jivan Sangram 2 - 13 books and stories free download online pdf in Gujarati

જીવન સંગ્રામ 2 - 13

પ્રકરણ ૧૩

આગળ આપણે જોયું કે ગગનના પત્નીની સુસાઈટ નોટ વાંચીને રાજન કમલ અને રાજને કામ ચીંધી પોતે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માટે નીકળી જાય છે ને જીજ્ઞા દીદીને ગગન પાસે મોકલે છે....
હવે આગળ....

જીજ્ઞાદીદી ગગન પાસે આવે છે. ગગનને એના પત્નીની સઘળી કહાની કહે છે.ગગન આ સાંભળી દીદીને ભેટીને ચોધાર આંસુડે રડવા લાગે છે." દીદી અંતે મને જે વાત નો ડર હતો એ જ થયું.હજુ પણ એક ગર્લ્સ એની કેદમાં છે. મને લાગે છે કે એ લોકો એને પણ..... દીદી તમે રાજ અને રાજનને કહો ને આ કેસ છોડી દે.એ લોકો સાવ હેવાન છે. એ લોકોમાં દયાનો છાંટો પણ જોવા નથી મળતો.પ્લઝી દીદી તમે મારા અંતરના દુઃખને સમજો. મારા લીધે બે ખૂન થયા અને હજુ કેટલાક કરાવશો?"
"ગગન તું શું બોલે છે એનું તને ભાન છે.... ચારુનું ખૂન થયું....ઓમ નું ખૂન થયું.... એ તારા લીધે નથી થયું... અને હા એ લોકો રોજ કેટલી અબળાઓના ખૂન કરતા હશે અથવા લોહીના આંસુ વહેડાવતા હશે એ બિચારી છોકરીઓના!તોએ તને એવું લાગે છે કે હજુ આ કેસને એમ જ છોડી દેવાય. તો ઠીક છે હું રાજ અને રાજનને અત્યારે જ કહી દવ કે આ કેસ છોડી દે.... પછી ભલેને આવી બીજી હાજરો છોકરીઓની ઇજ્જત લૂંટાય, ગીડનેપ થાય...આંતકવાદીઓ એના શરીરના લોહીના છેલ્લા ટીપા સુધી એને શોષીલે....અને અંતે એના અંગો વહેંચીને આપણા જ દેશમાં વધુ આંતક ફેલાવે... બરાબર ને.... ઠીક છે...ગગન હું અત્યારે જ રાજનને કહી દવ કે એ કોર્ટમાં સ્વીકારી લે કે તું જ ગુનેગાર છે આ બધાનો. બસ...ને...ખુશ...તું... મારું શું ? હું તો સરને મોઢું નહિ બતાવી શકું એટલે આજથી જ ,અરે અત્યારથી જ તપોવનધામ છોડીને નીકળી જઈશ.... આ દેશ દ્રોહીઓ સામે લડવા. કારણ કે મારી ફરજ પહેલા દેશ માટે છે. પછી મારા કટુુંબ અને મારા જીવન માટે.... ભલે ત્યારે ગગન જાવ છું હવે."
"દીદી પ્લીઝ મને માફ કરી દો.... મારી આંખો સામે મારો ઓમ,ચારું અને પેલી છોકરી તનું દેખાતી હતી...એમના મોહને લીધે મારી આંખ આડો લાગણીનો પડદો આવી ગયો હતો....પણ નહિ.... હવે હું ચૂપ નહિ રહું... ભલે મારે મારો જીવ દેવો પડે , પણ એ દેશ દ્રોહીઓને સજા અપાવીને જ રહીશ.....દીદી પ્લીઝ તમારા આ નાદાન ગુરુભાઈ ને એક વખત માફ કરી દો પ્લીઝ."
એમ કહી ગગન ફરીથી દીદીને ભેટીને રડવા લાગે છે.... જીજ્ઞા દીદી ગગનને આશ્વાશન આપતા કહે છે;"ગગન જે બન્યું એ કુદરતે નિર્માણ કર્યું હતું એમ સમજી સ્વીકારીને આગળ વધવાનું છે. પણ આમ નાસીપાસ બનીને બેસવાથી ગયા એ પાછા નથી આવવાના... પણ હવે આપણે એવું કરવાનું છે કે એ લોકો બીજા કોઈનું ખૂન ના કરી શકે .... અને એના માટે તારે રાજન અને રાજ સાથે બધી વાત કરવી પડશે..... જોકે રાજન કદાચ આજે જ એ વ્યક્તિ સુધી પહોંચી જશે.... એની વાતો પરથી મને એવી લાગ્યું કે એને કઈક મજબૂત પુરાવા મેળવવાનો રસ્તો મળી ગયો હોઈ ..... કેમ કે આજે રાજનના ચહેરા પર ખાસ પ્રકારનો ભાવ દેખાતો હતો."
"દીદી તો રાજનને રોકો ..... એ એકલો જશે તો કદાચ એ લોકો રાજનને પણ....."
"નહિ ગગન એ લોકો રાજનનો વાળ પણ વાંકો નહિ કરી શકે .... મે એ લોકો વિષે રાજનને બધી જ વાત કરી દીધી છે એટલે રાજન પૂર્વ તૈયારી સાથે જ જશે.... એટલે તું એની ચિંતા ના કરતો."
"ઓકે ચલ હવે ચારુની અંતિમ ક્રિયા પૂર્ણ કરીએ." એમ કહી દીદી રાજન સાથે ફોનમાં વાત કરી ગગનને ઘરે લઈ જવાની પરમિશન માગે છે. થોડી વારમાં એક ઇન્સ્પેકટર આવે છે અને ગગનને સાથે લઈ જીજ્ઞાદીદી સાથે રવાના થાય છે.
ગગનના ઘેર જઈને ચારુની અંતિમવિધિ પૂર્ણ કરાવે છે.ગગનની આંખમાં આંસુ સુકાતા નથી. એને બધું ગુમાવ્યું.પત્ની,પુત્ર અને ઉપરથી બદનક્ષીનો કેસ!અને એમાંથી ક્યારે છૂટશે એ પણ કોઈને ક્યાં ખબર છે.ગગનને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો જ્યારે એ ચારુને અને ઓમને પોતાના બનાવીને ઘેર લાવ્યો હતો. અને એ યાદ આજે સામે ચિત્તા પર ભડાકા રૂપે દેખાતી હતી.જીજ્ઞા દીદીની આંખમાં પણ આંસુ હતાં. ચિત્તા પરનો દેહ પૂર્ણ બળી ગયા બાદ દીદી ગગનને કહે ચાલો ગગન દેહ ગયો ને યાદ કાયમ આપણી અંદર રહી ગઈ..... જનારા ગયા હવે એમની ઈચ્છાઓ પૂર્ણ કરવાની..અને જીજ્ઞા દીદીની આ વાત પર ગગન પાછો ચોધાર આંસુ એ રડવા લાગ્યો.દીદી કારણ પૂછે છે તો ગગન પોતાનો ભૂતકાળ કહેવાનો સમય માગે છે.દીદી ખરેખર ચારુ એ મને જે કહ્યું એ પૂર્ણ કરવામાં હું અસમર્થ રહ્યો,પણ ત્યાં જ પેલો ઈન્સપેક્ટર દીદીને કહે છે કે "ગગનને મારે લઇ જવાનો છે. તમારે જે કંઈ વાતો કરાવી હોઈ તે અમારી ઓફિસે આવી ને સમય મેળવીને જો મોટા સાહેબ રજા આપે તો ત્યારે કરી શકો છો."
"ઓકે તમે ગગનને લઈ જઈ શકો છો." એમ કહી જીજ્ઞા દીદી ગગનને કહે છે ;"હું તને મળવા રાજનને લઇને ત્યાં આવીશ ..... તારી અંદર ધરબાયેલી બધી વાતો અમને કહીને હળવો થાજે... હવે ઈસ્પેક્ટર સાહેબ તમે ગગનને લઇ જઈ શકો છો."
ગગનને પાછો સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં મોકલીને દીદી તપોવનધામ આવે છે.આવીને કાર્યલયમાં બેસે છે.પણ મન ક્યાંય લાગતું નથી એટલે ધ્યાનમાં બેસવાનો નિર્ણય કરે છે. મહારાજને કહે છે કે રાજ કે રાજન આવે તો મને ઉઠાડજો. અને ધ્યાનમાં બેસી જાય છે.
આ તરફ રાજ અને કમલ રાજને સૂચવેલા કામ પૂરાં કરી ઓફિસે આવે છે અને રાજનની રાહ જોવે છે.
થોડી વારમાં રાજન આવે છે ને સીધો પોતાની ચેમ્બરમાં જાય છે.રાજ અને કમલ પણ તેની ચેમ્બરમાં જાય છે. "રાજ ,કમલ તમે સીસીટીવી ફૂટેજ લાવ્યા બધી બાજુના?"
"હા રાજન આ રહ્યા ફૂટેજ," એમ કહી કમલ પોતાનું લેપટોપ ચાલુ કરી ને બધા ફૂટેજ રાજનને બતાવે છે. જેમ જેમ ફૂટેજ જોતા જાય છે તેમ તેમ બધાના હાવભાવ બદલાતા જાય છે.ફૂટેજ જોઈને કમલે જે ગાડીની શંકા હતી એ ગાડીની ડિટેલ આપી.... અંતે લેપટોપ બંધ કરતા રાજન બોલ્યો;"મારો શક સાચો પડ્યો ને કમલ.હવે આ લોકોને પકડવામાં સાવધાની વધુ રાખવી પડશે. ઝડપથી પેલા ગાડી ડ્રાઈવરને પકડવો પડશે. આપણી પહેલા જો એ લોકો ત્યાં પહોંચી જશે તો કદાચ એ પણ આ દુનિયામાં નહી હોય."
"હા રાજન, પણ તે તારી ટીમના નામ, એડ્રેસ, ફોટોઝ મોકલ્યા ભવ્યને."
"ઓહ....કમલ સાવ ભૂલાય ગયું એતો.ઓકે સારુ હું પહેલા એ કામ કરું અને રાજ તું દીદીને મળીને એ ગગન પાસે ગયા ત્યારે ગગન કઈ બોલ્યો કે કેમ એ જાણી મને કોલ કર પછી આગળ શું કરવું એ નક્કી કરીએ.અને કમલ તને હું મારી ટીમમાં સામેલ કરવા માગું છું તો તારે અહીંયા રહેવું પડશે."
"ઓકે રાજન તું અને કમલ અહીંયા તમારું કામ પૂરું કરો... હું ત્યાં જીજ્ઞા દીદીને મળીને મારું કામ પૂરું કરું."
રાજ ત્યાંથી નીકળીને સીધો તપોવનધામ જાય છે.
અહીંયા રાજન પોતાના સિલેક્ટેડ ઓફિસરોને પોતાની પાસે બોલાવી છે.અને બધાને આ આખા રેકેટ વિશે માહિતી આપે છે.... અને પૂછે છે;"આ કેસમાં સામેલ થવું મતલબ જીવ હથેળી પર લઈને નીકળવું... આપણે આમાં સફળ થવું જ છે અને એ જ આપણી ફરજ છે. અલબત્ત આમાં જીવનું જોખમ છે. તો જે કોઈને આ કેસમાંથી હટી જવું હોય એ અત્યારે જ મને કહી દે. પાછળ થી નીકળવું કઠિન થશે.કેમ કે એક વખત કેન્દ્રમાંથી મંજૂરી મળી ગઈ પછી નામમાં ફેરફાર કરવાનો હક માત્ર વડાપ્રધાનને જ હોઈ છે. ઓકે એવરીઓન... કોઈને આ કેસમાં સામેલ ના થવું હોય અથવા બીજો કંઈ પ્રશ્ન હોઈ તો અત્યારે જ પૂછી શકો છો."
"અમે બધા તમારી સાથે આ કેસમાં સામેલ થવા સહમત થાય છીએ.કોઈને કંઈ પ્રશ્ન નથી અને કોઈને નીકળવું પણ નથી."રાજનના મિત્ર સમાન ઓફિસર જુનેજાએ કહ્યું.
"ઓકે વેલ... હવે બીજી વાત ... આ કેસની પ્રોશેસ ચાલુ થાય પછી આપણે બધાએ અંડર કવર બનીને કામ કરવાનું છે .બધાને સૂચનાના સ્થળ પર જ રહેવાનું છે. કોઈ ઘરે જાઈ શકશે નહી કે ફેમિલી સાથે વાત ચીત કરી શકાશે નહી.કેમ કે આ કેસમાં સામેલ આપણે બધાએ આપણી ઓળખ છુપાવીને કામ કરવાનું છે.નહીતો આપણી ફેમિલીના જીવનું જોખમ પણ ઊભું થઈ શકે એમ છે.માટે હજુ પણ એક વખત વિચાર કરી જુવો."
પાછા જુનેજા ઉભા થયા એટલે રાજન બોલ્યો;"યાર જૂનેજા તું સીધો હા પાડી દે છે પણ બધાના વિચાર તો તારે પહેલા જાણવા પડે ને!"
"રાજન સાહેબ આ બધા તમારા નીચે તૈયાર થયેલ ઓફિસર છે .એમને કાંઈ પૂછવાનું ના હોય. બરાબર ને મિત્રો."
"હા સાહેબ આપણી તો પહેલી ફરજ જ દેશ સલામત રખવની.પાછી આપનું ફેમીલી અને આપણી આંગત લાઇફ."
"ઓકે તો તમારા બધાના નામ ,ફોટો અને એડ્રેસ અત્યારે જ હું કેન્દ્રમાં મોકલી આપુ છું . કદાચ સાંજે અથવા વહેલી સવારે ઓર્ડર આવી જશે.એટલે આજની રાત આપણી ફેમીલી સાથે રહીએ.અને કાલથી આપનું જીવન દેશને અર્પણ કરી દઈએ. મને નથી ખબર આમાંથી કેટલા હેમખેમ પાછા આજ ઓફિસમાં મળી શકીશું,પણ હા મારી પહેલી ફરજ એ જ હશે કે જોખમી કામ પહેલા હું કરીશ અને જો મને કંઈ થઈ જાય તો આ જુનેજાને તમારો લીડર સમજી એ કહે એ પ્રમાણે આગળ વધવાનું છે."
"રાજન સાહેબ તમને કંઇ નહિ થવા દઈએ... અમે છીએ દેશ માટે પ્રાણ આપવા તૈયાર... તમારી હજુ આ દેશને જરૂર છે. કેમ કે તમે હશો તો અમારા જેવા હજારો ઓફિસર તૈયાર કરી શકશો.બરાબર ને ભાઈઓ."બધા સામે જોઈને કમલ બોલ્યો.
"ઓયે કમલ તું મને સાહેબ ક્યારથી કહેવા લાગ્યો."થોડા હાસ્ય સાથે રાજન બોલ્યો.
"તારી ઓફિસમાં તારા ઓફિસરો સામે મારે ખાલી રાજન કહેવું યોગ્ય ના કહેવાય ને."
"હા પણ હવે આપણે સ્પેશિયલ મિશન પર જઈએ છીએ. તો હવેથી આપણે બધા એક મિત્ર તરીકે સાથે રહીને કામ કરીશું... તો મને વધુ મજા આવશે.... જરૂર લાગે ત્યાં હું હુકમ કરતો રહીશ... ઓકે બીજો કોઈ પ્રશ્ન?"
"નો સર...."
"ઓકે તો અત્યારે બધાને ઓફ આપુ છું . સવારે 8 વાગ્યે અહીંયા જ મળીએ બરાબર ને."
ઓકે સર....
બધા ત્યાંથી છૂટા પડે છે.... ત્યાંજ રાજનને રાજ નો કોલ આવે છે અને જીજ્ઞા દીદી સાથે થયેલ વાત કરે છે.
મોબાઈલ ખિસ્સામાં મૂકતા રાજન કમલને કહે છે કે ;"વાહ ગગન બધું કહેવા તૈયાર થઈ ગયો છે ...પણ એ પહેલા આપણે તપોવન ધામ જવાનું છે."
કમલ અને રાજન તપોવનધામ પહોંચે છે... પણ જીજ્ઞા દીદી આજે પણ ઉદાશ દેખાય છે.... બધા પોતપોતાની જગ્યા પર બેસે છે..... અને રાજને પોતે બનાવેલ ટીમ વિશે બધી વાત જિજ્ઞા દીદીને કહે છે.

ક્રમશ::::

આપના પ્રતિભાવની રાહે.. રાજુ સર......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED