રંગીલા પ્રેમી - ભાગ - 4 S Aghera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

રંગીલા પ્રેમી - ભાગ - 4

આગળના ભાગમાં જોયું....

કૃષિત, હસ્તી, રાજ, આર્યન અને રીના પાંચેય હવે ખુબ સારા મિત્રો બની જાય છે. તેઓ બધાય સાથે મળીને જન્માષ્ટમીએ મેળામાં જાય છે. ત્યાં ખુબ એન્જોય કરે છે. હવે નવરાત્રીનો તહેવાર આવે છે. નવરાત્રીના પેલા જ દિવસે બધાય ખુબ સુંદર તૈયાર થઈને પાર્ટીપ્લોટમાં ડિસ્કો દાંડિયા રમવા આવે છે. અચાનક...

હવે આગળ...

અચાનક હસ્તીનો પગ ચણીયાચોળીમાં અટવાય જવાથી ઠેસ આવે છે અને પાડવાની તૈયારીમાં હોય છે ત્યાં બાજુમાં કૃષિત ચાલતો હોવાથી તે હસ્તીની કમર પકડીને તેને પાડતા બચાવે છે અને હસ્તી કૃષિત સામે જુએ છે કૃષિત હસ્તી સામે જુએ છે. બંને એકબીજાની આંખોમાં જુએ છે. જાણે એકબીજાને આંખો વડે ઈશારામાં કંઈક કેતા હોય તેમ. ચણિયાચોળી જેવા રંગની મેચિંગ બુટી પેરેલા તેમજ કપાળે ટીકા લગાડેલા હસ્તીના સુંદર મુખડાને કૃષિત જોતો જ રહી જાય છે. કૃષિતે આજે પહેલીવાર હસ્તીને આ રીતે સ્પર્શ કર્યો હતો. હસ્તીએ પણ કૃષિતને આ રીતે પહેલીવાર સ્પર્શ કર્યો હોવાથી બંને ના શરીરમાં જાણે વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ લાગણીનો પ્રવાહ પસાર થઇ ગયો. ફિલ્મોમાં આવે તેવો સીન બની ગયો. પછી અચાનક કૃષિત ઝબકી જાય છે અને હસ્તીને સરખી ઉભી કરે છે.રાજ, આર્યન અને રીના તેને મૌન રહીને ફક્ત જોતા રહે છે. પછી બધા આગળ વધે છે.


રંગીલા રાજકોટના રંગીલા લોકો રંગબેરંગી કપડાં પહેરીને DJ માં વાગતા એકદમ જોશીલા ગરબા ઉપર દાંડિયારાસ રમતા હોય છે. તો ક્યાંક ક્યાંક રંગીલા મિજાજના પ્રેમી પંખીડા ગરબાનો આનંદમાં અને પ્રેમમાં એવીરીતે ખોવાય જાય છે કેમ જાણે એ બે જ રમતા હોય. તો કોઈ કુંવારા છોકરાઓ છોકરીઓ ને ઈમ્પ્રેસ કરવા રંગમાં આવીને ઠેકડા મારી મારીને ઉછળતા હોય. તો વળી રંગીલી છોકરીયું પણ બીજાને આકર્ષિત કરવા હાથના કાંડા અને આંગળીઓને એવી રીતે વણાંક વાળી વાળીને ગરબા રમતી હોય કે આપણને થોડીકવાર તો એમ લાગે કેમ કાંડુ મરડાય નો જાય તો સારુ!
આ પાંચેય પણ ગરબા રમવા રાઉન્ડ માં જોડાય જાય છે. સૌથી આગળ રાજ તેના પછી કૃષિત, હસ્તી, રીના, આર્યન ચારેય પાછળ રમે છે. કૃષિત ખાલી શરીરથી ગરબા રમે છે બાકી તેની નજર અને મન તો હસ્તી તરફ જ ખેંચાય રહ્યું હતું. આ બાજુ આર્યન પણ રીના માં ખોવાયેલો રહેતો. એમાંય વળી કોઈ વચ્ચે આવી જાય તો મગજનું દહીં થઇ જાય ! વળી ગમે તેમ મેળ કરીને ફ્રેન્ડની બાજુમાં પહોંચી જાય. ગુજરાતમાં નવરાત્રીની મજા જ કંઈક જુદી હોય છે. બધા મિત્રો રાતના સાડા અગિયાર વાગ્યાં સુધી દાંડિયારાસ રમે છે. પછી બધા બહાર નીકળે છે.


" હાલ ભાઈ હાલ હવે મારાથી નહિ રહેવાય " રાજે પેટ પર હાથ ફેરવતા કહ્યું. રાજ આમ તો પાતળો હતો પણ ખાવાનો ખુબ શોખીન હતો અને ખાઉધરો હતો પણ ખાલી જાડો જ નહોતો થાતો.
"કઈ બાજુ જઈશું નાસ્તો કરવા? "આર્યને કીધું.
"પેલા શું ખાવુ છે એ નક્કી કરો એ બાજુ જઈએ "કૃષિત બોલ્યો.
" મારે તો ગરમા ગરમ વણેલા ગાંઠિયા ખાવા છે. " હસ્તીએ કહ્યું.
"તું શું ખાઈશ? " આર્યને રીનાને પૂછ્યું.
" તમે જે ખાવ તે હું પણ ખાઈશ પણ પછી આઈસ્ક્રીમ ખાવી છે મારે "રીનાએ કહ્યું.
" મારે પણ ગાંઠિયા ચાલશે " આર્યને કહ્યું.
" તો ચાલો મેં અહીં નજીકમાં એક ગાંઠિયાની દુકાન જોઈ છે "કૃષિતે કહ્યું.


પછી હસ્તી અને રીના પોતાની એકટીવા પર અને કૃષિત અને આર્યન તેના CBZ પર તથા રાજ તેનું બાઈક લઈને ગાંઠિયા ખાવા જાય છે.
રાજ ગાંઠિયાનો ઓર્ડર આપે છે. બધાય થોડીક વાતો કરે પછી ગાંઠિયા ખાય છે.
"હવે આઈસ્ક્રીમ નું શું કરવાનું છે ભાઈ "આર્યને કૃષિતના ખભે હાથ મુકતા કહ્યું.
"મેં જોઈ છે એક આઈસ્ક્રીમ શોપ ત્યાં બહુ મસ્ત આઈસ્ક્રીમ રાખે છે, હું ઘણીવાર ત્યાં આઈસ્ક્રીમ ખાવા આવું છું." કૃષિત કંઈક બોલે તે પહેલા રીનાએ કહ્યું.
પછી બધા આઈસ્ક્રીમ ખાતા ખાતા વાતો કરે છે.
"દિવાળીએ ક્યા જવાનુ વિચાર્યું છે તે? "કૃષિતે આર્યનને પૂછ્યું.
"આ વખતે મારે તો ગામડે જવું પડશે મારા કાકા અને કાકી નાગપુરથી આવવાના છે. " આર્યને કીધું.
"તમે ક્યાં જવાના છો વેકેશનમાં? " કૃષિતે હસ્તી સામે જોતા કહ્યું.
"મારે મારાં ફેમીલી સાથે દિલ્લી ફરવા જવાનુ છે "હસ્તીએ કહ્યું.
" હું તો આ વર્ષે ક્યાય જવાની નથી. "રીનાએ કહ્યું.
આમ વાત કરતા હતા ત્યાં હસ્તી બોલી " ચાલો હવે મારે જવું પડશે મારાં મામા રાહ જોતા હશે. બાય "


પછી હસ્તી અને રીના એકટીવા લઈને પોતાના ઘર તરફ જાય છે.
પછી કૃષિત અને આર્યન તેનું બાઈક લઈને તેના ઘર બાજુ જાય છે. રાજ તેના ઘર બાજુ જાય છે. રાજ ના બાઈકની પાછળ એક ઓટોરીક્ષાવાળો ફુલ સ્પીડમાં આવતો હોય છે. અચાનક તેની રાજની બાઈક સાથે અથડામણ થાય છે. રાજ બાઈકમાંથી ઉડીને દૂર પડે છે અને બે - ત્રણ અલગોઠિયા ખાય જાય છે. તે જ્યાં પડે છે ત્યાં પાછળથી ફુલ સ્પીડમાં ટ્રક આવે છે.

શું રાજ એ ટ્રકથી બચી શકશે? અને જો બચશે તો કઈ રીતે અને નહિ બચે તો આગળ શુ થશે? કૃષિત અને આર્યનને ખબર પડશે કે નહિ? તે જાણવા વાંચતા રહો રંગીલા પ્રેમી.

( ક્રમશ: )

જયશ્રી કૃષ્ણ

- S Aghera