રંગીલા પ્રેમી - ભાગ - 5 S Aghera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

રંગીલા પ્રેમી - ભાગ - 5

રંગીલા પ્રેમી ભાગ - 5

રાઇટર - S Aghera

આગળના ભાગમાં જોયું...

કૃષિત, હસ્તી, રાજ, આર્યન અને રીના પાંચેય સારા મિત્રો બની ગયા છે અને બધા સાથે નવરાત્રી રમવા પાર્ટીપ્લોટમાં જાય છે. ત્યાં રંગબેરંગી કપડાં પહેરીને સુંદર તૈયાર થઈને ખુબ ગરબા રમે છે. પછી ગરબા પુરા કરીને તેઓ ગાંઠિયા ખાવા જાય છે. ત્યારબાદ તેઓ આઈસ્ક્રીમ ખાઈને છુટા પડે છે. કૃષિત અને આર્યન બંને એક બાઈકમાં તેના ઘર બાજુ જાય છે, હસ્તી અને રીના પણ તેનું એકટીવા લઈને તેના ઘર તરફ જાય છે. રાજ પોતાનું બાઈક લઈને તેના ઘર તરફ જતો હોય છે ત્યાં રસ્તામાં તેનું ઓટોરીક્ષા સાથે એક્સીડેન્ટ થાય છે તે જ્યાં અલગોઠિયા ખાઈને પડે છે ત્યાં પાછળથી ટ્રક આવે છે..

હવે આગળ.....

ટ્રક રાજ તરફ આગળ વધી રહ્યો હોય છે. રાજ બે - ત્રણ અલગોઠિયા ખાઈ ગયેલો હોવાથી તેના હાથ અને પગમાં ખુબ વધારે વાગેલુ હોવાથી તે ઝડપથી હાલી શકે તેમ નહોતો. પાછળ ટ્રક આવતો હતો એ રાજને ખબર પણ નહોતી. આજુબાજુમાં રહેલા લોકો જે અમુક બાઈક પર હતા તો કોઈ દુકાને ઉભા હતા તે જોઈ રહ્યા હોય છે પણ કોઈ તેને બચાવવાનું વિચારે તેટલો સમય પણ નહોતો. બધા સ્તબ્ધ થઇ ગયા હતા. પાસે જઈને પોતાની જાનનું જોખમ લઈને બચાવે તેવી કોઈનામાં હિમ્મત નહોતી. ટ્રક હવે રાજથી આઠ - દસ ડગલા જ દૂર હતો. અને ટ્રકની સ્પીડ પણ એટલી હતી કે તે હવે બ્રેક મારીને પણ ત્યાં સુધી પહોંચતા અટકાવી શકે તેમ નહોતો. ત્યાં અચાનક રસ્તાની બાજુમાં રહેલી ફૂટપાથ પર બેસીને સિગારેટ પી રહેલો વ્યક્તિ સિગારેટનો ઘા કરીને દોડીને છલાંગ મારીને રાજને પોતાની છાતી સાથે પકડીને રોડની વચ્ચેથી રાજને બચાવીને રોડની બીજી બાજુએ જઈ પડે છે. પછી રાજનું માથું પોતાના ખોળામાં ઉંચુ રહે એ રીતે તેને બેસાડે છે. રાજ એ વ્યક્તિને જોતો રહી જાય છે. રાજ તેને એકીટશે જોઈ રહે છે અને તેને જોઈને આશ્ચર્ય થાય છે.

પછી આજુબાજુથી લોકો ભેગા થઇ જાય છે. ઓટોરીક્ષાએ ટક્કર મારી હોવાથી તે ફંગોળાય ગઈ હતી અને હૅન્ડલ ત્રાંસુ થતા તે રોડની બાજુમાં ઉભેલા પીપળાના ઝાડ સાથે ભટકાય જાય છે. આથી ઓટોરીક્ષાનો આગળનો કાચ પણ તૂટે છે. જેના કારણે ડ્રાઇવરને પણ કાચ તૂટીને વાગવાથી ઈજા થાય છે. અડધા લોકો ત્યાં ડ્રાઈવર બાજુ દોડીને જાય છે અને અડધા લોકો રાજ તરફ દોડીને આવે છે.

ટ્રકના ડ્રાઈવરે પણ થોડે દૂર બ્રેક મારીને ટ્રક ઉભો રાખ્યો અને તે પણ રાજ પાસે આવી જાય છે. આ બધી ઘટના સેકન્ડની ક્ષણોમાં થઇ જાય છે. ત્યાં ભેગા થયેલા લોકોમાંથી એક વ્યક્તિ એમ્બ્યુલન્સને ફોન કરે છે. એક્સીડેન્ટ થયું હોવાથી રાજ નો ફોન તેના ઉપરના ખિસ્સામાંથી નીકળીને દૂર ફેંકાય ગયો હોવાથી ત્યાં એક વ્યક્તિ તેનો ફોન ઉપાડીને હાથમાં લે છે પરંતુ ફોનના સાવ ભુકા થઇને તૂટી જવાથી બંધ થઇ ગયો હોય છે.

ત્યાં એમ્બ્યુલન્સ આવી જવાથી રાજને અને રીક્ષા ડ્રાઈવરને તેમાં બેસાડીને નજીકના દવાખાને લઇ જાય છે. જે વ્યક્તિએ રાજને બચાવ્યો હતો તે તેની સાથે હોસ્પિટલે જાય છે અને બીજા લોકો પછી પોતપોતાની રીતે પાછા ફરે છે. પછી પેલા વ્યક્તિ કે જેણે રાજને બચાવ્યો હતો તે પોતાના મોબાઈલમાંથી કોઈકને ફોન કરે છે.

***

આ બાજુ કૃષિત આર્યનને તેના ઘરે ડ્રોપ કરીને પોતાના ઘર તરફ જાય છે. તેના ઘરે પહોંચીને ખુબ ગરબા રમીને થાકી ગયો હોવાથી તે મનમાં હસ્તીને યાદ કરતો કરતો સૂતો હોય છે પરંતુ હજી નીંદર આવે એ પહેલા તેનો ફોનની રિંગ વાગે છે. કૃષિત પોતાના બેડ પરથી ઉભા થઈને ટેબલ પર પડેલો ફોન ઉપાડે છે.

" હેલો કૃષિત ! " સામેથી કોઈ ઝડપમાં હોય તે રીતે અવાજ આવે છે.
" હા આર્યન બોલ " કૃષિતે કહ્યું.
" એલા રાજનું એકસીડન્ટ થઇ ગયું છે " સામેથી આર્યન બોલ્યો.
" શુ વાત કરેશ તું આપણા ભાઈબંધ રાજનું? "
" હા રાજનું જ. મને હમણાં પેલા આકાશનો ફોન આવ્યો. "
" કઈ હોસ્પિટલમાં છે? "
"બ્લ્યૂ લાઈટ હોસ્પિટલમાં,તારી પાસે રાજના ઘરનો મોબાઈલ નંબર છે ને તો તેમાં ફોન કરીને અંકલ અને આંટીને બોલાવી લે અને તું પણ ત્યાંથી નીકળ હું અહીં રાહ જોવ છું તારી. "

કૃષિતે રાજના ઘરના મોબાઈલ નંબરમાં ફોન કર્યો. રાજના પપ્પાએ ફોન ઉપાડ્યો.
"હેલો અંકલ હું કૃષિત બોલું છું. "
" હા બોલને બેટા " રાજ ના પપ્પા બોલ્યા.
"અંકલ રાજનું એકસીડન્ટ થઇ ગયું છે અને અત્યારે તે બ્લ્યૂ લાઈટ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તમે ઝડપથી ત્યાં આવી જાવ. હું પણ ત્યાં પહોંચું છું. "
"હા હું નીકળું જ છું." રાજના પપ્પાના હૃદયના ધબકારા વધી ગયા હતા અને ઝડપથી તે અને રાજના મમ્મી બંને બ્લ્યૂ લાઈટ હોસ્પિટલે પહોંચે છે.

કૃષિત ફટાફટ પોતાનું બાઈક લઈને આર્યનના ઘર તરફ નીકળે છે અને આર્યનને બેસાડીને હોસ્પિટલ તરફ જાય છે. હોસ્પિટલે પહોંચીને આર્યન રાજને જ્યાં દાખલ કર્યો હોય છે ત્યાં પૂછતાં પૂછતાં પહોંચે છે. ત્યાં ઉપર આકાશ ઉભો હોય છે.
કૃષિત નીચે રાજનગર મમ્મી પપ્પાની રાહ જોઈને ઉભો હોય છે.
આર્યને કૃષિતને મેસેજ કરીને કહ્યું કે રાજને પાંચમા મળે દાખલ કર્યો છે.
કૃષિત, રાજના પપ્પા અને મમ્મીને લઈને ઉપર જાય છે.
ઉપર આર્યન અને આકાશ ઉભા હોય છે.
રાજ હોંશમાં તો હોય છે. તેની સાથે તેના મમ્મી અને પપ્પા વાત કરે છે.
ત્યાં ડૉક્ટર આવે છે અને તેને કહે છે કે બહુ ચિંતાજનક વાત નથી. ડાબા હાથમાં કોણીએ એક ફ્રેક્ચર થયું છે અને ડાબા પગમાં ઘસડાવાથી છોલાઈ ગયું છે. બે મહિના આરામ કરવો પડશે.

પછી આકાશને તેઓ એક્સીડેન્ટ કેમ થયું તે પૂછે છે. આકાશ તેને આખી ઘટના કહે છે. તેની પાસે રાજના પપ્પાના ફોન નંબર ન હોવાથી અને રાજનો ફોન તૂટી ગયો હોવાથી તે આર્યનને ફોન કરે છે અને આર્યને કૃષિતને ફોન કર્યો.

પછી રાજના પપ્પા રાજને શાબાસી આપે છે અને એનો આભાર મને છે કારણ કે તેના લીધે જ રાજ બચ્યો હતો.

( ક્રમશ: )

- S Aghera

આકાશ રાજને બચાવે છે ત્યારે રાજ તેને એકીટસે કેમ જોઈ રહે છે? અને આ આકાશ કોણ છે? કૃષિત અને હસ્તીની લવ સ્ટોરી શુ આગળ વધશે? વગેરે જાણવા વાંચતા રહો..

જયશ્રી કૃષ્ણ