ramji aele ramji books and stories free download online pdf in Gujarati

રામજી એટલે રામજી

એક નાનું ગામ અને ત્યાં એક રામજી નામ નો એક માણસ રહે . તે રોજ માણસ ને પોતાની ચતુરાઈ થી કામ કરે અને બધા ને સરળ અને ઝડપી કામ કરી આપતો.
આવું જોઈ ને ગામના લોકો ને ખૂબ જ ગમતું અને તેને બધા સબાસી પણ આપતા.
એક વાર તેને તેના મિત્ર ને કહીયું કે " રામજી એમ કર તું કોઈ સારા સિટી માં જાઈને તું તો તારી આવડત થી સારી નોકરી પણ મેળવી શકીશ."
તે રાજકોટ માં ગયો અને ત્યાં તેને એક તેના મિત્ર ને ત્યાં રેહાવાની સગવડ કરી હતી. ત્યાં રાત્રિ ના ભોજન બાદ તે તેના મિત્ર સાથે બહાર ફરવા ગયા . ત્યાર બાદ આવી ને સૂતા અને રામજી ના મગજ માં તો કામ...કામ...કામ.. જ ચાલ્યા કરતું હતું. સવાર પડતાંની સાથે ચા અને નાસ્તો કરી . તેના મિત્ર એ કામ નું નક્કી કરીને મૂક્યું હતું ત્યાં ગયા. તે એક નાનું કારખાનું હતું .ત્યાં પોહચ્યાં પગથિયાં ચડતાં જ પગ લૂછનિયું પણ અસ્ત વ્યસ્ત હતું . તો રામજી એ તરત એ સરખું કર્યું. શેઠ ની ઓફિસ માં જતાં પેહલા બૂટ પણ લાઇન માં મૂક્યા. દરવાજા માં જતા પેહલા પગે પણ લાગીયો. આ બધુ શેઠ સી.સી.ટી.વી. કેમેરા માં જોઈ રહિયા હતા . શેઠ સાથે વાત કરી અને સેઠે એક માણસ ને બોલાવ્યો અને કહિયુ " રામજી ને તેનું કામ દેખાડી દો" રામજી માત્ર ચાર જ દિવસ કામ એકદમ સરખું સીખી ગયો હતો. ધીરે ધીરે તે કારખાના બીજા પણ કામ શીખવાની ધગશ રાખતો હતો.
માત્ર એક વર્ષ માટે તેને કારખાના બધા માણસના દિલ માં એક જ નામ રેહતું રામજી. તે એક દિવસ ના આવે તો પણ બધા કહેતા કેમ નહિ આવિયો હોય. શું થયું હસે? ઘણા બધા સવાલ કરતા એક બીજાને. ઘણી વાર તો શેઠ ને પણ પૂછી લેતા કે નથી આવિયો રામજી આજે.
સાથે સાથે શેઠ ની ગેરહાજરી માં તેને આખા કારખાના ની જવાબદારી પણ તેના પર આવતી. શેઠ ને તેના પર એટલો વિશ્વાસ કે તે જે કરે તે સાચું જ હોય . રામજી પણ એટલા જ ખંત થી કામ કરતો . આખા કારખાના એનું કહીયુ બધા જ કરતા .કોઈ ક્યારે પણ એના અપમાન ના કરતા. હવે તો તેના કારખાના મજૂર માંથી પણ સુપરવાઇઝર માં પણ પ્રમોશન મળેલ. તેના કારણ થી તેના પગાર માં પણ વધારો થયો હતો .
હવે તો રામજી રાજકોટ માં પોતાનું ઘર પણ લઈ લીધું હતું. અને પોતાની સપનાની એક સારી ગાડી પણ લઈ લીધી હતી. તેના ગામડે થી પણ તેમાં " બા" પણ હવે રામજી સાથે રહવા આવી ગયા હતા.
જેમ દિવસો ગયા તેમ તે તેની આવડત ના કારણ તે પ્રગતિ ના પંથે આગળ ને આગળ જ વધતો રહીયો. અને શેઠ પણ ખૂબ રાજી થતા. હવે ધીરે ધીરે ત્યાં બોલ્ટ ની માગ વધતી ગઈ હતી .અને રામજી ના શેઠ માં હવે વૃદ્ધ થયા હતા . તેમને કામ માં તેમનો દીકરો ધ્યાન ન આપતો હતો. તેથી રામજી સાથે ભાગીદારી કરવાનું મનમાં વિચાર લીધું હતું.. સવાર પડતાં શેઠ રોજ કરતા આજે વેહલા આવીયા હતા . અને રામજી પણ થોડી વારમાં આવિયો. ત્યાર બાદ ઓફિસ માં બોલાવી બધી વિગતવાર વાત કરી અને તેને ભાગીદારીમાં કંપની સ્થાપવાનું નક્કી કર્યું.
યોગ્ય જગ્યાએ જમીન લઈને કામ પણ સારું કરી દીધું અને માત્ર થોડા મહિનામાં કંપનીનું કામ પૂર્ણ કરી શેઠ ના હસ્તક ઉદઘાટન કરવામાં આવ્યું. હવે તો રામજી શેઠ બની ગયો હતો . છતાં ક્યારે પણ મજૂર માટે ની રામજી પ્રત્ય નો ક્યારે પણ પ્રેમ ઓછો નથી થયો. અને થવા પણ ના દેતો. ક્યારેક તો જાતે પણ કામ કરી લેતો . અને મજૂર સાથે પણ જમવા બેસી જતો તો ક્યારે એમને પણ કામ માં સાથ આપતો. બધા સાથે મોજ મસ્તી પણ કરતો.
એક દિવસ ની વાત છે રાત્રે રામજી કંપની માંથી કામ પૂરું કરી ને ઘરે આવિયો .અને તેની "બા" સાથે થોડો સમય રોજ ની જેમ વાતો કરી અને તે તેના રૂમ માં સુવા માટે ગયો . અચાનક તેને છાતી માં દુખાવો થયો . તે તરત જ ડ્રાઈવર ને ફોન કરી ને ત્યાં બોલાવ્યો. ડ્રાઈવર આવી ને સાહેબ ..... સાહેબ..... સાહેબ પણ રામજી સાહેબે આજે ભવ ભવ ની નીંદ ખેચી લીધી હતી..તરત ત જ તેને શેઠ ને પણ બોલાવ્યા . સવાર પડતાંની સાથે આ સમાચાર બધી જગ્યા પહોંચી ગયા હતા. કંપની ના તમામ લોકો આજે રજા રાખી ને તેની અંતિમ ક્રિયા માં જોડાયા હતા.
કંપની ના લોકો આજે એક એવો હીરો ગુમાવ્યો હતો .જે ક્યારે પણ પાછો નહિ મળે .બધા લોકો હિબક્તા હીબક્તા તેની ક્રિયા માંથી પાછા ફરિયા હતા. આજે પણ બધા લોકો માં મોઢે એક જ નામ રહી ગયું . રામજી એટલે રામજી...

બીજા રસપ્રદ વિકલ્પો