આગળ જોયું કે દેવ કાજલ ના ખાયલોમાં ખોવાયેલો રહે છે,
હવે આગળ,
દેવ શોપ પર જવા નીકળી જાય છે રસ્તામાં તેના મિત્રો મળે છે તેને પણ તે સાથે શોપ પર લઇ જાય છે. ત્યાં બધા સાથે બેસીને થોડીવાર વાતો કરે છે અને ચા મગાવે છે પણ દેવ ચા પીતો નથી તેને ચા કે કોઈ વ્યસન હોતું નથી હા તે બહારનો નાસ્તો કરે છે તે પણ ઓન્લી વેજિટેરિયન જ ખાય છે .હા તેના ઘણા મિત્રોને પાન મસાલાનું વ્યસન છે પણ દેવને કોઈ પણ જાત નું વ્યસન નથી. દેવ બધા સાથે ચા પીતો નથી તે તેના માટે લીંબુ સોડા મગાવે છે તે પીવે છે .દેવ ચા અને સોડાનું બિલ આપી તેના મિત્રોને મળીને પોતાની શોપ પર જવા લાગે છે .તે શોપ પર થી રાત્રે 8 વાગ્યે ફ્રી થઈને ઘરે જમવા માટે જાય છે થોડીવાર બહાર મિત્રો સાથે બેસીને રાત્રે 11 વાગ્યે સુવા માટે જતો રહે છે ફરીવાર તેને સુતા કાજલની યાદ આવી જાય છે આખો દિવસ તો ભણવામાં અને મિત્રો સાથે હતા ને શોપ પર કામ હતું તો નીકળી ગયો પણ ફરી વિચારવાનો સમય મળતા તેને કાજલ યાદ આવી જાય છે આજે તે તેને યાદ કરીને સુઈ જાય છે પણ ઊંઘ આવતી નથી બસ તેના જ વિચાર આવે છે અને ખબર ના પાડી કે તેને ઊંઘ ક્યારે આવી ગઈ. સવારના 4 વાગતા જ અચાનક કોઈ સપનામાંથી ઉભો થયો હોય તેમ ઉભો થઇ જાય છે .
સપનામાંથી ઉભો થયો હતો પણ સવાર પડતા તે જાગીને ઝડપથી તૈયાર થઈને કાજલના ફરી વિચાર કરવા લાગે છે અને તે મનમાં જ વિચાર કરે છે કે આજે વહેલો જઈને અમરેલી બસ સ્ટોપ પર તેની હું રાહ જોઇશ એમ વિચારીને તે આજે વહેલી બસમાં નીકળી જાય છે આજે તે ઘરે થી સવારે 6 વાગ્યે નીકળી જાય છે .બસ આવવાની તૈયારી હોય છે તેના મિત્રો પણ તેને બસ સ્ટોપ પર મળી જાય છે રોજની જેમ આજે પણ બધા તેના મિત્રો પાછળની સીટ પર જઈને બેસી જાય છે બસ થોડી આગળ વધે છે અને તેના મિત્રો સાથેની વાત પણ એકબીજાની ગિર્લફ્રેન્ડ વિશે વાત નીકળવા લાગે છે પણ હજી સુધી દેવની કોઈને ખબર હોતી નથી એટલે દેવને કોઈ આ વિશે પૂછતું નથી.દેવ પણ બધાની વાત સાંભળે છે અને તે પણ પોતાના અને કાજલ વિશે આગળ વિચારવાનું ચાલુ કરી દે છે .પણ ભગવાને દેવના નસીબમાં કૈક અલગ જ લખ્યું હોય તેવું લાગે છે બધા વાત કરતા કરતા અડધે રસ્તે પહોંચી જાય છે હવે બધા પોટ પોતાનો નાસ્તો ખોલીને બધા એકસાથે નાસ્તો કરવા લાગે છે બસ તેની રીતે આગળ વધતી રહે છે . દેવ કાજલનું ગામ આવવાથી બસની બહાર મોઢું કાઢે છે બસ ઉભી પણ રહે છે પણ કાજલ ક્યાંય જોવા મલતી નથી. બસ આગળ વધવા લાગે ચબે અને દેવનું દિલ પણ કંઈક બેચેની અનુભવે છે પણ તે કઈ કરી શકતો નથી.અમરેલી સ્ટોપ પર બસ આવીને ઉભી રહે છે બધા સાથે નીચે ઉતરે છે પણ દેવ હજી બસમાં જ બારી પાસે બેસીને કૈક વિચારમાં ખોવાયેલો લાગે છે પણ વિપુલ તેને નીચે ઉતરી પૂછે છે તારે આવવું નથી . ત્યારે દેવ હોશમાં આવે છે અને નીચે બસમાંથી ઉતરે છે ત્યાં તેનો મિત્ર ભાવેશ મળી જાય છે તો તે વિપુલને કહે છે કે હુ અને ભાવેશ આવશું તમે લોકો નીકળી જાવ અને વિપુલ ને તે બધા લોકો નીકળી જાય છે ભાવેશ અને દેવ કાજલની યાદમાં ને તેની રાહમાં બસ સ્ટોપ પર રાહ જોવા લાગે છે .
શુ કાજલ આજે દેવને જોવા મળશે? શુ કાજલ અને દેવ ની પ્રેમ કહાની આગળ વધશે? તેના માટે વાંચતા રહો લવની ભવાઇ .