Baani-Ek Shooter - 23 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 23


“બાની”- એક શૂટર

ભાગ : ૨૩


“બાની...!! મારી મા એ મારા માસી મા છે. મને મારો પાસ્ટ છેડવામાં જરા પણ રસ નથી. પણ તને સાચું કહેવાનું મને જરૂરી જણાય છે. મારી મા આરાધના લાઈફ પ્રત્યે ખુબ જ સિરિયસ હતી. એ મહત્વકાંક્ષી ઓરત હતી. પરંતુ એણે એક એવા આદમી સાથે લગ્ન કરી લીધા હતાં કે જે દિમાગથી માંદા હતાં. એવામાં જ એણે એક બાળક પણ થયું. એટલે કે એ બાળક એહાન. મારી મા આરાધનાને આવી લાઈફ સહન થતી ન હતી. હાલાકી મને એના માટે જરા પણ ખરાબ લાગ્યું નથી. એ એનો પોતાનો નિર્ણય હતો. એક દિવસ એક વર્ષનાં બાળકને છોડીને જ મારી મા આરાધના જતી રહી. તે દિવસોમાં કુવારી માસીએ મને ગોદ લઈ લીધો હતો. થોડા સમયમાં મારા ડેડનું પણ મૃત્યું નીપજ્યું. મારા માસી માને જાણે મારા માટે જ જીવવાનું હોય તેમ મને એણે મોટો કર્યો ભણાવ્યો. બધી જ જિમેંદારી મારી લીધી. બસ તે એક વર્ષનાં બાળકથી લઈને આજ સુધી હું મારી માસીને મા જ ગણું છું.

આ બધી જ વાતની ખબર મેં દસ વર્ષનો થયો ત્યારથી છે. મારી મા ને એટલું છે કે હું એણે છોડીને ક્યાં પણ જતો ન રહું. કે મારી મા આરાધનાની શોધમાં પણ ના નીકળું પડું. પણ સાચું કહું તો મને એ બધી વાતોમાં જ રસ નથી. મારી દુનિયા એટલે ફક્ત મારી મા. અને આ નાની દુનિયામાં હું તને સમાવી શકીશ કે નહીં એનો ડર લાગે છે..!! કેમ કે હું અમીર બાપનો દીકરો નથી. હું એમ પણ નથી માનતો કે હું ક્યારેય પણ અમીર બની ના શકું. બની શકીશ પણ થોડો સમય લાગશે. તારા ડેડના વિચારો પ્રમાણે હું એમાં દૂર દૂરથી ફીટ પણ બેસતો નથી. સો બધું જ હવે હું તારા પર છોડું છું. તારો જે પણ નિર્ણય હશે એ મને મંજુર હશે.” એહાન એકધારું બોલીને ચૂપ થયો.

બાની આ બધી જ વાત સાંભળીને એહાનને ભેટી પડી. એના આંખમાં આંસુ આવી ગયા. થોડે અંશે એહાનના આંખમાં પણ આંસુ આવ્યાં પરંતુ એ પોતાની જાતને કન્ટ્રોલ કરી રહ્યો હતો.

“એહાન, આય લવ યુ સો મચ. તારી માએ તારા પાછળ ઘણી મહેનત કરી છે. તું એણે હરહંમેશ ખૂશ રાખજે.” બાનીના અવાજમાં ભીનાશ આવી.

“બાની એટલે જ કહું છું હું તારી સાથે હરદમ છું. પણ તને તારા ડેડનાં વિરુદ્ધ જઈને એવાં કશા પણ પગલાં ભરવા ન જોઈએ જેથી કરીને ફેમિલીમાં આફત સર્જાય...!!” બાનીના હેડ પર ચૂમતા એહાને કહ્યું.

“એહ યાર તું એટલો ડરપોક નહીં બન. એ મારો મેટર છે. હું સોલ કરીશ.” બાનીએ કહ્યું.

“બાની ડરપોકની વાત ક્યાં આવી. વાત છે ઈમાનદારીની.” એહાને મક્કમતાથી કહ્યું.

“એહાન આજની દુનિયામાં ઈમાનદાર માણસ મળવું મુશ્કેલ છે. પછી હું તને કેવી રીતે છોડી શકું.” અર્થ સમજાવતી હોય તેમ બાનીએ શાનમાં કહ્યું.

“ઓકે કૂલ. હું સમજી ગયો.” એહાને કહ્યું.

"પણ એહાન તારી મા આરાધના તારા બાપાને દિમાગથી માંદા સમજીને છોડી મૂક્યા?? પણ એ એક વર્ષનો નાનો બાળકમાં એને શું ખરાબી જોઈ કે એને પણ છોડીને જતી રહી? એને એટલીસ્ટ પોતાના બાળકને તો સાથે લઈ જવું હતું..!" બાનીએ પોતાનો વિચાર મુક્યો.

"કદાચ એનું એવું માનવું હોઈ શકે કે હું પણ મારા બાપાની જેમ માંદા દિમાગવાળો નીકળ્યો તો..!" એહાને કહ્યું.

"હા એવું જ હશે." બાનીએ એહાનને હગ કરી લેતાં કહ્યું.

****

“હાય જેસ્સ. બોલને શું થયું કશું ટેન્સ?” બાનીએ વિડિયો કોલમાં પૂછતાં કહ્યું.

“બાની કશું ટેન્સ નથી. ફક્ત તું એ કહે કે ઈન્ડિયા ક્યારે આવે છે?” ચહેરા પર સ્માઈલ આપતા કહ્યું.

“ એ હું તને કહીશ. એના પહેલા એક ગૂડન્યુઝ.” બાનીએ હસતાં હસતાં કહ્યું.

“વોટ?” અધીરાઈથી જાસ્મીને પૂછ્યું.

“લવ થઈ ગયો છે મને.” બાનીએ પણ એટલા જ એક્સાઈટમેન્ટ સાથે કહ્યું.

“ફિરંગી સાથે? અરે મેં તને કીધેલું તો હતું કે ત્યાં લવમાં નહીં પડતી. ત્યાં ક્યાં સેટ થવા માંગે છે યાર. મને તારી ચિંતા થાય છે. શું કામ...!!” એક સાથે સામટું બોલતી જ જતી હતી જાસ્મીન.

“અરે લિસન..!! પહેલા વાત સાંભળ. તું બોલતી જાય છે યાર.” થોડું હાસ્ય રેલાવતા બાનીએ કહ્યું.

“બોલ. હું ચૂપ છું.” જાસ્મીને કહ્યું.

“એહાન...” બાનીએ એટલું જ કહ્યું.

“એ ફટ્ટુ સાથે? એ ઘાસ પણ નથી આપતો હતો તને..!! ક્યાં ઓનલાઈન થયો..?” એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછતાં જાસ્મીને કહ્યું.

“અરે એ હવે ફટ્ટુ નથી રહેલો. ઘણું બોલે છે. એ એના કામના લીધે અહીંયા જ ઉતર્યો છે.” બાનીએ થોડું શરમાતા કહ્યું.

“અચ્છા કોઈ ગાળ બકવાના બદલે સીધું ‘એ’..!!” જાસ્મીને ‘એ’ પર ભાર આપતાં કહ્યું. બાની થોડી શરમાઈ.

“હા..” બાનીએ એટલું જ કહ્યું.

"કેટલી આગળ પહોંચી લવ રિલેશનશિપ અઅઅ..?" જાસ્મીને આંખ મારતા પૂછ્યું.

"સેક્સ સુધી તો નથી જ પહોંચી...!" બાનીએ પણ આંખ મારતા ઝટથી કહ્યું.

“ચાલ બધાઈ હો. ખ્યાલ રાખજે. પણ યાર તું ઈન્ડિયા આવ. બસ મને તારી જરૂર છે એટલું સમજ.” જાસ્મીન થોડી દુવિધાથી કહેવાં લાગી.

“ઓય તને આમ કહેવામાં શું છે? શું વાત છે તું કહેતી કેમ નથી. કેટલા દિવસથી હું જોઈ રહી છું. તું આવું જ બોલી રહી છે. મોટી મોડેલ બની એટલે વાત પણ છુપાવશે હવે?” બાની પોતાની વાતને ભૂલીને ગુસ્સાથી પૂછ્યું.

તે જ સમયે જેસ્સીએ લેપટોપ બંધ કરી દીધું. બાની વિચારમાં પડી ગઈ. પરંતુ બાનીએ ફરી ટ્રાય નહીં કરી વિડીયો કોલિંગ માટે. એ વિચારવા લાગી કે જરૂર કોઈ બાબત બની હશે...!! એણે કેટલી વાર વાત છુપાવાની એવી રીતે કોશિશ કરી છે. બાની હવે જેસ્સી વિષે સીરિયસલી વિચારવા લાગી.

બાનીને હજુ તો ત્રણ વર્ષ જ પૂરા થયા હતાં. હજુ બે વર્ષ કાઢવાના હતાં. પણ એનું મન બેચેન થવા લાગ્યું. એણે લાગ્યું કે હવે મને થોડા દિવસો માટે પણ ઈન્ડિયા જવું જ પડશે.

****

“એહાન...આજે મળું છું. ઈટ્સ અર્જેન્ટ.” વોટ્સએપ પર ટેક્સ્ટ કરતાં બાની બેગ ભરવા લાગી. એણે ઘણું બધું અહીંયાનું કામ હતું જે આજે જ પતાવવું હતું કેમ કે એણે મનોમન નિર્ણય લઈ લીધો હતો કે એ થોડા દિવસ માટે પણ ઈન્ડિયા જઈને આવશે.

રાત્રે એહાનના હોટેલનાં રૂમમાં બાની આવી પહોંચી.

“બાની..?” એહાને એટલું જ પૂછ્યું.

“મારે ઈન્ડિયા જવું છે. પરમ દિવસની ફ્લાઈટ છે.” બાનીએ તરત જ કહ્યું.

“વાઉં.” ખુશ થઈને એહાને કહ્યું.

“એમાં કશું વાઉં નથી. જેસ્સી છે ને પાગલ. શું થયું છે ખબર નહીં. પણ એક જ રટ લઈને બેઠી છે કે ઈન્ડિયા ક્યારે આવવાની છે. મને ડર છે કે એ કોઈ મુસીબતમાં પડી ના હોય..!! કેમ કે એણે મારા વગર તો ચાલતું નથી.” બાનીએ એક શ્વાસે કીધું.

“હું એક વીક સુધી છું અહિયાં. કશી હેલ્પ જોઈતી હોય તો..!!” એહાને કહ્યું.

“થેક્સ. એક બીજું પણ કામ. જે તારું ટેન્સ છે એ પણ કમી થશે.” બાનીએ ટુંકમાં કહ્યું.

“હું સમજ્યો નહીં. શું..?” એહાને આશ્ચર્યથી પૂછ્યું.

“હું તને પસંદ કરું છું એ જ વાત ડેડને કહીશ. પ્રોમિસનો સીન ખતમ થશે.” બાનીએ સમજાવતાં કહ્યું.

“હમ્મ.” એહાને એટલું જ કહ્યું. પણ એ મનમાં જ કહેવાં લાગ્યો, “ ત્યાંથી જ તો નવો સીન ચાલુ થશે..આ છોકરીને કોણ સમજાવે!!”

“ગીવ મી કીસ. એક વીક પછી મળીશું.” બાની હકથી કહેતી હોય તેવી રીતે કહ્યું.

“તું કિસ માટે કહે કે ન કહે. મારો તો રૂટીન થઈ ગયો છે. એડીક્ટ થઈ ગયો છું તારો.” એહાન બાનીના નજદીક આવતાં નશીલા સ્વરમાં કહેવાં લાગ્યો.

“ના એક મિનીટ. મને થોડું ક્લીયર કરવું છે.” બાનીએ દૂરથી જ હાથ બતાવીને રોકતાં એહાનને કહ્યું.

“શું..?” એહાન રોકાયો નહીં. બાનીની વધુ નજદીક આવતાં પૂછ્યું.

“એહાન. હું સંસ્કારી છોકરી નથી. કદાચ મારા જેવી છોકરી તારા મોમને પસંદ આવે પણ નહીં તો??” બાનીએ પૂછ્યું.

“હું સંસ્કારી છોકરો તારા ડેડને પસંદ નથી આવવાનો એનું શું?” એહાને થોડું મલકાતા કહ્યું. બાની ખડખડાટ હસી પડી. પછી ગંભીર થતાં કહ્યું, “ મારા ડેડને હું મનાવી લઈશ. તારા મોમનું શું?”

“મેં તને પસંદ કરી છે. મોમ પણ કરશે જ. પણ હા તારા ગળામાં આ તલ ખૂબ જ આકર્ષક દેખાય છે.” એહાને ઝીણા ડોળા કરીને પૂછ્યું.

“તું મને પ્યાર કરતો જ નથી. આજે જોતો છે આ તલને?” બાનીએ ગાલ પર ધીમેથી થપ્પડ મારતાં કહ્યું.

“તારા દેહમાં જો રસ હોત તો બધું બારીકાઈથી જોતે. તારા દિલ સાથે પ્યાર થયો છે યાર. ક્યાંથી ઝાંકુ તારા દેહ પર?” એહાને પોતાનાં ડાબા બાજુની છાતી પર જમણો હાથ રાખીને છાતી દુઃખતી હોય તેવી રીતે કહ્યું.

“એટલી મોટી ફીલોશોપી? હું ઈન્ડિયા જાઉં છું એના ગમ માં?” બાનીએ એહાનના બંને ગાલની હડપચીને એક હાથમાં લઈને દાંત ભીંસતા કહ્યું, “ આજ સુધી મેં તારા મોઢેથી આવી વાત નથી સાંભળી. વધારે લવગીરી ના બતાવ.”

"લવગીરી..!!" એહાને વધુ નજદીક આવતાં કહ્યું.

"શું વાત છે આજે બહુ મૂડમાં છે." બાનીએ એહાનની છાતી પર ધક્કો મારતા કહ્યું. બાનીનો હાથ પકડતાં નજદીક ખેંચી લેતાં એહાને બાનીના કપાળ પર પોતાનું કપાળ મૂકતા પ્રેમથી પૂછ્યું," ઈન્ડિયા જઈને ઈવાન સાથે તો મેરેજ નહીં કરી લે ને??"

"હમ દો હમારા એક. બોલો એહાન ક્યારે કરી લઈએ મેરેજ." હસીને બાનીએ પૂછ્યું.

"મેરેજ તો જ્યારે તારી ઈચ્છા હશે ત્યારે જ કરી લઈશ." એહાને ખૂબ જ પ્રેમથી કહ્યું.

"આપણું એક?" બાનીએ પૂછ્યું.

"એ પણ તારી ઈચ્છા હશે ત્યારે." નાક પર કિસ કરતાં એહાન બોલ્યો.

"અચ્છા બધી જ મારી ઈચ્છા. અને એ માટે ફર્સ્ટ તારી ઈચ્છા થઈ તો..!!" બાનીએ લાડમાં કહ્યું.

"એ બધા માટે પણ પહેલા હું તારી ઈચ્છાને જ જાણીશ." એહાને બાનીની આંખોમાં જોતાં કહ્યું.

"તું એટલો રોમેન્ટિક નીકળશે મને એવું જરા પણ લાગતું ન હતું. તેમ જ તને મારી સાથે લવ થશે એવું પણ ધાર્યું ન હતું..!! તારો મિજાજ જોઈને.!!" બાનીએ કહ્યું.

"ના બાની. જેમ તને જોઈને બીજા બધા છોકરાઓની હાલત થતી એવી જ મારી પણ થતી. બસ હું ફક્ત સામેથી તને મહેસૂસ કરાવતો ન હતો કે હું પણ તને લાઈન મારું છું.. અને લાઈન મારીને પણ હું ક્યાં સુધી પહોંચવાનો હતો. આટલા બધા છોકરામાં મારો નંબર ક્યાં લાગવાનો હતો. એટલે ફક્ત મનોમન લાઈક કરતો હતો!!" એહાને જૂની વાતો યાદ કરતાં કહ્યું.

"ઓ એટલે તું છુપારૂસ્તમ નીકળ્યો?" બાનીએ કહ્યું.

"હા. આ છુપારૂસ્તમને બાની જેવી પ્યાર કરવાવાળી છોકરી મળી. મારા જેટલો લકી છોકરો કોઈ જ ન હોય..!!" એહાને કહ્યું તે સાથે જ બાનીએ એહાનનાં મોઢા પર હાથ રાખતા કહ્યું, " પ્લીઝ. એવું કશું બોલ નહીં. મને અણદેખો ડર લાગ્યા કરે છે. હું ડેડને મનાવી તો લઈશ ને?!" બાનીએ પોતાનો ડર વ્યક્ત કરતાં કહ્યું. " હું તને ખોઈ બેસીશ તો??" એને રડમસ સ્વરે કહ્યું.

"બાની. ચીલ..!! તું એવી વાત કરશે તો કેવી રીતે ચાલશે? " એહાને સાંત્વના આપતાં બાનીના હાથમાં ચુંબન કર્યું. બાનીનું મૂડ સારું કરવા એહાને એને ઉંચકી લીધી અને ગોળ ફેરવતાં મોટેથી કહ્યું, "બાની આય લવ યુ...લવ યુ...લવ યુ...લવ યુ." બાની ખૂશ થતી હસવા લાગી. "ઓહ એવી રીતે ચક્કર આવી જશે. મને નીચે ઉતાર."

એહાને દિવાલને અડીને રાખેલી ટેબલ પર બાનીને ધીમેથી બેસાડી." પાગલ થઈ ગયો છે?" એહાનનાં માથા પરના વાળ ખેંચતા બાનીએ પૂછ્યું.

"હા તારા લવમાં." એહાને કહ્યું. બાની એહાનની નશીલી આંખોને જોતી રહી. ટકટક જોતી રહી. બાનીએ તરત જ એહાનનું માથુંને પોતાની છાતીમાં સમાવી દીધું. તે સાથે જ બાનીની ધડકન તેજ થવા લાગી. એહાન આ બધું જ મહેસૂસ કરી રહ્યો હતો. એહાનનાં માથાના વાળમાં જ બાની કિસો કરતી રહી. એહાનથી રહેવાયું નહીં. એ થોડો ઊંચો થયો. બાનીની સુંવાળી ગરદનને ચૂમી લીધી. એની ગોરી સિલ્વર જેવી ચમકતી ત્વચા પર એ ચુંમતો બાનીના છાતી સુધી પહોંચ્યો. બાનીના પરફ્યુમની અસરથી એ વધુ ઉત્તેજીત થઈ ગયો. એના મોઢામાંથી 'ઉહઃ' નો ઉદ્દગાર નીકળી ગયો. બાનીના છાતીના ઉભારમાં એણે પોતાને સમાવી લીધો. એહાનનાં બંને હાથ બાનીના છાતી પર ફરવા લાગ્યા. બાનીનાં સ્તનો તંગ થઈ ગયા. બાની ઉત્તેજિત થઈ ઉઠી, "ઓહહ એહાન." એણે એહાનનાં શર્ટનાં બટનો ઝટથી ખોલી દીધા. બાની એહાનની ગોરી છાતી પર પોતાના નશીલા હોઠો ફેરવતી રહી. બંને નિર્વસ્ત્ર થઈ ગયા. એહાન બાનીના આખા દેહને ચૂમતો રહ્યો. બાની આહલાદક પળોમાં ખોવાતી જતી હતી.

બંનેની જાણે છેલ્લી મુલાકાત હોય તેવી રીતે એકમેકને ભીંસી રહ્યાં હતાં. બંનેને પોતાના પર કન્ટ્રોલ હતો જ નહીં. ચરમ સીમાનો અદભૂત આહલાદક આનંદ માણતા એવા તો લવમાં ગળાડૂબ થઈ ગયા કે સમગ્ર દુનિયામાં પોતાનું એક જ અસ્તિત્વ બન્યું હોય તેવી રીતે આંખો બંધ કરી એકમેક પર પડી રહ્યાં.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED