Jivan Sangram 2 - 14 books and stories free download online pdf in Gujarati

જીવન સંગ્રામ 2 - 14

પ્રકરણ ૧૪


આગળ આપણે જોયું કે રાજન એક સ્પેશિયલ ટીમ બનાવીને બધી સૂચના આપી તપોવનધામ આવે છે પણ જીજ્ઞાદીદી ઉદાસ હોય છે....
હવે આગળ......

"દીદી હજુ કંઈ છે? કેમ હજુ ઉદાસ છો?"
"રાજન તે રાજ અને કમલ પાસે જે કામ કરાવ્યું એ દ્વારા તું ક્યાં સુધી પહોંચી શકીશ... તારે જે દાદર ચડવાનો છે એના પહેલા પગથીયા સુધી પણ નહિ.આપણે આ આખા મામલાને પહોંચી વળવાનું છે... ને હજુ આપણે એક કળી સુધી પહોંચી નથી શક્યા. આમને આમ કેટલા દિવસો કાઢવાના... ભવ્યનો કોલ પણ નથી આવ્યો હજુ સુધી.... મને ડર છે હજુ કઈક અજુગતું ના બને. એટલે હવે સૂવામાં રાત ના કાઢો ને આ કેસમાં ઝડપથી આગળ વધો... હું પણ તારી ટીમમાં સાથે છું... ને મારે પણ આ આતંકવાદી સાથે લડવા નીકળવાનું છે."
"પણ દીદી કંઈ રીતે આગળ વધવું?પહેલું પગથિયું ચડિશું તો જ આગળ વધી શકાશે ને!"
"તું પહેલા પગથિયે પહોંચીશ ત્યાં એ લોકો એ પગથિયું કાપી નાખશે.પછી વળી બીજું પગથિયું ગોતવા નીકળશો... અને ત્યાં તો ઘણો સમય નીકળી જાઇને ભાઈ."
"હા એ વાત પણ સાચી દીદી. એ લોકો સુધી પહોંચવાનો કઈક અલગ રસ્તો વિચારવો પડશે."
"મને એક વિચાર આવે છે!"ખુરશી પરથી ઉભા થતા જીજ્ઞા દીદી બોલ્યા.
શું ?રાજન ,કમલ અને રાજ ત્રણેય સાથે બોલ્યા.
"એ લોકો સુધી પહોંચવા માટે મારે એ લોકોની કેદમાં જવું પડશે."
"નહિ દીદી હું તમને એના માટે હા નહિ પાડું અને જવા પણ નહિ દઉં."
"કેમ રાજન.. હું આ દેશની નાગરિક નથી?"
"છો ને દીદી પણ જાણી જોઈને હું તમને મોતના મુખમાં ન જવા દઉંને."
"મે તો તમને મોતના મુખ સુધી પહોંચાડયા એનું શું?"
"દીદી એ તો અમારી ફરજ છે આ દેશ માટે . એમાં તમે મોકલ્યા ન કહેવાય ને?"
"તો મારી પણ ફરજ બને ને.દેશ માટે જીવ દેવાનો સમય આવ્યો ને હું ન જાવ તો તો મારો દેશ પ્રેમ કેવો?"
"હા દીદી પણ આપણી પાસે એકેય રસ્તો ન હોઈ ને તમે જાઓ તો ઠીક,પણ આપણે હજુ તો મહેનત ચાલુ કરી છે... જો અમને કંઈ રસ્તો નહિ મળે તો અમે જ સામેથી કહેશું કે તમે જાઓ."
આવી વાતો થતી હતી ત્યાં જ જીજ્ઞાદીદીના મોબાઇલમાં પરમાનંદનો કોલ આવે છે.દીદી બધાને કહે છે કે સરનો કોલ છે... અને પછી કોલ ઉપાડીને વાત કરે છે.....બે જ સેકંડમાં કોલ કપાઈ જાય છે.મોબાઈલ નીચે મૂકતા કહે છે કે સવારે સર આવે છે.
બધા આનંદ માં આવી જાઈ છે,ત્યાં જ દીદી કહે છે;"આટલા બધા આનંદમાં ન આવો. સર આવીને પૂછશે કે તમે કેટલે પહોંચ્યા આ કેસમાં? તો શું જવાબ આપશો? બધી માહિતી ભેગી કરી પણ પરિણામ શું? શૂન્ય!"
"હા દીદી હું આજની રાત બધે તપાસ કરીને સવારે સર ને મજબૂત કડી સાથે મળવા આવીશ."
"હા રાજન હું પણ તારી સાથે જ છું."
"હા કમલ હું પણ રાજન સાથે જ રહીશ."
"ઓકે અને હું પણ તમારી સાથે જ છું."વાત અટકાવતા જીજ્ઞા દીદી બોલ્યા.
ઓકે તો દીદી હવે આપણે સીધા ગગન પાસે જઈએ. કદાચ એની પાસે કઈક વાત મળી જાય.
"હા રાજન આપણે અત્યારે જ ત્યાં જઈએ."
હજુ બધા ઊભા થયા ત્યાં જિજ્ઞાદીદીને ભવ્યનો કોલ આવે છે અને કહે છે હું સવારે ત્યાં આવી જઈશ.કોલ કાપીને દીદી ભવ્યની વાત બધાને કરે છે.
" દીદી પરમીશન લેટર મળ્યો કે નહિ ભવ્યને?"
"રાજન એ બાબતે કંઈ વાત ભવ્ય એ કરી નથી."
"ઓકે એ તો સવારે ખબર પડી જશે.અત્યારે આપણે ઝડપથી ગગન પાસે જઈએ."
હા ચાલો..... બધા રાજની કારમાં ગોઠવાયા. અને કાર સીધી સીઆઇડી ઓફિસે આવીને ઊભી રહી.
રાજન ઇન્સ્પેકટર સાથે વાત કરી ગગનને પોતાની ચેમ્બરમાં બોલાવે છે.
થોડીવારમાં ગગન રાજનની ચેમ્બરમાં આવે છે. બધાને સામે બેઠેલ જોઇને ગગનની આંખમાં આંસું આવી જાય છે.
જીજ્ઞાદીદી ઊભા થઈ ગગનને પાણી આપે છે. ગગનને શાંત પાડતા કહે છે;"કે ગગન સવારે સર આવે છે.અને અમને હજુ સુધી આ આખા મામલાનો કોઈ રસ્તો મળ્યો નથી.તો સવારે સુધીમાં આમાર કોઈ નક્કર પુરાવા મેળવવા છે અને એમાં તું અમને મદદ કરી શકાશે એવું અમને લાગ્યું એટલે બધા અહીંયા આવ્યા છીએ."
પાણીનો ગ્લાસ નીચે મૂકીને ખુરશી પર બેસતા ગગન બોલ્યો;"હા હું તમને જણાવું પણ એને પકડવા પહેલા ખૂબ બધા પ્લાન બનાવીને અરેસ્ટ કરજો. નહિ તો એ લોકો પકડાશે નહિ કેમ કે ખૂબ પૂર્વ તૈયારી હોય છે એ લોકોની."
"હા ગગન બસ તું અમને એ વ્યક્તિ વિશે વાત કર અને પછી જો અમે કેવો પ્લાન બનાવીએ છીએ."
"રાજન તમે ધારો એટલી સહેલાઇથી એને પકડી શકાશે નહિ.કેમ કે એ લોકોની ઉપરના વ્યક્તિઓ ખૂબ ચાલાક છે."
"ગગન એ લોકોને કેમ પહોંચી વળવું એ આપણે પછી વિચારશું.પહેલા તું એ લોકોમાંથી કેટલાને ઓળખે છે એ અમને જણાવ."
"રાજન અમારી કોલેજના ટ્રસ્ટી જયંતકુમાર છે. એમનો દીકરો આ બધું કરે છે. કોલજમાં આવવા માટે એક ખુફિયા રસ્તો બનાવ્યો છે . જે સીધો સ્ટોર રૂમની બાજુના રૂમમાં ખુલે.જેથી એ કોલેજ આવે એ કોઈને દેખાય નહિ.સીસીટીવી કેમેરામાં પણ આવે નહિ.એ રૂમ જર્જરિત હાલતમાં છે એટલે એમાં સીસીટીવી પણ નથી રાખવામાં આવ્યા. જયંતકુમાર તો એના દીકરાને રોકવા બહુ મહેનત કરી પણ હવે હાથમાંથી બાજી નીકળી ગઈ છે. અત્યારે તો જયંતકુમાર ક્યાં છે એ પણ નથી ખબર.એનો દીકરો રોકી આ શહેરનો અથવા આસપાસના વિસ્તારનો હેડ છે. હવે એની ઉપર કોણ છે એ મને નથી જાણવા મળ્યું... પણ એની ઉપર જે છે એ વ્યક્તિની પહોંચ ખૂબ ઉપર સુધી છે.તમે હજુ તપાસ શરૂ કરશો ત્યાં તો એ આપણી વિરૃદ્ધ કંઇક એક્શન લઇ લેશે.... અને હા રોકીના કબજામાં હજુ એક છોકરી છે એને પહેલા છોડવાજો. મારા વિરુદ્ધ જે ત્રણ છોકરીઓએ કેસ કર્યો છે એમને તમે શોધીને સુરક્ષીત જગ્યા પર લઈ જજો.છેલ્લા બે મહિનાથી એ બિચારીઓએ એમના માતાપિતા સાથે વાત નથી કરી એટલે એમની પોઝિશન તમે સમજી શકશો.એક એના કેદમાં છે ને ત્રણ આ એમ કુલ ચાર છોકરીઓ હતી.ત્રણ દ્વારા કેસ કરાવ્યોને એકને એની પાસે રાખી જેથી મારા ઉપર દબાણ બની રહે.સાથે ચારુને પણ લઈ ગયા હતા. બાકી બધી વાત પછી કરીશ,પણ પહેલા તમે રોકી પર અંકુશ લાવો અને એને કેદ કરેલ છોકરીઓને છોડવો."
"હા ગગન પહેલું કામ એ જ કરવાનું છે.રોકી ક્યાં રહે છે, કોલેજ ક્યારે આવે ,કોલેજમાં કોની સાથે કોન્ટેકમાં છે?એ વિશે ખબર હોય તો કહે"
"ક્યારે આવે એ તો નક્કિ ન કહેવાય પણ, અમારો પટાવાળો એના ખાસ કોન્ટેકમાં છે.તમે એ પટાવાળાને કંઇ રીતે પુછશો એ તો નથી ખબર પણ ખુબ સાવચેતી પૂર્વક પૂછજો. નહીતો એ પટાવાળો પણ ખોવાઈ જશે અને તમે હાથ ઘસતા રહી જશો."
"ઓકે સારું તો ગગન હવે અમે જઈએ છીએ અને પાછા આવીશું મળવા સર સાથે.તું હિમ્મત રાખજે. તારી ચારુ અને ઓમનું બલિદાન એળે નહીં જાય એનું હું વચન આપું છું."એમ કહી જીજ્ઞાદીદી બધાને લઈને તપોવનધામ આવી જાય છે.
તપોવનધામના કાર્યાલયમાં બેસીને જીજ્ઞાદીદી રાજન અને કમલને એક ખાસ સૂચના આપે છે.એ સૂચના મુજબ કામ કરવા માટે રાજન અને કમલ નીકળી જાય છે.
રાજન અને કમલના ગયા બાદ જીજ્ઞાદીદી રાજને કહે છે કે તું ફટાફટ રાજેશને બોલાવ અહીંયા.( આ રાજેશ પણ તપોવનધામનો ભૂતપૂર્વ વિધાર્થી છે અને હાલ મલ્ટીપર્પઝ હોસ્પિટલ ચલાવે છે .એ હોસ્પિટલનો આર.એમ.ઓ છે. જે ગુજરાત ખાતે સૌથી મોટી હોસ્પિટલ છે.આ હોસ્પિટલના ટ્રસ્ટીમાં પ્રમુખ તરીકે રાજેશે પરમાનંદને રાખ્યા છે.)
રાજ રાજેશને કોલ કરીને ઝડપથી તપોવનધામ આવવાનું કહે છે.
દીદી આ આખા મામલામાં રાજેશની શું જરૂરિયાત પડી?મતલબ કે આ આખો મામલો તો કાનૂની છે ને.
"રાજ આપણે એક અલગ પ્રકારે જ આ આખો મામલો હેન્ડલ કરવાનો છે. એ લોકો એમ સમજે છે કે બધી બુદ્ધિ એમની પાસે જ છે તો એમને પણ બતાવી દેવું છે કે એક એક ભારતીય તમારા કરતા વધારે બુદ્ધિ ધરાવે છે.અને રાજ તું જોજે એ લોકો વિચારતા રહી જશે કે આપણે એમના સુધી પહોંચ્યા કંઈ રીતે?"
જીજ્ઞાદીદીની વાત કઈ સમજાય ન હોઈ એ રીતે રાજ દીદી સામે જોતો રહ્યો... એટલે દીદી બોલ્યા; "રાજેશને અહી આવવા દે એટલે બધું સમજાય જશે તને."
"ચાલ હવે થોડું થોડું જમી લઈએ ત્યાં સુધીમાં રાજેશ પણ આવી જશે."
"હા દીદી ચાલો આજે ફરીથી એક વખત પહેલાની જેમ અહીંનો વિદ્યાર્થી બનીને જમુ."
રાજ અને જીજ્ઞા દીદી સંસ્થાના બીજા બધા બાળકો સાથે જમે છે.જમ્યા બાદ પ્રાર્થના બોલી દીદી થોડી દેશ પ્રેમ વિશે વાત કરે છે. ત્યાર બાદ બધા વિદ્યાર્થી વાંચન માટે જાય છે.એટલી વારમાં રાજેશ આવી જાય છે.
જીજ્ઞાદીદી રાજ અને રાજેશને કાર્યાલયમાં બેસવાનું કહી પોતે વિદ્યાર્થીઓના વાચન કાર્યમાં એક ચક્કર મારવા નીકળે છે. થોડી વારમાં કાર્યાલયમાં આવે છે.રાજેશને આ આખા મામલા વિશે વાત કરે છે.
"ઓહ માય ગોડ... આવડું મોટું રેકેટ અને એની શરૂઆત આપણા શહેરથી.... દીદી આ લોકોને તો ઝડપથી રોકવા પડશે."
"હા રાજેશ...રાજન અને કમલ તો એ કામ માટે નીકળી ગયા છે. કદાચ તે મોડી રાત સુધીમાં એક બે ને પકડીને અહીંયા લાવશે પણ ખરા....પણ મારે તારી થોડી સલાહ અને મદદ જોઇએ છે."
"દીદી હુકમ કરો... મને પૂછવાનું ના હોય ... તમે કહો એ કરવા તૈયાર છું."
"રાજેશ આપણે બીજા કોઈ માણસ જેવો જ ચહેરો બનાવવો હોય તો થઈ શકે કે નહિ?"
"થઈ શકે ને દીદી પણ થોડું ખર્ચાળ ગણાય."
"ખર્ચની ચિંતા નથી પણ તારી જ હોસ્પિટલમાં થાય કે બીજે ક્યાંય જવું પડે?"
"ના ના દીદી અમારી હોસ્પિટલ માં થઈ શકે. અલબત્ત મારે બીજા બે ડોકટરની મદદ લેવી પડે. મારા એકલા હાથે કરવામાં ઘણી તકલીફ પડે અને કામ બગડી પણ શકે....પણ હા બીજા માણસ જેવી સેમ ટુ સેમ ફેઇશ સ્ક્રીન બનાવીને પહેરાવવી સહેલી પડે અને ઝડપ પણ થાય."
"વાહ...એ સારું તો આપણે એવું જ કરશું."

ક્રમશ:::::

શું પ્લાન હશે આગળ જીજ્ઞા દીદી નો???

રાજેશ પાસે કઈ રીતે બીજો હમશકલ માનવ બનાવશે????

આખરે પરમાનંદ આવશે ત્યારે આ કેસના મજબૂત પુરાવા મળશે રાજન અને એની ટીમ ને????

બધાજ પ્રશ્નોના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૧૫.....

આપના પ્રતિભાવ ની રાહે..... રાજુસર.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED