કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - 5 Chandni Ramanandi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુષ્ણા- પ્રેમ ને પામવાની તરસ - 5

[ આગળના ભાગ માં જોયું કે રમીલા ખનક ને જણાવે છે કે વિમલભાઈ બીજા લગ્ન કરી લીધાં હોય છે... ત્યારબાદ એ કોઈ દિવસ ખનક ને જોવા પણ નથી આવ્યા. ખનક આખી વાત જાણી ને પોતાના પિતા ને વધુ નફરત કરવા લાગે છે. રમીલા ખનક ને જણાવે છે કે એ બે વર્ષ માધવ ની રાહ જોશે.. જો એ ન આવ્યો તો પોતે ખનક ને પરણાવી દેશે.. ખનક રમીલા ને જણાવે છે કે માધવ સિવાય એ કોઈ સાથે ન પરણે... આ બાજુ માધવ મુંબઈ ના દરિયા કિનારે ઊભો હોય છે હવે આગળ ]

એ દૂર દરિયા ની આરપાર જોતો હોઈ એવી રીતે એકધારું દરિયા તરફ જોઈ રહ્યોં હતો.. હા, એ માધવ હતો.

એના હાથમાં એક કવર હતું જે હવા માં અવાજ કરતું ફરી રહ્યું હતું. માધવ એ એના હાથમાં પકડેલા કવર તરફ જોયું એની આંખો માંથી આંસુ નું એક ટીપું એના ગાલ ઉપર સરી પડ્યું... પછી એણે એ આંસુ એક હાથ થી લુછતા ઊંડો શ્ર્વાસ લીધો અને રેતી માં નીચે બેસી ગયો. કવર ને બંને હાથો માં પકડી ને એકધારું જોવા લાગ્યો.

કવર ની ઉપર એને એક ચેહરો દેખાવા લાગ્યો.. ખૂબ જ માસૂમ હસતો.. જીંદગી થી ભરપૂર એ કોઈ છોકરી નો ચહેરો હતો. એ છોકરી જાણે માધવ સામે જોઈ ને એને ચીડવતી હતી અને પછી ખડખડાટ હસતી હતી..જાણે એને કહેતી હતી "કેમ, યાદ આવે છે ને મારી?"

માધવ કવર સામે જોતો જ જાણે છ વર્ષ પાછળ જતો રહ્યો જ્યારે એ બાર માં ધોરણ માં ભણતો હતો ત્યાર નો એક દિવસ જે દિવસે એની અને એના પરિવાર ની તમામ ખુશી જતી રહેલી.. જે દિવસ થી એનું આખું ઘર સૂનુ થઈ ગયેલું... એ એને યાદ આવવા લાગ્યું...

***

છ વર્ષ પહેલાં

સવાર નાં 7 વાગ્યાનો સમય હતો. માધવ હજુ સૂતો હતો... રોજ ની જેમ જ ઘર માં મમ્મી ની બૂમાબૂમ સંભળાય રહી હતી. પપ્પા તો કયારના ખેતરે જવા નીકળી ગયા હતાં.. આખા ઘર માં માધવ જ માત્ર એવો હતો જે હજુ આગળ નાં રૂમ માં ભર ઉંઘ માં સૂતો હતો. એટલી ભર ઉંઘ હતી કે મમ્મી ની બૂમાબૂમ ની પણ કોઈ અસર માધવ પર થતી ન હતી..

અચાનક એક 17 વર્ષ ની લાગતી છોકરી માધવ પાસે આવી અને ગ્લાસ ભરી ને પાણી માધવ ઉપર ધોળી દીધું.. માધવ ગભરાઈ ને ઊભો થઈ ગયો સામે પેલી છોકરી બેફિકરાઈ થી માધવ સામે જોઈ ને હસતી હતી..

"આજે તો ગઈ તું મારાં ઉપર પાણી નાખીને હસે છે પાછી.." માધવ એ ગુસ્સામાં તક્યુ લઈ ને એ છોકરી નાં મોઢાં પર મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ છોકરી તક્યુ પોતાનાં હાથમાં પકડી લીધું..

"મમ્મી, આ જો ભાઈ મને મારે છે" એ છોકરી એ ઘંટડી જેવો મીઠો ટહુકો કરતાં પોતાની માતા સરિતા ને બૂમ પાડી..

સરિતા જે માધવ અને એ છોકરી ની માતા હતી તે રૂમાલ થી હાથ લૂછતા રસોડા માંથી આવી અને માધવ સામે જોયું પછી પેલી છોકરી પાસે આવી અને એનાં કાન પકડાતાં કહ્યું..
"જુઠ્ઠં બોલે છે... જ્યારથી તને આ નવી સ્કૂલ માં દાખલ કરી છે ને ત્યાર થી સાવ બગડી ગઈ છે તું... ભાઈ ને કેમ જગાડીયો તે? અને કોઈ આવી રીતે પાણી નાખી ને જગાડતુ હશે..."

પેલી છોકરી રમતિયાળ નજર થી માતા સરિતા અને ભાઈ માધવ સામે જોઈ રહી.. પછી ફરી લડકા થતાં કહ્યું...
" રોજ રોજ આને ભાન નથી થતું વહેલું ઉઠવાનું... મને સ્કૂલ મૂકવા આવવાનું હોય છે તો પણ સુઈ રે છે.. મારે મોડું થાય છે"

" માધવ તું આને જવા દે.. બાપા નાં લાડે સાવ બગાડી કાઢી છે.. ચાલ તું ઊભો થા અને નહાવા જા... હું તારે માટે ચા બનાવ છું" માતા ની વાત માની ને માધવ ઊભો થઈ બાથરૂમ તરફ જતો જ હતો કે પેલી છોકરી તરત બોલી..

" ચાલ.. ચાલ... જલ્દી જા.. મમ્મી નાં લાડે સાવ બગાડી મૂકીયો છે તને" અને મમ્મી તરફ જોઈ ને ખડખડાટ હસવા લાગી...

" મોસમ.... જા હું તને મૂકવા નથી આવતો.. બહુ હોશિયાર થઈ ગઈ છે ને તું... આજે એકલી જ જા..." માધવ ને સાચેજ
ગુસ્સો આવતો હતો.. એ નહાવા જવા ને બદલે પાછો ખાટલા પર આવી ને પડ્યો... પેલી છોકરી જેને એ મોસમ કહેતો હતો એ માધવ ને ગુસ્સો આવતા જોઈ વધું મસ્તી માં આવી ગઈ હોય એમ એની પાસે ગઈ..

" હા ભાઈ હા... હવે તો તમે મોટાં માણસ થઈ ગયા.. પરીક્ષા પૂરી શું થઈ... કોલેજ માં આવી જશો.. એટલે બહેન સામે હવે તો દાદાગીરી થઈ જ શકે... કેમ.."

માધવ ફરી ચીડવાયો "તું મહેરબાની કર મારાં ઉપર અને જા અહીં થી..."

"હા, હું તો હવે મોટી થઈ ને એક દિવસ જવાની જ છું તમને બધાને મૂકી ને... ત્યારે મારા વગર રેહજો એકલા" મોસમ પણ
ચીડવાતા બોલી...

" બહુ સારું થશે તો... મારી વહુ આવશે તેને તારો ત્રાસ ઓછો " માધવ એ બે હાથ જોડયા અને મોસમ ને પગે લાગતો હોય એમ કહ્યું " હવે જા.. એકલી સ્કૂલ જતાં શીખ મોટી થઈ ગઈ છે તું.. "

" સારું.. જા.. નહીં આવતો.. " મોસમ પણ ગુસ્સે થઈ ગઈ રસોડા પાસે ઊભી રહી ને ક્યારની બંને ની વાતો સાંભળી રહેલી સરિતા ને જોઈ ને ગુસ્સામાં જ કહ્યું..

" કર હજું લાડકો કર તારાં છોકરા ને બહેન ને મૂકવા આવા નાં પાડે છે એક ની એક બહેન છું... તો પણ મારું કોઈ માન નાથી આને.. જ્યારે આ ઘર માંથી જઈશ ને ત્યારે ભાન થશે.." પોતાનું બેગ ઉઠાવી ને મોસમ ઘર ની બહાર નીકળી ગઈ... પણ કોને ખબર હતી કે આજ પછી મોસમ એ લોકો ને જોવા જ ના મળશે ..

[ મોસમ સાથે શું થયેલું ? માધવ મુંબઈ શું કરતો હતો? એનાં હાથમાં જે કવર હતું એમાં શું હતું? જાણો આગળ નાં ભાગ માં]