kuvaru hraday - 4 books and stories free download online pdf in Gujarati

કુંવારું હૃદય (ભાગ-4)

કુંવારું હૃદય

મનન બોવ વિચારે છે એ વિશે...!
મનન બીજે દિવસે રીયા ને મળવા જાય છે અને કહે છે:
" મંજૂર છે તારી ખુશી માટે,
પણ કહેવામાં માંગુ છું તને કઈ....?
હું તને ખૂબ જ ચાહુ છું, તને મેળવવી જ એ પ્રેમ નથી પણ હંમેશાં ખુશ જોવ એ પ્રેમ છે, મને વચન આપ કે તું મારી વગર પણ ખુશ રહીશ, અને કંઈ પણ તારે જરૂર હોય પેલા મને કહીશ"

રીયા કઈ પણ વિચાર્યા વગર મનન ને ભેટી પડે છે અને ખૂબ જ રડે છે...!

મનન : " આ છેલ્લીવાર રડી લે, પછી કયારેય રડતી નહિ "

રીયા : ખૂબ જ આભાર તારો મનન, લવ યુ ફોરેવર

રીયા મનન ને બરખા સાથે મળાવે છે અને કહે છે:
" આ મારો સારો દોસ્ત છે... અમે એક જ કોલેજમાં હતાં"

મનન અને બરખા વાતો કરે છે અને રીયા એ લોકો માટે ચા બનાવા જતી રહે છે...!
રીયાના કહેવા પ્રમાણે મનન બરખાની ઉદાસી દૂર કરવા કોશિશ કરે છે... અેની સાથે વાતો કરે છે...
એક દિવસ મનન બરખાને લગ્ન વિશે પુછે છે...
બરખા ના પાડે છે...અને એ મા બનવાની છે એમ કહી જતી રહે છે...
રીયા હવે બરખા ને કહે છે "દીદીમા, શું થયું મા બનવાની તો,?
એને ખબર જ છે હકીકત, અને એ બધું સ્વીકારીને જ
તને અપનાવવા માંગે છે....!
બરખા :"રીયા તું અને મનન મળીને તો નહી બોલતાં ને? "
રીયા : " ના, ના એવુ કઇ નહીં "

મનન એની ઘરે કહે છે, મનનનો પરીવાર ભણેલ-ગણેલ હતો,
તેથી, માની જાય છે બરખા સાથે મનનના લગ્ન માટે...

બીજા દિવસે મનન એના પરીવાર સાથે બરખાને ત્યાં આવે છે...
રીયા બરખાને ખબર વગર બધી તૈયારી કરી રાખે છે...
મનન ને આવવાનું થાય ત્યારે બરખા ને કહે છે અને એને માની જવા માટે જિદ કરે છે...
આખરે બરખા રીયાની વાત માની લગ્ન માટે હા પાડી દે છે...!

બરખા મનન સાથે ખુશ હોય છે.
રીયા કોલજ જતી રહે છે...
થોડા મહિના પછી બરખા ને ત્યાં છોકરીનો જન્મ થયો, ઘર ખુશીઓથી છલકાઇ જાય છે...!
રીયા ને ખબર પડતા જ એ ત્યાં આવી જાય છે અને કહે છે એમનું નામ હું જ રાખીશ....
રીયા એ ભાણકી ને ગોદ માં લઇ કહે.... "શિફા"

આજ થી મારી લાડકીનું નામ "શિફા"
બરખા : "શિફા" જ કેમ?
રીયા : શિફા એટલે દર્દ ની દવા, ચિકિત્સા, healing....
મનન : ખૂબજ સુંદર નામ છે.... આ જ રાખીએ...

થોડા દિવસોમાં બરખા અને મનન ને લગ્ન માં જવાનું હોય છે,
તેથી રીયા ને વેકેશન હોવાથી ત્યાં જ રોકાવા કહે છે...

મનન અને તેનો પરિવાર લગ્નમાં જવા નીકળે છે...
બરખા : "રીયા, તારુ ધ્યાન રાખજે અને જમી લે જે,
મને વિશ્વાસ છે તું મારા કરતાં પણ વધારે શિફાને
સાચવીશ એટલે એનું ધ્યાન રાખવા નહીં કહેતી...!
ખુશ રહેજે...!
રીયા ને જાણે એવું લાગ્યું જાણે દીદીમાના આ છેલ્લા શબ્દો છે અને એ હવે કયારેય નહિ આવે...

રીયા દીદીમા કહી, ભેટી પડે છે અને કહે છે જલદી આવી જજો ...!

રાત્રે મનન અને બરખા આવતા હોય છે ઘરે,બાકીનો પરીવાર ત્યાં જ રોકાય છે...

રીયા ને રાત્રે 10 :00 વાગે ફોન આવે છે હોસ્પિટલથી મનન અને બરખાનું એકસીડેન્ટ થયું હોવાથી એ હોસ્પિટલમાં દાખલ છે.....!

રીયા શિફાને લઈ હોસ્પિટલ જાય છે... બરખા ને મળે છે તેને ખૂબ જ ઈજા થઈ હોય છે અને મગજમાંથી લોહી નીકળતું હોય છે....!

બરખા : " રીયા, તું ખુશ રહેજે અને શિફાની મા બનીને રહેજે"

એટલું બોલતાં જ જીવ જતો રહે છે....!

બીજી બાજુ મનનની પણ એ જ હાલત હોય છે...

રીયા : " મનન, તું છોડીને નહિ જતો, તારે જીવવાનું છે"

મનન : " રીયા, આજે મારે તારી પાસે કઇ જોઈએ છે."

રીયા : " બોલ, તારી માટે જીવ પણ આપીશ, તું બોલ શું
જોઇએ? "

મનન : " તારા વચનથી મુક્ત કરી દે મને અને તને બંને ને,
તું તારો જીવનસાથી શોધી લે જે અને લગ્ન કરી લે જે,
તું ખુશ રહેજે અને તારા સપના પૂરાં કરજે...,
I love .....u,.....રી.... યા... !
મનન નો જીવ પણ જતો રહે છે....

રીયા તો જીવતે જીવતા મરી જ ગઈ....

જીવનમાં જેને વધારે પ્રેમ કર્યો અને આપ્યો એ જ જતા રહ્યાં.
હવે જીવીને શું? રીયા એવું વિચારતી હોય છે ત્યાં શિફાનો હસવાનો અવાજ આવે છે...!

શિફાને ગોદમાં લેતા શિફા વધારે હસવા લાગે છે....!

***


શિફા જાણે પોતાની જ દીકરી હોય એમ સાચવે છે...
શિફાને આખી દુનિયાનો પ્રેમ આપે છે....
શિફા રીયાને "માસીમા" કહેતી હોય છે...

રીયા એનું અને દીદીમા નું સપનું પુરુ કરે છે...વકીલ બને છે
અને સાથે લેખક પણ બની જાય છે...
રીયા NGO બનાવે છે જયાં ગરીબ તથા અનાર્થ ને સહારો આપે છે!

રીયા જિંદગીભર લગ્ન નથી કરતી.....!

મનનની યાદો, વાતો અને વિચારો એના જીવનનો સહારો બને છે.

( આ વાર્તાનું નામ એટલે કુંવારું હૃદય છે...!

જેણે પ્રેમ તો કર્યો પણ હંમેશા માટે કુંવારુ જ રહ્યું...!!
આ વાર્તા થકી હું એ જણાવું છું કે
પ્રેમ એટલે પામવું એ જરૂરી નથી...
પ્રેમ એટલે કોઈની ખુશી, કોઈને સાચા હદયથી ચાહવું.
પ્રેમ એટલે જે દીદીમા એ રીયા ને કર્યો...
પ્રેમ એટલે મનન એ રીયા માટે કુરબાની આપી એ...
પ્રેમ એટલે રીયાએ દીદીમા માટે કર્યુ એ...
પ્રેમ એટલે જે રીયા એ મનન ની યાદમાં જિંદગી જીવી એ...

પ્રેમ એટલે રીયાએ શિફાની માસીમા બની નિભાવ્યો એ....)


-"બિનલ દુધાત"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED