આગળના ભાગથી ચાલુ,
આપણે છેલ્લા ભાગમાં જોયું કે ઈશ્વરભાઈ અને શાંતાબેન લગ્નપ્રસંગ માટે રમીલાબેનના ગામમાં જાય છે જ્યાં તેમની મુલાકાત રમીલાબેન તથા તેમના માતાપિતા સાથે થાય છે. આ મુલાકાત બાદ ઈશ્વરભાઈ અને શાંતાબેનને રમીલાબેનના ઘરે આવવાનું આમંત્રણ મળે છે અને બંને પરિવાર વચ્ચે પહેલી વાર મુલાકાત થાય છે. આ મુલાકાતમાં શાંતાબેનને તેમના પુત્ર બિનીત માટે રમીલા ધ્યાનમાં આવી જાય છે અને લગ્ન પતે પછી તેવો ઈશ્વરભાઈને બિનીત માટે રમીલાની વાત કરે છે. બિનીતભાઈ માટે રમીલાની વાત સાંભળી ઈશ્વરભાઈ પણ આ સંબંધ માટે હા પાડે છે અને રમીલાબેનના ઘરે માંગુ લઈને જવાની તૈયારી બતાવે છે. બીજી બાજુ રમીલાના ઘરે જ્યારે બિનીતનું માંગુ આવે છે ત્યારે તેવો બિનીતના જીવનમાં જે કંઈ ઘટયું હોય તે બધું જાણીને કઈ રીતે તે તેના પિતા અને પરિવારને મદદ કરે છે એ જાણીને ખુબ ગર્વ અનુભવે છે અને રમીલા માટે હા પાડી દે છે. ત્યારબાદ બિનીતભાઈ અને રમીલાબેનના લગ્ન નક્કી થાય છે અને લગ્ન બાદ સારી નોકરી મળવાથી બિનીતભાઈ અને રમીલાને ગામ છોડી શહેરમાં આવું પડે છે.
પોતાનું શરૂવાતનું જીવન ગામમાં વિતાવ્યુ હોવાથી રમીલાબેનને થોડી મુશ્કેલી પડે છે શહેરમાં આવ્યા બાદ, પણ માતાએ આપેલ શિક્ષા હંમેશા એમને આગળ વધવા હિંમત આપે છે અને બહુ ઓછાં સમયમાં તેવો શહેરી જીવન અને ગૃહસ્થ જીવનમાં કેવી રીતે રેહવું તે શીખી જાય છે. પણ મિત્રો કેહવાય છે કે જીવનમાં મુશ્કેલીઓ આવ્યા વગર માણસનું સાચું વ્યક્તિત્વ ખબર ન પડે એમ અહીં પણ બિનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં મુશ્કેલીઓ આવવાની બસ તૈયારી જ હતી. હજી તો 3 મહીના થયાં છે બંને શહેરમાં આવ્યા ત્યાં રમીલાબેન અચાનક બિમાર પડે છે અને હોસ્પીલમાં દાખલ કરી તપાસ કરતા જાણવા મળે છે કે તેમની એક કિડની ખરાબ થઈ ગઈ છે અને તેમને તાત્કાલિક ઓપરેશન કરી કાઢવી પડશે એમ જણાવે છે. આ વાતની જાણ બિનીતભાઈના ગામ તથા શહેરમાં રેહતા તેમના સંબંધીઓને પણ થાય છે અને તેઓ બિનીતભાઈને મદદ કરવા હોસ્પિટલમાં આવે છે.
રમીલાબેનનું ઓપરેશન સફળ થાય છે પણ તેમને હવે આજીવન એક જ કિડની સાથે જીવવું પડશે એવું ડૉક્ટર દ્વારા જાણવા મળતા અમુક સંબંધીઓ બિનીતભાઈને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે કાનભંભેરણી કરવા લાગે છે, પણ બિનીતભાઈ પર ત્યારે આ વાતોની કોઈ અસર થતી નથી. તેઓ જે કંઈપણ થયું તેને નિયતી માનીને સ્વીકાર કરી લે છે. આ ઘટનાની જાણ જ્યારે રમીલાબેનના માતાપિતાને થાય છે ત્યારે તેવો પણ થોડા વિચલિત થઈ ગયા પણ તેમના જમાઈ બિનીતભાઈના આવા સંસ્કારો જોઈને તેમને પોતાના જમાઈ પર ગર્વ થાય છે. ઓપરેશન સફળ થયા બાદ રમીલાબેનને આરામ કરવા માટે કેહવામાં આવે ત્યારે તેમની માતા અને સાસુ બંને તેમની સાથે બે મહીના જેટલો સમય રહે છે અને ત્યાર પછી રમીલાબેન સંપૂર્ણ સાજા થઈ જાય એટલે તેઓ પાછા ગામ જતા રહે છે.
થોડા મહિનાઓ આમ જ પસાર થાય છે, રમીલાબેન ખૂબ જડપથી સાજા થઈ પાછો પોતાનો સંસાર નવેસરથી શરૂ કરવા માટે તૈયાર છે. પણ નિયતીએ એમના માટે કઈક બીજું જ લખ્યું છે. બિનીતભાઈની તબિયત સારી-મોળી રેહતી હોય છે પણ તેવો એના પર બહુ ખાસ ધ્યાન દેતા નથી. એક દિવસ પોતાની નોકરીએ જતી વખતે બિનીતભાઈની તબિયત રસ્તામાં બગડવાની ચાલુ થાય છે, પણ સામાન્ય તાવ સમજી તેઓ આને અવગણે છે અને કામે વળગી રહે છે. પરંતુ થોડો સમય જતાં તેઓ બેભાન થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ઘરે રમીલાબેનને આ વાતની જાણ થતા તેઓ તરત હોસ્પિટલે દોડી ગયા અને બીજા સગા સંબંધીઓને પણ જાણ કરી. તેઓ પણ ચિંતિત થઈ જાય છે અને રમીલાબેનને સાંત્વના આપવા અને બીનીતભાઈની તબિયત જાણવા માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી જાય છે.
આ તબક્કો ખરેખર બિનીતભાઈ અને રમીલાબેન માટે ખૂબ અઘરો સાબિત થવાનો હતો. હોસ્પિટલના ડોક્ટર રમીલાબેન અને સગા સંબંધીઓને બિનીતભાઈને ત્રણ અઠવાડિયાથી મલેરીયા થયો હોવાની જાણકારી આપે છે અને તેમને તાત્કાલિક લોહીની જરૂર છે એમ જણાવે છે. થોડા સમય માટે તો આ વસ્તુ સમજતા જ વાર લાગે છે બધાને કે ત્રણ અઠવાડિયાથી મલેરીયા હોવા છતાં બિનીતભાઈ કેમ તેને અવગણતા રહ્યા અને કેહવાય છે કે આવી મુસીબતના સમયે જ્યારે કોઈના મળે ત્યારે દોષનો ટોપલો હંમેશા જીવનસાથી ઉપર ઢોળવામાં આવે છે. આવું જ કંઈક રમીલાબેન સાથે પણ થાય છે પણ રમીલાબેન આ બધું અવગણીને બિનીતભાઈની તબિયતને પ્રાથમિકતા આપે છે. લોહીની જરૂર હોવાથી તાત્કાલિક કોઈ વ્યવસ્થા કરવા માટે ડોક્ટર કહે છે. સદનસીબે રમીલાબેનનું અને બિનીતભાઈનું બલ્ડગ્રૂપ એક જ હોય છે પણ રમીલાબેનની એક જ કિડની હોવાથી ડોક્ટર તેમનું લોહી લેવાની ના પાડે છે. આ સમયે બિનીતભાઈના બાળપણના મિત્ર નિલેશભાઈ તેમને લોહી આપવા માટે તૈયાર થાય છે.
(ક્રમશ:)