જીવન સંગ્રામ 2 - 19 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જીવન સંગ્રામ 2 - 19

પ્રકરણ 19


આગળ આપણે જોયું કે બધા મિશન પર જવાની તૈયારી કરી લીધી છે.હવે લોકેશન આવે એટલે નીકળવા માટે બધા રાહે છે...
હવે આગળ....

ચાર વાગ્યે રોકીને કચ્છના જખોબંદરથી ૨૫ કિલોમીટર દૂર કચ્છના અખાતનું લોકેશન આવે છે. એટલે નક્કી થયા મુજબ ટેક્સીઓમાં ગર્લ્સ બેસાડવા લાગ્યા. પાંચ ટેક્સીઓ પંદર પંદર મીનીટના અંતરે રવાના કરવામાં આવી. અંદર બેઠેલી બધી ગર્લ્સને ક્લોરોફોર્મ સુંઘાડ્યું હોવાનું નાટક કરવામાં આવ્યું અને બધી મહિલા પોલીસ કે જે ગર્લ્સ બનીને જાય છે તે બેહોશ બની ગયા હોય એમ ટેક્સીની સીટ પર પડી રહી. બધી ટેક્સી પાછળ રોકીના માણસો જે રાજનની ટીમના સભ્યો છે એ બાઈક લઈને રવાના થાય છે. રાજન, પરમાનંદ, ગુરવિંદરજી તથા બીજા બધા ઇન્સ્પેકટર અલગ અલગ ટેક્સીમાં રવાના થાય છે. લોકેશનના સ્થળે પહોંચતાં લગભગ સાંજના આઠ વાગી ગયા. રાજન અને તેની ટીમ તથા પરમાનંદ અને ગુરવિંદરજી લોકેશનથી પાંચેક કિલોમીટર દુર જુદા જુદા રસ્તા પર ગોઠવાયા.ત્યાં રોકીના મોબાઈલમાં સાવ બીજુ લોકેશન આવ્યું અને મેસેજ આવ્યો કે લોકેશન પર રવાના થાવ. લોકેશન સ્થળે એક પીળા કલરની બસ છે ,તેમાં બધી ગર્લ્સ બેસાડી દેવાની છે.ત્યાર બાદ તમારું કાર્ય પૂરું થાય છે. તમે તમારા માણસોને લઈને ત્યાંથી જ પાછા ફરી જજો અને બધા જ લોકેશન ડીલીટ કરી નાખજો. આગળ શું કાર્ય તમને સોંપવું એ પછી જણાવશું. તમને તમારું ઈનામ મળી જશે.રોકી તરત જ પોતાના પર્સનલ મોબાઈલથી રાજનને બધી જ વાત જણાવે છે અને આવેલ લોકેશન તરફ ટેક્સીઓ રવાના કરે છે.

આ તરફ ગુરવિંદરજી કચ્છ સરહદ પર તૈનાત આર્મીની ટીમને એલર્ટ રહેવા જણાવે છે.સાથે સાથે નવો આદેશ ન આપે ત્યાં સુધી છૂપી રીતે પેટ્રોલિંગ કરવાનું કહે છે.આસપાસ કોઈને ખબર ન પડે તે વાતની તકેદારી રાખવાની સૂચના આપે છે.

રાતના દસ વાગ્યાની આસપાસ બધી જ ગર્લ્સને બસમાં બેસાડી દેવામાં આવે છે.બસમાં આઠ લેડીઝ કમાન્ડો (આર્મી ડ્રેસમાં) હોય છે. જે આતંકવાદીઓમાંથી હોય છે. બધી ગર્લ્સને બરાબર ચેક કરીને સીટ પર બેસાડીને પાછું બધાને ક્લોરોફોર્મ સુંઘાડી દેવામાં આવે છે. રોકી તથા તેમના સાગરીતોને પાછા વળવાની સૂચના આપી બસના ડ્રાઇવરને બસ ચલાવવાની સૂચના આપે છે.

રોકી સીધો રાજનને કોલ કરે છે ,રાજન પરમાનંદને બધી વાત કરે છે.

"રાજન હવે આપણે જીજ્ઞાના લોકેશન પર આગળ વધવાનું છે."

"ગુરવિંદરજી મને લાગે છે હવે આપણે કચ્છની સરહદ પાસે જ ક્યાંક લડાઈ લડવાની થશે. માટે બધાએ એલર્ટ રહેવાનુ છે. મને લાગે છે લગભગ રાતના એક -બે વાગ્યાની આસપાસ જ એ લોકો પોતાના મૂળ ઠેકાણે પહોંચશે."

"જી પરમાનંદજી વહી પ્લાન હોગા યહ લોગો કા. હમ સબ જીજ્ઞાજીકે લોકેશનકા પીછા કરતે હૈ."

બધા લોકેશન સેટ કરી રવાના થાય છે.કચ્છ અને પાકિસ્તાનની સરહદ જ્યાં મળે છે ત્યાંથી થોડા આગળ અંતરિયાળ વિસ્તારમાં રાત્રીના 1 વાગ્યાની આસપાસ બસ ઉભી રહે છે.

પરમાનંદન તથા ગુરવિંદરજી બસથી લગભગ દસથી પંદર કિલોમીટર દૂર રહે છે. બાજુના વૃક્ષ પર ચડી રાજન પોતાના ખાસ દૂરબીનથી બસ ઉભી છે તે જગ્યા જોવાની કોશિશ કરે છે.પણ જેવી નજર પડે છે ત્યાં જ તેના આશ્ચર્યનો પાર નથી રહેતો. ઝડપથી નીચે આવી પરમાનંદ અને ગુરવિંદરજીને બધું કહે છે.

"સર આ લોકોએ અહીં પોતાનું એક ગામ હોય એ રીતે વસવાટ ઉભો કર્યો છે. બધી છોકરીઓને દરેક ઘરમાંથી એક મહિલા આવી પોતાના ઘરમાં લઈ ગઈ. મતલબ બધા જ ઘર આંતકવાદીઓના જ હોવા જોઈએ.મારા માનવા પ્રમાણે લગભગ હજારથી પંદરસો આતંકવાદીઓ હોવા જોઈએ. આટલા બધાનો સામનો આપણે કઈ રીતે કરી શકીશું?"

"રાજન આ બધી બાબતોનો આપણને અંદાજો હતો, એટલે ગભરાવાનું કે નાસીપાસ થવાનું નથી. પણ આપણે હવે આગળ કઈ રીતે વધવાનું છે તે જોવાનું છે.ટ્રાન્સમીટર બેસાડ્યું એને 12 કલાક ઉપરનો સમય વહી ગયો છે, હવે આપણી પાસે ૩૬ કલાક છે. ત્યારબાદ જિજ્ઞાની હાલત ગંભીર બની શકે છે અને આપણે દેખીતી રીતે આર્મીનો સહારો પણ લઇ શકીએ તેમ નથી, કેમકે આ વિસ્તાર બંને સરહદોને જોડતા વિસ્તાર છે.મતલબ જો અહીં લડાઈ માટે આર્મી આવશે તો પાકિસ્તાનની આર્મી આ લોકોને મદદ કરશે ,મતલબ કે બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે.માટે હવે આપણે જેટલા છીએ એટલા જ આ લડાઈ લડવાની છે. પહેલા એ પ્લાન કરવાનો છે કે આ લોકોને અલગ કઈ રીતે કરવા."

"સર હવે તમે જ આખો પ્લાન બતાવો, આમારી મતીતો કંઈ કામ કરતી નથી.તમે કહેતા હોય તો અમે અત્યારે જ આ લોકો પર હુમલો કરવા તૈયાર છીએ."

"રાજન સીધો હુમલો કરીને આપણે જીવ ખોવાનો વારો આવે અને આપણે જે મિશન પર આવ્યા છીએ તે મિશન અધૂરું રહી જાય.માટે પૂર્વ પ્લાન વગર આપણે એક પણ પગલું ભરવાનું નથી. મને દૂરબીન આપ. પહેલા આ જગ્યાનું નિરીક્ષણ કરી લઉં.પછી આગળ કંઇક વિચારીએ."

"પરમાનંદ મે ભી ચલતા હું. નિરીક્ષણ કરકે બતા સકુગા કી આગે કૈસે બઢના હૈ."

"ઠીક હે તો ચલો ઝાડ પે ચઢતે હૈ."

પરમાનંદ અને ગુરવિંદરજી ઝાડ પર ચડે છે.બંનેને કાંટાના ઉજરડા થાય છે, છતાં સાવ ઉપર ચડી બંને વારાફરતી દૂરબીનથી જગ્યાનું નિરીક્ષણ કરે છે. થોડી વાર બંને ઉપર જ ચર્ચા કરે છે ,પછી બન્ને નીચે આવે છે.

ગુરવિંદરજી પોતાના મોબાઈલમાં શરહદી વિસ્તારનું લોકેશન જુએ છે અને પરમાનંદને બધું સમજાવે છે.

"રાજન આ જગ્યા પર તો આપણને આર્મી મદદ કરી શકે પણ અમારું માનવું છે કે અહીંથી બધી છોકરીઓને હજુ આગળ લઈ જશ. કેમ કે અહીંયા કોઈ આંતકવાદી કેમ્પ હોય તેવા હાલચાલ ગુરવિંદરજીને દેખાતા નથી. માટે આપણે અત્યારે કોઈ પણ પ્રકારની હલચલ કરવાની નથી."

"પણ સર આપણી બહેનોને આ નરાધમો અલગ અલગ ઘરમાં લઈ ગયા છે,એ પૂર્ણ હોંશમાં પણ નથી.જો રાત્રે કંઇક કરશે તો?"

"રાજન મારા ધારવા પ્રમાણે આજની રાત તો કઈ હીલચાલ દેખાતી નથી.વળી ઘરમાં લઈ જનાર બધી મહિલાઓ હતી અને હાલ બધા પુરુષો બહાર ચક્કર મારતા દેખાય છે. લગભગ હજાર જેટલા પુરુષો ચારેબાજુ હાથમાં હથિયાર લઈને ફરતા નજરે પડ્યા છે. માટે કંઈ અજુગતુ બનાવની શંકાને સ્થાન નથી. છતાંય કાંઈ પણ બને તો હાલ આપણે એ વિચારવા કરતાં ભવિષ્યમાં આવું કંઈ બને જ નહીં એ વિચારવુ ખૂબ જરૂરી છે.માટે હવે એક વ્યક્તિ ઝાડ ઉપર જ રહેશે અને દૂરબીનથી બધું જોઇને અમને મેસેજ આપતો રહેશે. ત્યાં સુધીમાં અમે આગળ શું એક્શન લેવા એ બાબતે વિચારણા કરી લઈએ."

રાજન,પરમાનંદ અને ગુરવિંદરજી થોડે દૂર બેસીને ચર્ચા કરે છે.કમલ ઝાડ ઉપર બેસીને આતંકવાદીઓ ઉપર નજર રાખે છે.બાકી બધા જુદા જુદા સ્થળો પર ગોઠવાઈ ગયા છે.

"રાજન અહીંયા આજુબાજુ કઈ જમવાનું તો મળશે નહિ પણ કંઇક નાસ્તાની વ્યવસ્થા થાય તો બધા માટે કરવી જોઈએ.કેમ કે અત્યારે થોડો સમય છે.પછી કદાચ સમય ન પણ મળે."

"અહીંયા તો કઈ નહિ મળે પણ એક ટેક્સીને મોકલું તો કંઇક મળે."

"હા એક ટેક્સીને મોકલ અને બધા માટે કઈક નાસ્તો માગવી લે.બધાને અત્યારે નાસ્તો કરાવી લઈએ."

રાજન ટેક્સી સાથે એક ઇન્સ્પેક્ટર ને મોકલે છે.

"પરમાનંદજી મુજે લાગતા હૈ હમે સુબહ તક ઉનમેસે આધે કો અલગ કારના હી પડેગા.વરાના હમ ઇતાને સરે લોગોસે કૈસે લડ શકેગે?"

"હા ગુરવિંદરજી મે ભી વહી સોચ રહા હુ મગર ઉસે આઘે કૈસે કરે યે સોચના બહોત મુશ્કિલ લાગતા હૈ."

"કુછ તો સોચના હિ પડેગા."

"ઠીક હૈ ગુરવિંદરજી. મે થોડી દેર ધ્યાનમે બેસના ચાહતા હું અગર આપ ઇજ્જત દે તો."

"હા બેસીએ.મે ભી થોડી ચક્કર લગા લેતા હું.તબ તક રાજનકી ટેક્સી ભી આ જાયેગી.સબ સાથ મે નાસ્તા કરેગે."

"નહિ ગુરવિંદરજી મુજે મત ઉઠના.મુજે જરૂરત નહીં હે નસ્તે કી. અગર ઐસા લગેગા તો જરૂર નાસ્તા કરુગા."

"ઠીક હૈ જૈસી આપકી ઈચ્છા."

પરમાનંદ ધ્યાનમાં બેસી જાય છે.રાજન પરમંદની બાજુમાં ધ્યાન રાખીને ઊભો રહે છે.ગુરવિંદરજી આજુ બાજુ ચક્કર લગાવે છે.

ખરેખર આ માહોલ રામાયણ વખતનો હવનમાં હાડકા નાખવા આવતાં રાક્ષસો સામે રામ -લક્ષ્મણ રક્ષા કરતા હોય એવો લાગી રહ્યો છે.પરમાનંદ ધ્યાનમાં બેઠા છે.રાજન એમની બાજુમાં ઊભો છે.ગુરવિંદરજી ચક્કર લગાવી રહ્યા છે.કમલ ઝાડ ઉપર ધ્યાન રાખીને બેઠો છે. એક કર્તવ્યનિષ્ઠ ગુરુ અને એના શિષ્યો આજે દેશ માટે કઈક કરી છૂટવા માટે આવી વેરાન જગ્યા પર પણ પોતાનું તપોવન ઉભુ કર્યું અને એમાં કંઈ પણ તકલીફની પરવા કર્યા વગર આવેલ મુસીબતોને પણ હસતે મોઢે સ્વીકારીને લડાઈ માટે તૈયાર છે.ધન્ય છે આવા ગુરુઓને જે પહેલો ધર્મ દેશ સેવાને માને છે.

થોડી વાર થઈ ત્યાં પરમાનંદનું આખું શરીર થોડા પ્રકાશ સાથે દીપાયમાન થતું દેખાવા લાગ્યું.રાજન તથા ગુરવિંદરજી માટે આ નવું હતું.એ લોકો પરમાનંદની એકદમ બાજુમાં આવ્યા.ત્યાં જ પરમાંદ કોઈ સાથે વાત કરતા હોય એ રીતે બોલ્યા;" જીજ્ઞા ધ્યાનના તારમાં જોડા.. હું જે સૂચના આપુ એ મુજબ ....જીજ્ઞા ઝડપ રાખ...આપણી પાસે સમય નથી....જીજ્ઞા ધ્યાનમાં આવ...થોડી વાર શાંતિ ફેલાઈ... ત્યાં પાછા પરમાનંદ બોલ્યા.જો ત્યાં બધા હોય તો મોટેથી બોલ્યા વિના જ જવાબ આપ.ત્યાંનું વાતાવરણ કેવુ છે.અંદર કોણ કોણ છે.ત્યાં શું વાતો થાય છે.મને ખબર છે તારા ઉપર કલોરોફોમૅની અસર ન થઈ હોય.તું એ ઘેનની દવા પર પોતાના માઈન્ડ પાવરનો ઉપયોગ જાણે છે.મે તને એ શીખવ્યું છે.હવે એકદમ શાંતિથી મને બધું કહે.સવાર પહેલા આપણે એમાંથી અડધાનો ખાત્મો બોલવી દેવાનો છે.જીજ્ઞા..............
( મિત્રો અહીંયા ધ્યાનના તારની એક વાત કરી એ કોઈ ચમત્કાર નથી.પણ આપણી સંસ્કૃતિમાં આના ઘણા દાખલા છે.માણસ પોતાના માઈન્ડ પાવરથી બીજા સાથે વાતો કરી શકે છે અને બીજાને આદેશ પણ આપી શકે છે.પણ એના માટે યોગાભ્યાસ ખૂબ કરવો પડે.)

ક્રમશ:

શું જીજ્ઞા પરમાંદનની આજ્ઞા પ્રમાણે ત્યાં કઈ કરી શકશે????

શું અડધા આંતકવાદીઓ નો ખાત્મો બોલવી શકાશે???

આ બધાજ પ્રશ્નોના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ ૨નું પ્રકરણ 20.....

આપના પ્રતિભાવ ની રાહે રાજુ સર......