કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - ૪ Chandni Ramanandi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - ૪

મારા પપ્પા અને વિમલભાઈ શક્તિ બા ની જાણ બહાર એક હોટલમાં મળ્યાં ત્યારે મને છઠ્ઠો મહિનો જતો હતો... એ લોકો મળ્યાં ત્યારે પપ્પાએ એને ઘણું સમજાવ્યાં... પરંતુ વિમલ એ પપ્પાને જણાવ્યું કે એણે બીજા લગ્ન કરી લીધાં છે એની બીજી પત્ની સુમિતા શકિતબા ની પસંદ છે..હવે રમીલા સાથે એને કોઈ સબંધ નથી.. પરંતુ એ પોતાની જવાબદારી નિભાવશે એ દર મહિને રમીલા અને એની આવનારી સંતાન માટે શકિતબા ની જાણ બહાર અમુક રૂપિયા મોકલશે. મારા પિતાએ એની એ વાતનો અસ્વીકાર કર્યો અને પાછા આવી ગયાં અને મને સમજાવી..
"જે પુરુષ તારા ઘર છોડીને ગયા નાં બે જ દિવસમાં માતાના કહેવાથી બીજા લગ્ન કરીને સબંધ બાંધી શકે તે પુરુષ માટે પ્રેમ કઈ રીતે હોય?"

"હું પણ એને ધિક્કારવાના અનેક પ્રયત્નો કરતી પરંતુ આખરે સ્ત્રી છું એમણે ભલે મને એમની માં ના કહેવાથી પ્રેમ કર્યો હોય પરંતુ મેં એમને સ્વીકાર્યા હતાં એમને એ જેવા છે તેવા" રમીલા ની આંખો સાવ કોરી હતી...

"જે માણસ ને મને પપ્પા કહેતા પણ શરમ આવે છે એવા માણસને તું આજે પણ પ્રેમ કરે છે?" ખનક એ નવાઈ સાથે પૂછ્યું.

"નથી કરવો પરંતુ કરું છું" માં ની આંખોમાં ખનક ને એટલી તો શ્રદ્ધા દેખાય કે માધવ સાથે થયેલી આખરી મુલાકાત યાદ આવી ગઈ એને પણ માધવ માટે આટલી જ શ્રદ્ધા હતી.

"તારા પપ્પા આપણને જોવા પણ નથી આવ્યાં ત્યાર પછી એટલે કહું છું તુું તારા મન પર બોજ નહીં રાખ હું જે માણસને પ્રેમ કરું છું એ માણસને ધિક્કારવા નો તને સંપૂર્ણ અધિકાર છે" રમીલા એ ખનક ની આંખો માં જોતા કહ્યું.

"હું ધિક્કારુ જ છું એ માણસ ને" ખનક ની આંખો માં નફરત સાફ દેખાતી હતી એણે આગળ કહ્યું "મને જ્યારે ખબર પડી કે મારો જન્મ થયો એટલે પપ્પાએ તને છોડી દીધી તો હું મારી જાતને નફરત કરવાં લાગી હતી માં... પણ આખી વાત જાણી ને સમજાયું કે એ માણસ મારો બાપ અને તારો પતિ થવાને લાયક જ ન હતો"

"બસ ચાલ હવે તારા મનનો બોજ હળવો થયો હવે મને એ કહે કે માધવ વાળું શું ચાલે છે?"

"માં" ખનક આશ્ચર્યથી માં સામે જોઈ રહી.

"આખા ગામને ખબર છે કે તમે બે એકબીજાને ચાહો છો મારા સુધી આ વાત પહોંચેલી જ અને મેં તને ત્રણ ચાર વાર માધવ થી દૂર રહેવાની સલાહ પણ આપેલી પરંતુ તું.."

"મમ્મી હું એને ખૂબ જાઉં છું એના વગર જીવવું અશક્ય છે" ખનટ એ રમીલાની આંખોમાં જોતાં.

"પુરુષોનો વધારે પડતો વિશ્વાસ કરીશ તો મારાં જેવા દિવસો જોવાં પડશે... અને એ તો ચાલી ગયો... તને છોડીને કોઈને કીધાં વગર" રમીલા એ સંભળાવતી હોય એ રીતે કહ્યું.

"મારી ઈચ્છા પૂછીને જ ગયો છે અને પપ્પા જેવો નથી મારો માધવ... અમે બંને એકબીજાને ખૂબ ચાહ્યે છે અને એ પણ પાછો આવશે"

"પાગલપણા માંથી બહાર આવ છોકરી... હજુ તું એટલી સમજદાર પણ નથી થઈ... તને હમણાં પ્યાર ને બધું દેખાય છે જીવવાનું આવશે ને તો પ્યાર હવામાં ઓગળી જશે બધો.." રમીલા એ કડક શબ્દોમાં કહ્યું.

"માં, તું આ વાત નહીં કર... માધવ પાછો આવશે.. તું એને મળજે પછી આપણે વાત કરીશું" ખનકે માં ને શાંત પાડતાં કહ્યું.

"ક્યારે આવે છે પાછો?" માં નો આ સવાલ સાંભળી ખનક ની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.

"ખબર નથી પરંતુ આવશે એટલું જરૂર જાણું છું" મક્કમતાથી ખનક એ કહ્યું.

"ચાલો ત્યારે જે માણસ પાછો આવશે કે નહીં એ પણ તને કહીને નથી ગયો એવા માણસ પાછળ ગાંડા કાઢે છે" રમીલા એ માથું પકડી લીધું...

"પ્રેમ કરું છું.. વિશ્વાસ છે.. એ પાછો આવશે"‌‌ ખનક ની આંખો માં રમીલા ને એજ શ્રધ્ધા દેખાય જે એની આંખો માં વિમલ માટે હતી...

"જોઈશું મારા જીવતે જીવ આવે તો સારું"

"માં.." ખનક ગુસ્સે થઈ ગઈ.

"હાસ્તો હું બે વર્ષ રાહ જોઇશ ખનક.. એ નહિં આવે તો હું તને સારી જગ્યા જોઈને પરણાવી દઈશ સમજી" રમીલા એ પોતાનો નિર્ણય જણાવ્યો.

"માં, પ્લીઝ હું માધવ સિવાય કોઈ સાથે નહિ પરણું" ખનક એ પણ‌ પોતાનો નિર્ણય જણાવતાં કહ્યું.

"બે વર્ષ પછી આ જવાબ આપજે ત્યારે માનીશ.. હું પણ જોવ છું બે વર્ષ માં તારો વિશ્ર્વાસ કેટલો ટકે છે" રમીલા એ છણકો કરતાં કહ્યું.

"જોઈ લેજે" ખનક ઉઠી અને બાથરૂમ તરફ નાહવા માટે જવા લાગી.

"આ છોકરીને જોઈને બીક લાગે છે મારા જેવી જિંદગી થઇ જશે આની... હું આવું નહીં થવા દઉ.. જલ્દીથી જલ્દી આના મગજ માંથી માધવ નું ભૂત ઉતારું છું" રમીલા એ વિચાર્યું.

* * * * * *

રાતે 10:00 વાગ્યે આખાં મુંબઈ શહેરમાં જાણે સવાર થઈ હોય એવું લાગતું હતું... બધાં નોકરી ધંધા એ થી આવીને શનિવારની રાત પરિવાર અને દોસ્તો સાથે ગાળવા માટે તૈયાર થઈને મુંબઈના રસ્તા પર ફરી રહ્યાં હતાં.. કોઈ ડિસ્કો માં જઈ રહ્યું હતું.. તો કોઈ જમવા માટે હોટલો માં.. કોઈ જુહૂના દરિયાકિનારે બેઠું હતું... તો કોઈ મરીનડ્રાઈવ પર ચાલવા નીકળ્યું હતું... આખું મુંબઈ પ્રકાશિત થઇ ને ઝળહળી રહ્યું હતું... જૂહુ નાં દરિયા કિનારાનો દ્રશ્ય તો રાતે 10:00 વાગ્યે પણ 5:00 જેવો હતું... લોકો થી ભરપુર દરિયા કિનારે જાતજાતની ખાવાંપીવાની લારીયો હતી.. વસ્તુઓ વેચતા ફેરિયાઓ ફરતા હતાં... પરિવારો સાથે ફરવા આવેલ નાના બાળકો...તો દુનિયા થી દૂર પથ્થરો પર અંધારા માં બેસેલા પ્રેમીઓ... બધાં પોતપોતાની રીતે મોજ કરતાં હતાં... પરંતુ છેક દરિયા ની નજીક લોકોથી દૂર એક છોકરો દરિયા તરફ નજર રાખી ને ઊભો હતો...

પહોળા ખભા... સામાન્ય છોકરા કરતાં થોડો ઊંચો અને કોઈ છોકરા ની આંખો માં જોવાં ન મળે એવું ભોળપણ એની આંખો માં હતું.. એના વાળ હવા માં ઊડી રહ્યાં હતાં.. એ દૂર દરિયા ની આરપાર જોતો હોય એવી રીતે એકધારું દરિયા તરફ જોઈ રહ્યોં હતો... એ માધવ હતોં...

[ રમીલા ખનક ને માધવ થી દૂર કરવા શું કરશે? શું માં સામે ખનક હાર માની લેશે? માધવ મુંબઈ શહેર માં શું કરતો હતો? જાણો આવતાં ભાગ માં ]