call center - 43 books and stories free download online pdf in Gujarati

કોલ સેન્ટર (ભાગ-૪૩)

અનુપમ નંદિતાની એક પછી એકવાત સંભાળી રહ્યો હતો.એકબાજુ પલવીનો પ્રેમ પણ તેને યાદ આવી રહ્યો હતો.મારે નંદિતા કહી દેવું જોઈએ કે તારી કોઈ ખબર ન હતી એટલે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરવા લાગ્યો છું,પણ એકબાજુ એ પણ ડર હતો કે નંદિતાને હું આ વાત કહશ તો તે શાયદ કોઈ બીજું પગલું ન ભરી લે.
*********************************

અનુપમ તું શું વિચારી રહ્યો છે?તું મને જોઈને ખુશ પણ નથી લાગી રહ્યો.કોઈ એવી વાત છે જે તું મને કહેવા માગે છે,પણ કહી નથી શકતો તો કહી દે બિન્દાસથી...!!મારી આ અચાનક સરપ્રાઇઝથી તું ખુશ નથી?

નહિ નંદિતા એવું નથી.હું ખુશ છું.તને જોઈને હું શા માટે ખુશ ન થાવ.ઓકે અનુપમ તો આજ હું મુંબઈ આવી તે ખુશીમાં તું મને મારી બેસ્ટ હોટલમાં જમવા નહિ લઇ જા.

હા,નંદિતા કેમ નહિ?આજ સાંજે આપણે પેહલી ફોરટીફાઈડ હોટલમાં મળીશું.તું તે જ હોટલમાં જવાની વાત કરી રહી હતી ને? યસ અનુપમ..!!

ઓકે તો સાંજે આપણે મળીયે મારે તને હજુ કેનેડાની ઘણી બધી વાતો કરવાની છે અને હું તારા માટે ત્યાંથી ઘણી બધી વસ્તું પણ લાવી છું.તે હું સાંજના ડિનરમાં તને આપીશ,ઓકે બાય.

અનુપમને શું કરવું કઈ સમજાતું ન હતું.એક દિલ સામે બે રમનારી આવી ગઇ હતી.કોની સાથે રમવું તે પણ કહેવું મુશ્કેલ હતું.હું તો બંનેને ખૂબ પ્રેમ કરું છું.પણ બંને સાથે હું લગ્નતો ન જ કરી શકું.અનુપમે ધવલને ફોન લગાવ્યો.

હેલો..ધવલ..!!પહેલી આજ આવી?અરે કોણ આવી બોલને? "નંદિતા" ,એણે તો કોઈ સાથે કેનેડામાં લગ્ન કરી લીધા હતા ને?નહિ ધવલ એની ફ્રેંન્ડ ખોટું બોલી હતી.તે હજુ પણ મને પ્રેમ કરે છે અને તે મારી સાથે લગ્ન કરવા માંગે છે.

વાહ,અનુપમ તારા તો નસીબ જોર કરે છે.હું તો એકને પ્રેમ કરું છું,એ પણ કોઈ બીજા સાથે ચક્કર લગાવી રહી છે,અને તને તો પલવી અને નંદિતા બંને પ્રેમ મળી ગયા.તારે ખુશ થવું જોઈએ.

ધવલ તું મારી વાત સાંભળ બે જ દિવસમાં મારા ઘરે લગ્નની વાત કરવા નંદિતા ફેમેલી સાથે આવાની છે.મને કંઈ સમજાતું નથી હું શું કરું.

તું નંદિતાને હજુ પ્રેમ કરે છો?

“હા”
તું પલવી અને નંદિતા બંનેને પ્રેમ કેવી રીતે કરી શકે?એ જ વાત કહેવા તને ફોન કર્યો હતો.જો અનુપમ એ તારે નક્કી કરવાનું છે કે તારે કોની સાથે રહેવું છે.તારે પલવી સાથે રહેવું હોઈ તો તું નંદિતાને કહી દે કે હું પલવીને પ્રેમ કરું છું.અને જો તારે નંદિતા
સાથે રહેવું હોઈ તો તું પલવીને કહી દે હું નંદિતા સાથે રહેવા માંગુ છું.

અનુપમ નંદિતા હજુ આવી છે.સમયને તું બરબાદ ન કર,અને જે પરિસ્થિતિ છે તેને તું કહી દે.એટલે તેને પણ આગળ શું કરવું તે વિચારવાનો સમય મળે.તું વિચારીલે તારે કોની સાથે રહેવું છે.

ઓકે ધવલ...!!!

ફોરટીફાઈડ હોટલમાં અનુપમ નંદિતાની રાહ જોઈ રહ્યો હતો.આજુબાજુ નજર કરી રહ્યો હતો હમણાં આવશે નંદિતા અને તેને હું મારી બધી જ વાત જણાવી દશ,તેને હું કશ કે પલવીને હું ખૂબ પ્રેમ કરું છું,પણ નંદિતા મને પલવી સાથે લગ્ન કરવાની 'હા' પાડશે.

બ્લેક જીન્સ અને યેલો ટીશર્ટમાં સામેથી કોઈ મને આવતું દેખાયું તે નંદિતા જ હતી.તે આવીને મને ભેટી પડી.સોરી અનુપમ આજે મોમને મજા નોહતી એટલે થોડું મોડું થઇ ગયું.શું થયું તારી મોમ ને?બસ થોડો ફીવર છે,બાકી નોર્મલ છે.

આજ નંદિતા મસ્ત લાગી રહી હતી.હું અને નંદિતા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં પાગલ હતા.એકબીજા વગર રહી શકે તેમ પણ ન હતા.

પણ અચાનક તે કેનેડા ચાલી ગઇ અને હું પલવીને પ્રેમ કરવા લાગ્યો.શાયદ મને મુંબઇમાં રહીને કોઈ છોકરી સાથે પ્રેમ કર્યો હોત તો નંદિતાની ફ્રેન્ડ આવી મને સમજાવેત કે હજુ પણ તને નંદિતા પ્રેમ કરે છે.પણ પલવી સાથે પ્રેમ પણ બેંગ્લોરની હોટલમાં થયો,અને પલવી પ્રયતેનો પ્રેમ પણ ઘણો આગળ નીકળી ગયો.

હા,આ જ ટેબલ પર બેસને નંદિતા.ડિનરમાં શું લશ?

પંજાબી શાક જે મને પસંદ છે.તને યાદ જ હશે?હા,કેમ નહિ નંદિતા.અનુપમ પહેલા કરતા તું થોડો વધુ હેન્ડસમ લાગે છે?તું પણ એટલી જ સુંદર લાગે છે.કેનેડામાં હું મારી એક ફ્રેન્ડને ત્યાં રહેતી હતી

હું તારો ફોટો જોતી ત્યારે તે કહેતી આ છોકરો મસ્ત છે.તેને તું તારી લાઈફ માંથી જવા ન દેતી.હું તેની કહેતી નહિ એ મને પણ ખૂબ પ્રેમ કરે છે.એ મારો જ છે અને હંમેશા માટે મારો જ રહેશે.મેં તારા માટે એક કવિતા લખી હતી.એ હું દરરોજ તને સંભારીને બોલતી.

હર પલ તને યાદ કરી પલ પલ તારો
વિચાર કરી હું ચાહું છું તને,

દિલમાં તડપ ભરી તારો દિદાર કરવાની
આશ કરી હું ચાહું છું તને,

હોઠો પર અનુપમ નામ ધરી આંખોને
વરસતી કરી હું ચાહું છું તને,

ખુદને ગમગીન કરી તારી યાદોમાં
કેદ થઈ હું ચાહું છું તને,

ક્યારેક દુનિયાને ભૂલાવી તો ક્યારેક અસ્તિત્વથી
અલગ થઈ હું ચાહું છું તને,

જ્યારે આવે છે તારી યાદ ત્યારે ફક્ત
તને જોવાની આશ કરી હું ચાહું છું તને,

બસ હવે તો શું કહું તને?
તારા પ્રેમમાં "ગુલાબી" સવારની આશા કરી
આ મનની "મરઝી"ને દિલની વાત કહેવા
આ કવિતાનું સર્જન કરી હું ચાહું છું તને...!

હર પલ તને યાદ કરી પલ પલ તારો
વિચાર કરી હું ચાહું છું તને...!

વાહ,નંદિતા તું તો કેનેડા જઈને કવિતા લખતી પણ થઇ ગઇ.તારા પ્રેમેં મને શું નથી કરવાયું અનુપમ.!!

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED