તેની જાણ હતી. અને સામે મેઘનાને લલિત જોડે એક અંતર સુધીની મિત્રતા પણ ખરી. લલિત કયારેય કોઈપણ પ્રકારે મેઘનાને ઈરીટેટ નહતો કરતો. રૂપિયાનો જ કારોબાર. મતલબ વર્ષોથી બાપદાદાની વ્યાજ વટાવની પેઢી. કરોડોનો કારોબાર નહી પણ માર્કેટમાં પ્રેસ્ટીજ ખરી. ખાધે પીધે સુખી ખાનદાન. એટલે લલિતને કામ ધંધો કે કમાવવાની કોઈ ઝંઝટ કે ક્ડાકુટ નહતી. લલીતનું એક જ સપનું હતું. મેઘનાને જીવનસાથી બનાવવાનું.
‘મને લાગે છે તું એક દિવસ મારે હાથે જ શહીદ થઈશ.’ મેઘના બોલી.
‘એક દિવસ નહીં, હમણાં જ થવા તૈયાર છું બોલ. પણ એ પહેલાં મારી એક અંતિમ ઈચ્છા તો પૂરી કરી દે.’ ગોગલ્સ ઉતારતાં લલિત બોલ્યો.
‘હમણાં જ પૂરી કરી દઉં, બોલ જો અંતિમ ઈચ્છા હોય તો ?’
‘તારી સાથે કોફી શેર કરવાની ઈચ્છા છે બોલ.’ લલિત બોલ્યો.
‘મને ખબર જ હતી. મુલ્લાની દોડ મસ્જીદ સુધી જ હોય.’ ચલ એક કામ કર. કાર પાર્ક કરીને સીસીડીમાં આવ. હું ત્યાં પહોંચું છું.’ મેઘનાએ કહ્યું.
‘ઓ.કે.’ એમ બોલીને લલિતએ એ કાર મોલના બેઝમેન્ટ પાર્કિંગ તરફ હંકારી.
મેઘના મનોમન હસતાં બોલી, આ ચક્રમનું થશે ?
સીસીડીના એન્ટ્રન્સમાં જ લલિત અધીરાઈથી મેઘનાની રાહ જોઈને ઊભો હતો.
‘કેમ તને વિશ્વાસ નહતો કે હું આવીશ કે નહી આવું એમ ?’
બન્ને સાથે ટેબલ ફરતે બેસતાં મેઘના બોલી
‘ઉમ્મીદ પર તો દુનિયા કાયમ હૈ મેઘના, અને..’ આગળ બોલતાં લલિત અટકી ગયો.
‘કેમ અટકી ગયો..?’
‘કંઈ નહીં.... પણ એ કહે કે તું આજ કલ કંઈ દુનિયામાં છે ? છેલ્લાં ઘણાં સમયથી જોઉં છું. કુછ બદલે બદલે સે નજર આ રહે હૈ સરકાર હમારે.’
‘કોઈ મસ્ત રંગરંગીલા રોમિયોની શોધમાં છું.’ ખડખડાટ હસતાં મેઘના બોલી.
‘મારા જેવો ઇસ્ટમેનકલર, ૨૪ કલાક હાજરાહજુર, હાથવગો, ઘરઘરાવ, ટકાઉ, અને નવરી બજાર જેવો દાસ નહી મળે મેઘના.’
‘અરે.. પણ હજુ વધુ કોઈ સારો મળે તો ગોતવા દે ને. છેવટે કોઈ નહી મળે તો તું તો છે જ સ્પેર વ્હીલમાં.’ મેઘના તેની હથેળીથી તેનું મોં દાબીને માંડ માંડ તેનું હસવું રોકી શકી.
‘યાદ રાખ જે ઈમરજ્ન્સીમાં એક દિવસ આ સ્પેર વ્હીલ જ કામમાં આવશે.’ સ્હેજ નિરાશ થતા લલિત બોલ્યો.
‘એ તો મારી મરજી બે સ્પેર વ્હીલ રાખવા હોય તો ?’ કોફીની સીપ ભરતાં મેઘના બોલી.
‘પહેલાં કોઈ એકને તો સંચાવીને બતાવ એટલે ખબર પડે કેટલાનું પડે છે સ્પેર વ્હીલ ? બહુ હોંશિયારી ઠોકે છે તે.’ લલિત બોલ્યો.
‘તું મેઘના વોરાને ચેલેન્જ કરે છે એમ ?’
સ્હેજ આંખો પહોળી કરીને મેઘનાએ લલિતની સામે જોઈને પૂછ્યું.
‘મેઘના ઇટ્સ ચેલેન્જ. જે દિવસે મેઘના વોરાનું નામ કોઈની સાથે જોડાઈ જશે તે દિવસે લલિત નાણાવટી આ શહેર હંમેશ માટે છોડી દેશે બોલ.’
‘મને હતું કે કદાચ તારો ઉપલો માળ ખાલી હશે.. પણ આજે ખબર પડી કે અલ્યા તારે તો ઉપલો માળ જ નથી.’
‘મેઘના વોરા માટે મારી પાસે શું છે એ તારે જાણવું હોય ને તો, જે દિવસે તારો ઈશ્વર પણ તારી મદદ માટે લાચાર થઇ જાય ત્યારે આ લલિતને યાદ કરે જે. પછી હું કહીશ.’
મનોમન હસતાં મેઘના બોલી, સાલા મારા કવરેજમાં આવતાં જ કોઈના પણ પંડમાં ડી.ડી.એલ.જે. નો રાજ કેમ આવી જતો હશે ? ક્યાંય મારી ખોપડીમાં તો સીમરનની આત્મા નહીં ઘુસી ગઈ હોય ને. ?’
‘ઓ.કે. લલિત થેંક યુ સો મચ ફોર મેકિંગ માય સન્ડે મોર્નિંગ પ્લેઝન્ટ બાય શેરીંગ કોફી.’
‘મેઘના, આજે પહેલી અને છેલ્લી વાવર કહું છું. લાઈફના અંતિમ શ્વાસ સુધી તારી પ્રતિક્ષા રહેશે.’
‘લલિત, મેં આજે ક્યાંય એક નાનું વાક્ય વાંચ્યું.
‘ઈશ્ક મેં જબરદસ્તી નહીં, ઈશ્ક જબરદસ્ત હોના ચાહિયે, ચલ બાય.’
કોફીનો અંતિમ ઘૂંટ લલિતને કડવો લાગ્યો.
વધુ આવતાં અંકમાં.
© વિજય રાવલ
'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.