કુંવારું હૃદય (ભાગ-2) Binal Dudhat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુંવારું હૃદય (ભાગ-2)

કુંવારું હૃદય

મનન સ્વભાવે બોલકો, રમુજી, હસમુખ અને પ્રેમાળ હતો.
રીયા કરતા બિલકુલ અલગ.
એ દિવસ પછી,
રીયાને તાવ આવતો હોવાથી બે દિવસ કોલેજ નહિ આવી..!
મનન બે દિવસ સુધી રાહ જોવે છે, રીયાના આવવાની...

મનન મનમાં વિચારે છે કે
" પુછવુ કોને? અને પૂછીશ અને કોઈ ઉલટું વિચારશે અને એ વળી રીયા ને કહેશે તો....! , કંઈ નહિ,અે આવશે ત્યારે એને જ પૂછી લઈશ... "

બીજે દિવસે મનન કોલેજની અંદર જતો હોય ત્યાં બાજુ માંથી રીયા પસાર થાય છે.. (રીયાને ખબર હોય છે આગળ મનન છે, પણ બોલાવતી નહિ)

મનન : ' oh, hi Riya, કેમ છો ?, બે દિવસમા દેખાય નહિ તું?
Are you, OK?'
રીયા : ' hi, I'm good, બધુ બરાબર જ છે... મારે કલાસ ચાલુ થઈ જશે, bye..!
(રીયા મનનથી દૂર રહેવા ઇચ્છતી હોય છે,અને મનન ને રીયા સાથે દોસ્તી કરવી હોય છે)
મનન કોલેજના પુસ્તકાલયમાં વાંચતો હોય છે,અેવામાં ત્યાં રીયા એની બુક સબમીટ કરાવવા માટે આવે છે...! રીયા મનનને જોતા તરત જ બુક સબમીટ કરાવી જતી રહે છે.

મનન રીયાને જતા જોઈ એની પાછળ જાય છે.
મનન : ' રીયા, તુ ચાર વાગ્યે ફ્રી છે? મારે તારી સાથે વાત
કરવી છે, બહાનુ નહીં બતાવતી, આવજે જ !,
જો દોસ્ત માન્યો હોય તો આવજે,
નહિ તો પછી માની લઈશ કે......!'

રીયા : ' હા,જોઇશ, અવાશે તો આવીશ, કયાં મળશો
ચાર વાગ્યે?, માત્ર પંદર મિનિટ જ, OK? '

મનન : "કોલેજના ગેટ આગળ આવજે ને, સારુ નહીં લઉ
સમય વધારે, તુ આવ તો ખરી પેલા..!"

મનન પોણા ચાર વાગ્યાનો કોલેજના ગેટ આગળ તૈયાર થઇ, રીયાની રાહ જોવે છે.. ..

મનન વિચારે છે...
" આ આવશે તો ખરીને, અને નહિ આવે તો...? એક તો પહેલીવાર કોઈ છોકરી માટે ધકધક થાય છે, પહેલીવાર કોઈને આમ મળવા બોલાવી છે... અરે, અેની સાથે વાત શું કરીશ, અહીં જ ઊભા રહી મળીએ કે બહાર જઈએ? એે કઈ બીજુ વિચારશે તો.... અરે, શું કરુ ? , બોલાવતા પેલા આ વિચારવાનું હતું....! "

મનન વારંવાર મોબાઈલમાં સમય જોયા કરે છે...! આમ થી તેમ ચાલ્યા કરે છે...!
ત્યાં રીયાને આવતી જોઇ મનન મનમાં બોવ ખુશ થઈ જાય છે...!

મનન : " આખરે તે દોસ્તીનો પસ્તાવ સ્વીકાર્યો અેમને..!
તો હવે દોસ્ત માને છે ને ? "
રીયા : " (મો હલાવી) હા , દોસ્ત..! પણ આગળ કશું નહિ , માત્ર ને માત્ર દોસ્ત... OK..!"
મનન : " હા , હા સારું એમ રાખ ,
તો ચાલ જઈએ"


રીયા : " ના , અહીંયા જ વાત કરીએ, અને પંદર મિનિટ નો જ સમય છે ખબર છે ને ?"


મનન : " અરે, હા ખબર છે, પણ આવ તો ખરી, નથી હું કશે લઇ જવાનો, જો નહી સારુ લાગે તો જતી રહેજે...!

રીયા : આપણે કયાં જઇએ છીએ?
મનન : એક એવી જગ્યા જયાં શાંતિ જ શાંતિ છે..!
રીયા આશ્ચર્યથી બોલે છે : ઓહ, પણ પંદર મિનિટમાં આવી જઈશુ ને?
( મનન રીયાને રસ્તા પર ચાલતા ચાલતા કોલેજથી
થોડા દુર આવેલ એક ચર્ચ પાસે લઈ જાય છે...!)

મનન : હા, રીયા તુ ઉદાસ કેમ રહે છે...?, કઈ થયુ છે..?
રીયા : .... ના....નહી...હમમમ...કઈ નહીં થયું...!
મનન : સારુ, તારા ઘરમાં તમે કોણ કોણ રહો છો...?તારુ ઘર
કયાં છે..?
રીયા : કેમ ઘરે આવવું છે?
મનન : ના, આ તો એમ જ પુછયું...!
તુ બધી જ વાતના જવાબ , કેમ આવા આપે...!

( ત્યાં , ચર્ચ પાસે પહોંચી જાય છે )

રીયા : તમે ખ્રિસ્તી છો?
મનન : ના, હું ધાર્મિક છું, હું મંદિર , મસ્જિદ, ચર્ચ,
ગુરુદ્વારા ,દેરાસર બધે જ જાઉં છું....! જયાં જે
નજીક હોય ત્યાં....!
અને તું કયાં ધર્મમાં માને છે મતલબ ભગવાન?

રીયા : હું એકપણ ધર્મમાં નહિ માનતી...! હું નાસ્તિક છું.
મનન : તો ચાલ રેહવા દે ,અંદર નહીં જવું, બહાર જ બેસીએ.
રીયા : ના, જઈએ ...અહીં આવી જ ગયા છીએ તો...!


( બંને ચર્ચમાં જાય છે )


મનને હાથ જોડેલ અને આંખો બંધ કરેલો જોઇ , રીયા અેની સામે જ જોયા કરે છે...! અને આખા ચર્ચની રચના અને જીજસ ને ખુબ નવાઈથી જોવે છે...!

રીયા : (ચર્ચની બહાર નીકળતા નીકળતા) શું માંગ્યું?
મનન ( હસીને) : મેં અેવુ માંગ્યું કે, "આ મારી સાથે આવેલી
રીયાને થોડી અકકડુ બનાવી છે તમે , તો થોડું હસતાં અને ખુશ રહેતા શીખવાડો...!"
મજાક કરુ છું...!

રીયા : thank you ....!,
તમે માંગશો તો, એ શું સાંભળશે ખરી તમારુ ?
લોકો જો ભગવાન પાસે માંગે તો એ સાંભળે ખરી?
મનન : જો રીયા, એ બાબતે થોડો હું અલગ છું...!
મને મંદિર , મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ,દેરાસર જવુ ગમે છે પણ ,અેનો મતબલ એ નથી કે આ બધામાં સરખા એવા
ભગવાન એક છે એટલે ....!

રીયા : તો બધામાં સરખા તો એ ઈશ જ છે ને?
મનન : હા, પણ બીજુ એ કે ,જે બધામાં સરખુ - "હકારાત્મક
ઊર્જા અને શાંતિ છે...!"
" ભગવાન તો બધે જ છે.... કણકણમાં "
આ બધા જ જાણે છે ,કદાચ તું પણ...!
તો ધાર્મિક સ્થળોએ જવાની શું જરૂર ?
રીયા : હા, એ રસપ્રદ વાત છે...! તો હવે... આગળ શું..?
મનન : તારી પંદર મિનિટ પુરી થવામાં ચાર મિનિટ જ બાકી
છે... આપણે નીકળવું જોઇએ..!
રીયા : એ તો...!
છોડો એ, ચાલો પંદર મિનિટ બીજી આપી,
બાકી ની અધૂરી વાત સાંભળવી છે...
તો ધાર્મિક સ્થળોએ જવાની શું જરૂર ? એનો જવાબ ?

મનન : તું જ કે, શા માટે જાય લોકો મંદિરે?
રીયા : પ્રાર્થના કરવા માટે, ઈચ્છાઓ પૂર્તી માટે, કશું સારૂ થાય
એ માટેની આશાઓની માંગણી માટે....!
મનન : હા, સાચું છે એ...! આ બધાંમાં સરખુ શું ખબર?
આશાઓ, ઉમ્મીદ, વિશ્વાસ અને આસ્થા ...!
આ સૌથી શક્તિશાળી ઉર્જા છે...
રીયા, તને ખબર ધાર્મિક સ્થળોએ એટલી શાંતિ કેમ હોય છે?
કારણ કે, આ દિવાલો આશાઓ, ઉમ્મીદ, વિશ્વાસ ને આસ્થાની શક્તિશાળી ઉર્જાના સ્પંદનોને શોષી લે છે,
અને અહીંયા જે શાંતિનો અનુભવ થાય છે એ આ
શક્તિશાળી ઉર્જાને લીધે છે....!
હકારાત્મક ઉર્જા...!
હકારાત્મક ઉર્જાની આપણા શરીર અને મન તથા વિચાર
પર ઊંડી અસર થાય છે....એવુ મનોવિજ્ઞાન કહે છે...!
રીયા : અદભૂત મનન...!
મને ખુબ જ ગમી તમારી વાતો...!
મનન : તો એક વાત માનીશ?
રીયા : કહો, પછી વિચારીશ માનવી કે નહિ એ....!
મનન : તમે નહીં "તું" જ કહેવાનું મને...!
આ "તમે" વડીલ જેવું લાગે છે...!
રીયા : સારુ, હવે હું જઉ છું...!

મનન : હા, આવતીકાલે મળીશ ને?
રીયા હસીને : આવતીકાલ કોણે જોઈ છે...?

( પ્રેમ થશે ?અને કેવી રીતે થશે..... ? અને શા માટે, કુંવારું હૃદય રહેશે...?અને કોનું? )

( આગળની વાર્તા ભાગ-3 માં)


- બિની