“બાની”- એક શૂટર - 22 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 22



“બાની”- એક શૂટર

ભાગ : ૨૨


“તો એમાં ખોટું શું છે.?” બાનીએ ફરી પૂછ્યું.

“કેમ કે હું તને કેટલી વાર પૂછ્યું છે કે તું અહીં જ સેટ થવા માંગે છે કે પાછી ફરી રહી છે ઈન્ડિયા?” કડક શબ્દોથી જ એહાન પૂછતો જતો હતો.

“એહાન તું એક જ પ્રશ્ન કેમ પૂછ્યા કરે છે યાર.” નજર છુપાવતાં બાનીએ કહ્યું.

“બાની. જો તું સ્યોર અને સિરીયસ હોય મારા માટે તો જ હું આ રિલેશનશીપ આગળ વધારીશ. મને એવી કોઈ રિલેશનશીપ નથી જોઈતી કે તું અહિયાં એબ્રોડ જીવે અને હું ઈન્ડિયા. પ્લીઝ જો તું એવું કહેતી હોય કે મારી સાથે તું પણ અહિયાં સેટ થઈ જા તો મારો જવાબ ના હશે. હું મારું વતન મારી માટીના લવમાં છું લવમાં રહીશ. તને આગળ વધવું હોય તો જ.....!!” એટલું કહી એહાન અટક્યો.

“મને પણ મારું વતન પ્યારું છે સમજ્યો ને..!!” બાનીએ કહ્યું.

“તો ચાલ મારી સાથે. આપણે હવે ઈન્ડિયા જઈએ.” એહાને કહ્યું. અને બાની ચૂપ થઈ ગઈ. એ ઊંડા ગર્તાકમાં જતી રહી.

“બાની...શું વિચારે છે.?” એહાને પૂછ્યું.

“એહાન યાર તને કેવી રીતે સમજાવું. કદાચ તને ખોટું લાગશે. પ્લીઝ ગુસ્સે નહીં થતો...!!” બાનીને સમજ પડતું ન હતું કે કેવી રીતે એહાનને સચ્ચાઈથી વાકેફ કરાવું.

“બોલ ને.” એહાનથી રહેવાયું નહીં એણે ફટથી કીધું.

“એહાન યાર. મારું અહિયાં રહેવું એટલે મેં મારા બાપાથી જ દૂર રહી છું એમ જ સમજ. તું જાણતો જ હતો કે બાની કેવી છોકરી છે. એવું જ મારા ડેડનો પણ વિચાર છે કે લફડેબાજ છોકરીને સારા ઘરનું માગું ક્યાંથી આવવાનું. શોર્ટમાં વાત પતાવું તો મેં ડેડને પ્રોમીસ કર્યું છે કે બે કે પાંચ વર્ષ સુધી હું એબ્રોડમાં રહીને મારી જિંદગી માણવા માગું છું. એના પછી ઇન્ડિયા આવીને હું ઈવાન સાથે મેરેજ કરી લઈશ.” બાનીએ કહ્યું અને તરત જ એ એહાનના મોઢા પરના હાવભાવોને પારખવા લાગી.

“બાની. તું પાગલ છે. ઈવાન તો તારો ખરો દુશ્મન અને એ મારો સારો ફ્રેન્ડ..અને...તું..તું પ્રોમિસ કરી જ કેવી રીતે શકે!!” સચ્ચાઈ જાણીને એહાનની જીભ લળખડાઈ.

“એહાન પ્લીઝ તું કોઈ ડિસીઝન તરત ના લેતો. આપણા રિલેશનશીપને લઈને. હું કોઈ તો રસ્તો કાઢીશ જ.” બાનીએ સમજાવતાં કહ્યું.

“અચ્છા તો મને બેવકૂફ બનાવી રહી છે. આ તારા સીન વિષે તને તો ખબર જ હતું ને. ઈવાનને પણ ખબર જ હશે કે તમારા કોઈપણ હિસાબે મેરેજ થવાનાં જ છે. હવે તું જ કહે કે મને શું કરવાનું છે?” એહાને ગુસ્સાથી કહ્યું.

“એહાન પ્લીઝ. સીનને વધારે ક્રિટીકલ નહીં બનાવ. હું ડેડને મનાવી લઈશ.” એહાનનો હાથ પકડતા બાનીએ કહ્યું.

“એ તું પ્રોમિસ આપવા પહેલા પણ કરી શકી હોત. હું તારાથી દૂર જ હતો ને ? લવનો ખેલ કરીને પછી સાચ્ચું બોલવાનું? યુ નો બાની તું હજી પણ બદલી નથી. એવી જ છે તું.....!!” એહાન આગળ બોલવા જતો હતો પણ એ રોકાઈ ગયો.

“એહાન વોટ ડુ યુ મીન લવનો ખેલ..? હું લવ કરું છું તને.” બાનીએ રડમસ અવાજમાં કહ્યું. કડક મિજાજથી રહેતી બાની આજે દિલનાં લીધે નરમ પડી ગઈ હતી.

“પણ વચ્ચે તો હું જ આવ્યો ને? રહીશ ખાનદાની ફેમીલીની વચ્ચેની ઝંઝટમાં હું જ પીસાઈશને? ઈવાન મારા વિષે શું વિચારશે?” એહાને ઊંડો વિચાર કરતાં કહ્યું.

“જસ્ટ ચીલ્લ યાર એહાન. મારા ડેડ સાથે થયેલા પ્રોમીસ વિષે ઈવાન કશું નથી જાણતો. પણ ડેડે જો એ ઈવાનની ફેમિલીમાં જણાવી દીધું હોય તો આફત આવી શકે.....!!” બાનીએ માથાથી લઈને ખબે સુધી આવેલા ટુંકા વાળને બંને હાથથી આગળ લેતાં કહ્યું, “પ્લીઝ. એહાન મને તારા સાથની જરૂર છે. જો તું મને થોડો પણ સાચ્ચો પ્રેમ કરતો હોય તો...!!” એહાનને હગ કરવાની કોશિશ કરતાં બાનીએ કહ્યું.

“ના તું દૂર રહે મારાથી. મને મનાવાની જરૂર નથી. તારા પ્યાર વ્યાર ના જાદુમાં હું હવે નહીં આવું.” એટલું કહીને એહાન બેડ પર ગોઠવાયો.

બાની સીધી જ બેડ પર ચઢી ગઈ અને એહાનના ખબા પર લટકીને નાના બાળકની જેમ એણે પકડીને સહેજ ડોકું નમાવીને લાડમાં જ કહેવાં લાગી, “એહાન, આય લવ યુ. એ......હાન.” એટલું કહીને એહાનની કાનની બુટ પર કિસ કરી દીધી. ડોક પર ધીમેથી બચકું ભરતાં ઝટથી કહ્યું, “ એહાન. આય લવ યુ.”

પણ એહાનને કશી પણ અસર થઈ નહીં. એની ઉંમર બાની જેટલી જ હતી. પણ એ ઘણો મેચ્યોર હતો. એનું વ્યક્તિત્વ જ એવી રીતે ઘડાયું હતું કે ઉંમર કરતાં વધુ શીખી ગયો હતો.

“બેબી. શું વિચારે છે. હું બધું સંભાળી લઈશ. મારા પર થોડો ટ્રસ્ટ રાખ. તને એમ લાગે છે કે હું તને છોડી દઈશ અને ડેડના કહેવાં પ્રમાણે ઈવાન સાથે મેરેજ કરી લઈશ??” બાનીએ પૂછ્યું પણ એહાન ચૂપ થઈને બેઠો હતો. બાની બેડ પરથી ઉતરીને નીચે આવી. બંને ઘુંટણે બેસતાં કહ્યું, “ એહાન પ્યાર ના નશામાં શું વાત યાદ રહે. હું તને લાઈક તો ક્યારની કરતી હતી. બટ લવ...!! સમય થોડો માંગે છે. એ તો થઈ જાય છે. ખબર પડતી જ નથી. કે આપણે શેમાં વહી રહ્યાં છે. બીકોઝ આ નશો પણ ગમતો હોય છે. આ દિલમાં થતી લાગણીનું નાનું સરખું દર્દ પણ પ્યારું લાગે છે.” ફિલોસોફરની જેમ બાની કહેવાં લાગી.

“બાની પ્રોબ્લેમ એ નથી કે આપણે બંને પ્યારમાં છે. વાત પ્રોમિસની છે. એ પણ ઈવાન સાથે. સામે કોઈ બીજો હોત તો હું લડી રહેતે.” એહાનને સમજણ પડતી ન હતી કે શું થવાનું છે.

“ઓહ્હ ગોડ એહાન. હું સંભાળી લઈશ યાર. તું એટલું યાદ રાખ કે આપણે બંને લવમાં છે.” બાની સમજાવીને કંટાળી હતી પણ શાંતિથી સમજાવી રહી હતી.

“બાની એમાં યાદ શું રાખવાનું? યાર વી લવ ઈચ અધર.” એહાને પણ સત્ય બતાવતાં કહ્યું.

“ઓકે ચાલ તું બધું ભૂલી જા. સચ્ચાઈ તો બતાવી. પણ તને મારા કરતાં વધારે ટેન્સ આવ્યું...!!” પોતાના પર અફસોસ કરતાં બાનીએ કહ્યું.

એટલું સાંભળીને એહાન ઊંડા વિચારોમાં પડી ગયો. થોડી સેકેંડો બાદ બાની એહાનને બંને હાથેથી હલાવા લાગી, “ એહાન શું વિચારે છે યાર.”

એહાન બાનીના સમગ્ર ચહેરાને નિહાળવા લાગ્યો. ગળું ખંખેરીને એ કહેવાં લાગ્યો, “ બાની કોઈની પણ લાઈફ આમ સપાટ તો હોય જ નહીં. કેટલાક પાસ્ટને આપણે ભુલાવા માંગીએ છીએ. પણ અમુક સ્થિતિ એવી આવી જાય છે કે એ બની ગયેલી ઘટનાને છતી કરવી જ રહી...!! આપણી રિલેશનશીપને જો તું વધુ મજબૂત કરવાં માગતી હોય તો મને મારા લાઈફ વિશે જણાવવું જ પડશે.”

બાનીએ એક પણ શબ્દ કાઢ્યો નહીં. ફક્ત રિલેક્સ થઈ એહાનને સાંભળી રહી.

“બાની. હું સાચા લવમાં માનતો જ નથી. જીવનમાં બધા જ એકમેકને એટલે જ જોડાયેલા છે કે પોતપોતાની ઈચ્છા આકાંશા પૂરી કરી શકે. નાની એજમાં જ મેં ઘણું બધું અનુભવેલું છે. છતાં પણ આ મારો પોતાનું મંતવ્ય છે. લાઈફ પ્રત્યેનો બધાનો અનુભવ અલગ અલગ હોય છે સો કદાચ તું મારા બાબતમાં સહમત ન પણ હોઈ શકે. એ તારો પોતાનો નિર્ણય હશે. અને જે પણ તારો ડિસીઝન હશે એ મને માન્ય હશે. હું મારા પાસ્ટ વિશે તને વાકેફ કરાવા માગું છું.” એટલું કહીને એહાને બાનીના ચ્હેરા ભણી જોયું.

"તારો પાસ્ટ...!!" બાનીએ આશ્ચર્યથી કહ્યું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)