Emporer of the world (જગતનો સમ્રાટ) - 16 Jainish Dudhat JD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Emporer of the world (જગતનો સમ્રાટ) - 16

જગતનો સમ્રાટ (ભાગ-16)


આગળના ભાગમાં આપણે જોયું કે રાજેશભાઈના ગુરુજી અને દેશની એક માત્ર અનોખી સંસ્થા કૈલાશધામના સંસ્થાપક આજે જૈનીષ અને દિશાની સ્કુલમાં આવે છે. તેઓ જૈનીષ તથા દિશા અને તેમના પરિવારને મળવા માટે આચાર્યની ઓફિસ પાસે આવેલ મીટીંગ રૂમમાં ભેગા થાય છે. રાજેશભાઈ ગુરુજીનો પરિચય આપતાં પહેલાં કૈલાશધામ અને તેની ખાસિયતો જણાવતા હોય છે અને તેઓ એ પણ જણાવે છે કે તેમનું શિક્ષણ અને ઘડતર પણ ત્યાં જ થયું છે. હવે આગળ,


#######~~~~~~~#######


આચાર્ય સહિત આનંદ સર, રાજેશભાઈ, જૈનીષ, દિશા અને તેમના માતા પિતા અત્યારે મીટીંગ રૂમમાં ભેગા થયા છે અને તેમની સમક્ષ ગુરુજી નામનાં વ્યક્તિ ત્યાં ઉપસ્થિત હોય છે. રાજેશભાઈ ગુરુજી અને કૈલાશધામ વિશે વાતો કરતા ગયા અને ત્યાં ઉપસ્થિત સૌ તેમને ધ્યાનપૂર્વક સાંભળતા ગયા. આ વાતચીત દરમિયાન ગુરુજી ઘણી વખત જૈનીષને જોઈ લેતા અને સાથે સાથે તેના માતા પિતાના ચેહરા પર આવતા ભાવો પણ વાંચી લેતા હતા. તેઓ પણ પોતાને તૈયાર કરી રહ્યા હતા જેથી તેઓ અહી આવવાના પોતાના મકસદને બધા સમક્ષ રજૂ કરી શકે.


રાજેશભાઈને કૈલાશધામ અને ગુરુજી વિશે જેટલી જાણકારી હતી તેમણે એ બધી માહિતી બધા સમક્ષ રજૂ કરી દીધી. અચાનક રાજેશભાઈને પણ એક વાત ધ્યાનમાં આવી ગઈ કે ગુરુજી કૈલાશધામ મૂકીને ક્યારેય બહાર નીકળતા નથી તો અચાનક કેમ તેઓ અહી પધાર્યા ? ગુરુજી પ્રત્યેનો રાજેશભાઈનો પ્રેમ અને વિશ્વાસ એટલો હતો કે જ્યારે એમને સમાચાર મળ્યા કે ગુરુજી એમને મળવા માટે આવે છે અને પછી તેમની સ્કુલમાં પણ સાથે આવશે, ત્યારે રાજેશભાઈ ખુશીથી એટલા હરખાય ગયા કે તેઓ એ પૂછવાનું જ ભૂલી ગયા કે ગુરુજી શા માટે મળવા આવે છે અને આમ અચાનક સ્કુલમાં આવવાનું કારણ શું ?



અત્યારે વાતચીત પૂરી કરીને રાજેશભાઈને પણ મનમાં એજ પ્રશ્ન ઉદ્દભવ્યો જે ત્યાં મીટીંગ રૂમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિના મનમાં હતો. તેઓ પોતાની વાત પૂછવા જઈ જ રહ્યા હતા કે તેમને ગુરુજી એ અટકાવ્યા. જાણે ગુરુજી તેમના મનની વાત વાંચી ગયા હોય એમ એમને ધરપત આપી અને કહ્યું, "રાજેશ, હજી ઘણા પ્રશ્નો છે માત્ર તારા નહી, અહી ઉપસ્થિત બધા ના મનમાં. તમે બેસો હું બધાય ના મનમાં રહેલ પ્રશ્નોનું સમાધાન કરીશ. અહી આવવાનું કારણ પણ જણાવીશ." ગુરુજી પોતાની જાતને તૈયાર કરે છે અને અહી આવવાનું કારણ જણાવે છે.


"કૈલાશધામની જ્યારથી સ્થાપના કરી છે ત્યારથી અત્યાર સુધી હું ક્યારેય કૈલાશધામની બહાર નીકળ્યો જ નથી. આજે અહીં આવવાનું એક માત્ર કારણ છે આ બાળક." એમ કહીને તેઓ જૈનીષ તરફ આંગળી ચીંધે છે. આ સાંભળીને સૌ કોઈ ચોંકી જાય છે. મીટીંગ રૂમમાં પ્રશ્નોના જવાબ જાણવા માટે ભેગા થયેલ તમામ વધુને વધુ ઉલજતા જતા હતા. એમાંય બીનીતભાઈ અને રમીલાબેનને તો જાણે કંઈ સમજાતું જ નહોતું. એમની ચિંતા ગુરુજી પણ જાણી જ ગયા અને ગુરુજીને લાગ્યું કે હવે સીધી જ વાત કરવાથી ઉકેલ જલ્દી મળશે. એટલે તેઓ સીધા જ બીનીતભાઈ અને રમીલાબેન સાથે પ્રશ્નોત્તરી કરે છે.


"તમે મને એ જણાવી શકશો કે તમારા બાળકના ગળામાં રહેલ રુદ્રાક્ષની માળા કોણે આપી ? અને ક્યારે આપી ?" ગુરુજી એ સીધું જ બીનીતભાઈને પૂછી લીધું. ત્યારબાદ બીનીતભાઈ ગુરુજીને આ માળા કેવી રીતે જૈનીષ ને નાનપણમાં કુળદેવીના મંદિરે વિધિ કર્યા બાદ ત્યાં ઉપસ્થિત એક સાધુએ પેહરાવી તે સમગ્ર ઘટના ગુરુજીને કહે છે. બીનીતભાઈ દ્વારા જણાવવામાં આવ્યા બાદ ગુરુજી તરત જ સમજી જાય છે કે આ માળા કોણે આપી. "ગુરુદેવ સાગરનાથ. એમના સિવાય આ માળા બીજા કોઈ પાસે હોવી સંભવ નથી." ગુરુજી પોતાના ગુરૂદેવનો ઉલ્લેખ કરે છે.


"હું માત્ર તમને એટલું જ જણાવી શકીશ કે તમારો બાળક (જૈનીષ) બીજા મનુષ્યોની જેમ સાધારણ નથી. નિયતી દ્વારા તેને કોઈ મહાન કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો છે. મારા ગુરુદેવ દ્વારા તેને આપવામાં આવેલ અતિ દુર્લભ એવા રુદ્રાક્ષની માળા એ વાતની સાક્ષી છે કે આવનાર સમયમાં એના દ્વારા કોઈ મહાન ઈશ્વરીય શક્તિ જગતને મળવા જઈ રહી છે. મારૂ અહીંયા આવવાનું કારણ નિયતી દ્વારા પૂર્વનિર્ધારિત જ છે. મારા ગુરુદેવની આજ્ઞા મુજબ મારે એ ભવિષ્યના મહાનાયકની શિક્ષા અને તાલીમની જવાબદારી ઉપાડવાની છે." આંખોને અડધી ખુલ્લી અને અડધી બંધ કરી જાણે કોઈ અદૃશ્ય શક્તિ એમના શરીરમાં પ્રવેશી હોય તે રીતે ગુરુજી આખો સંવાદ બોલી ગયા.


રમીલાબેન આ સાંભળીને બેચેની અનુભવવા લાગ્યા. એમને વર્ષો પહેલા જૈનીષની કુળદેવીના મંદિરે થયેલ વિધિ બાદની ઘટના યાદ આવી ગઈ અને જાણે અણસાર આવી ગયો કે તેમણે પોતાના લાડકવાયા જૈનીષથી દૂર થવું પડશે. તેઓ દોડીને તરત જૈનીષ પાસે આવી ગયા અને બોલવા લાગે છે કે, "હું તને ક્યાંય નહી જવા દવ. તું અમારી સાથે જ રહીશ. કોઈ તને અમારાથી અલગ નહી કરી શકે. વર્ષો પહેલાં મંદિરમાં પણ તે મહારાજ કહી ગયા હતા કે તારે દૂર જવાનું છે, પણ હું નહી જવા દવ તને." અને એક માં ની મમતા આજે આંસુઓથી છલકાઈ ગઈ. તેઓ જૈનીષને ભેટીને રડવા લાગ્યા.


જૈનીષ તેમને વળગીને જ એક દમ શાંત અવાજમાં કહે છે, "માં, તારી પરમિશન વિના હું ક્યાંય નહી જાવ. તું ચિંતા શું કામ કરે છે." ગુરુજી તરફ જોઈને, "ભલે કોઈ કઈ પણ બોલે માં, હું તારી રજા વગર ક્યાંય નહી જાવ, મને કોઈ લઈ પણ નહી જઈ શકે." અને જૈનીષની આંખોમાં પ્રથમ વખત ક્રોધની જ્વાળા દેખાય છે. આ દ્રશ્ય ગુરુજી માટે સ્પષ્ટ સંકેત હતો કે તેઓ સાચા માર્ગ પર જ છે. એમને પોતાના ગુરુદેવ એ કીધેલી વાત યાદ આવી ગઈ. એ મહનાયકના ક્રોધને નિયંત્રિત કરવું જ એમનું પ્રથમ લક્ષ્ય હશે. ગુરુજી રમીલાબેન અને જૈનીષની નજીક આવે છે અને રમીલાબેનને કહે છે, "તમે કોઈપણ પ્રકારની ચિંતા કરો નહી. તમારા દિકરાને હું ક્યાંય નથી લઈ જવાનો. એનું કૈલાશધામ સુધી આવવું એનો પોતાનો નિર્ણય હશે જેમાં કોઈ બીજું હસ્તક્ષેપ નહી કરી શકે. એટલે તમને હું વિનંતી કરું છું કે તમે વ્યર્થ ચિંતા ના કરો."


મીટીંગ રૂમમાં એક દમ શાંતિ છવાઈ ગઈ. ગુરુજીની વાત સાંભળીને સૌ કોઈ વિચારમાં હતા. જૈનીષને પણ કંઇજ સમજાતું નહોતું. પણ ગુરુજીની વાત સાંભળીને રમીલાબેનનું મન શાંત થઈ ગયું. એમને વિશ્વાસ આવી ગયો કે જૈનીષ તેમની ઈચ્છા વગર ક્યાંય નહી જાય. બીજી બાજુ ઘણા પ્રશ્નો હજી એવા છે જેનો ઉકેલ બાકી છે.


જો ગુરુજી જૈનીષને લેવા નથી આવ્યા તો કેમ આવ્યા છે ?

એમણે શા માટે કીધું કે જૈનીષ પોતાની ઈચ્છાથી જ કૈલાશધામ આવશે ?

શું રાજ છે ગુરુદેવ સાગરનાથની માળાનું ?

જોઈશું આવતા ભાગમાં.......



રાધે રાધે

હર હર મહાદેવ