કોલ સેન્ટર (ભાગ-૪૨) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૪૨)

પણ તું મને દિલ્લી શા માટે મોકલી રહ્યો છે.હું તને દિલ્લી મોકલી અહીં બધું જ ઠીક કરવા માગું છું.આ આગ લગાવાની તે જ શરૂવાત કરી છે,મારા ઘરે વકીલને મોકલીને અને આ આગની ઓલવા માટે તારે દિલ્લી જવું જ પડશે.

*************************************

જો તારી પાસે આઇડયા છે,તેના કરતાં મારી પાસે એક સારો બેસ્ટ આઇડયા છે.અત્યારે તારી પત્ની પાયલ પણ તારા ઘરે નથી.તને છોડીને ચાલી ગઇ છે.હવે આમ પણ તે આવશે નહિ.અને તને હવે તે છુટાછેડા આપવા તો માંગે જ છે.તો એ લાભ લઇને આપણે બંને આજે જ લગ્ન કરી લઇએ.હું તારી સાથે કાલથી જ તારા બંગલામાં રેહવા માટે આવી જશ.

તને એમ લાગે છે કે પાયલની સામે હું કાગળ રાખું
અને તે સાઈન કરી દે?નહિ કરે માનસી..!!!તું જે બંગલામાં રહેવાની વાત કરે છે ને એ બંગલો પાયલના નામનો છે.મેડીકોલ કોલ સેન્ટરની દસ ઓફિસ માંથી ત્રણ ઓફિસ તેના નામ પર છે.આ ખુરશી પર તું બેઠી છે ને ઓફિસમાં તે પણ પાયલના નામ પર છે.
તને એમ થાય છે કે પાયલ સાથે હું જલ્દી છૂટાછેડા લઇ લવ.હું પણ પાયલ સાથે જલ્દી છૂટાછેડા લેવા માંગુ છું.

પણ તે પાયલના નામ પર એટલી બધી પ્રોપર્ટી શા માટે લીધી?જેમ હું પાયલના નામ પર વસ્તુની ખરીદી કરતો તેમ મારી નામના વધતી જતી હતી.એટલે એક
પછી એક બધી જ વસ્તું મેં પાયલના નામ પર ખરીદી છે.એવું નથી કે બધી જ તેના નામ પર છે.મુંબઈમાં મારા બીજા બે ફ્લેટ છે તે મારા નામ પર છે.

પણ જો પાયલ પાસેથી આ બધી મિલકત લેવી હોઈ તો તારે દિલ્લી જવું પડશે.હું તેને સમજાવીશ અને આ બધી પ્રોપર્ટીમાં હું તેની સાઈન લઇ લશ.નહિ વિશાલ હું દિલ્લી તો નહીં જ જાવ.તું કહે તો હું ઘરની બહાર નહિ નીકળું ઘરે જ રહશ.ઓફિસ પર નહિ આવું પણ દિલ્લી નહિ જાવ.

ઓકે માનસી..!!!તું કાલથી આજ ઓફિસમાં આવી શકે છે.મેં તને સમજવાની કોશિશ કરી પણ તું સમજી નહિ.હવે હું જ દિલ્લી જાશ.માનસી થોડીવાર વિશાલસરની સામે જોઈ રહી અને કઇ બોલ્યા વગર ઓફિસની બહાર નીકળી ગઇ.

પાંચમાં પાંચની વાર હતી અનુપમ સમયસર પોહચી ગયો પણ સર્કલમાં કોઈ જગ્યા પર હજુ પલવી દેખાય રહી ન હતી.અનુપમ આજ ખુશ હતો પલવી એ તેને મળવા બોલાવ્યો હતો.તે તેને સરપ્રાઈઝ આપવા આવી રહી હતી.હજુ પલવી આવી નોહતી એટલે તે એક સારી જગ્યા શોધી તેની પર બેઠો.તે વિચાર કરી રહ્યો હતો કે પલવી મને શું સરપ્રાઈઝ આપવા માંગે છે.લગ્નની વાત કરવા માટે નહીં આવતી હોઈને?


ત્યાં જ સામેથી કોઈ છોકરીને આવતી જોય.અનુપમ તેને જોઈને ઉભો થઇ ગયો.તેનું શરીર પણ ધ્રૂજવા લાગ્યું.થોડીવાર તો થયું કે આ એ જ છે કે કોઈ બીજું પણ તે એ જ છોકરી હતી.

હાય,અનુપમ કેવી લાગી મારી સરપ્રાઈઝ..!!!ઓહ તું તો પહેલા કરતા પણ વધુ હેન્ડસમ લાગી રહ્યો છે.તું એટલો બધો નર્વસ કેમ છો મને જોય ને?તારે મને જોઈને ખુશ થવું જોઈએ.

નહિ નંદિતા હું નર્વસ નથી.તને જોઈને હું પણ ખુશ છું.તું કેનેડાથી કયારે આવી?બસ આજ સવારે જ આવી.તું મને અહીં બેસવાનું કશ કે પછી તું ઉભા ઉભા જ મારી સાથે વાતો કરીશ.

નંદિતા તે કોઈ સાથે લગ્ન કરી લીધા હતા ને?

નહિ મેં કોઈ સાથે લગ્ન નથી કર્યા મારા આ અનુને છોડી હું કોની સાથે લગ્ન કરું.તને ખબર તો છે હું તને કેટલો પ્રેમ કરતી હતી,અને તું પણ મને એટલો જ પ્રેમ કરતો હતો.

અનુપમ કેનેડા જઈને તારી મને એટલી યાદ આવી રહી હતી કે હું મારા અભ્યાસ પર ધ્યાન આપી શકતી ન હતી.મારા સપનાને હું પૂરું કરવા માંગતી હતી.હું તારા વગર એક દી પણ રહી શક્તિ ન હતી.એટલે મેં તારી સાથે વાત કરવાનું બંધ કરી દિધું.મેં તને છેલ્લે કહ્યું જ હતું હું અભ્યાસ પર ધ્યાન દેવા માંગુ છું.એક દિવસ તે મારી ફ્રેન્ડને મેસેજ કર્યો હતો કે નંદિતા મારી સાથે કેમ વાત નથી કરી રહી.હા,તે સવાલનો જવાબ મેં જ આપ્યો હતો કે મેં કોઈ બીજા છોકરા સાથે લગ્ન કરી લીધા છે.

પણ મારા ફ્રેન્ડની તારા પર નજર હતી.કે તું કોઈ છોકરી સાથે ડેટ પર જઇ તો નથી રહ્યો ને?જો તું કોઈને સાથે જતો હોત તો તે મને તરત જ કોલ કરીને તે વાતની જાણ કરેત,અને હા મેં કોઈ સાથે લગ્ન નથી કર્યા.હું તને છોડીને કોઇ બીજા સાથે કેવી રીતે લગ્ન કરી શકુ અનુપમ...!!

પણ આજ હું ખુશ છું અનુપમ.મેં આજ મારી ડોક્ટરની ડીગ્રી પૂર્ણ કરી લીધી છે.હું તારી સાથે લગ્ન કરી આ જ શહેરમાં કોઈ સારી જગ્યા પર પ્રેક્ટિસ કરવા માગું છું.અનુપમ મારા જીવનમાં બે જ સપના હતા.આજ મારું સપનું એક પૂરું થયું છે અને બીજું સપનું તારી સાથે લગ્ન કરી મારે મારુ જીવન જીવું છે.મેં ઘરે પણ વાત કરી લીધી છે.બસ બે જ દિવસમાં મારા પપ્પા તારા ઘરે મારા અને તારા લગ્નની વાત લઇને આવશે.

અનુપમ નંદિતાની એક પછી એકવાત સંભાળી રહ્યો હતો.એકબાજુ પલવીનો પ્રેમ પણ તેને યાદ આવી રહ્યો હતો.મારે નંદિતા કહી દેવું જોઈએ કે તારી કોઈ ખબર ન હતી એટલે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરવા લાગ્યો છું,પણ એકબાજુ એ પણ ડર હતો કે નંદિતાને હું આ વાત કહશ તો તે શાયદ કોઈ બીજું પગલું ન ભરી લે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)