એક ખોબા જેવડું ગામ અને એનું નામ ભાથરીયા હતું.તે ગામ માં સૌથી વધું વસ્તી તળપદા કોળી અને બીજા નંબરે વણકર ના ખોરડાં , ભરવાડ નું એક ખોરડું, કુંભાર ના બે ખોરડા, ચુવાળીયા કોળી એક ખોરડું, ફકીર નું પણ એક ખોરડું, અને વાલ્મિકી ના પણ બે ખોરડા હતા. આ ખોબા જેવડા ગામ માં બધા સંપીને રહે.અને એક બીજા ને મદદ ની જરૂર હોય તો ન બોલતા હોય તો એક બીજા વડે પણ વસ્તુ કે રૂપિયા આપીને મદદ કરતા .અને આખું ગામ ખેતી ઉપર આધારિત હતું. તેમાંથી જ તેમનું ગુજરાન ચાલતું હતું.
શિયાળા નાા અંત માં પાકની લણણી કરીને ગામના
પાદરમાં રાખવામાં આવતો. અને પાક નો અમુક ભાગ રાજા ને આપવાનો નક્કી કર્યા પ્રમાણે તમને દેવાનો થતો . અને આ પાક ની દેખરેખ માટે એક રખેવાળ રાખવામા આવતો હતો.
તે સમયમાં ગામની રખેવાળી કરવાનુ કામ ધાનાભા કરતા હતા. જે વાલ્મિકી હતા.ગામના પાદરે રાત્રિ ના સમયે પાક ની દેખરેખ સાથે સાથે ગામની રખેવાળી કરવાનુ કામ કરતા હતા. તેઓ પાંચ હાથ પૂરા. અને મોટી મોટી મૂછ અને આટી યાળ પાઘડી પણ માથે રાખતા હતા.અને હાથ માં સિહોરી તલવાર સાથે ધાનભા નો એક ઘોડો પણ રાખતા હતા. તેમને હોકાના બાંધણી હતા . રાત આખી જાગીને આખા ગામના ખળા ની રખેવાળી કરતા અને કોઈ ચોર કે લુટેરા આવે તો ગામ ને તેની ગંધ પણ ન આવવા દેતા અને ગામ માંથી નાશી છૂટાડતા.
એક દિવસની વાત છે રાત્રીના સમયમાં ગાડાં મારગ પણ ટૂંટિયું વાળીને સૂતો છે. સીમમાં શિયાળ ના અવાજ આવતા પણ બંધ થાય છે. ગામમાં તો કૂતરા પણ ભસતા ભસતા સુઈ ગયા છે. ધનાભાં પણ ઘોડા ઉપર સવારી કરીને ગામ આખાની ફરતે ફરતે ફરીને ખળે આવે છે. હાથમાંથી ફાનાશ ઓલવે છે. અને હોકો માંડવાની ત્યારી કરે છે . તેટલા માં જ અંધારામાં ઘોડાના ડાબલા ધમાબગડ... ઘામાબગડ...ઘામાબદડ... કરતા ઘોડા આવતા સંભળાય છે.એટલે તરત જ ધનાભા ફાનસ સળગવાની તૈયારી કરે છે.
પણ પવન વધુ હોવાથી ઝડપી સળગી શક્તિ નથી એટલામાં
જ પાચેક ઘોડે સવાર ત્યાં આવી પહોં ચે તે પેહલા હાથ માં સિહોર રીલવાર લઈ ને ત્યાર થાય ગયા હોય છે.ઘોડે પાંચેય ઘોડે સવાર ઘોડા પરથી નીચી ઉતારી એમને ઘેરી વળે છે. અને બધા જ પાકના ખળા ને લઇ જવાની વાત કરે છે.પણ ધનાભા કહું " હું જીવતો છું ત્યાં સુધી તો એ શક્ય નથી . પણ મારા ગયા પછી લઈ જજો.અને એના માટે કદાચ મારા પ્રાણ દેવા પડે તો ગામ માટે કુરબાન છે.વધુ બોલાચાલી થતાં ચોરો ઉશ્કેરાય છે . અને તેમના પર લાકડી નો વાર કરે છે. પણ ધાનાભાના હાથમાં રહેલ તલવાર થી જોરથી ઘા મારતાં લાકડીના બે ભાગ થઈ ને તૂટી ગઈ. અને એક ને તો તલવારની ધાર પણ અડી ગઈ . અને લોહી નીકળવાનું ચાલુ થયું. આ જોઈ ને અને પાચેય ચોરોની આંખોમાં હવે લોહી જ દેખાતું હતું. બધા ચોરો એક સાથે ઘા કરે અને મારે . પણ હવે તો એકલા હાથે કેટલીક ટક્કર લેવી. સમી સાંજ ના લડતા હતા. હવે તો તેમની જ તલવારથી તેમના પર ઘા જીકવામા આવતા હતા. અને ઘા ઉપર ઘા મારતા હવે તો શ્વાસ ધીમે ધીમે અટકવા લાગીયો હતા.
હવેતો સવાર પડવા પણ આવી હતી.અને સડક પણ આળશ મરડી ઉભી થવાની તૈયારી હતી.ચોરે તો હવે તો ધનાભા ને તેમની જ તલવારથી મારી નાખેલ . અને ગામના ખળા પણ લઈ ને જતા રહિયા હતા.
એક ગામ માટે પોતાના પ્રાણ તેજી દીધા. જરા પણ આજે પણ ગામની મધ્યમાં લીમડાના ઝાડ નીચે ધનાભા ની ખાંભી છે.ગામના દરેક શુભ પ્રસંગે તેમને યાદ કરવામાં આવે છે. અને મોટો ભૂપ હોય તો પણ આજે નમે છે.અને ગામના જેટલા પણ ગામ સમસ્ત મંદિર છે . તેટલા જ આ ખાંભી ને પણ પણ માન આપવામા આવે છે.લોકો સવાર અને સાંજ આ ખાંભી ને દીવા અને અગરબત્તી પણ કરે છે.
ભાથરિયા ભૂમિ પર
એક શૂરવીર જન્મો હતો.
પોતાના પ્રાણ તેજી ને
ખાંભી એ ખોડાણો હતો.
પ્રતાપ સોલંકી "સ્મિત"