ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલા પરમાનંદે રોપેલા નાના નાના છોડ આજે ઘટાદાર વૃક્ષ બનીને હવામાં લહેરાઈ રહ્યા છે . તપોવન ધામને જોતાં જ તેના સ્થાપક ની દીર્ઘદ્રષ્ટિનો ખ્યાલ આવી જાય છે. તદ્દન કુદરતી વાતાવરણ સમાન દેખાતું તપોવન ધામ આજે સમાજનું ધડકતું હૃદય બની ગયું છે . આજે તપોવન ધામની સ્થાપના બાદ પરમાનંદ પહેલી વાર એક મહિના માટે વિદેશ ગયા છે તે પણ તેના પરમ શિષ્ય જતીન અજમેરા સાથે . આયુર્વેદિક જડીબુટ્ટીઓ તથા તેની બનાવટની દવાઓના અભ્યાસ માટે . અત્યારે તપોવન ધામના સંચાલિકા જીજ્ઞા દીદી છે.
તપોવન ધામના કાર્યાલયની બાજુમાં ઘટાદાર લીમડાના વૃક્ષ નીચે બેસીને જીજ્ઞા દીદી ન્યૂઝ પેપર વાંચતા હતા. જેમ જેમ સમાચાર વાંચતા હતા તેમ તેમ તેના ચહેરા ની નસો વધુ તંગ બનતી જતી હતી . ચશ્મા ની અંદર આંખો વધુ પહોળી થતી જતી હતી . તેના ચહેરાના હાવભાવ જોતા જ ખ્યાલ આવી જાય તેમ છે કે કોઇ ગંભીર સમાચાર તે વાંચી રહ્યા છે.....
અચાનક છાપુ બાજુ પર મુકીને કાર્યાલયની બારીમાંથી ફોનનું રિસીવર ઉંચકી કોલ કરવા માટે ડાયલ કરવા લાગ્યા. સામેથી ફોન ઉચકતા ...... હલો ......... રાજ તું તથા રાજન અને કમલ કાલ સવારે બને તેટલા વહેલા તપોવન ધામ આવી જજો .....બને તેટલા વહેલામાં વહેલા........ ના.........ના.......... સર વિશે કોઈ ચિંતા કરવા જેવું નથી. તે તો કદાચ એકાદ મહિના પછી પાછા આવશે. ના..... ના ..........તે બધી વાત ફોન પર થઈ શકે તેમ નથી . તમે બને તેટલી ઝડપથી તપોવન ધામ આવી જજો. હું તમારી રાહ જોતી જ બેઠી છું . ના........ના .........અત્યારે તો સાંજ થવા આવી છે. કાલે બને તેટલા વહેલા આવી જજો . ઓકે..... ફોન મૂકી દીધો અને પાછા તે ઉંડા વિચારોમાં ખોવાઈ ગયા.......
હા ........ તમને તો ખ્યાલ જ હશે કે આ રાજ , રાજન અને કમલ તપોવન ધામના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પરમાનંદ ના શિષ્યો છે. તેમાં રાજ વકીલ છે ,રાજન cid ઇન્સ્પેક્ટર છે તથા કમલ પોલીસ ઇન્સ્પેક્ટર છે . મતલબ કે કાયદાને લગતા આ ત્રણ વ્યક્તિને બોલાવવા પાછળ તો કોઈ કાયદાકીય બનાવ જ હોવો જોઈએ..... તો ચાલો આપણે પણ રાજન, રાજ અને કમલના આવવાની ઇંતેજારી કરીએ.........
સવારના નવ વાગ્યાની આસપાસ તપોવન ધામ ના દરવાજે એક મર્સિડીઝ કાર આવીને ઉભી રહી. દરવાજો ખોલી તેમાંથી ખ્યાતનામ એડવોકેટ (હાઇકોર્ટ) મિસ્ટર રાજ , cid ઇન્સ્પેક્ટર રાજન તથા પોલીસ ઇન્સ્પેક્ટર કમલ ઉતર્યા. ઉતરતાની સાથે જ તપોવન ધામને તેઓ વંદન કર્યા અને દરવાજામાં પ્રવેશ કર્યો . રાજ , રાજન અને કમલ તપોવન ધામના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તપોવન ધામના સંચાલિકા અને તેમના ગુરુ બહેન જીજ્ઞા દીદી એ એક ખાસ કામ અંગે ચર્ચા કરવા માટે તેઓને બોલાવ્યા હતા . પોતાને ઘેરથી નીકળી ને તપોવન ધામ પહોંચતાં સુધીમાં ત્રણેય મિત્રોએ એ વિષે ઘણા વિચાર વિમર્શ કર્યા પણ, જીજ્ઞા દીદી એ આમ અચાનક આટલા વર્ષો બાદ અહીં બોલ આવવાનું કારણ તેમને જાણવા મળ્યું ન હતું. પોતાનો વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો અને સૌ પોતપોતાને ઘેર તપોવન છોડીને જવાના હતા ત્યારે જીજ્ઞા દીદીને તેઓ મળ્યા હતા. ત્યારબાદ એકાદ-બે વાર જુદા જુદા મિત્રો સાથે તપોવન ધામ ના સ્થાપક અને પોતાના ગુરુ પરમાનંદને મળવા આવ્યા ત્યારે દીદી કોઈ કામસર બહાર ગયા હોવાથી તેમને મળ્યા ન હતા. પણ, ત્યારે સરે એમ કહ્યું હતું કે હવેથી તપોવન ધામનું સંચાલન જીજ્ઞા કરે છે અને પોતે જરૂરિયાત મુજબનું માર્ગદર્શન આપે છે અને આયુર્વેદનો અભ્યાસ કરે છે.....
આવા અવનવા વિચાર કરતાં ત્રણેય મિત્રો તપોવન ધામના પ્રાંગણમાં પહોંચ્યા. સામે જ કાર્યાલયની બાજુમાં લીમડાની નીચે જીજ્ઞા દીદીને બેસેલા જોયા. તેનો ચહેરો ગંભીર હતો અને આંખોમાં ચિંતા કળાતી હતી. ત્રણેય મિત્રોએ જીજ્ઞા દિદીને નમસ્કાર કર્યા ત્યારે તો એમને ખ્યાલ આવ્યો કે રાજ,રાજન અને કમલ આવી ગયા...
આવો આવો વહેલા આવી ગયા . મને એમ હતું કે બપોર પછી ઓફિસના કામ પતાવીને આવશો. ચાલો કાર્યાલયમાં બેસીએ........
દીદી રાજ તો કાલે રાતે જ અહીં આવવાનું કહેતો હતો પણ, મે રાજને કહ્યું કે વહેલી સવારે આપણે નીકળશું . જવાબ આપતા કમલ બોલ્યો.
મતલબ તમે રાત્રે જ ત્રણેય ભાઈઓ ભેગા થઈ ગયા હતા એમને..........
હા દીદી તપોવન ધામનું નામ સાંભળ્યા બાદ મન ક્યાંય લાગતું ન હતું . માટે મે જ રાજ અને રાજન ને ફોન કરી ને મારે ઘેર બોલાવી લીધા હતા. અને અડધી રાત સુધી અમારો ભૂતકાળ અને તપોવન ધામમાં વિતાવેલ સમય અને પેલા જતીન અજમેરાના કેસ થી અમારા જીવન સંગ્રામ ની શરૂઆત વિશે વાતો કરતા હતા.
ભૂતકાળ વાગોળવામાં વર્તમાન ભૂલાઇ ન જાય તે જોજો. ગંભીર અવાજ સાથે જીજ્ઞા દીદી બોલ્યા અને ત્રણેય મિત્રો પાસે ની ખુરશી પર ગોઠવાયા. કોઈ ગંભીર ચર્ચાની શરૂઆત હવે થશે તેમ તેમને લાગ્યું. સામેની મુખ્ય ખુરશીની બાજુમાં બીજી ખુરસી પર જિજ્ઞાદિદી બેસ્યા. ત્યાર બાદ ચા નાસ્તા નું મહારાજને કહેડાવી ત્રણેય મિત્રો સામે ક્ષણિક નજર નાખી ટેબલના ખાનામાંથી સાંજનું ન્યૂઝ પેપર કાઢી તેમની સામે ધરી દીધુ.
લ્યો આ વાંચી લો . તમને ખ્યાલ આવી જશે કે તમને અહીંયા શા માટે બોલાવ્યા છે.
ત્રણેય મિત્રો એકબીજાની સામે જોવા લાગ્યા કોણ પહેલા વાંચે તેની અવઢવમાં ત્રણેય અટવાયેલા એટલે જીજ્ઞા દીદી બોલ્યાં લાવો હું જ વાંચું ને તમે ત્રણેય સાંભળો.....
ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ ઉપર છપાયેલા સમાચાર જીજ્ઞા દીદી વાચવા લાગ્યા .............. લોક શિક્ષા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજના અધ્યાપકે વિદ્યાર્થીનીઓની છેડતી કરી ઇજ્જત લુંટવાની કોશિશ કરી ........... અધ્યાપક ગગન કુમાર પોલીસ લોકઅપમાં . વધુમાં વધુ સજા કરવાનો વિદ્યાર્થીઓના માતા-પિતા ની માંગ..... લોકોમાં ભભૂકતો રોષ..........
આટલા સમાચાર સાંભળતા જ ત્રણેય મિત્રો ડઘાઈ ગયા . પોતાનો સહપાઠી, તપોવનધામ નો વિદ્યાર્થી અને શિક્ષક થી અધ્યાપક સુધીની સફર કરનાર ગગન આવું કાર્ય કરે............. અશક્ય બની જ ન શકે..............
આ બધું ખોટું છે . હું સાચા ગુનેગારને પકડીને મારા મિત્રને છોડાવીને જ જંપીશ......
રાજ તુ આમ ઉતાવળો થા માં . મેં તમને એટલા માટે જ બોલાવ્યા છે . આપણે હકીકત શું છે તેની તપાસ કરવાની છે. અને જો ગગન ખરેખર નિર્દોષ હોય તો તેને છોડાવવા નો છે.
જો ગગન નિર્દોષ હોય તો તેનો મતલબ શું??? દીદી તમને સરે આપેલા સંસ્કાર પર ભરોસો નથી કે શું ??? કે તમે જો થી શરૂઆત કરો છો......
કોઈ પણ વાત નું તથ્ય જાણ્યા સિવાય સીધા નિર્ણય પર ના જવાય રાજ......આવું આપણને સરે જ શીખવ્યું છે ને..............
સોરી દીદી આવેશમાં મારાથી તમારા સામે ઊંચા અવાજ માં બોલાય ગયું.........
ઇટ્સ ઓકે. રાજ...........
પણ દીદી આ વાતની જાણ સર ને હશે.... જો ના હોય તો ચાલોને આપણે જ સરને બધી વાત કરીએ....તે જ આપણને કંઈ રીતે આગળ વધવું એ બતાવશે..........
ના કમલ, આપણે સર ને અત્યારે આ વાત કરવી નથી...જો એમને ખબર હશે અને આપણને કંઈ સૂચન કરવા જેવું હશે તો તે સામેથી જ ફોન કરશે...આપણે બધા સરના સ્વભાવને ક્યાં નથી ઓળખતા....વળી સર આટલા વર્ષો બાદ બહાર ગયા છે ત્યારે તેને ત્યાં ડિસ્ટર્બ કરવા યોગ્ય ન ગણાય.અને વળી સરના જ્ઞાનને તેની ગેરહાજરીમાં ઉજજવળ કરી બતવશું તો સર ને વધુ આનંદ થશે.અને વળી આપણે મહેનત તો કરીએ....શું થાય છે તે ઉપરવાળો જાણે......અને કામ કરતા કરતા થાકિએ ત્યારે સર તો છે જ........
ઠીક છે દીદી....... હું જ ગગનનો કેસ લડીશ. અને તેના માટે ગમે તેટલી મહેનત કરવી પડે હું કરીશ પણ સત્ય સામે લાવીને જ ઝંપીશ......
હા ઈ બરાબર છે . પણ એના માટે તો તારે પેલા ગગન ને મળવું પડે માટે રાજ તુ અહીંથી સીધો જ પોલીસ સ્ટેશને જઈ જરૂરી કાર્યવાહી કરી ગગનની મુલાકાત કર અને જો બને તો તેને જામીન પર છોડવીને સીધો અહીંયાં લઈ આવ.....કમલ ઉત્સાહથી બોલ્યો.......
ઠીક છે દીદી હવે જો મારું નહીં કોઈ કામ ન હોય તો હું અત્યારે જ ત્યાં જાઉં છું.
થોડીવાર આપણે હજુ વધુ વિચારો કરીએ. ત્યારબાદ તમે ત્રણેય ભાઇઓ સાથે જ નીકળો. ગંભીર સ્વરમાં જીજ્ઞા દીદી બોલ્યા........
ઠીક છે દીદી............
શું પરમાનંદનો શિષ્ય ગગન આવું કાર્ય કરી શકે?????????????
શું રાજ ગગનને જામીન પર છોડી શકશે???????????
શું પરમાનંદની ગેરહાજરીમાં એમના શિષ્યો આ કેસનો ઉકેલ લાવી શકશે???????????
વગેરે પ્રશ્નોના જવાબ મેળવવા વાંચતા રહો જીવન સંગ્રામ ૨ નો આગળનો ભાગ.............
આપના પ્રતિભાવોની રાહે રાજુ સર...........