પ્રેમની ભીનાશ (ભાગ -3) Sumita Sonani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

પ્રેમની ભીનાશ (ભાગ -3)

પ્રેમની ભીનાશનાં બીજા ભાગમાં આપણે જોયું કે સ્વરા હજી સુધી કુંજને બરાબર ઓળખતી પણ નથી. અચાનક એક દિવસ કુંજનું સ્વપ્ન જોવે છે અને સ્વરાને કુંજ સાથે વાત કર્યા વિના ચેન પડતું નથી. એટલે છેલ્લે સ્વરા કુંજનો બ્લોક કરેલ નંબર અનબ્લોક કરી કુંજ સાથે વાત કરી તેના વિશે પૂછે છે. હવે આગળ.....


*******

કુંજ : એકસીડેન્ટ થવાનું હતું પણ બચી ગયો. પણ તને ખરેખર એ સ્વપ્ન આવેલ?

સ્વરા : હા. કેમ આવ્યું એ મને નથી ખબર. પણ તું ઠીક છે એટલું જ ઘણું છે.

કુંજ : ઓકે મેડમ. પણ હવે તમે મને બ્લોક તો નહી કરો ને?

સ્વરા : મને હેરાન કરવાનું વિચાર્યું પણ છે તો એક પણ સેકન્ડ નહી લાગે તને બ્લોક કરતા.

કુંજ : જી મેડમ.

ત્યારબાદ સ્વરા અને કુંજ વચ્ચે તે બંને અત્યારે શું કરે છે, ક્યાં રહે છે, કેવું ચાલે છે એજયુકેશન વિગેરે વાત ચાલે છે.

પછી તો કુંજની દરેક સવાર સ્વરાનાં ગુડ મોર્નિંગનાં મેસેજથી થતી અને દરેક રાત સ્વરાનાં ગુડ નાઈટનાં મેસેજથી.

ધીમે ધીમે સ્વરાને પણ કુંજની આદત પડવા લાગી, પણ સ્વરાએ ક્યારેય પણ કુંજને એ વાતનો અહેસાસ થવા દીધો નાં હતો. સ્વરાને પણ જ્યાં સુધી કુંજ સાથે વાત નાં કરે ત્યાં સુધી ચેન પડતું ન હતું.

એક દિવસ સ્વરા અને કુંજ મેસેજમાં જ વાત કરતા હતાં. સ્વરા કોઈ ફંકશનમાં કુંજનાં ઘરની નજીક જ ગયેલી. એટલામાં કુંજનો મેસેજ આવ્યો:

કુંજ : મેડમ એટલો ટાઈમ થઈ ગયો. તમારા દર્શન ક્યારે આપશો?

સ્વરા : હમણાં હું બીઝી છું.

કુંજ : અરે પણ...એક મિનિટ માટે તો મળ ખાલી. તું ખાલી મને હાઈ કરીને જતી રહીશ તો પણ ચાલશે.

શરૂમાં તો સ્વરા કુંજને મળવાની ચોખ્ખી નાં પાડે છે. મનમાં તો ઘણી ઇચ્છા હતી કુંજને જોવાની પણ ડાયરેક્ટ કેમ હા પાડવી એટલે નાં નાં કરતાં છેલ્લે સ્વરા કુંજને મળવા માટે હા પાડે છે.

સ્વરા તેની ફ્રેન્ડ્સને સાથે લઈને જ કુંજને મળવા જાય છે.
કુંજ તો સ્વરાને જોતો જ રહી જાય છે. પિન્ક કલરની સાડી, ગળામાં ડાયમંડ નેકલેસ, કાનમાં ડાયમંડની મેચિંગ ઈયર રિંગ્સ, કપાળમાં નાની એવી બિંદી, ખુલ્લા વાળ, આંખમાં કાજળ, હોઠ પર લાઈટ લિપસ્ટિક અને એ હોઠ પરનું સ્મિત અને કુંજને જોઈને શરમાઈ ગયેલી સ્વરાની એ નજર. આહાહા..... કુંજને લાગ્યું કે તે સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને? જેને જોવા માટે તેણે પાંચ - પાંચ વર્ષ સુધી રાહ જોઈ, જે સ્વરાંનાં તે રાત - દિવસ સ્વપ્ન જોતો હતો તે સ્વરા તેની નજર સામે જ હતી. કુંજ તો અડધો પાગલ જ થઈ ગયો હતો સ્વરા ને જોઈને. કેમ કે કુંજે જે સ્વરાને સ્કૂલમાં જોયેલી એ સ્વરા અને આ સ્વરામાં જમીન - આસમાનનો ફર્ક હતો. સ્વરાને જોઈને કુંજ એકપણ શબ્દ બોલી શકતો નથી. કુંજ એકદમ નિઃશબ્દ બની જાય છે.
શું વાત કરું સ્વરા સાથે? ક્યાંથી શરુ કરું? કુંજને કશી જ સમજ પડતી નથી.

બીજી બાજુ સ્વરાની હાલત પણ કંઈક એવી જ હતી. વ્હાઇટ શર્ટ, બ્લુ ફોર્મલ પેન્ટ, સેટ કરેલી શેવિંગ, સ્ટાઈલિશ હેર સ્ટાઇલ અને કુંજની આંખોમાં સ્વરા પ્રત્યેની લાગણી જોઈને સ્વરા પણ દિવાસ્વપ્નમાં ખોવાઈ ગઈ. કુંજને જોઈને સ્વરા પણ ભાન ભૂલી બેસે છે.

સ્વરા અને કુંજ બંને કેટલીય ક્ષણો સુધી એકબીજાને જોયા જ કરે છે. જાણે કેટલાયે યુગોથી આ પ્રેમી પંખીડા એક બીજાને જોવા માટે તલપાપડ બની રહ્યા હોય. કુંજ અને સ્વરા એકબીજાની આંખોમાં જ ડૂબી જાય છે.

સ્વરા અને કુંજને આમ પહેલી જ મુલાકાતમાં એકબીજાની આંખોમાં ડૂબેલા જોઈ સ્વરાની ફ્રેન્ડ સાક્ષી સ્વરા અને કુંજને તેમના આ સ્વપ્નમાંથી બહાર લાવે છે અને થોડી ફોર્મલ વાતો કરી છુટા પડે છે.

કુંજને તો બસ હવે એમ જ થતું હતું કે સ્વરાને મારાથી દૂર નથી જવા દેવી. કેટલીય વાર સુધી કુંજ સ્વરાને જતી જોઈ રહે છે.

સ્વરા તેની ફ્રેન્ડ્સ સાથે ફંકશન માટે જતી રહે છે પણ સ્વરાને ક્યાંય ચેન પડતું નથી. તે વારંવાર તેનો મોબાઈલ ચેક કર્યા કરે છે કે કુંજનો મેસેજ તો નથી આવ્યો ને ! કુંજનાં મેસેજની સ્વરા પંદર મિનિટ સુધી રાહ જુએ છે પણ તેનો મેસેજ આવતો નથી. સ્વરાને ચિંતા થવા લાગે છે. તે બરાબર જમી પણ શકતી નથી.

પંદર મિનિટ પછી કુંજ નો મેસેજ આવે છે.

કુંજ : હાય મેડમ.

સ્વરા : ક્યાં ગાયબ હતો અત્યાર સુધી.

કુંજ : કામ હતું થોડું. હજુ આપણે મળ્યા એને પંદર મિનિટ જ થઈ છે હો. તું કંઈ મારા પ્રૅમમાં તો નથી પડી ગઈ ને?😋

સ્વરા : જા તારી સાથે વાત જ નથી કરવી.

કુંજ : સોરી. હવે હેરાન નહી કરું. તું શું જમી?

સ્વરા : ભૂખ ન હતી.

કુંજ : ઓહ! મને મળી એટલે ભૂખ નહિ લાગી એમને? 😋

સ્વરા : (ગુસ્સામાં) તારી સાથે વાત કરવી નકામી છે. બાય.

કુંજ : અરે માફ કરો મેડમ. પગે પડું?

કુંજનો મજાકીયો સ્વભાવ સ્વરાને હંમેશા ખુશ રાખતો.

કુંજ અને સ્વરાની પહેલી મુલાકાત પછી તેમની વાતોનો સિલસિલો ખૂબ લાંબા સમય સુધી ચાલ્યો.

પહેલા તો માત્ર કુંજ જ સ્વરા સાથે વાત કર્યા વિના નહોતો રહી શકતો પણ હવે સ્વરા પણ કુંજ સાથે વાત કરવા માટે પોતાની જાતને રોકી શકતી ન હતી. સ્વરા થોડી વાર માટે પણ પોતાને કુંજથી દૂર નહોતી રાખી શકતી.

એવું તો શું છે કુંજમાં જે મને એની નજીક જ ખેંચ્યા કરે છે. હું કેટલી પણ કોશિશ કરૂ કુંજ સાથે વાત કર્યા વિના કેમ નથી રહી શકતી. એવું કેમ થાય છે? સ્વરા બસ એજ વિચાર્યા કરતી અને તેના વિચારની સામે કુંજનો ચહેરો આવી જતો અને એ વિચારો કુંજની યાદોની સામે અદ્રશ્ય થઈ જતા.

સ્વરાને ડર લાગવા લાગે છે કે તેને કુંજ સાથે પ્રૅમ તો નથી થઈ ગયો ને? પછી તે પોતે જ પોતાને કહે છે કે નાં એ તો માત્ર મારો સારો મિત્ર છે એમ કહી પોતાનાં મનને માનવી લે છે, પણ સ્વરાને કુંજ પ્રત્યે જન્મેલી એ કુણી લાગણીઓની જાણ કુંજને થવા દેતી નથી.

કુંજ તો ખૂબ જ ખુશ હોય છે તેની લાઈફમાં સ્વરાનાં આવવાથી.

પહેલા તો સ્વરાનાં ગુડ મોર્નિંગનાં મેસેજથી કુંજની દરેક સવાર થતી. હવે કુંજની દરેક સવાર સ્વરાનાં સ્વરે ગુડ મોર્નિંગ નાં સાંભળે ત્યાં સુધી થતી જ નહી. રોજ સવારે સ્વરા કોલેજનાં લેકચરમાંથી પણ બે મિનિટ કાઢી કુંજને કોલ કરી ગુડ મોર્નિંગ વિશ કરી જગાડતી. જયારે પણ બંનેને થોડો પણ સમય
મળતો તો તે બંને હંમેશા એકબીજાની સાથે વાત કર્યા કરતા.

*********

શું સ્વરા અને કુંજની પહેલી મુલાકાત આખરી મુલાકાત હતી કે હજુ શરૂઆત હતી?

શું કુંજ અને સ્વરાની પહેલી મુલાકાત માત્ર મિત્રતા સુધી જ સીમિત રહેશે કે આગળ પણ કંઈ થશે?

શું કુંજ સ્વરાને તેના પ્રત્યે કોઈ લાગણી જન્માવી શકશે?
એ જાણવા માટે વાંચતા રહો.... પ્રેમની ભીનાશ