રંગીલા પ્રેમી - ભાગ - 2 S Aghera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગીલા પ્રેમી - ભાગ - 2

મારાં તમામ વાચકોને મારી નમ્ર વિનંતી કેમ જેણે રંગીલા પ્રેમી ભાગ 1 ન વાંચ્યો હોય તો તે વાચી લેજો.
બીજો ભાગ મોડો આવવા બદલ માફી ચાહું છું.

આગળના ભાગમાં આપણે જોયું, કૃષિત, હસ્તી અને આર્યન કેન્ટીનમાં નાસ્તો કરે છે અને વાત કરવાનું ચાલુ કરે છે.
હવે આગળ........
કૃષિત તો હસ્તીનો ચહેરો જોતો જ રહી ગયો જેમ કોઈ કવિ નદીકાંઠે બેઠો હોય અને વિચારોમાં ખોવાઈ ગયો હોય તેમ. હસ્તીએ કૃષિતની આંખ સામે ચપટી વગાડતાં કહ્યું, "ક્યાં ખોવાઈ ગયો? "

કૃષિત અચાનક જાગ્યો હોય તેમ અચાનક માથું હલાવતા કહ્યું " ક્યાય નહિ "

કૃષિતે હસ્તી સાથે મિત્રતા કરવાની કોષીશ કરતા પૂછ્યું, " તમે કઈ સ્કૂલમાં બારમું ધોરણ કર્યું? "
" SMK સ્કૂલમાં અને તું મને તમેની જગ્યાએ તું કહીશ તો ચાલશે" હસ્તીએ કહ્યું .

કૃષિત મનોમન હરખાતા કહ્યું, " ઓકે બસ હવેથી હું તને તું કહીને જ બોલાવીશ "
આમ કૃષિત અને હસ્તી એકબીજા સાથે થોડી વાતો કરી.

ત્યાં આર્યન તે બંનેને જોતો અને વાત સાંભળતો હતો. ત્યાં લેકચર ચાલુ થવાની બેલ વાગી એટલે આર્યન બોલ્યો " ચાલ ભાઈ કૃષિત હવે "

ત્યાં હસ્તી બોલી " શું મને નહિ બોલાવ આર્યન? "
" હા બોલાવીશ પણ એક શરતે તારે મારી સાથે દોસ્તી કરવી પડશે. " આર્યને કહ્યું.
બસ હું તમારી સાથે દોસ્તી કરવા જ તમારી સાથે નાસ્તો કરવા બેઠી હતી પણ તું અત્યાર સુધી કઈ બોલ્યો જ નહિ.
ત્યાં કૃષિત બોલ્યો 'ચાલો હવે લેકચર ચાલુ થઇ જશે."
પછી બધાય તેના ક્લાસમાં ગયા.પણ કૃષિત તો હસ્તીને જ હોતો હતો. તે દિવસે કૉલેજ પતી ગઈ પછી કૃષિતે હસ્તીને પૂછ્યું " તારું એડ્રેસ આપીશ? "
હસ્તીએ પોતાનું એડ્રેસ આપવાની ના પાડતા કહ્યું, " સોરી કૃષિત હજી નહિ આપું. આપણે હજી એકબીજાને સરખી રીતે ઓળખતા પણ નથી. હજી આપડે બંને પહેલીવાર મળ્યા છીએ પણ થોડા દિવસ પછી આપણે સરખા મિત્ર બની ગયા પછી જરૂર આપીશ. "
" ઓકે કંઈ વાંધો નહિ " કૃષિતે કહ્યું.

પછી હસ્તી એકટીવા લઈને કૉલેજથી નીકળી ગઈ. પછી કૃષિત અને આર્યન વાતો કરતા કરતા જ્યાં બાઈક રાખ્યું હતું ત્યાં જઈને બેસ્યા અને આગળ વાતો કરતા હતા.
"ઓહો કૃષિત, આજે પેલા જ દિવસે કોઈ છોકરી અને એ પણ સુંદર આપણી સાથે મિત્રતા કરશે એવુ તો મેં સપનામાં પણ નોતું વિચાર્યું. "

"હા ભૈ મેં પણ નોતું વિચાર્યું. " કૃષિતે કહ્યું.

"હસ્તી જેવી સુંદર છોકરી આપડી સ્કૂલમાં તો એકેય નોતી. નહિ ભાઈ? "

" ઓ ભાઈ, હસ્તી સાથે કોઈ લપચપ નહિ હો એ તારી ભાભી છે. "
" ઓહો દીવાનાઓ નો સરદાર તો આયા જ છે. "

" ગમે તેમ પણ મને હસ્તી ખુબ ગમે છે. હવે આ મિત્રતા તો સરખી નિભાવી જ પાસે ભાઈ." જેમ કોઈ યોદ્ધા જંગ જીતવા નીકળો હોય તેમ બાઈકના ટેકે થી ઉભો થઇને કૃષિત બોલ્યો.

" હું તારી સાથે જ છું ભુરા અને આમ પણ તે સામેથી જ આપણા પાસે આવી હતી એટલે સરખી મિત્રતા થઇ ગયેલી જ સમજ " આર્યને કૃષિત ના ખભે હાથ મુકતા કહ્યું.

"ચાલ હવે કાલે મળીશુ. "


પછી કૃષિત અને આર્યન પોતપોતાના બાઈક લઈને ઘર તરફ નીકળી ગયા.

કૃષિત આજે ખુબ ખુશ હતો. એના મમ્મીએ કૃષિત ઘરે આવ્યો એટલે પૂછ્યું " કેમ રહ્યો કૉલેજનો પહેલો દિવસ બેટા? "
"એમાં પૂછવાનું હોય કંઈ મમ્મી બહુ જ સારો ગયો અને આ કંઈ સ્કૂલ થોડીક છે ! "કૃષિત ખુબ ખુશ થતા થતા બોલ્યો.

આજે રાત્રે કૃષિત હસ્તીને યાદ કરતો કરતો અને મનમાં હરખાતો રહ્યો. તેના જ સપનામાં ખોવાયેલો રહ્યો. તેને મોડી રાત સુધી તો ઊંઘ પણ ન આવી. આથી તેણે મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને હસ્તીના નામનું ID શોધતો હતો. ઇન્સ્ટાગ્રામમાં ID ગોતવા ઘણી મહેનત કરી પણ ID ન મળ્યું. પછી તેને થયું કેમ કાલે હસ્તીને જ પૂછી લઇશ.પછી સુઈ જાય છે.


બીજે દિવસે પણ કાલની જેમ જ કૉલેજ જાય છે. ત્યાં કૉલેજ ગેટ પાસે હસ્તીની રાહ જોઈને ઉભો હોય છે. ત્યાં હસ્તી એકટીવા લઈને આવે છે. આજે હસ્તી બ્લેક પેન્ટ અને ગુલાબી ટી શર્ટમાં મસ્ત લાગતી હતી.પણ આજે હસ્તીની સાથે બીજી પણ એક છોકરી આવે છે. હસ્તીએ ગાડી પાર્ક કરીને કૃષિત પાસે જઈને હળવું પણ કાતિલ સ્મિત આપતા કીધું " hi કૃષિત.. "

"Hi હસ્તી "કૃષિતે પણ બનાવતી સ્મિત આપતા હસ્તીને કહ્યું. હજી કૃષિત હસ્તીને પૂછવા જતો જ હતો ત્યાં હસ્તી બોલી " આ મારી ફ્રેન્ડ છે રીના "
કૃષિતે પણ તેને hi કહ્યું ત્યાં આર્યન આવ્યો. અને આર્યન સાથે પણ રીના ની ઓળખાણ કરાવી. પછી કૉલેજ નો બેલ વાગતા ચારેય ક્લાસમાં જાય છે. લંચ ટાઈમે બધા એક સાથે કેન્ટીન માં જાય છે. કૃષિત ત્રણેયને કહે છે "આજે મારાં તરફથી લંચ બોલો શું લેશો? "

" કેમ કંઈ સ્પેશ્યલ છે આજે " હસ્તીએ હાલવા હાસ્ય સાથે પૂછ્યું.
હજી કૃષિત કંઈક બોલવા જાય છે ત્યાં પાછળથી અવાજ આવે છે " કૃષિત.. "

કૃષિત પાછળ ફરીને જોવે છે તો તેનો સ્કૂલનો ફ્રેન્ડ હતો રાજ. કૃષિત તેને જોતા જ બંને ગળે મળે છે અને ખુબ ખુશ થતો પૂછે છે "કેમ છો ભુરા? અને અહીં ક્યાંથી? "
રાજ કૃષિતને કહે છે " પેલા બેસ તો ખરા કહું છું બધું. " ત્યાં આર્યન પૂછે છે" કોને છે આ? અને તું એને કેમ ઓળખેશ? "
કૃષિત આર્યન, હસ્તી અને રીના સાથે રાજ નો પરિચય કરાવતા કહે છે, " આ મારો સ્કૂલ ફ્રેન્ડ છે. અમે બંને ત્રીજા ધોરણ થી નાવમાં ધોરણ સુધી સાથે જ ભણ્યા હતા. પણ તેના પપ્પાને અમદાવાદ ધંધા માટે જવાનુ થયું તેઓ ત્યાં રહેવા માટે ગયા "

ત્યાં રાજ વચ્ચે બોલે છે, " ગયા નહિ ગયા હતા. હવે અમે અહીં રાજકોટ જ પાછા રહેવા આવી ગયા છીએ. "


આમ પાંચેય એકબીજાની ઓળખાણ કરાવે છે. ત્યાં કૃષિત હસ્તીને કહે છે " જોયું આજે આ સ્પેશ્યલ છે "

પછી કૃષિત બધાને પૂછીને નાસ્તો મંગાવે છે અને બધા મિત્રો ખાટી -મીઠી વાતો કરતા કરતા નાસ્તો કરીને પાછા ક્લાસમાં આવે છે.

કૉલેજ પતાવીને બહાર નીકળે છે ત્યારે કૃષિત હસ્તીને પૂછે છે, " તું ફ્રી છો આજે તો ગાર્ડનમાં બેસીએ. "

"હા હું તો ફ્રી જ છું જો રીના ને કંઈ કામ ન હોય તો. " રીના તરફ જોતા હસ્તી બોલે છે.

" હા કંઈ વાંધો નહિ હું પણ આવીશ પણ એક શરતે તારે કોફી પીવડાવી પડશે. " રીના એ કીધું.

ત્યાં આર્યન બોલે છે, " અરે એમાં પૂછવાનું હોય ! હું પીવડાવીશ તું એકવાર આવ તો ખરા "
પછી કૃષિત, હસ્તી, રીના, આર્યન અને રાજ પાંચેય ગાર્ડનમાં જાય છે અને એક બાજુ જઈને પાંચેય બેસે છે.

કૃષિત હસ્તીને પૂછે છે , " તારા પપ્પા શું બિઝનેસ કરે છે? "

હસ્તી આ સાંભળતા ક્યાંક ખીવાય જાય છે જાણે કોઈને યાદ કરતી હોય તેમ.

ત્યાં રીના વચ્ચે બોલે છે " કૃષિત હસ્તીના મમ્મી- પપ્પા નું પાંચ વર્ષ પેલા એક અકસ્માત થયું હતું અને ત્યારથી હસ્તીએ તેના મમ્મી - પપ્પા ખોઈ નાખ્યા "


"સોરી હસ્તી " કૃષિતે કહ્યું.
" ઇટ્સ ઓકે કૃષિત "

" તો તું અત્યારે કોની સાથે રહેશ? "આર્યને પૂછ્યું.
"હું અહીં મારાં મામા સાથે રહુ છું તેઓને કોઈ સંતાન નથી એટલે તેઓ મને પોતાની સગી દીકરીની જેમ સાચવે છે. " હસ્તીએ મનોમન મામા પ્રત્યે ઉપકાર નો ભાવ વ્યક્ત કરતા કહ્યું.

વાતાવરણ શાંત થઇ ગયું હતું. ત્યાં હસ્તી બોલી "ચાલો કોફી પીવા નથી જવું? "

" ચાલો આજે તમને મારાં ફેવરિટ કોફીશોપ પર લઇ જાઉં તમને " આર્યન બોલ્યો.

પછી બધાય કોફીશોપે કોફી પીવા જાય છે.
ત્યાં કૃષિત હસ્તીને કહે છે " ભલે તું તારું અડ્રેસ ન આપ પણ મોબાઈલ નંબર તો આપી જ શકે ને યાર "


( ક્રમશઃ )

શું હસ્તી કૃષિતને તેના મોબાઇલ નંબર આપશે? શું કૃષિત અને હસ્તીની દોસ્તી આગળ વધશે? વધુ જાણવા માટે આગળનો ભાગ જરૂર વાંચજો. આગળ જતા ઘણા આપણી કહાનીમા ઘણા વણાંક આવશે. વાચકોને નમ્ર વિનુંતી કેમ જો તમને નોવેલનો આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારું કિંમતી રીવ્યુ આપવાનું ભૂલતા નહિ.

Next Part...... comming soon

જયશ્રી કૃષ્ણ