Jokar - 60 books and stories free download online pdf in Gujarati

જોકર – સ્ટૉરી એક લુઝરની – 60

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 60

લેખક – મેર મેહુલ

7 માર્ચ,

સાંજના સાત થયાં હતાં.સુરતથી દસ કિલોમીટર દૂર એક મહેતાંની એક સંસ્થામાં અત્યારે ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.આ બંગલાના પરસાળમાં અત્યારે 100 થી વધુ લોકો હાજર હતા.સૌ કોઈની રાહ જોઈ રહ્યા હતાં. થોડીવાર પછી બે ટ્રાવેલ્સની બસો બંગલા બહાર આવીને ઉભી રહી,જેમાંથી બીજાં 100 માણસો ઉતર્યા.તેમાં સૌથી આગળ 48 વર્ષના,પ્રજ્વલા NGOનાં સ્થાપક કરમવીર સુનિતા કૃષ્ણન હતા.

“વેલકમ મેડમ”મહેતાએ તેઓનું સ્વાગત કર્યું, “અમને મદદ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર”

“આભાર તો જૈનીતનો માનવો જોઈએ”સુનિતા કૃષ્ણને હિન્દી ભાષામાં કહ્યું, “અમારી સંસ્થા જે કાર્ય કરે છે એ કાર્ય જૈનીત વિના સ્વાર્થે કરી રહ્યો છે”

“બધી તૈયારી થઈ ગઈ છે બેન”મહેતાએ કહ્યું, “મેં તમને ફાઇલની ડિટેઇલ મોકલી હતી એ તમે વાંચી લીધી?”

“હું બધી માહિતીથી માહિતગાર થઈ ગઈ છું”સુનિતા કૃષ્ણને કહ્યું, “આપણે ચાર ટુકડીઓ બનાવીશું,જેને ચાર લોકો લીડ કરશે.અડધી કલાકમાં બધી સ્ત્રીઓ અને છોકરીઓને છોડાવી આપણે અહીં મળીશું”

“તમારાં લોકોને અંદર જઈ પોશાક બદલી આવવા કહો”મહેતાએ કહ્યું, “આપણે રણનીતિ બનાવી લઈએ”

મહેતાનાં કહેવાથી સુનિતા કૃષ્ણને તેનાં લોકોને અંદર જવા કહ્યું.એ દરમિયાન એક વ્યૂહરચના ઘડવામાં આવી.

રેંગા પાસેથી જે માહિતી મળી હતી એ મુજબ સુરતના ચાર એરિયામાં ચાર એવા બંગલા હતાં જ્યાં સેક્સ રેકેટ ચાલતાં હતા.લોકો માટે એ ભાડુતી મકાન હતા પણ અંદરખાને એ કોઠા હતાં.આ બધાં કોઠાઓ વિક્રમ દેસાઈના હુકમ નીચે ચાલતાં હતાં.જેની જવાબદારી તેણે ચાર ઔરતને સોંપેલી હતી.એ ચારના ઈશારા પર જ બધું થતું હતું.

આ ચાર એરિયા સુરતના ચારેય જુદી જુદી જગ્યાએ હતા જેમાં રાંદેર,ડીંડોલી,ઉધના અને મજુરા ગેટ શામેલ હતા.

સુનિતા કૃષ્ણને 200 માણસોને ચાર ટુકડીઓમાં વિભાજીત કરી દીધાં.જેમાં એક ટુકડીને જુવાનસિંહ લીડ કરવાના હતા,તેણે અગાઉથી જ 50 કોન્સ્ટેબલને તૈયાર કરી દીધાં હતાં.તેઓ કતારગામ નજીકના એરિયા રાંદેરમાં જવાના હતા.

બીજી ટુકડીને ખુશાલ લીડ કરવાનો હતો,જેમાં મિશ્રાએ બોલાવેલાં 50 લોકો હતા.તેઓ મજુરા ગેટમાં જવાના હતાં.ખુશાલ સાથે ક્રિશા અને મહેતા પણ જવાના હતાં.ત્રીજી ટુકડીને ખુદ સુનિતા કૃષ્ણન લીડ કરવાના હતા.તેની સાથે અગાઉ આવા ઘણાંબધાં મિશનોને અંજામ આપી ચૂકેલા લોકો હતાં.તેની સાથે પણ 50 માણસો ઉધના જવાના હતાં.

આખરી ટુકડીને જૈનીત લીડ કરી રહ્યો હતો.જૈનીતનો સાથ નિધિ અને બકુલ આપવાના હતા.તેઓની સાથે સુનિતા કૃષ્ણનના બીજા 50 માણસો ડીંડોલી વિસ્તારમાં જવાના હતાં.

યોજના સાફ હતી.એક સાથે ચારેય બંગલા પર કૂચ કરી રેસ્ક્યુ ઓપરેશન કરવાનું હતું.ત્યાં જે છોકરીઓ-સ્ત્રીઓ શરીર વેચી રહી હતી એ કોઈ ગણિકા નહોતી.તેઓ મજબૂરીથી આ કામ કરી રહી હતી.તેઓને બચાવી તેને ઈજ્જતથી જીવી શકે એવી જિંદગી આપવાની હતી.

અગિયાર વાગ્યાં એટલે બધાં ફરી પરસાળ ભેગાં થયાં.આ મિશનનો એક ડ્રેસ કોડ હતો,સૌએ લાલ પેન્ટ પર કેસરી શર્ટ અને તેનાં પર લાલ બ્લેઝર પહેર્યું હતું.સૌના ચહેરા પર મેકઅપ હતો.હવે કહેવાની જરૂર નથી કે એ લોકોએ જોકરનો લિબાસ ધારણ કરી લીધો હતો.

“સમય આવી ગયો છે,શું કરવાનું છે એ પણ સૌને ખબર છે.મિશન સફળ થાય એ માટે આપણે કંઈ પણ કરી ગુજરશું.આપણે મોબાઈલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહીશું.કોઈ પ્રોબ્લેમ થાય તો ટીમના લીડરને કૉલ કરી મદદ માટે કહેવું”મહેતાએ બધી ટુકડીઓને સંબોધી, “તો તૈયાર છોને બધા?”

સૌએ એક સાથે માથાં ધુણાવ્યાં.એક મિનિટના તફાવતે એક એક ટુકડી રવાના થવા લાગી.થોડીવારમાં મહેતાની સંસ્થામાં નિરવ શાંતિ ફેલાય ગઈ.

*

(11:40 pm,ડીંડોલી વિસ્તાર)

“મને ડર લાગે છે જૈનીત”નિધિ ધ્રૂજતી હતી.તેણે કોઈ દિવસ આવી પરિસ્થિતિનો સામનો નહોતો કર્યો.

“આ સમય ડરવાનો નથી નિધિ”જૈનીતે મક્કમ થતાં કહ્યું, “આપણે સાથે મળીને કામ કરવાનું છે.તને યાદ છે,તે જ મને આ માટે પ્રોત્સાહિત કર્યો હતો અને હવે તું આવું કહે છે?”

“કહેવાની વાત જુદી છે યાર,આટલાં લોકોમાંથી કોઈને કંઈ થઈ ગયું તો?”નિધિ હજી ડરતી હતી, “તને કંઈ થઈ ગયું તો?”

“ઓહ!!..તો એમ બોલને તને મારી ચિંતા થાય છે”જૈનીતે હસીને કહ્યું, “તું એ યુવતીઓ વિશે તો વિચાર જે કેટલાય વર્ષોથી આ નર્કમાં છે.તેઓ માટે જીવન-મૃત્યુ એક સમાન છે.તેઓ જ્યારે પોતાની મરજી મુજબ જીવન જીવશે ત્યારે આપણને કેટલી ખુશી મળશે અને આટલી યુવતીઓ માટે એક વ્યક્તિને કુરબાની આપવી પડે તો એમાં ખોટું શું છે?”

“એ વ્યક્તિ તું ના હોવો જોઈએ બસ,મારે બીજું કશું નથી વિચારવું”નિધીએ કહ્યું.

જૈનીતે નિધીને આલિંગન કર્યું અને કપાળ પર ચુંબન કર્યું.નિધી પણ જૈનીતના ખભે માથું રાખી તેને જકડીને ઉભી રહી ગઈ.

*

(11:42pm,મજુરા ગેટ)

“8 માર્ચ પછી શું કરવાનો વિચાર છે?”ક્રિશાએ પૂછ્યું.

“પહેલાં પપ્પા પાસે જઈને માફી માંગીશ”ખુશાલે કહ્યું, “હું આજે જે પણ છું એ તેઓના કારણે જ છું”

“એ તો ઠીક છે પણ લાઈફમાં આગળ શું કરીશ?”ક્રિશા કંઈક બીજું કહેવા માંગતી હતી પણ ખુશાલ એ સમજી શકતો નહોતો.

“ડૉક્ટર જ બનીશને,એ તો પહેલેથી નક્કી છે”ખુશાલે કહ્યું, “તારે શું પ્લાન છે?”

“હું તો જૈનીતની પરમિશન લઈને તેની લાઈફ પર બાયોગ્રાફી લખવા ઈચ્છું છું”

“એનાં માટે તારે મારી જરૂર પણ પડશે”ખુશાલે હસીને કહ્યું, “મારો પણ એમાં નાનકડો એવો પણ મહત્વનો રોલ છે”

“તારી જરૂર તો હંમેશા રહેશે”ક્રિશાએ ખુશાલની આંખોમાં જોઈને કહ્યું.

“હું વિચારું છું એ જ તું વિચારે છે?”ખુશાલે નેણ નચાવીને કહ્યું.

“શું વિચારે છે તું?”ક્રિશાએ ખુશાલના હોઠો તરફ જોઈને કહ્યું.

“હું અત્યારે તણાવમાં છું અને મને લાગે છે તારાં હોઠો મને થોડી રાહત આપશે”ખુશાલે પણ ક્રિશાનાં હોઠો પર નજર અટકાવી.

બંને નજીક આવ્યા,ખુશાલે ધીમેથી ક્રિશા હોઠ પર પોતાનાં હોઠ રાખી દીધાં.આગળની થોડી ક્ષણોમાં શું થવાનું છે એનાથી અજાણ ક્રિશા અને ખુશાલ એકબીજાને હૂંફ આપી રહ્યા હતા.

*

(11:45pm,રાંદેર)

જુવાનસિંહ ઉપરા ઉપર ચાર સિગરેટ ફૂંકી ચુક્યો હતો અને પાંચમી સળગાવી હતી.

“શું લાગે છે સાહેબ,આજે કંઈક નવા જૂની થશે?”એક કોન્સ્ટેબલે જુવાનસિંહની નજીક આવીને પૂછ્યું.

“આવતી કાલના ન્યૂઝ જોજે પ્રહલાદ,સુરતમાં કોઈ દિવસ નથી ઊગ્યો એવો સુરજ ઊગવાનો છે.લોકો કાલનો દિવસ કોઈ દિવસ નહિ ભૂલી શકે.આ ઘટના સુરતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ લખાવાની છે”જુવાનસિંહે કહ્યું.

“એક સવાલ પૂછું સાહેબ”કૉ.પ્રહલાદે કહ્યું, “આપણે પોલીસ ફોર્સ છીએ તો આપણે કેમ જોકર જેવાં બનીને ફરીએ છીએ?”

“આ સિક્રેટ મિશન છે,આ કામ કોણે કર્યું અને કેવી રીતે કર્યું એની જાણ મીડિયાને નથી થવા દેવાની.એ માટે આપણે આપણી હકીકત છુપાવીએ છીએ”જુવાનસિંહે સિગરેટનો ઊંડો કશ ખેંચીને ધુમાડો હવામાં છોડતાં કહ્યું.

“એક કશ આપોને સાહેબ”પ્રહલાદે સંકોચ ભર્યા અવાજે કહ્યું, “મેં સાંભળ્યું છે ટેંશનમાં સિગરેટ ઉપયોગી બને છે”

જુવાનસિંહ હસવા લાગ્યો.તેણે પ્રહલાદનાં હાથમાં સિગરેટ આપી બીજી સિગરેટ સળગાવી.

*

(11:50pm,ઉધના)

“જૈનીત વિશે કંઈ વિચાર્યું છે મેડમ?”સુનિતાબેનના અંગત કહી શકાય એવા રેડ્ડીએ તેની ભાષામાં પૂછ્યું.

“એની સામે પ્રસ્તાવ રાખીશું,જો એની ઈચ્છા હોય તો એ જોડાશે”સુનિતાબેને કહ્યું, “અન્યથા તમે જાણો જ છો આપણે કોઈને ફોર્સ નથી કરતાં”

“જો એ જોડાઇ જશે તો આપણે ચિંતામુક્ત થઈ જશું”રેડ્ડીએ કહ્યું.

“એ તો છે પણ એની ઈચ્છા શું છે એ જાણવું જરૂરી છે”

“આપણું આ કેટલામું રેસ્ક્યુ ઓપરેશન છે?”રેડ્ડીએ પૂછ્યું.

“તમે જોડાયા પછી આ 100મું થશે”સુનીતાબેને હસીને કહ્યું.

“ચાલો તો આજે સેન્ચ્યુરી મારી જ દઈએ”રેડ્ડીએ કહ્યું.

જે કાર્ય કરવા સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં એ સમય નજીક આવી ગયો હતો.થોડી પળોમાં મિશન ‘જોકર’નો છેલ્લો તબક્કો શરૂ થવાનો હતો.નિયતી પણ આ લોકો પર મીટ માંડીને બેઠી હોય એવી રીતે આજે બધાં પાસા મિશન ‘જૉકર’ની તરફેણમાં પડી રહ્યા હતાં.

શું થશે આગળની થોડી ક્ષણોમાં?

(ક્રમશઃ)

કેવી રીતે આ લોકો મિશન ‘જોકર’ને અંજામ આપશે?,ફરી એ જ સવાલ,કોઈ અડચણ આવશે કે પછી સરળતાથી મિશન સફળ થશે?,વિક્રમ દેસાઈનું શું થશે?,જૈનીત કેવી રીતે તેની સુધી પહોંચશે?

મહેતાં કોણ હતો?,એ શા માટે જૈનીતની મદદે આવ્યો હતો.રહસ્યો બધાં ખુલશે તેનાં માટે બસ વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED