જીવન સંગ્રામ 2 - 18 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જીવન સંગ્રામ 2 - 18

પ્રકરણ ૧૮


આગળ આપણે જોયું કે 19 મહિલા પોલીસ અને જીજ્ઞાદીદી બંધી બનીને જવા તૈયાર થાય છે.ટ્રાન્સમીટર જીજ્ઞાદીદીની પીઠ પર લગાડવા માટે રાજેશની હોસ્પિટલ જવાની તૈયારી થાય છે.
હવે આગળ....

રાત્રે એક વાગ્યાની આસપાસ બંધી બનાવેલ છોકરીઓને છોડાવી એની જગ્યા પર ૧૯ મહિલા પોલીસને રાખી દેવામાં આવે છે. ત્યાં ચોકીદારી કરી રહેલા છ વ્યક્તિને પકડી એમના ફેઈશ સ્ક્રીન બનાવવાનું કામ રાજેશને સોંપી દેવામાં આવે છે. બધી છોકરીઓને તપોવનધામ લાવવામાં આવે છે. રાજેશની હોસ્પિટલમાં બધા ડોક્ટરની 24 કલાકની ડ્યુટી કરી દેવામાં આવી છે. બધા જ ડોક્ટરો પૂરા દિલથી સોંપવામાં આવેલી ફરજ પૂર્ણ કરવા અથાગ પ્રયત્નો કરે છે. ગુરવિન્દરજી અને પરમાનંદ પણ રાજનની સ્પેશિયલ ટીમ સાથે લઈ કઈ રીતે આખા મામલામાં કામ કરવાનું છે તેની ચર્ચા વિચારણા કરી લીધી છે. ટૂંકમાં કહું તો આજની રાત બધા માટે કયામતની રાત હતી.

વહેલી સવારે પાંચ વાગ્યે પરમાનંદ બધાને મિટિંગ માટે પ્રાર્થના ખંડમાં બોલાવે છે. થોડી જ વારમાં બધા મિટિંગમાં હાજર થાય છે, અલબત રાજેશ આ મીટીંગ ગેરહાજર હોય છે, કેમ કે તેને ફેઇશ સ્ક્રીન બને એટલા વહેલા પૂર્ણ કરવાના હતા.

"તો મિત્રો બધા તૈયાર હશો એવી આશા. ફરીથી આપણે આવી રીતે સાથે મિટિંગમાં મળશું કે કેમ? આપણાંથી કેટલા જીવિત હશે? એ હું નથી જાણતો. પણ આપણે આમાં સફળ થવું જ છે. લડાઇ લડતા-લડતા કોઈ શહીદ થાય તો ત્યાં તેમની ડેડબોડી લેવાનો સમય મળશે કે કેમ એ પણ આપણે નથી જાણતા. ત્યાં કઇ રીતનું લોકેશન છે, સામે કેટલા નરપિશાચો છે, તેમની પાસે કેવા અને કેટલા હથિયારો છે ? એ કઈ પણ બાબતની આપણાંમાંથી કોઈને પણ જાણ નથી, માટે મોતને હથેળીમાં રાખીને જેવી પરિસ્થિતી હોય તે પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવવાનો છે. એ નરાધમોને પણ બતાવી દેવાનું છે કે હજુ પણ ભારતમાતાના લાલ બહાદુર જ છે અને ભારત માતાની દીકરીઓ પર ઊંચી આંખ કરનારની આંખો ફોડવાની તાકાત ભારતના સપૂતોમાં હજુ અકબંધ છે. બસ વધુ કંઈ કહેતો નથી. ચાલો હવે છેલ્લો નાસ્તો કરીએ. પછી જમવાનું મળે કે ન પણ મળે. પણ, એક વાત ભારપૂર્વક જણાવું છું કે અત્યારે તો આપણે આ વીસ બહેનોને બચાવી લીધી પણ ત્યાં આવી હજારો બહેનો હશે. એમની શું પરિસ્થિતિ હશે એ વાત હંમેશા નજર સમક્ષ રાખીને આગળ વધવાનું છે અને શરીરમાં રહેલ છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે. બસ એ જ જય હિન્દ જય ભારત.."

"પરમાનંદજીને બહોત બઢિયા બાત કહી. આપ સબ તૈયાર હોગે. યસ યા નો?"

યસ સર..

"તો બોલે ભારત માતા કી.."

જય...

બધા નાસ્તા માટે જાય છે.જીજ્ઞાદીદી રાજેશના કહેવા મુજબ હળવો નાસ્તો કરીને હોસ્પિટલ જવા તૈયાર થાય છે. ત્યાં નીરુ અને જય આવે છે.જીજ્ઞા દીદી વાત એમને બધી કરે છે.પરમાનંદ નીરુ અને જયને જીજ્ઞાદીદી પાસે હોસ્પિટલમાં રોકાવાનું કહે છે.નીરુ પણ જીજ્ઞાદીદી સાથે મિશન પર જવાની હઠ કરે છે, પણ પરમાનંદ એને સમજાવીને હોસ્પિટલ સુધી સાથે રહેવાનું કહે છે,અત્યારે નાસ્તો કરવાનું કહી પોતે ગુરવિંદરજી પાસે જતા રહે છે.

આઠ વાગ્યાની આસપાસ જીજ્ઞાદીદી હોસ્પિટલ પહોંચે છે.રાજેશ એમની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. પરમાનંદને કોલ કરીને કહે છે ;"ગુરવિંદરજીને કહેજો કે 9:00 ટ્રાન્સમીટર લઈ હોસ્પિટલ આવી જાય.ત્યાં સુધીમાં બધાના ફેઇશસ્ક્રીન તૈયાર થઈ જશે એટલે રાજનને કહેજો કે બીજા છ ઇન્સ્પેકટર લઈને આવે એટલે અહીંયા જ ફેઇશસ્ક્રીન પહેરાવી સીધા જ રોકી પાસે પહોંચાડી શકાય."ફોન કટ કરી બીજા ડોક્ટરને ટ્રાન્સમીટર કંઈ રીતે લગાવવું એ જણાવે છે.

9:00 ગુરવિંદરજી, પરમાનંદ ,રાજન અને બીજા ૬ ઇન્સ્પેકટર હોસ્પિટલ પહોંચે છે. ગુરવિંદરજી રાજેશને ટ્રાન્સમીટર આપે છે અને રાજેશ રાજનને પોતે બનાવેલ ફેઇશસ્ક્રીન આપે છે.રાજન પોતાની સાથે આવેલ છ ઇન્સ્પેકટરને ફેઇશસ્ક્રીન પહેરાવી સીધા રોકી પાસે પહોંચાડવા રવાના થાય છે.
આ તરફ રાજેશ જીજ્ઞાદીદીની પીઠ પર ટ્રાન્સમીટર લગાવવાની તૈયારી શરૂ કરે છે.

10:00 વાગે જીજ્ઞાદીદીને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે.પરમાનંદ અને ગુરવિંદરજી પણ ઓપરેશન થિયેટરમાં સાથે જાય છે.આખા ઓપરેશનનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું.( આર્મી નિયમ હોવાથી).

10:36 વાગ્યે રાજેશ,પરમાનંદ અને ગુરવિંદરજી ઓપરેશન થિયેટરની બહાર આવે છે.

"સર 11 વાગ્યે દીદીને અહીંથી રજા આપીશું. એમને સીધા તપોવનધામ લઈ જવાના છે કે રોકી પાસે પહોંચાડવાના છે?"

"રાજેશ 11:00 વાગે જીજ્ઞાને રજા આપો ત્યારબાદ એની કોઇ પરેજી રાખવાની કે બીજું કંઈ?"

"ના..ના...સર રજા આપ્યા બાદ માત્ર તેમને એક બે કલાક સુધી દોડવાનું નહીં અને પીઠ પર કોઈ ભાર રાખવાનું નહીં. બીજું કંઈ ધ્યાન રાખવા જેવું નથી."

"ઓકે તો પહેલા તપોવનધામ લઈ જાય ,ત્યારબાદ એક બે વાગ્યે સીધા રોકી પાસે જઈશું.ત્યાંથી એ લોકો બધાને ચાર વાગ્યાની આસપાસ લઈને રવાના થવાના છે. હવે ત્યાંનો પ્લાન કઈ રીતે નો છે તે રાજન કોલ કરીને આપણને જણાવશે."

ઓકે સર..

11:00 વાગે જીજ્ઞાદીદીને લઈને પરમાનંદ અને ગુરવિંદરજી તપોવનધામ આવે છે.તપોવનધામમાં રાજ અત્યારે સંચાલક તરીકે હાજરી આપે છે સાથે સાથે કોલસેન્ટરમાં બધા કોલનું કોમ્યુનિકેશન પણ રાજ કરે છે. આજ બધા આ દેશ માટે બને એટલું કરવા તૈયાર છે.જેવા જીજ્ઞાદીદી, પરમાનંદ અને ગુરવિંદરજી તપોવનધામ આવે છે,તરત જ રાજ બહાર આવે છે અને પરમાનંદ ને કહે છે;" સર રોકીના મોબાઈલમાં હમણાં જ આંતરરાષ્ટ્રીય કોલ આવેલ હતો ,તેમણે કહ્યું જો કંઈક ગરબડ થવી જોઈએ નહીં. રાત સુધીમાં બધા જ દરિયાકાંઠે પહોંચી જવા જોઈએ.બધાને જુદી જુદી ટેક્ષીબુક કરાવી એમાં લઈને જવાના છે .એક ટેક્ષીમાં ત્રણથી ચાર ગર્લ્સ બેસાડવી અને એમની પાછળ આપણો માણસ બાઈક લઈને જવો જોઈએ. દરેક ગર્લ્સને ટેક્ષીમાં બેસાડયા બાદ ક્લોરોફોર્મ સુંઘાડી દેવાનું, જેથી બેહોશ થઇ જશે.તેની અસર ત્રણ-ચાર કલાક રહેશે ત્યાં સુધીમાં તો બધી જ છોકરીઓને જહાજમાં ચડાવી દેશું. બસ રોકીના મોબાઈલમાં આટલી સૂચના છે અને આવેલ નંબર સ્વીચ ઓફ આવે છે. તેનું એડ્રેસ પ્રુફ પણ થતું નથી. બીજું લોકેશન પણ બતાવતું નથી."

"રાજ આટલી માહિતી તો ઘણી.ગુરવિંદરજી આપણે હવે આર્મીની પણ સહાયતા લેવી પડશે ,કેમકે દરિયામાં જહાજનો પીછો કરવા આપણે સબમરીન લાવવી પડશે. એ લોકો એવો દરિયાઈ માર્ગ પસંદ કરશે જેમાં બીજા જહાજો અવરજવર કરતા નહીં હોય, તેથી જો આપણે જહાજ મારફતે એમનો પીછો કરીશું તો એ લોકોને ખ્યાલ આવી જશે અને એલર્ટ થઇ જશે."

"યસ પરમાનંદ આપકી બાત સહી હી હૈ.મે અભી આર્મીકો કોલ કરકે યે બાત બતાતા હું,મગર એક પ્રોબ્લેમ આયેગા ઈસમે."

"ક્યા પ્રોબ્લેમ આયેગા?"

"વહી કી સબમરીન કો કહાં લાના હૈ.અભી તક અમે એક્ઝેટલી લોકેશનકા પતા નહિ હૈ ના?"

"યસ આપને સહી કહા. ઠીક હૈ અબ આપ સબમરીન તૈયાર રખને કો કહ દીજીયે. આગે ક્યાં કરના હૈ વહ વહા જાકે સોચેંગે."

યસ.

બે વાગ્યે એક ટેક્ષી તપોવનધામ આવીને ઉભી રહે છે.રોકીનો માણસ નીચે ઉતરી જીજ્ઞાદીદીને ટેક્ષીમાં લઈને નીકળે છે.પાછળ બીજી ટેક્ષીમાં પરમાનંદ અને ગુરવિંદરજી જવાની તૈયારી કરે છે.

"રાજ થોડી વારમાં રાજેશ આવી જશે.તમે બંને અમારા બધાના મોબાઈલ નંબર તથા લોકેશન જોતા રહેજો. કંઈ પણ અજુગતું જાણવા મળે તો તાત્કાલિક અમારો સંપર્ક સાધોજો. અને હા જે લોકેશન ટ્રેક થાય તેને સેવ કરતા રહેજો,જેથી જો અમારી પાછળ કોઈને આવવાનું થાય તો તેમને કામ લાગે."

ઓકે સર...

ઓકે. જય હિન્દ...

જય હિન્દ સર....

પરમાનંદ અને ગુરવિંદરજી ટેક્ષીમાં બેસીને રોકીનું લોકેશન સેટ કરી ડ્રાઈવરને એ મુજબ સૂચના આપે છે. આ ડ્રાઇવર ગુરવિંદરજીનો આર્મીની જીપ ચલાવનાર હતો.જેમણે બે ચાર દિવસ પહેલા જ આર્મીમાંથી રાજીનામું આપી અહીંયાની કેબ ટેક્ષીમાં ડ્રાઇવિંગ માટેની નોકરી મેળવી હતી અને આ બધું ગુરવિંદરજીના કહેવા પ્રમાણે તેણે કર્યું હતું.

અડધે રસ્તે પહોંચ્યા ત્યાં રાજનનો કોલ આવ્યો કે "સર અમે અહીંયા રોકીથી 2 કિમી જેટલા દૂર છીએ.તમે ત્યાં આવી જજો.મારું લોકેશન મોકલું છું.બાકી અહીંયા આવો ત્યારે બીજી ચર્ચા કરીશું. મને બે ત્રણ પ્રશ્નો છે એ બાબતે તમે અહીંયા આવો ત્યારે જ વાતો કરીશુ."

ભલે રાજન અમે સીધા ત્યાં આવીએ છીએ. ગુરવિંદરજી હમે રાજન કે પાસ ચલના પડેગા.વો રોકીસે 2 કી.મી.દૂર રૂકા હુઆ હૈ.

ઠીક હૈ.વો લોકેશન ડ્રાઈવર કો દેદો.

ઓકે..

પરમાનંદ અને ગુરવિંદરજી રાજન પાસે પહોંચે છે. ટેક્ષી થોડે દૂર રાખી બંને રાજન પાસે આવે છે. રાજન બંનેને પોતાની ટેક્ષીમાં બેસાડે છે.

"સર રોકીએ ઘણી વાર પાકું લોકેશન આપવાનું કહ્યું, પણ સામેથી એક જ જવાબ મળ્યો કે તમે નિકળો ત્યારે લોકેશન તમને મળી જશે.મતલબ આ લોકો પ્લાન ચેન્જ કરવાના મૂડમાં હોઈ એવું મને લાગે છે."

"બની શકે રાજન.આ લોકો છેલ્લી ઘડીએ જ લોકેશન આપશે.એ પણ આપણે જ્યાં સુધી છોકરીઓને પહોંચાડવાની છે ત્યાં સુધીનું જ.બાકી તો આગળ જોઈએ શું થાય છે એ."

"તો સર આપણે એમની પાછળ કંઈ રીતે જઈ શકીશું.જો સાવ પાછળ ચાલીશું તો એમના કોઈ સાગરીતો જોઈ જશે તો પ્રોબ્લેમ ઉભો થઇ શકે ને."

"રાજન આપણે જીજ્ઞાના ટ્રાન્સમીટર પર ચાલવાનું છે.રોકીના લોકેશન પર નહિ.બસ તું તારી ટીમને રેડી ફોર એટેકનું અલ્ટીમેટમ આપી દે.બાકી બધું હું સાંભળી લઈશ."

ઓકે સર.

બસ હવે બધાને ચાર વાગવાની રાહ છે.

ક્રમશ:

શું લોકેશન ચેન્જ થશે??

શું દરિયાની પેલે પાર લઇ જશે બધી છોકરીઓ ને???

આ બધા જ સવાલોના જવાબ માટે વાંચતા રહો જીવન સંગ્રામ ૨નું પ્રકરણ ૧૯....

આપના પ્રતિભાવની રાહે રાજુસર......