"માધવ તું આમ જ જતો રહીશ? હું શું કરીશ અહીં તારા વગર?" ખનક ખખૂબ જ કરગરી રહીં હતી એ છોકરા સામે જેને એ માધવ કહેતી હતી.
પેલા છોકરાએ એના બે હાથ ખનક ગાલ પર મૂક્યા અને એની આંખોમાં જોઈ રહ્યોં.. ખનક ની આંખો વહી રહી હતી અને એ છોકરો લાચારી થી જોઈ રહ્યોં...
"ખનક.. હું તને છોડીને નથી જતો.. જય પણ નહીં શકું તું છે તો હું છું ગમે ત્યાં જઈશ મારો એક હિસ્સો તો અહીં મુકી ને જઈશ ને ખનક...પરંતુ હમણાં જવું જરૂરી છે.. હું પાછો ફરીશ તારા માટે અને મને તારા પર વિશ્વાસ છે કે તું મારી રાહ જોશે ભલે ગમે તેટલા વર્ષો વીતી જાય... પણ હું આવીશ અને તારા ઉપર મારો જે આ વિશ્વાસ છે ને એને લીધે જ આજે અહીં મૂકીને જવાની હિંમત કરું છું"
ખનક જોઈ રહી માધવ ની આંખોમાં એ સત્ય બોલતો હતો છેલ્લા બે વર્ષથી એક એવો દિવસ ન હતો કે માધવ અને ખનક ન મળતાં... ગમે તેવી પરિસ્થિતિમાં પણ એક વાર મળવા નો વણલખ્યો નિયમ હતો એમની જિંદગી નો...
"ખનક, તુ આવી રીતે રોકશે તો હું નહિં જાવ અને જઈશ નહિં તો મારી અંદર હંમેશા અફસોસ રહેશે.. હું તારી સાથે રહીને પણ તારી પાસે નહિં હોવ તને આવો અધૂરો માધવ ચાલશે?"
"એવું તે શું શોધવા જાય છે માધવ.. કે તને મારાં થી દૂર રહેવું પડે??" છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખનક અને માધવ ની વચ્ચે આજ રીત નો સંવાદ થતો હતો.. માધવ નું જવાનું નક્કી હતું પરંતુ આજે જવાનો સમય પણ નક્કી થઈ ગયો.. માધવ ખનક ને પૂરી વાત જણાવવા માંગતો ન હતો.. એ ક્યાં અને શું કામ જાય છે એ વાત એણે ખનક થી છુપાવી હતી.. અને ખનક કે હજારો વાર એને એ વાત પૂછી હતી પણ... આજનાં સંવાદ માં ખનક માધવ પાસે જાણે પોતાની જિંદગી માંગતી હતી.. એની આંખોમાં જેટલા પ્રશ્નો હતાં... એ માધવ સમજી શકતો હતો પરંતુ ઈચ્છા કહો કે મજબૂરી માધવ ખનક ને આ વાત થી દુર રાખવા માંગતો હતો..
"ખનક, મારી વાત ધ્યાનથી સાંભળ અને બની શકે તો સમજવાનો પ્રયત્ન કરજે... હું તને છોડીને નથી જતો પણ હું ક્યારે પાછો આવીશ એ પણ નક્કી નહીં કહી શકું તને.. હું તને ખૂબ જ ચાહું છું તારા વગર જીવવું અશક્ય છે મારા માટે પરંતુ મારે જવું પડશે... હું તારી પાસે કોઈ વચન નહિં માંગું તું પહેલે થી આઝાદ છે અને આઝાદ જ રહીશ... જો હું પાછો નહિં આવ તો તું તારી જિંદગી જીવી લે જે બાંધીને નથી જતો તને"
આટલું બોલતા બોલતા તો જાણે માધવને થાક લાગતો હોય.. એમ એ અટકી ગયો નજર નીચી કરી.. થૂંક ગળે ઉતારી સાથે જ ગળામાં અટવાયેલો ડૂમો પાછો ધકેલી... ખનક ની નજીક જઈ એનો હાથ જોરથી દબાવી ને એની આંખોમાં જોઇને બોલ્યો... "છતાં તારાં ઉપર પૂરતો વિશ્વાસ છે કે તું મારી રાહ જોશે જ અને આ વિશ્વાસ પર જવાની હિંમત કરું છું"
ખનક વળગી પડી માધવ ને.. જાણે આખેઆખો પોતાની અંદર સમાવી લેવા માંગતી હોય એમ જોરથી વળગીને રડી પડી... માધવ પણ કયાર નો ભરી રાખેલો ડૂમો બહાર કાઢતો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યો.. બંને જણા મંદિર માં ઊભા છે એ ભૂલીને એકબીજાને પોતાની અંદર સમાવી લેવા માંગતા હોય એવી રીતે વળીને ઊભા હતાં..
થોડી ક્ષણો પછી જગ્યા નું ભાન થતાં માધવ એ ખનક ને ધીરે થી દૂર ધકેલી અને એનાં ગાલ પર હળવું ચુંબન કરીને કહ્યું... "હવે હું જાઉં છું રાત્રે ૮ વાગ્યા ની બસ છે પરંતુ તું ત્યાં નહીં આવે એવું હું ઇચ્છુ છું તને જોઈને જવાની હિંમત નહીં રહે અને જવાનું ખૂબ જરૂરી છે.. તો આપણે હવે ક્યારે મળીશું એ નહીં કહું... પરંતુ હું પાછો જરૂર આવીશ ફક્ત અને ફક્ત તારા માટે"
ખનક અખંડ સાથે માધવ ના હાથ જે પોતાના ગાલ પર હતાં એનાં પર પોતાના હાથ મુક્યાં ને દબાવતા કહ્યું.." હું હંમેશા રાહ જોઇશ તારી.. મરું ત્યાં સુધી.. મારાં બધા પ્રશ્નોનાં જવાબ આપવા પણ તારે આવવું પડશે.. તારા ગયા પછી જેટલી રાતો હું તરફડીશ એ રાતોના ઉજાગરા માટે માફી માંગવા પણ તારે આવવું પડશે.. આજે કશું નહીં પૂછું તને પાછો આવીશ ત્યારે જવાબો આપવાની તૈયારી સાથે આવજે..બસ ડેપો પર મુકવા પણ નહીં આવ અને તું એટલું હંમેશા યાદ રાખજે કે તું જે અધુરો હિસ્સો શોધવાં જાય છે ત્યાં પણ હું તને અધુરો જ મોકલું છું કારણકે તારો એક હિસ્સો હું રાખું છું"
"આઇ લવ યુ ખનક" આટલું કહી.. માધવ એ આંખો બંધ કરી અને પાછળ ફરી જવા લાગ્યો.. એની ચાલમાં અજબ જેવી દ્રઢતા હતી... ખનક ત્યાં જ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી..
*****
ઘંટી નો અવાજ બંધ થતાં ખનક પોતાની તંદ્રા માંથી જાગી પરંતુ જે યાદ આવી ગયું એની અસર એના શરીર અને આંખોમાંથી વહી રહેલાં આંસુ સાથે સ્પષ્ટ હતું કે એ કેટલી તરફડતી હતી..એણે માથું બે પગ વચ્ચે મૂકી દીધું થોડીક વાર માટે એમજ બેસુ રહી પછી જેવી ઊભી થવા જ જતી હતી ત્યાં તેની પાછળ થી રમીલા આવી અને એની બાજુ માં બેસી ગઈ..
"બેટા એ છોકરો તારા લાયક હતો જ નહીં.. મેં તને ઘણી વાર સમજાવ્યું પરંતુ.. તું એ મારી એક ના માની.. હવે જો કીધાં વગર પીછો છોડાવી ગયો ને તારો" રમીલા એ ખનક નાં ખભા પર હાથ મુક્યો..
"માં શું પપ્પા સાચે જ હું જન્મી એટલે તને છોડી ગયાં ?" ખનક એ જે નજર થી રમીલા સામે જોયું એ એનાથી સહન ન થઇ શકી.. રમીલા નીચું જોઈ ગઈ થોડી હિંમત ભેગી કરી અને ખનક સામે જોઇને કહેવા લાગ્યું.
"તારા પપ્પા વિમલભાઈ મહેતા અને એમના મમ્મી શક્તિ બા એટલે તારી દાદી આજથી ૨૪ વર્ષ પહેલાં મને જોવા આ જ ઘરમાં આવેલા ત્યારે હું માત્ર 19 વર્ષની હતી તારાથી પણ નાની અને નાદાન પરંતુ એટલું સમજી શકી હતી મારાં બાપને મારાં લગ્નને બહુ ચિંતા હતી"
રમીલા એ ઊંડો નિશ્વાસ નાખ્યો ને ખનક નાં માથે હાથ ફેરવ્યો જાણે વિચારતી હોય આગળ કહેવું કે નહિ પછી આંખો બંધ કરી અને શ્વાસ છોડ્યો... જાણે નક્કી કર્યું હોય સાચ્ચું જ કહેવાનું એમ આગળ કહ્યું...
[એવુ કયું કારણ હતું કે જેના લીધે માધવ એ ખનક થી દૂર જવું પડ્યું? ખનક નાં પિતા કયા કારણથી એને અને રમીલા ને છોડી ગયાં? હવે ખનક ની જીંદગી શું વળાંક લેશે? જાણો આવતાં ભાગ માં]