લવ ની ભવાઈ - 17 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 17

હવે આગળ,
દેવ અને ભાવેશ બસ સ્ટોપ ઉપર કાજલની રાહ જોતા હોય છે દેવ તો એકી ટીસે બસ જ્યાંથી આવે છે ત્યાં જ નજર રાખી ઉભો છે એક બસ આવે છે તે જોવે છે પણ તે કાજલ ના ગામ ની બસ નથી હોતી તે ફરી ઉદાસ થાય છે અને રાહ જોવા લાગે છે દસથી પંદર મિનિટ રાહ જોયા પછી એક બસ આવે છે તે કાજલના ગામની બસ હતી દેવ ના ચહેરા પણ એક ખુશીની મુસ્કાન આવી જાય છે બસ પ્લેટફોર્મ 5 પર આવે છે કાજલ તેમાંથી નીચે ઉતરે છે દેવ ને કાજલની આંખ મળે છે અને એક હળવી મુસ્કાન આપી કાજલ તેની સખી જોડે ચાલવા લાગે છે દેવ પણ તેને જોતો જ રહી જાય છે ભાવેશ પણ દેવને કહે છે હવે તો ચાલ ક્યાં સુધી તેને જતી જોયો રહીશ .
દેવ : ભાવેશ ખબર નથી યાર મને પણ હું તેની એક મુસ્કાન માટે પણ તડપુ છું .
ભાવેશ : હા મને ખબર છે પણ ક્યાં સુધી તું આમ જોયા જ રાખીશ તું તેને તારા દિલની વાત તો કરી દે .
દેવ : હા ભાવેશ ખબર છે પણ તે એકલી મને મળવી તો જોઈએ ને ?
ભાવેશ : તે તેની સખી સાથે જ હોય છે તને ખબર છે તારે હિમ્મત કરીને પૂછવું પડશે.
દેવ : હા પણ બધા સામે હું તેને નહીં પૂછી શકું?
ભાવેશ : સારું . હવે ચાલ આપણે આઇટીઆઈ બાજુ જઈએ
દેવ : હા ચાલ જઈએ .
દેવ અને ભાવેશ બાઇક લઈને કાજલને તે જાય છે તેની પાછળ બાઇક લઈને જાય છે તેની બાજુમાંથી નીકળે છે દેવ અને કાજલની નજર ફરી એકવાર મળે છે અને ફરી એકવાર બંને મુસ્કાનની આપ લે કરે છે . બાઇક કાજલની આગળ નીકળી જાય છે દેવ પાછળ જોઈને એકવાર નજર કરી આગળ બાઇક નીકળી જાય છે તે કોલેજ સર્કલ પાસે તેની રાહ જોવા ભાવેશ અને દેવ ઉભા રહી જાય છે .ભાવેશ ના પડે છે દેવ અહીં હવે ના ઉભું રહેવું જોઈએ કેમ કે આપણે તેની રાહ જોવામાં ને જોવામાં આપણે ઘણું મોડું થઈ ગયું છે . આપણે હવે જવું જોઈએ પણ દેવ ભાવેશને ના પાડે છે બસ પાંચ મિનિટ જ રાહ જોવાનું કહું છું દેવની વાત માનીને ભાવેશ રોકાઈ જાય છે .ભાવેશ પણ તેની વાત માનીને ત્યાં દેવ સાથે કાજલની રાહ જોવા લાગે છે બધા પ્રેમીઓનું આ સર્કલ અમરેલી માં પ્રખ્યાત છે બધી કોલેજ પણ તે રોડ પર અને સામ સામે આવી છે તો મોટા ભાગના છોકરાઓ અહીં જ પોતાની ગર્લફ્રેન્ડની રાહ જોતા હોય છે . દેવ કાજલને આવતા જોતો હોય છે કાજલ પણ દૂરથી દેવ ને નિહાળે છે દેવના ચહેરા પર એક અલગ મુસ્કાન આવી જાય છે સામે કાજલ પણ દેવ ને મુસ્કાન આપી નીચે જોઈને ચાલવા લાગે છે .દેવની નજીક પહોંચતા કાજલ ફરી એકવાર દેવને ત્રાસી નજરે નિહાળે છે અને દેવને મુસ્કાન આપીને કૉલેજના ગેટમાં એન્ટ્રી કરે છે .દેવ પણ તેને કૉલેજમાં એન્ટર થતા જ દેવ અને ભાવેશ પણ બાઇકમાં આઈટીઆઈ માં જતા રહે છે . દેવ અને ભાવેશ બાઇક પાર્ક કરીને ક્લાસ રૂમ તરફ દોડવા લાગે છે પણ સર આવી ગયા હોય છે અને બંનેની એપ્સન્ટ પુરે છે દેવ અને ભાવેશ એકબીજા સામે જોઇને અને સર સામે જોઇને બેસી જાય છે.અને બંને બેસીને વાતો કરવા લાગે છે