જમીને કચરા પોતા, પ્લેટફોર્મ, વાસણ કરીને સાવ ફ્રી થઈ. કપડાં બદલાવી ફરી નાઈટડ્રેસ પહેર્યો. હાથમાં આજની રવીપૂર્તિ લઈને જાણીતા લેખકોના લાંબા લેખો વાંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં બહુ કાંઈ સમજાતું નહોતું. ફરીથી કંટાળો શરૂ થયો. બેડરૂમમાં સરસ લાલ રંગની બેડશીટ પાથરી, બધું વ્યવસ્થિત ગોઠવ્યું, રૂમ ફ્રેશનર કર્યું અને સૂતી. મોબાઈલમાં પણ વોટ્સ અપ સિવાય બહુ ખબર ના પડતી. યુટીબમાં વીડિયો જોતા છોકરીઓએ શીખવી દીધેલું. યુટીબમાં વિડિઓ જોવાના શરૂ કર્યા. ગીતો વગાડતા વગાડતા એક સરસ હિન્દી ગીત આવ્યું, વિડિઓ બહુ જ રોમેન્ટિક હતો, જોઈને જ કંઈક થવા માંડ્યું. ધીમે ધીમે શરીરમાં કંપારી છૂટવા માંડી. મારો હાથ ધીમે ધીમે નાઈટડ્રેસમાં ગયો, મેં નીચે કાંઈ જ નહોતું પહેર્યું. મારા અંગોને સ્પર્શ કર્યો. પણ પછીની જ ક્ષણે જાતને રોકી લીધી. મને એ દિવસો યાદ આવ્યાં જ્યારે જવાની ચડતી હતી.
ત્યારે હું હાઈસ્કૂલમાં હતી કદાચ. હજુ હાઈસ્કૂલ જવાનું શરૂ જ કરેલું. મને ભણવામાં એટલી કાંઈ ખબર પડતી નહિ પરંતુ મને શાળાએ જવું ગમવા માંડેલું. મને લોકો વચ્ચે રહેવું હમેશા ગમતું. અમારું ઘર તો ક્યારેય ખાલી જ ના હોય, શાળાએ પણ અમારી સખીઓનું ટોળું હતું એમ કહીએ તો ચાલે. એક દિવસ મને નીચે કાંઈક ફિલ થવા માંડ્યું, મારા ડ્રેસમાં લાલ ડાઘ પડી ગયો અને હજુ લોહી નીકળતું હોય એવું લાગ્યું. સદનસીબે પિરિયડ શિક્ષિકા બહેનનો જ હતો. તેમને ખબર પડી અને મને બે સખીઓ સાથે ઘરે મોકલી. ઘરે બા ને ખબર પડતા જ મને એક કપડું રાખવા આપ્યું અને ઓરડામાં જઈને સુવાનું કહ્યું. મને બહુ જ ડર લાગી રહ્યો હતો અને થતું હતું આટલું બધું લોહી નીકળશે તો હું નહીં જ બચુ. ત્યારે સોનલ બહેનના તો લગ્ન પણ થઈ ગયા હતા. પેટમાં લોચા વળતા હતા, એમ જ સુઈ રહી થોડીવાર. ઉઠી ત્યાં કૃપાલી બેઠી હતી. એને મને સમજાવ્યું કે આને માસિક કહેવાય, બધી છોકરીઓને અમુક ઉંમર પછી મહિનામાં પાંચ દિવસ આવે. થોડી અશક્તિ જેવું લાગે અને મૂડ બદલાયાં કરે બાકી એમાં ડરવા જેવું કાંઈ નહીં, કપડું બદલતું રહેવાનું. અમારા ઘરમાં સ્ત્રીઓ વધુ હતી, માસિકનું કોઈ એટલું કાંઈ રાખતા નહીં. બસ ઘરમાં જેને માસિક હોય એ દિવાબતી ના કરે કે મંદિરે ના જાય. અમુક એવા પ્રસંગો હોય તો એમાં ભાગ ના લે. બાકી રસોઈથી માંડી બધા કામ મન થાય તો કરવાના.
ધીમે ધીમે ઉંમર થતા આવેગો પણ વધવા માંડ્યા. શરીરમાં ધીમે ધીમે પરિવર્તન થવા લાગ્યું. ક્યારેક સ્તન દુખતા તો ક્યારેક કૈક અલગ જ ધ્રુજારી અનુભવાતી. ન્હાવા જાવ ત્યારે મારા જ અંગોને સ્પર્શ કરીને કૈક અજીબ લાગતું. ક્યારેક મજા આવતી તો ક્યારેક અજીબ લાગતું. આવું થાય ત્યારે હું ઓશિકાને બથ ભરી સુઈ રહેતી ક્યારેક ઓશિકાને બે પગ વચ્ચે ઓશીકું રાખતી. સ્તન પર ધીમે ધીમે હાથ ફેરવતી. થોડીવાર પછી એમ જ નોર્મલ થઈ જતી. હવે મારા અમુક કપડાં પણ મેં જાગૃતિને આપી દીધેલા અને અમુક કપડાં બા પહેરવા ના દેતી. ધીમે ધીમે મારામાં પણ બદલાવ થતો જતો હતો.
હવે મને છોકરાઓ તરફ એક અલગ જ પ્રકારનું આકર્ષણ થતું હતું. જેમ પતંગિયાઓ રાત્રે લાઈટ તરફ આકર્ષાય એમ મને છોકરાઓ જોવા ગમતા. આમ તો બહુ શરમ આવતી, ગમતા છોકરા તરફ એક નજર નાખવી પણ બહું થઈ જતી. ત્યારે અમે કાકાની ઘરે સિરિયલો જોવા જતી અને એમાં આવતા હીરો બહુ ગમતા. ક્યારેક તો સપનામાં પણ આવે. અંદરથી થતું મને પણ કોઈક સિરિયલના હીરો જેવો મસ્ત છોકરો મળે, એ મને ટીવીમાં કરે એમ પ્રેમ કરે એમ પકડે, ટાઈટ બથ ભરે, ગાલ પર પપ્પી કરે, પપ્પી કરતો કરતો ડોક ફરતે હોઠથી ચૂમે. રાત્રે ક્યારેક સપનામાં પણ આ હીરો આવતો.
મારી સાથે જ આઠમા ધોરણમાં એક દિપક કરીને છોકરો ભણતો હતો. એ બધા છોકરાઓ સાયકલ લઈને શાળાએ આવતા. દિપક પાસે નવી જ કાળી એટલસની સાઇકલ હતી. ત્યારે આ સાઈકલો નવી નવી આવી હતી, એના વાળ થોડા મોટા હતા અને હમેશા તેલ નાખેલ રહેતા થોડો કાળો હતો પણ શરીર બધા છોકરાઓ કરતા મજબૂત લાગતું. એની ઊંચાઈ પણ આ ઉંમરના છોકરાઓ કરતા વધારે હતી. દીપકનો મિત્ર હતો રાજેશ, એ બહુ ગોરો હતો પણ થોડો નીચો હતો અને દેખાવે નબળો લાગતો પણ એની ભૂરી આખો મોટા ભાગની છોકરીઓને આકર્ષતી. મને તો બંને ગમતા. અમે છોકરીઓ ચાલીને જતી ત્યારે છોકરાઓ વિશે વાતો થતી, અમુક છોકરીઓને છોકરાઓથી બહુ ચીડ હતી અને ઝગડતી રહેતી. મને છોકરાઓ સાથે વાત કરવામાં જ શરમ આવતી.
ધીમે ધીમે નવમા ધોરણ સુધીમાં અમુક સહેલીઓને ખબર પડી ગઈ હતી કે મને દિપક ગમે છે. આ વાતને લઈને ચિડવતી પણ ખરી. દીપકને તો જીજાજી કહીને જ વાત કરતી. આ વાતથી મને દિપક તરફ વધુ આકર્ષણ થતું હતું. એક દિવસ હું ઘર પાસે બાપુની સાઇકલ લઈને શીખતી હતી. સાઇકલ લઈને હું પાદર સુધી ગઈ. મને લંગડી સાઇકલ ચલાવતા જ આવડતી હતી. મેં પાદરથી ઘરે આવતા વિચાર્યું દીપકની શેરીમાંથી ચલાવું કદાચ જોવા મળી જાય તો ! પણ આવી રીતે લંગડી ચલાવીને નીકળવામાં શરમ આવી એટલે સીટ પર બેસીને ચલાવવાનો પ્રયત્ન કર્યો. હજુ મારા પગ પેન્ડલ સુધી સરખા પહોંચતા નહોતા પણ સાઇકલ ચાલી. દીપકના ઘર પાસે નીકળી પણ કોઈ જ નહોતું. હું પાછું વળી વળીને એના ઘર તરફ જોઈ રહી હતી. ત્યાં જ સાઇકલ અથડાઈ અને હું પડી, પડીને સુતા સુતા જ જોયું તો સામે દિપક હતો. એને ઝડપથી આવી મને ઉભી કરી અને પૂછ્યું વાગ્યું નથી ને? મારાથી કાંઈ જ અવાજ ના નીકળ્યો. હું ચૂપચાપ સાઇકલ ઉભી કરી નીકળવા લાગી, ત્યાં જોયું તો ચેઇન ઉતરી ગઈ હતી. મેં દિપક સામે જોયું અને એ ચૂપચાપ સાઈકલનું સ્ટેન્ડ લગાવી ચેઇન સરખી કરવા લાગ્યો. હું એને જોઇ રહી. મને એને જોવો બહુ જ ગમતો હતો જેમ રાધાને કાનો. હું મારી જાતને રાધા માનવા લાગી હતી અને દીપકને કાનો. અમારી નજરો એક વખત મળી અને પછી સાઇકલ લઈને નીકળી ગઈ.
તે રાત્રે અમે ફરીથી કાકીને ત્યાં ટીવી જોવા ગયા. મને આજે એ હીરોમાં દિપક દેખાયો. શું એ પણ મારા વિશે જ વિચારતો હશે એમ વિચારતા વિચારતા, પાસે ઓશિકાને બદલે દિપક જ છે એમ સમજી હગ કરી સુઈ ગઈ.
(ક્રમશઃ)
( આ ભાગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો).
- અંકિત સાદરિયા.