કુષ્ણા ભાગ ૩ Chandni Ramanandi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુષ્ણા ભાગ ૩

રમીલા એ ઊંડો નિશ્વાસ નાખ્યો ને ખનક નાં માથે હાથ ફેરવ્યો જાણે વિચારતી હોય આગળ કહેવું કે નહિ પછી આંખો બંધ કરી અને શ્વાસ છોડ્યો... જાણે નક્કી કર્યું હોય સાચ્ચું જ કહેવાનું એમ આગળ કહ્યું...

"તારાં પપ્પા વકીલ હતાં અને સુરતમાં એમનું ઘર હતું અને સમાજમાં ખૂબ માન સન્માન હતું... એ દેખાવે થોડા સાવલા પરંતુ આંખો એટલી તો તેજસ્વી કે એમનાં પ્રભાવથી કોઈ પણ વ્યક્તિ અંજાઈ જાય.. વાત કરવામાં પણ એટલા જ પાવરધા કે કોઈ પણ વ્યક્તિ પાસે પોતાની વાત મનાવી જ લેતા.. એમનો સ્વભાવ ખૂબ સારો પરંતુ જડ હતો.." રમીલા જાણે નજર સામે વિમલભાઈ ને જોઈ રહી.. "મેં પપ્પા નાં કહેવા મુજબ લગ્ન માટે હા પાડી અને એમણે શક્તિ બા ના કહેવા થી મારી સાથે લગ્ન માટે હા પાડી... એ ઉંમરમાં પણ મારાં થી છ વરસ મોટા હતાં અને હજુ પણ લગ્ન પછી પહેલી વાર એ ઘરે ગઈ એ દિવસ યાદ છે... ત્યાર ના સમયે પણ પાંચ રૂમ રસોડું અને અગાસી ધરાવતું મોટું મકાન હતું એમનું"

"એમનું" શબ્દ પર અનાયાસે રમીલા થી ભાર મુકાય ગયો.. જે ખનક સમજી શકી અને તરત પૂછ્યું "એમનું?? તમારું ઘર હતું એ માં ....લગ્ન પછી જે એમનું એ બધું જ તમારું કહેવાય ને?"

"આપણો સમાજ તો એવું જ શીખવે છે.. પરંતુ હું કોઈ દિવસ એ ઘરને પોતાનું ઘર ન બનાવી શકી.. એ માત્ર ને માત્ર વિમલ અને શક્તિ બા નુ ઘર હતું" મારાં સસરા એટલે કે તારાં દાદાજી તો વિમલ દસ વર્ષનાં હતાં ત્યારે જ ગુજરી ગયેલાં... પતિના જવાથી શક્તિ બા ભાંગી પડવાને બદલે ઓર મજબૂત થઈ ગયેલા દીકરાને ભણવાથી લઈને પતિ નું કાજુ નું કારખાનું ચલાવવું અને સાથે ઘર ની તમામ જવાબદારી એકલે હાથે નિભાવી એટલે મારા જવાથી અજાણ 5 એમને ભય લાગવા માંડે નથી બનાવેલો ઘર અને દીકરો હું તૈયાર લઈ લઈશ તેથી એમણે પહેલા દિવસથી જ રહેવાનું પસંદ કરેલો એમની દ્વિધા થોડે ઘણે અંશે હું અને સમજતા હતા પરંતુ એ ભઈ ધીરે-ધીરે વિરોધમાં પલટાઈ ગયું " રમીલા એ અફસોસ સાથે કહ્યું..

"લગ્નની પહેલી જ રાતે એમને ખૂબ ચક્કર આવે છે એમ કહીને એમણે મને એમની જોડે સુવડાવી.." રમીલા એ થોડી નિરાશ થઈને આગળ ચલાવ્યું "જે રાત્રિનાં દરેક સ્ત્રી નાનપણથી સપનાં જોતી હોય એ આખી રાત મેં શક્તિ બા નું માથું દબાવતાં કાઢી અને વિમલ ને તો કશું બન્યું જ ન હોય એમ થોડીવાર માં પાસે બેસીને સુઈ ગયા રૂમમાં જઈને"

" દિવસ દરમિયાન પણ અમારી વચ્ચે કામ વગર કોઈ વાતો ન થતી્.. હા એ મને હંમેશા મને માન આપતાં હતાં... એમની એક પ્રેમભરી નજર માટે મેં શકિત બા નાં અનેક અન્યાયો રોજે રોજ સહન કર્યા હતાં... આખરે લગ્ન ને સાત મહિના વિત્યા ત્યારે શકિત બા એ એમની બહેન નાં દીકરા નાં લગ્નમાં મહેસાણા જવાનું થયું બે દિવસ માટે.. ત્યારે મને આશા જાગી કે આ બે દિવસ હું એમને ખૂબ પ્રેમ આપીશ અને મારાં બધાં સપનાં પૂરાં થવા લાગ્યા હતા.. અમે સાથે જમવા બેઠાં એમણે ખૂબ બધી વાતો કરી એ પહેલી વાર આમ મન ખોલીને વાતો કરતાં હતાં મારી સાથે.. મારા ખૂબ ખૂબ વખાણ કર્યા હતા... એ બે રાત્રી એમની સાથે એટલી સંપૂર્ણ ગઈ કે બાકીના સાત મહિના નું દુઃખ સાવ ભૂલાઈ જ ગયું"

"પપ્પા એટલા સારા હતાં?" ખનક એ પૂછ્યું.

"તારાં પપ્પા એક માણસ અને પુત્ર તરીકે ખૂબ સારા હતાં બસ પતિ તરીકે અને પિતા તરીકે પોતાની જવાબદારી ન નિભાવી શક્યાં.. એમનાં માટે પોતાની માં વધુ અગત્યની હતી કદાચ"

"એટલે" ખનકે સવાલ કર્યો..

"કંઈ નહીં તું આગળ સાંભળ શકિત બા નાં આવી ગયાં પછી પણ હવે એ મારી સાથે થોડા ખુલીને રહેવા લાગ્યાં હતાં.. એ વાત શક્તિ બા ની ચકોર નજર થી છાની‌ ન રહી.. એમણે મને એટલા તો કામ સોંપી દીધાં કે મને વિમલ માટે એક મિનિટનો પણ સમય નહતો મળતો... ત્રણ અઠવાડિયા પછી ખબર પડી કે હું ગર્ભવતી છું વિમલ તો ખૂબ ખુશ થયાં અને થોડે ઘણે અંશે પૌત્ર આવશે એમ વિચારીને શકિત બા પણ ખુશ થયાં માં અને દીકરા બંને ને દિકરો આવે એવી આશા હતી.. એવામાં ત્રણ મહિના ખૂશી થી પસાર થયાં હવે શકિત બા પણ મારું ધ્યાન રાખતાં હતાં... પરંતુ તેમ છતાં મારા મનમાં બીક હતી કે કદાચ દીકરી થઈ તો?"

"અને હું થઈ ગઈ એટલે બધું પતી ગયું... પપ્પા એ તમને છોડી દીધાં.. મારી સાથે કાઢી મુકી તને પણ.." ખનક ની આંખમાં આંસુ આવી ગયાં.

"ના તું નહિ હતી... ત્યારે મારાં પેટમાં તારી બહેન હતી" આ સાંભળી આશ્ચર્ય સાથે ખનક પોતાની માં તરફ જોવા લાગી.

રમીલા એ વાત આગળ ચલાવી "હા તારી બહેન ત્રણ મહિનાની હતી મારાં પેટમાં... ત્યારે ડૉક્ટરને બતાવવા ગયાં ત્યારે શક્તિ બા એ જાતિ પરીક્ષણ કરાવ્યું અને ખબર પડી કે છોકરી છે.. ત્યાર પછી શકિત બા એ કંઈ પણ વિચાર્યા વગર કે વિમલને જણાવ્યાં વગર મારું અબોર્સન કરાવી નાખ્યું"

"વોટ, એ પોતે સ્ત્રી થઈને આવું કઈ રીતે કરી શકે ? " ખનક એ ગુસ્સામાં કહ્યું.

"એટલું જ નહીં વિમલ ને એવું જણાવવામાં આવ્યું કે મેં શકિત બા અને વિમલની જાણ બહાર અબોર્સન કરાવી આવી એ પણ છોકરો હતો એમ ખબર પડી એટલે" રમીલાએ આંખમાં આવતાં આંસુ રોક્યાં..

"ઓહ માય ગોડ મમ્મા... તમે સાચું કેમ ન કીધું પપ્પાને?" ખનક આશ્ચર્યથી જોઈ રહી.

"તારા પપ્પાને શક્તિ બા સિવાય મારી વાત ન સંભળાય... એ પછી એમણે મારી સાથે વાત કરવાનું.. મારા હાથનું જમવાનું.. મારી સાથે એક રૂમમાં રહેવાનું.. પણ બંધ કરી દીધું.. ત્રણ વર્ષ પછી ખબર પડી કે શકિત બા ને કેન્સર છે અને હવે એ માત્ર એક વર્ષ કે એથીય ઓછું જીવશે... આ જાણ થતાં જ એમણે વિમલને હુકમ કર્યો.."

"વિમલ અહીંયા આવ બેટા" શક્તિ બા એ પોતાની જાતને એટલી લાચાર બતાવીને વિમલ ને પોતાના ખાટલા પાસે બોલાવ્યો.

"જી માં.." વિમલ એ પૂછ્યું.

"હવે મારી પાસે વધુ સમય નથી રહ્યો બેટા... એક ઇચ્છા હતી મારાં પૌત્ર ને જોવાની એ પૂરી નહીં કરે મારાં લાલ?"

"ઈચ્છા ક્યારની પૂરી થઈ શકી હોત પરંતુ આ રમીલા.."

"બસ હવે આવાં સમયે બધું ભૂલીને મને મારી આખરી ઈચ્છા પુરી કરી આપ તો હું શાંતિથી સ્વર્ગ સિધાવુ"

"હવે એ શક્ય નથી" વિમલ એ શબ્દોમાં કહ્યું.

"એક વાર જોઈ લે જો ના શક્ય બને તો બીજા લગ્ન કર અને આને રવાનાં કર" શકિત બા એ હુકમ કર્યો.

"માં શું બોલો છો?" વિમલ એ એમ ગમે તેવાં હશે.. પરંતુ સ્ત્રીનું સન્માન જાળવતા. એમની માં ની આવી વાત સાંભળીને એમને આશ્ચર્ય થયું.

"હા, હું મરવા પહેલાં પોતાનાં પૌત્ર ને એક વાર જોઈ લેવા માંગુ છું બસ" શક્તિ બા‌ એ પોતાનો નિર્ણય સંભળાવતાં કહ્યું.

"તે પછીની રાતો વિમલ મારી સાથે સુતાં.. તને કહેવું નાં જોઈએ પરંતુ મજબૂરી નો સબંધ હતો એ.. બે મહિના પછી ખબર પડી કે હું ફરીથી માં બનવાની છું પરંતુ ત્રણ મહિના પછી બા નાં હુકમ થી પાછું જાતિ પરીક્ષણ કરાયું... આ વખતે વિમલ પણ સાથે હતાં અને મને આશા હતી કે છોકરી છે એ જાણ્યાં પછી પણ એને અપનાવશે."

અને એવું જ થયું પણ હોસ્પિટલથી તો ખુશખુશાલ ઘરે આવ્યાં પરંતુ ડોક્ટર એ શક્તિ બા ને ફોન ઉપર બધું જણાવ્યું હોવાથી ઘરનાં ઓટલે જ શકિત બા ઊભા હતાં... જેવા અમે ગાડીમાંથી ઉતર્યા એટલે એમણે બૂમ પાડી..
" એ રમીલા.. આ ઘરમાં પગ નહી મુકતી હવે .."

"શું થયું માં? " વિમલ એ આગળ જઈને પૂછ્યું.

" મારી આખરી ઈચ્છા પોતાનાં પૌત્ર ને જોવાની છે.. મારે કે તારે માથે છોકરી ની જવાબદારી લેવાની નથી" બા નો ગુસ્સો એટલો વધું હતો કે વિમલ કશું પણ બોલી ના શક્યાં..

"મારી કપડાની બેગ બહાર લાખી દેવામાં આવી.. ભર બપોરે મને રસ્તા પર કાઢી મુકાય.. હું આશા ભરી નજર સાથે વિમલ તરફ જોતી ઊભી રહી પરંતુ એમણે ડ્રાઈવર ને મને મારા ઘરે સન્માન થી મૂકી આવવાનું જણાવી પોતાની માં સાથે ઘર માં જવાનું પસંદ કર્યું" રમીલા ની આંખો માં દુઃખ અને તડપ સાફ દેખાઈ રહી હતી.

"મારો પ્યાર, બલિદાન, લાગણી બધું ધોવાઈ ગયું દીકરી.. હું તને પણ ધિક્કારતી રહી.. પાલનપુર પહોંચતાં સુધીમાં તને પેટ માંથી કાઢીને ફેંકી દેવાથી લઈને આપઘાત સુધીનાં તમામ વિચારો કર્યા હતા મેં"

ખનક એ પહેલી વાર માં ની આંખો માં આટલી અકળામણ જોઈ હતી..

" ઘરે પહોંચતાં મેં પપ્પાને બધું જણાવ્યું પછી પપ્પાએ મને સમજાવી કે આખીયે વાત માં તારી સંતાન ની શું ભૂલ.. તું એને જન્મ આપજે... એ તારા લોહીમાંસ માંથી બનેલી ભગવાને દીધેલી ઢીંગલી છે દીકરા.. એને મારવાનો હક આપણને નથી"

"હું પપ્પા ની વાત સાથે સહમત હતી.. આખરે તું હતી તો મારી જ પોતાની દીકરી.. ત્રણ મહિના મારા પેટ રહેલી.. મેં પપ્પાને વિનંતી કરીને વિમલ ને સમજાવવા મોકલ્યાં... અને પપ્પા અને વિમલ શકિત બા ની‌ જાણ બહાર એક હોટલમાં મળ્યાં ત્યારે મને છઠ્ઠો મહિનો જતો હતો."

[ શું વિમલ રમીલા ને અપનાવશે? શું વિમલ ને શકિત બા ની હકીકત ખબર પડશે? પોતાના પિતા ની વાત જાણી ખનક પર શું અસર થશે? જાણો આગળ નાં ભાગ માં ]