રંગીલા પ્રેમી - ભાગ -1 S Aghera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગીલા પ્રેમી - ભાગ -1

રંગીલા પ્રેમી ભાગ - 1

"ઉઠ બેટા ઉઠ હવે" કૃષિતના મમ્મીએ કૃષિતને ઉઠાડતા બોલે છે. ત્યાં તો કૃષિત ઝડપથી ઉઠી ગયો જાણે કોઈએ પાછળથી સોઈ નો ભરાવી હોય તેમ.

આમ તો તે મોડે સુધી સુવાવાળો ઊંઘણસિંહ જ છે પણ આજે કૉલેજનો પહેલો દિવસ હોવાથી ઝડપથી જાગી જાય છે. આજ થી તેના જીવનનો સુવર્ણકાળ શરુ થવા જઈ રહ્યો છે.
ફટાફટ તૈયાર થઇને કૉલેજ જવા નીકળે છે. કૉલેજના પહેલા દિવસે તો બધાને ઉત્સુકતા તો હોય જ ને ! કારણ કે હવે તેના બધા સપનાંઓ સાકાર થવાના હોય છે.!
કૃષિતે બ્લેક પેન્ટ, ઉપર કેશરી ટી શર્ટ ને તેના પર બ્લેક જેકેટ પહેરેલુ ને નીચે સ્પોર્ટ સૂઝ પહેર્યાં હતા. આંખો પર બ્લ્યૂ અને બ્લેક શાઇનવાળા ચશ્માં પહેરેલા હતા. આ ઉપરાંત તેના થોડા લંબા વાળ અને દાઢી પણ સૌને આકર્ષી લે તેવા હતા. આમ ટૂંકમાં કહીયે તો કોઈ પણ છોકરીને પહેલીવાર નજરમાં જ ગમી જાય તેવા હતા તેના રૂપ - રંગ. કૃષિત લાલ કલરનું CBZ લઈને કોલેજના દરવાજા માં પ્રવેશતાની સાથે સૌ તેના પર જોઈ રહ્યા.

કૃષિત જેવો CBZ ની ઘોડી ચડાવીને ઉતર્યો કે તરત જ તે કોલેજના ગેઇટ પર એક જ નજરે જોતો જ રહી ગયો. કૃષિત શું કોલેજ ના બધા છોકરાઓ ત્યાં જ જોતા હતા.એક છોકરી એકટીવા લઈને ત્યાંથી કોલેજ માં આવી રહી હતી. એની સુંદરતા જોઈને અપ્સરાને પણ ઈર્ષા આવે ! દૂધની જેમ ચમકતો સફેદ રંગનો ડ્રેસ પહેરેલો ને નીચે બ્લુ રંગની સલવાર પહેરેલી, આમ છતાં તે ભારતીય કપડાંમાં એટલી સુંદર લાગતી જેટલી કોઈ પાશ્ચાત્ય કપડાંમાં પણ નો લાગતું હોય. તેનું મુખ્ય આકર્ષણનું કારણ તો તેનો ચહેરો હતો. દેવતાઓ ને પણ ક્ષણભર દેવતા હોવાનો અફસોસ થાય તેવો હતો રૂપવાન થોડો લંબગોળ ચહેરો ! તલવારની ધારથી પણ તિક્ષ્ણ તેના નેણ ને કમળને પણ ઈર્ષા થાય તેવા તેના ગુલાબી હોઠ! વળી છુટા રાખેલા તેની પાતળી કમર સુધી પહોંચતા વાળ તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરતા હતા.આવી સુંદર છોકરીને કોણ જોતું ન રહી જાય ?

આ છોકરીને બધા જોતા હોવાથી એ તો નક્કી થઇ જ ગયું કેમ તે કોલેજ ના પહેલા વર્ષમાં જ છે. આ વાતથી કૃષિતને ખુશી તો થાય જ ને ! "આ છોકરી જો મારાં જ ક્લાસ રૂમમાં આવે તો તો જલસા પડી જાય" કૃષિત મનમાં બોલ્યો. કૃષિત એક જ નજરે પેલી છોકરીને જોઈ રહ્યો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો, "કૃષિત... આવી ગયો એમને !"તે કૃષિતનો જીગરજાન ભાઈબંધ આર્યન હતો. તે બંને અગિયારમાં ધોરણથી સાથે જ હતા અને બંને એક સાથે એક જ કોલેજમાં એડમિશન લીધું હતું.
ત્યાં કોલેજમાં પેલો લેકચર શરુ થવાનો ઘંટ વાગે છે." ચાલ કૃષિત, લેકચર ચાલુ થઇ જશે" આર્યને કૃષિતને કહ્યું.પણ કૃષિતના મનમાં તો પેલી એકટીવા પર આવેલી સુંદર છોકરી જ ઘૂમતી હતી. તેને યંત્રવત કહ્યું "ચાલ જઈએ" પણ મનમાં તો તેના જ વિચારો આવતા હતા અને જો એ છોકરી મારાં ક્લાસની જ હશે તો આવું વિચારીને ઝડપથી ક્લાસ તરફ આગળ વધતો હતો. આર્યન અને કૃષિત ક્લાસ માં એક જ બેન્ચ પર બેસી ગયા.
ત્યાં કૃષિતે તે સુંદર છોકરીને બારીમાંથી જોઈ તે પોતાના ક્લાસ તરફ આવતા જોઈ. તે છોકરીને પણ તે જ ક્લાસમાં આવતા જોઈને બધા ખુશ તો થાય જ ને ! તે છોકરી કૃષિતની બાજુ ની બેન્ચ પર આવીને બેસી. કૃષિતને તો જાણે જલસા પડી ગયા તેમ લાગ્યું. કૃષિતતો હજી પણ તેને બધાની જેમ જોઈ રહ્યો હતો.

પેલા બે લેકચર તો ખાલી તે છોકરીને જોવામાં જ પસાર થઇ ગયા હતા પણ કૃષિતમાં હજી તેની સાથે વાત કરવાની હિંમત નહોતી થતી. લેકચર પત્યા પછી લંચના સમયનો ઘંટ વાગ્યો.
"Hello, My name is hasti." પેલી સુંદર છોકરીએ હળવું પણ કાતિલ સ્મિત આપતા કૃષિતની તરફ હાથ લંબાવતા કહ્યું.
" Hello I am krushit. " કૃષિતે હસ્તી સાથે હાથ મિલાવતા કહ્યું. કદાચ હસ્તીને પણ કૃષિત ગમી ગયો હશે.
" અમારા બંનેની સાથે નાસ્તો કરવા કેન્ટીનમાં આવીશ? " કૃષિતે થોડી મૂંઝવણ સાથે તેમજ અચકાતા અચકાતા પૂછ્યું.
"અમારી મતલબ કેટલા લોકો છો તમે?" હસ્તીએ પૂછ્યું.
" હું અને મારો જીગરી દોસ્ત આર્યન બીજું કોઈ નહિ "
" Hi I am Aryan " આર્યને હસ્તી તરફ હાથ મિલાવતા કહ્યું.
" તો ચાલો મિત્રો હવે કોની રાહ? " હસ્તીએ કહ્યું.
કૃષિતને તો જોતું હતું તેવું જડી ગયું.આવી સુંદર છોકરી સાથે ફ્રેન્ડશીપ કરવા કોને ન ગમે? આખી કોલેજ ના છોકરાઓ જેના દીવાના થઇ જાય તે પોતાની જોડે નાસ્તો કરવા આવે તેને કેવી ફીલિંગ્સ આવી હોય તે તો તેને જ ખબર હોય જેની સાથે આવું બન્યું હોય !
" ચાલ કૃષિત હવે નાસ્તો કાઢીશ કેમ મને જોતો જ રહીશ? "હસ્તીએ થોડા હાસ્ય સાથે કહ્યું.

" હા હા કાઢવાનો જ હોયને !"હસ્તીને કહ્યું.
" તું પણ કાઢને નાસ્તો " આર્યનને ઠોસ મારતા કહ્યું.


- S Aghera

શું કૃષિતની હસ્તી સાથેની મિત્રતા આગળ વધશે? હસ્તીને ખરેખર કૃષિત જ ગમે છે કેમ બીજું કોઈ? શું હવે થી તે ત્રણેય હંમેશા મિત્રો રહેશે કે તેની મિત્રતામાં કોઈ વચ્ચે આડું આવશે? તેના જવાબ માટે આવતા એપિસોડ સુધી રાહ જોવી પડશે. આગળ હજી ઘણા બધા મોડ આવવાના છે જે તમે વિચાર્યા પણ નહિ હોય. તો તેના માટે વાંચતા રહો.
જય શ્રી કૃષ્ણ.