પત્રયુગ Maitri Barbhaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પત્રયુગ

'જૂનુ એટલું સોનું'!
આપણા વડીલો કેેેેટલા દૂરંદેશી હતા.એમણે જ્યારે આ કહેવત આપી ત્યારે તેમને ખબર હશે કે આધુનિક યુગ આવશે અને ત્યારે આ કહેવત બહુ ઉપયોગી નીવડશે કારણ કે સમયતો પરિવર્તનશીલ છે.ખરેખર પત્રોનો જમાનો એક સોનેરી યુુગ હતો.

પહેલા દૂરસંચારના સંસાધનનો આટલો વિકાસ ન હોતો થયો.પત્રનુ ચલણ તો અસ્તિત્વ ઘણું મોડું આવ્યું.જ્યારે માનવ પ્રજાતિ ગૂફામા રહેતી ત્યારે ચિત્રો કે બીજી કલા-કૃતિ અથવા આકૃતિ દ્વારા પણ વાતચીત તો સંભવ હતી પણ આની પહેલાં પણ વાતચીતનું એક સરળ માધ્યમ હતું કથાનક! આપણા ઋષિમુનિઓ કથા કહેતા ત્યારબાદ તેમણે તેમનું જ્ઞાન પર્ણ(પાંદડા)પર લખીને વ્યક્ત કર્યું પછી જેમ વિકાસ થતો ગયો તેમ દૂરસંચારના સંસાધનો વધતા ગયા અને તેના માધ્યમ વધારે સારા થતાં ગયા.એક એવો પણ જમાનો હતો જ્યાં આપણી ભાવના વ્યક્ત કરવા કબૂતરનો ઉપયોગ થતો.તે અર્વાચીન ટપાલી હતું કારણ કે વિકાસની સાથે પત્ર તો લખાતા થયાં પણ તેને મોકલનાર કોઈ ન હતું.આથી કબૂતરને ટપાલી બનાવ્યું અને બિરૂદ આપ્યું તેને શાંતિદૂતનું.

આ પત્રયુગથી નવી પેઢી વંચિત રહી ગ‌ઈ અને આવી કેટલીય રોમાંચક વાતો છે જે આધુનિક પેઢીએ ક્યારેય જોઈ જ નથી અને જ્યારે આવી જ કોઈ વાત તેમના માતા-પિતા પાસેથી સાંભળવા મળે છે ત્યારે તેમને બહુ તાજ્જુબ થાય છે અને એમાંની એક વાત છે આ પત્રોની!

જ્યારે પત્રો લખવાનો એક આખો અલગ અને રોમાંચક યુગ હતો ત્યારે સંબંધોમાં પણ એવું ઘણું બધું હતું જે આજના સંબંધમાં પ્રયાસ કરવા છતાં એ જોવા નથી મળતું.પત્રયુગ આપણને ઘણું બધું શીખવાડીને ગયું.પત્ર આપણને ધીરજવાન બનતા શીખવતા કારણ કે યાતાયાતના આટલા સંસાધન ન હોવાથી પત્ર પહોંચતા કે મળતા ઘણો સમય લાગી જતો અને આપણે કાયમ પત્રની જ રાહ જોઈ બેસી રહેતા.જ્યારે ઘરે ટપાલી આવે ત્યારે તેને જોઈ એક અલગ જ પ્રકારના આનંદની અનુભૂતિ થતી.પત્રની સાથે આપણને વ્યક્તિની રાહ જોવાની પણ આદત પડી ગઈ હતી આથી કોઈ આવાનું હોય આપણા ઘરે ત્યારે તેમની રાહ આતુરતાપૂર્વક જોઈ શકતાં.

હવે બધું આંગળીના ટેરવે આવી ગયું છે, આખું વિશ્વ આંગળીના ટેરવે ચાલતું થ‌ઈ ગયું છે.બસ એક ક્લિક કરો અને આપણો MSG જે તે વ્યક્તિને પહોંચી જાય અને એટલે જ હવે જ્યારે કોોને મળવા જવાનું હોય અને કોઈ વ્યક્તિ સમયસર ન આવે ત્યારે આપણને અકળામણ થ‌ઈ આવે છે કારણ કે હવે આપણને બધું કામ ઝડપી જોઈએ છે અને એટલે જ રાહ જોવાની ટેવ પણ નથી રહી.

પત્ર પ્રેમીઓ માટે બહુ મહત્વનો ભાગ ભજવી ગયો.જ્યારે પ્રેમીઓ વચ્ચે પ્રેમપત્રો લખાતા ત્યારે બંને પક્ષે પ્રેમપત્રની ઉત્સુકતા સરખી જ હોય અને પછી જ્યારે કોઈ એક પાત્રનો પત્ર આવે એટલે તેને વાંચવાની એક અનોખી જ તાલાવેલી હતી.ક્યારેક એ સાચવેલા પત્રો કેટલીયવાર તેની જ યાદમાં એકાંતમાં બેસીને વાંચતા અને તેની હાજરીનો અનુભવ કરતા.પત્ર આપણા જ સંબંધી,આપણી જ કોઈ વ્યક્તિને લખાતો માટે પ્રેમ,સંવેદના,હર્ષ બધું જળવાઈ રહેતું હતું અને સંબંધમાં ઉષ્મા પણ હતી.

હવે આ પત્ર લખવાની જગ્યા Emailએ લ‌ઈ લીધી છે અને બીજી ઘણી આધુનિક ટેકનોલોજી છે જેને પત્રની જગ્યા બદલી નાખી છે.હવે પત્ર લખાતા નથી હવે તે Type થાય છે માટે સંંબંધમા ઉષ્મા રહી નથી.આ ટેકનોલોજીના માધ્યમથી જેેેને ક્યારેય મળ્યા ન હોઈએ તે વ્યક્તિઓ સાથે વાત કરીએ છીએ અને આપણો પ્રેમ,સ્નેહ ત્યાં લૂંંટાવીી દ‌ઈએ છીએ માટે જ આપણી વ્યક્તિ માટે, આપણા સંબંંધ માટે પ્રેમ ઓછો પડી જાય છે.બસ હવે આ કોસો દૂર રહીને ક્યાં સુધી અજાણી વ્યક્તિ સાથે વાત કરીને મન મનાવ્યા કરશું, જે અજાણી વ્યક્તિ સાથે વાત કરીને દિલને ભલે સારું લાગતું હોય પણ આપણે એકલા છીએ અને આવું એટલા માટે છે કારણ કે આપણે આપણા જ લોકો સાથે વાત કરવાનું ટાળીએ છીએ.આપણા લોકો સાથે ક્યારેય પણ એકલતા અનુભવાતી નથી.

ON THIS NOTE: સંબંધને હવે પહેલા જેવો બનાવવા,
હવે પત્રયુગનુ ફરવું પરત લાગે છે જરૂરી!