Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 8

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|8|

એને મારી તરફ આવતી જોઇને મે ચહેરો બારી તરફ કરી નાખ્યો. મારા ધબકારા આમ પણ વધી ગયા છે. મારે કેમ બીહેવ કરવુ એ સમજાતુ નથી. મારી આગળની સીટ પાસે પહોચી ત્યારે મને એનો અડધો ચહેરો દેખાયો.

થોડીવાર તો મને ગભરામણ થવા લાગી. પહેલા તો મને કાંઇક થવા લાગ્યુ. ત્યાં મનમા ક્યાંકથી રીયાનો અવાજ સંભળાયો “આર.જે. થઇ ગઇ તારી કેફે સ્ટોરી પુરી...”. મારો ડર વધવા લાગ્યો. એની સાથે વાત કરવી કે નહી એ અચાનક મારી સમજણ બહારનો વીષય બની ગયો.

એ આગળની સીટ પાસે ઉભી રહી. આજુબાજુની સીટના નંબર ટેગ પર જોઇને પોતાની સીટ શોધે છે. એના ચહેરાની સરળતા જ એની સુંદરતા છે. કહેવાયને “સીમ્પલી ક્લેવર” જેની કોઇ સરખામણી જ ના થઇ શકે.

બસમા એટલુ જ અજવાળુ છે કે એનો ચહેરો માંડ દેખાયો.

“એક્સક્યુઝ....મી....” મારી સામે જોઇને એણે કહ્યુ. “ઓહ...હેલો....” મને સ્યોર નહોતો કે મને કહે છે. એટલે મે ધ્યાન ન આપ્યુ. હુ મારા ફોનમા જોતો રહ્યો. જ્યારે વાસ્તવીકતા એમ છે કે મને ડર છે. જે વાત રીયા એ મને હજાર વાર સમજાવી છે તોય મારા ગળે નથી ઉતરતી. “છોકરી નો મીનીંગ ભુત નથી સેન્ટીમાસ્ટર....”
“ઓહ હેલો મીસ્ટર....” સીટ પર ધીમેથી હાથ રાખીને કહ્યુ. મને થયુ હવે ગયા કામથી....મારા હાથ-પગ ફરી ધ્રુજવા લાગ્યા. હર વખતની જેમ આ વખતે પણ રીયાની સલાહ કામ ન લાગી.

અવાજ સાંભળીને હુ ઓગળી ગયો પણ; નાલાયકની જેમ સુવાની એક્ટીંગ કેમ કરુ છુ એ ન સમજાયુ.

“એક્સક્યુઝ....મી....” એણે ફરી કહ્યુ. મે કોઇ જવાબ ના આપ્યો. સાચી વાત તો એ હતી કે મારી હીમ્મત નહોતી એની સામે જોઇ શકવાની. “સુવાની એક્ટીંગ પતી ગઇ હોય તો બેગ સાઇડ પર હટાવશો.”

મને ઝાટકો લાગ્યો. એણે મને પકડી પાડયો. હું કાંઇના બોલી શક્યો. મારા હોશ ઉડી ગયા. હુ કાંઇ ના બોલ્યો મે બેગ અને મારા બીજા બે ફોન ત્યાંથી લઇને મારા પગ પર મુક્યા. હુ ન તો ઇયરફોન કાનમાંથી કાઢી શક્યો કે ના તો સોંગ ચાલુ કરી શક્યો. એની સામે જોવામા પણ મને બીક લાગે છે.

એ મારી બાજુમા આવીને બેસી ગઇ ત્યારે મારી સાચી પરીક્ષા ચાલુ થઇ. થોડીવાર માટે બે માથી કોઇ કાંઇ ના બોલ્યુ. એ એના બેગમાંથી કાંઇ શોધે છે અને હુ ફોનમા વ્યસ્ત હોવાની એક્ટીંગ કરતો રહ્યો.

ધીમેથી કોઇએ મારા હાથ પર માર્યુ.“એ મીસ્ટર અકડુ....વીન્ડો ઓપન કરશો....” કહીને મારી સામે જોયુ. છોકરી છે એમ વીચારી-વીચારીને આમેય હુ અડધો પાગલ થઇ ગયો છુ. પહેલીવારમા તો ડરના કારણે મે સામુ ન જોયુ. પણ હુ એના સ્વભાવ પર હારી ચુક્યો છુ.

“વીન્ડો ઓપન કરશો....રેપર ફેકવુ છે....” એણે ફરી કહ્યુ. આ વખતે હીમ્મત કરીને સામુ તો જોવાઇ ગયુ પણ કાંઇ જવાબ ન આપી શક્યો. “બારી....બારી હોય ને....એ ખોલશો કચરો નાખવો છે....” કહીને એણે બારી તરફ હાથ કર્યો. મે કાચ ખોલ્યો અને એણે કાંઇ કાગળીયો બહાર ફેંક્યો.

મે ફરી બારી બંધ કરી ત્યારે એણે એક ધારુ મારી સામે જોયા કર્યુ. મારો ડર વધતો જતો હતો. થોડીવાર સીરીયસ થઇને મારી સામે જોયુ પછી અચાનક જ જોર-જોરથી એ હસી પડી. થોડીવાર તો મને સમજાયુ નહી કે શુ થઇ રહ્યુ છે પણ એને જોઇને મને રીયાની યાદ આવી ગઇ.

“થેંકસ...” વળી શાંત થઇ ગઇ. હુ કાંઇ ન બોલી શક્યો. મે એને ઇગ્નોર કરવાની ટ્રાઇ કરી.

“સોરી....સોરી....” ધીમેક થી બોલીને એને આગળ તરફ ધ્યાન ફેરવ્યુ. ખબર નહી કેમ પણ મારુ ધ્યાન પણ એના પરથી જતુ નથી. એને ખબર ન પડે એમ મે એની સામે જોયુ તો એ ધીમે-ધીમે મારી સામે જોઇ હસે છે.

અંદરથી એવુ થાય છે કે એની સાથે વાત કરવી જોઇએ પણ ખબર નહી કેમ અટકી જવાય છે. કદાચ આજ કારણે મારી કેફે સ્ટોરી કાયમ અધુરી રહી છે. ન બોલુ ત્યારે સાવ નહી બોલવાનુ અને બોલવાનુ ચાલુ થાય એટલે રેડીયોનો ટાઇમ જ પુરો થાય. પણ અત્યારે એમ થાય છે કે રીયા કે રાહુલ્યો સાથે હોત તો જરુર મારી મદદ કરે.

હુ કાંઇ બોલુ એ પહેલા “હાઇ....પીયા....” કહીને એણે હાથ આગળ કર્યો. “ પીયા પટેલ....”

“એ સોરી....પ્લીઝ ડોન્ટ માઇન્ડ હા....હુ કાંઇ વધારે જ હેરાન કરુ છુ તમને....” કહીને એણે હસવાનુ રોકી રાખ્યુ.

મે હીમ્મત કરીને એની સામે જોયુ. એ મારી સામે જોઇ રહી છે. જાણે એને જવાબ આપવાની જ રાહ છે.

હાથ મીલાવવા માટે મે આગળ કર્યો પણ; મારો હાથ ધ્રુજવા લાગ્યો. “અરે આટલા ડરો છો....શુ કરવા....હા....હમમમ....હાર્ટબ્રેક થયુ લાગે....” કહીને અટકી “આઇ.કે....આઇ.કે....છોકરી છુ એટલે ને....” મારા ડરને જાણે એણે ઇગ્નોર કરીને હવામાં ફેંકી દીધો. કદાચ એ મારા મનની વાત જાણી ગઇ છે.

મારા બધાથી મોટા ડર સાથે એણે મને પકડી પાડયો. હવે મારી પાસે શુ જવાબ હોય.

હુ કાંઇ ન બોલ્યો.

“ચીલ યાર....ચલો ફરી સ્ટાર્ટ કરીએ.....” ફરી અટકી. “એન્ડ ડોન્ટ માઇન્ડ હુ સ્મગલર નથી....”

“હેલો....” હુ હીમ્મત કરીને બોલ્યો.

“હાઇ....” એણે કહ્યુ. મારી સામે જોતી વખતે એના ચહેરા પરની સ્માઇલ જ એટલી મોહક હતી.

“પીયા....પીયા પટેલ....” કહીને કદાચ એ ફરી મારા બોલવાની રાહ જોવે છે. એ બીજી છોકરીઓ જેવી નથી. મારુ મન એવુ કહે છે. સામે વાળા માણસ સાથે કેમ એના સ્વભાવ પ્રમાણે બીહેવ કરવુ એ એને બરોબર રીતે ખબર છે. જ્યારે આવી ત્યારે એણે મારી સાથે ઘણા મજાક કર્યા પણ અત્યારે એકદમ ગંભીર છે.

“આનંદ....આનંદ પટેલ....” કેવી રીતે બોલવુ એ મને ખબર ન પડી એટલે મે પણ એની જેમ જ બોલી નાખ્યુ.

“અરે વાહ....આપણે બેય પટેલ....” કહીને એણે મારા હાથ પર તાલી મારી.... “આઇ હેવ વન આઇડીયા....”

થોડીવાર કાંઇ પણ બોલ્યા વગર મારી સામે જોઇ રહી.

“ચલો અનામત આંદોલન કરીએ.” કહીને જોરદારની હસી પડી. મને પણ હસવુ આવ્યુ. ખાસ વાત એ છે કે મારી અને એની વાતો સરખી જ છે. ફેર એટલો છે કે હુ રેડીયો પર વાત કરુ છુ અને એ રીયલ લાઇફમા અને એ પણ અજાણ્યા માણસો સાથે....

માંડ થોડી-ઘણી વાતો થઇ ત્યાં અચાનક જ બસને જાટકો લાગ્યો અને ધીમી પડતા રોડની જમણી બાજુ તરફ વળતા બ્રેક લાગી અને ઉભી રહી.

અમે બેય એ એકબીજાની સામે જોઇ રહ્યા કે શુ થયુ.

“છલો મામુ લોગ....” મને નેપાળી જેવો અવાજ લાગ્યો. “સબસે બધીયા છાય પીલાતા હુ થુમ લોગો કો....”

“છાય એટલે ચા ને.....” પીયા એ કહ્યુ.

“હા” મે કહ્યુ. પછી અમે બેય એકબીજાની સામે જોઇને એટલા હસ્યા કે વાત જ ન કરાય.

“છલો થુમ થો છાય લવર થે ના....ઇસસે બધીયા છાય કહી નહી મીલેગી. અપને યાર કા ખેફે હેય....” નેપાળી અમારી તરફ આવ્યો. બાકી બધા બસમાથી ઉતરી ગયા છે.

એને ખોટુ ન લાગે એટલે અમે હસવાનુ દબાવી રાખ્યુ.

“થુમ જાવ....” હુ બોલ્યો ત્યાં પીયા એ મારા પગ પર માર્યુ. “સોરી તુમ જાવ હમ આતે હે....”

“ડફોળ શુ બોલે છે....” નેપાળી ને જતો જોયો પછી એ પોતે હસવા લાગી. “આવુ નો કરાય યાર....એજેડ પર્સન છે....”

“આ અને એજેડ....હવે સાવ ખોટો છે....આર્કીટેક્ટની ડીગ્રી લઇને ડ્રાઇવર થઇ ગયો...સાલો....” મારાથી બોલાઇ ગયુ.

મે બારી બહાર જોયુ. એટલુ અંધારુ છે કે બસનો આગળનો ભાગ પણ માંડ દેખાય છે.

“ચલો જઇએ છાય પીવા....” ઉભા થતા-થતા દાંત કાઢીને મારી તરફ મદદ કરવા માટે હાથ લંબાવ્યો.

એ મારી સામે હાથ આગળ કરીને ઉભી છે. હુ બસ જોતો રહી ગયો.

“ચલો....છાય રાહ જોવે છે....” એણે ફરી કહ્યુ.

મે પણ હાથ આગળ કર્યો.

“છાય....” બેય સાથે બુમ પાડીને હસતા આગળ તરફ ચાલ્યા.

ક્રમશ: