kuvaru hraday part 1 books and stories free download online pdf in Gujarati

કુંવારું  હૃદય (ભાગ 1)

કુંવારું હૃદય


વાર્તા એક એવા હ્દયની છે, જેણે પ્રેમ તો કર્યો પણ હંમેશા માટે કુંવારુ રહ્યું...!!

રીયાનો જન્મ થતાંની સાથે જ તેની માતાનું લોહીની કમી હોવાને લીધે મૃત્યું થઈ જાય છે.
રીયાના ઘરમાં રીયા,અેની મોટી બેન બરખા અને એના પિતા એમ કુલ ત્રણ લોકો હોય છે.
( રીયાના પિતા શહેરમાં સરકારી નોકરી કરતા હતા અને બરખાએ નાનપણથી જ ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી, અને સાથે ભણવાનું ચાલુ હતું, રીયાના જન્મ થવાથી એમની માતા મરણ પામી હોવાથી એમના પિતાને રીયા પ્રત્યે લગાવ નહીં હતો. )
રીયા બરખા ને "દીદીમા" કહેતી કેમકે, બરખા રીયાને નાની બેન કરતા વિશેષ સાચવતી અને રીયાને માતાની ઉણપ કયારેય મહેશૂશ જ નહી થવા દેતી, અેટલો પ્રેમ કરતી અને કાળજી રાખતી.
બરખા બાર ધોરણ સુધી ભણે છે, પછી ઘર સંભાળવા અને આર્થિક પરિસ્થિતિને લીધે આગળ અભ્યાસ કરતી નથી.
રીયા ભણવામાં તથા ઇતર પ્રવૃતિઓમાં ખૂબ હોશિયાર હોય છે.

રીયાનું બારમાં ધોરણનું રીઝલ્ટ ખૂબ સારુ આવ્યું હોય છે.

તેથી બરખા એના પિતાને કહેઃ 'આપણી રીયાને વકીલ બનવાની ઇચ્છા છે તો એ માટે શહેર બહારની કોલેજમાં એડમિશન લેવું પડશે જો તમે પરમિશન આપો તો એડમિશન માટે એપ્લાય કહીએ ?
અેમ પણ ત્યાંની ફી સરકારી કોલેજ હોવાથી ઓછી છે!'

એમના પિતા માની જાય છે અને રીયાને પણ એડમિશન સહેલાઈથી મળી જાય છે.

બરખા અને એમના પિતા, રીયાને કોલેજ મૂકવા જાય છે. અને ત્યાં રીયા માટે હોસ્ટેલનું તથા જમવાનું ,રહેવાનું અરેન્જમેન્ટ કરે છે.

રીયા દેખાવે ખૂબજ સુંદર અને નમણી , તથા સ્વભાવે શાંત, આેછુ બોલનાર, અને હકારાત્મક અભિગમ રાખનાર.
ઓછુ બોલવાની ટેવને લીધે અેને ખુબ ઓછા મિત્રો હતા...!
મોટા ભાગે અે પોતાની બધી વાતો એની દીદીમા ને જ કહેતી...!

કોલેજમાં રીયાને ગયા એના છ મહિના થઈ ગયા હતા.
અેટલામાં બરખાના લગ્નની વાત આવે છે અને થોડા વખતમાં બરખાના લગ્ન થઈ જાય છે...!
હવે રીયાને થોડી એકલતા લાગે છે દીદીમા વગર...!

બરખાના જવાથી ઘર પણ ખાલી ખાલી લાગે છે...!

અેક દિવસ બરખાને અચાનક ફોન આવે છે, સાંજના સમયે કે
અેમના પિતાનું અકસ્માતને લીધે મૃત્યું થયું છે...

આ સાંભળી બરખાને ખૂબ આઘાત લાગે છે...!
બરખાની તો હિંમત જ નહી થતી હતી રીયા ને કહેવાની...
બરખા બીજુ કાંઇ બહાનું બતાવીને અચાનક રીયાને બોલાવે છે ઘરે .
રીયા ઘરે આવીને જોવે છે ત્યાં પિતાની લાશ દેખાય છે અને તે બરખાને ભેટીને ખૂબ રડે છે...
ભગવાને બધુ તો લઈ લીધું હતું હવે પિતાને પણ બોલાવી લીધાં....બધુ જ જતુ રહ્યું, ભગવાન અેટલા દયાહીન કેમ હોય શકે.... રીયા ડૂસકાં ભરતી, રડતા રડતા બોલે છે.

થોડા વખત પછી રીયા ફરી કોલેજ જતી રહે છે અને બરખા સાસરે..
રીયાને આ ઘટનાનો ખૂબ આઘાત લાગ્યો હતો અેટલે વધારે ચૂપચાપ રહેતી પહેલા કરતાં...!

અેક દિવસ રીયા અેની કોલેજોના પુસ્તકાલયમાં વાંચવા બેઠેલી હોય છે, બુક ઉલટી પકડેલી અને ધ્યાન કયાંક બીજે હતું,
અે પોતાની જ દુનિયામાં ખોવાયેલી હતી, જાણે કલાકો પસાર કરવા માટે બેસેલી હોય...!

એની સામેની ખુરશીમાં બેઠેલ એક છોકરાના હસવાના અવાજ થી ખોવાયેલી રીયા વિચારો માંથી બહાર આવી જાય છે..
ધીમા અવાજે એ છોકરો બોલે છે:
" Hi, I am manan "

" મને ઊલટી બુક વાંચતા શીખવીશ ? ,પાંચ દિવસથી તું ઊલટી બુક વાંચે છે, "

રીયા બુક બંધ કરી બહાર જતી રહે છે...!

બીજે દિવસે કોલેજના પાકિંગ આગળ બંને અચાનક સામે મળે છે...!
મનન હસતાં હસતાં બોલે છે : " hi, મને ઊલટી બુક વાંચતા શીખવીશ કે ?
રીયા મનન સામે જોઈ મલકાય છે સ્મિત સાથે અને જતી રહે છે...!
ફરી ત્રીજા દિવસે કોલેજ બહારના ગેટ પાસે સામસામે થઇ જાય છે...
રીયા ને જોઈ મનન બોલે છે : " hi, તું ફસ્ટ યર માં લાગે છે... તને પેલા નહી જોઈ કયારેય... બરાબર ને...!

રીયા મો હલાવી હા પાડે છે...!
મનન રીયાની પાછળ પાછળ ચાલતા પુછે છે:
" what's your name? "
"what happened with u? "

રીયા ઊભી રહીને કહે છે :
" મારી પાછળ નહિ આવ, મારુ નામ રીયા છે... તમારે મારા વિશે શું જાણવું છે... મને boyfriend કે boy ને friend બનાવવામાં કોઈ રસ નહી, તેથી સમય બરબાદ નહી કરો...!

મનન આ વખતે રીયાને થોડા ભારે અવાજમાં કહે છે...
" જો મારે કઈ તારો બોયફેન્ડ નહિ બનવું, આ તો તુ ખૂબ નિરાશ લાગી અેટલે પૂછયું,
પાંચ દિવસથી જોવ છું તને ઊલટી બુક પકડીને કલાકો સુધી બેસી રહે છે,
કોઈ સાથે કયારેય બોલતાં નહિ જોઈ તેથી આજે પૂછયું,
તું સારી દેખાય અેનો મતલબ એ નહીં કે....."

ત્યાં રીયા રડવા લાગે છે અને મનન બોલતા બોલતા અટકી જાય છે....!
મનન રીયાને કહે :
થોડીવાર માટે ત્યાં બેસીને વાત કરી શકુ?
મને મનાવતા નહી આવડતુ અેટલે મહેરબાની કરીને રડીશ નહીં... પાણી પી લે.....!
રીયા આજે મનન ને ટાળી નથી શકતી અેટલે તેમની સાથે બેસે છે...

મનન ને સમજાતુ નથી શું બોલવું કે જેથી રીયા રડવાનુ ઓછુ કરે....!

મનન રીયાને કહે છે...
" તુ મને દોસ્ત માનીને તારી સમસ્યા કહી શકે....!
" જો દોસ્ત પણ ના માનવો હોય તો પણ કઇ નહિ....
તુ બસ ઉદાસ ના રે"

'problems કોની જીંદગીમાં ના હોય... એનો સામનો કરીને તો જિંદગી જીવવાની મજા છે...! બાકી જો બધાને બધુ મળે તો બધા ખુશખુશાલ જ હોત...!

રીયા હવે ચુપ થઈ જાય છે...
અને કહે છે: " તમે ત્રણ વર્ષ આગળ છો મારાથી, તો શું કહીને બોલાવું તમને ? "

મનન તો ખુશ થઈને કહે "મનન જ કહેવાનું આપણે કોઇને બેન બનાવતા જ નહી..."

રીયા હસે છે અને કહે:
"સારુ મનન, તો હવે મને જવા દો, મારે મોડુ થઈ રહ્યું છે "

મનન કહે : " દોસ્ત માન્યો કે...? "

રીયા જતાં જતાં મલકાય છે...!

( આગળની વાર્તા ભાગ - ૨ માં .....)


-" Binal Dudhat "


બીજા રસપ્રદ વિકલ્પો