kuvaru hraday (part - 3) books and stories free download online pdf in Gujarati

કુંવારુ હૃદય (ભાગ-3)

કુંવારું હૃદય

(એ મુલાકાત પછી બીજે દિવસે)


રીયા કોલેજ રોજના સમય કરતાં વહેલી આવી જાય છે અને મનની રાહ જોતી હોય છે, કલાસ શરુ થવાનો સમય થઇ જાય છે પણ આજે મનન કશે દેખાયો જ નહિ....!

બીજી બાજુ મનન કોલેજે મોડો આવી , રીયા ની રાહ જોતો હોય છે પણ રીયા મળતી નથી,
આખો દિવસ જતો રહે છે પણ કોલેજમાં એ દિવસે બંને એકબીજા ને મળતા જ નહીં...!

રીયા ને શનિ-રવિની રજા હોવાથી એમની બહેન દીદીમા ની ઘરે જવાનું હતું તેથી તે કોલેજથી વહેલી નીકળી જાય છે અને તે બસ સ્ટેશને પહોંચી બસ આવવાની રાહ જોતી હોય છે...!


(મનન બસ ડેપોએ પહોંચે છે અને ટિકિટ લેતો હોય છે)


રીયા : હાય ! મનન તું કશે જાય છે? તું કેમ અહીંયા?
મનન : હા,રીયા હું ઘરે જાઉં છું, તું મળી જ નહીં,
કોલેજે આજ..! તું પણ ઘરે જાય છે કે?

રિયા : હું પણ તને શોધતી હતી, તું પણ મને કશે દેખાયો
નહીં..! હા, હું મારી દીદીમાની ઘરે બે દિવસ માટે જાઉ
છું ...!
(એટલામાં બસ આવી જાય છે)
રીયા : ચાલ, મળીએ પછી, મારી બસ આવી ગઈ છે...!
મનન : મારે પણ આ જ બસમાં જવાનું છે...!
રીયા : ચાલ,જલદી નહિ તો જગ્યા રોકાય જશે...!

( બંને બસમાં બેસીને વાતો કરે છે...!)

મનન :તારુ ઘર કઈ જગ્યાએ છે?
તમે ઘરમાં કોણ કોણ રહો છો...?

રીયા (ઉદાસ અવાજે) : હું એકલી જ છું , જયાં રહેતા
હતાં, એ ઘર ભાડે આપી દીધું છે,
જયારે ઘર યાદ આવે તો હું મારી દીદીને ત્યાં જઈ
આવું...!
મનન : કેમ એવું ? મને સમજાયું નહીં ..
રિયા : મારી માતા મને જન્મ આપતા જ મૃત્યુ પામ્યાં....!
પછીથી મારી દીદીએ જ "મા" નો પ્રેમ આપ્યો એટલે હું એમને દાદીમા કહું છું...!
હું, અમારા પિતા અને દીદીમા ત્રણ રહેતા હતા,
છ મહિના પહેલાં દીદીમા ના લગ્ન થઈ ગયાં...!
અને મારા પિતાનું થોડા મહિના પહેલાં જ અકસ્માતમાં મૃત્યુ થયું...!
એટલે હવે હું અેકલી જ....!

મનન : માફ કરજે રીયા, મને નહી ખબર હતી એટલું બધુ દુ:ખ
છે તારે...!
રીયા : નહીં, હવે મે હકીકત સ્વીકારી લીધી છે, હવે દુઃખી
નહી...!
તારી ઘરે, તમે કોણ કોણ રહો?
મનન : બા, દાદા, મા, પાપા, ભાઈ, ભાભી, હું, નાની બહેન...!
આઠ લોકો છીએ...!
રીયા : સંપૂર્ણ પરીવાર છે...!
મનન (હસ્તા હસ્તા) : મારા લગ્ન પછી થશે...!
રીયા : તો કરી લે..!
તને તો મળી જ રહે ને, તને કોણ ના પાડે?
મનન : એટલુ પણ સહેલુ નહી..! આજ સુધી મળ્યું જ નહિ
મને , કોલેજ પણ હવે પૂરી થવાની..!
રીયા : મળી જશે, સમય આવશે એટલે..!
મનન : તને નહીં મળ્યું કોઈ...?
રીયા : મે કયારેય વિચાર્યું જ નહિ હજુ...!
મનન :તારા મતે પ્રેમ એટલે..?
રીયા : પ્રેમ....
જે મને દીદીમા કરે એ અને હું દીદીમા ને કરુ એ..
પ્રેમ એટલે કોઈની ખુશી , કોઈની કાળજી, કોઈની સતત ફિકર કરવી...!
બસ એટલી જ ખબર છે...!
તારા મતે પ્રેમ...!
મનન : જેની સાથે વાતો કરતા થાકીએ... સતત સંવાદ
કરવો ગમે,
પ્રેમ એટલે ...કોઇને એનાથી વધુ જાણવું અને ચાહવું...
પ્રેમ એટલે ...આખી દુનિયા સાથે હોય છતાં અેનુ ના
હોવુ, ખાલીપો લાગવો...
પ્રેમ એટલે ...બધા શબ્દો છેલ્લે એના નામમા ભળી
જવા,
પ્રેમ એટલે ...કોઇના મૌનમાં પણ વાત સમજી જવી..!
પ્રેમ એટલે ...કુરબાની કોઈ માટે
પ્રેમ એટલે ....નિસ્વાર્થ વરસતો પ્રેમને માત્ર પ્રેમ...!

રીયા : નસીબદાર હશે, જેને તારો પ્રેમ મળશે..!

મનન : નસીબદાર તો એ પણ હશે,જેની પર તું આખી
દુનિયાનો પ્રેમ વરસાવીશ...!
રીયા : બસ, મારે અાવી જ ગયુ, ફરી મળીશું...!
મનન (પાછળ જતા જતા) : તારો મોબાઈલ નંબર?
રીયા બસ માંથી ઉતરીને : 8..2..3...8...4..5..0..6..2
( રીયાના ગયા પછી ખબર પડે છે કે નંબર તો એક ઘટે છે)

રીયા બે દિવસ બરખાની ઘરે રહે છે અને ફરી કોલેજ આવી જાય છે..!
મનન પણ એ જ દિવસે આાવી જાય છે...!
કોલેજ દરમિયાન ફરી પુસ્તકાલયમાં મળે છે... !

મનન : હાય, કેમ છો રીયા, મળીયે ચાર વાગ્યે...!
રીયા : ખૂબ જ સરસ, હા જોઇએ..!

( ચાર વાગ્યે મનન રીયાની રાહ જોતો હોય છે...)
રીયા : ચાલ, આવી ગઈ, કેમ છે તને, કેવા રહ્યાં બે દિવસ?
મનન : સારુ છે, ખૂબ જ સરસ... પણ ચિંતા પણ છે...!
ઘરેથી લગ્ન માટે કહે છે... યા તો હું શોધુ, નહિ તો
ઘરવાળા શોધશે....!
રીયા હસ્તા હસ્તા : કરી લે, તને તો મળી રહેશે...!
મનન : તો શું તું કરીશ લગ્ન મારી સાથે?
રીયા : શું?
મનન : મને તું ગમે છે, મારી સારી દોસ્ત છે, તારી સાથે હું
બધી જ વાતો કરી શકું છું, અને જીવનભર ખુશ
રાખીશ તને,
બાકી મને પ્રપોશ કરતા તો નહી આવડતું...!
રીયા : મળી રેહશે તને મારાથી સારી...
મનન : હા, મળશે, પણ તુ જ એ હોય તો બીજુ કોઈ નહી
જોઈએ, તને હું પસંદ નહિ?
રીયા : ના, એવુ કયાં કીધુ? તું સૌથી બેસ્ટ જ છે...!
મનન : તો હા કે ના?
રીયા : હા, મનન

(બંને એકબીજાને ખૂબ ચાહવા લાગે છે, એકબીજા ખુશ હોય છે સાથે,
રીયા દીદીમા ને આવતી રજામાં મળવા જાય ઘરે ત્યારે કહેવાની જ હોય છે મનન વિશે....! )

એક દિવસ મનન અને રીયા વાતો કરતા હોય છે ત્યારે બરખાનો ફોન રીયા પર આવે છે, ને રીયાને કહે છે
તારા જીજુ ફેકટરીમાં આગ લાગવાને કારણે મૃત્યુ પામ્યાં...

રીયા દીદીમા ઘરે જાય છે...

થોડા દિવસ પછી બરખાને ચકકર આવતા પડી જાય છે,

દવાખાને જઈ ખબર પડે છે, દીદીમા પ્રેગનેટ છે...
બરખા રડયા જ કરે છે..... સાત થી આઠ દિવસ થઇ જાય પણ બરખા રડયા જ કરે છે.....!

બીજી બાજુ મનન ને ચિંતા થતી હોય છે.....!
રીયા મનનને મળવા બોલાવે છે અને કહે છે
" તું મને ચાહે છે ને? તો હું માંગુ એ આપીશ? "
મનન : બોલ, શું જોઇએ છે?
રીયા : "તું મારી દાદીમાં સાથે લગ્ન કરી લે, એ પ્રેગનેટ છે અને
હું એની આ હાલત નહિ જોઈ શકતી...
કોઈ ઓપશન નહિ બીજો "
મનન : ના, હું તને ચાહું છું.... મારાથી નહિ થાય એ...!

રીયા : પ્લીઝ,મારી દીદીમા ને આમાથી બહાર કાઢવા માટેનો
આ જ ઉપાય છે...!
હું વચન આપુ છું તને, આ હદય હંમેશાં તારુ જ રહેશે,
બીજા કોઈનું નહિ થશે,હું જીવનભર તારો ઉપકાર
માનીશ, તું માની જા પ્લીઝ...!
મનન : રીયા, તું શા માટે આવુ કરે છે, તને ખબર છે તારી ખુશમાં જ મારી ખુશી છે?

રીયા : જેને મારા માટે એટલુ બધુ કર્યુ બાળપણ થી એના માટે હું મારી ખુશી તો કુરબાન કરી જ શકુ....!
મનન : રીયા, સમજુ છું પણ તારી અને મારી જિંદગીનો સવાલ છે...!
(રીયા મનન ને બોવ જ મનાવે છે...! )


( મનન શું માની જશે, બરખા અને મનનના લગ્ન થશે? ,રીયાનું શું થશે?)

( આગળની વાર્તા ભાગ -4 મા)

- "બિની"

બીજા રસપ્રદ વિકલ્પો