Shiyadani andhari raat books and stories free download online pdf in Gujarati

શિયાળા ની અંધારી રાત

શિયાળા ની કડકડતી ઠંડી માં નોકરી પરથી છૂટી હું ઘરે જવા નીકળ્યો..હું જ્યાં રહું છુ એ શહેર માં રિક્ષા માથી ઉતરી ઘર તરફ જવા માટે જ્યાં પગ ઉપાડયો ત્યાં મોબાઈલ ની રિંગ વાગી..મોબાઇલ કાઢી ને જોયું તો મારા એક મિત્ર આશિષ નો ફોન હતો.આશિષ સાથે ની મિત્રતા એટલી ગાઢ તો નહોતી બસ એક કંપની માં કામ કરતાં કરતાં મિત્રતા થઈ હતી એટ્લે એના વિષે બહુ ઓછું જાણતો હતો..એના ઘેર એકવાર ગયેલો અને ત્યારે જાણવા મળેલું કે એને પ્રેમ લગ્ન કરેલા છે॥.ફોન ઉઠાવી વાત કરી તો એને કહ્યું કે હું મળવા આવી રહ્યો છુ અને તરત જ મળવું છે ..હું ઘર તરફ જવાનું માંડી વાળી ત્યાં ચાર રસ્તા પર એની રાહ જોવા લાગ્યો..થોડીવાર માં બાઇક લઈને આશિષ આવ્યો અને મે જોયું તો એની પાછળ કોઈ સ્ત્રી પણ બેઠેલી હતી..મે વિચાર્યું ભાભી હશે અને કદાચ ક્યાક ફરવા ગયા હશે ત્યથી આવતા હશે..બન્ને મળ્યા એક બીજાના ના સમાચાર પૂછ્યા..પછી મે ઘરે આવવા આમત્રણ આપ્યું પરંતુ એ ઘરે આવલા રાજી ના થયા એટ્લે બાજુ માં હોટલ માં જઈને ચા અને નાસ્તો કર્યો... દરમિયાન વાત ચિત ચાલુ હતી..થોડીવાર પછી આશીષે મને એકલો સાઇટ માં બોલાવ્યો...

વાત એમ બની હતી કે..આશિષ સુરત ની એક છોકરી સાથે પ્રેમ માં હતો..જો કે મારી દ્રષ્ટિ માં લગ્ન થઈ ગયા પછી ના બાહ્ય સંબંદ માત્ર વ્યભિચાર જ છે…એટ્લે આવા પ્રેમ સંબંધો ને હું અયોગ્ય માનું છુ પણ એ એની વાત હતી એટ્લે મે વધુ માથું ના માર્યું...એને વાત કહેવાની શરૂ કરી..એને કહ્યું કે એ લોકો સવારથી ઘરે થી ભાગી ને નીકળી ગયા છે અને જે બાઇક પર એ આવ્યા હતા એ પણ છોકરી નું છે..અને એ સવારથી આમતેમ ભટક્યા કરે છે..છોકરી ના ઘર વાળા ને ખબર પડી ગઈ છે અને એ લોકો શોધી રહ્યા છે...સંબંધો નો આધાર હેમશા સત્ય અને વિશ્વાસ હોય છે અને જ્યાં વિશ્વાસ અને સત્ય નો નો અભાવ હોય એ સંબંધ ના તો સુખદાયક હોય છે કે ના લાંબો સમય ચાલે છે..આવા સંબંધ માણસ ને હમેશ દુખી કરે છે...આશીષે પણ પોતાના આ સંબંધ માં સત્ય અને વિશ્વાસ ની હત્યા કરી હતી કારણ કે જે છોકરી કાઇપણ વિચાર્યા વગર પોતાના માં બાપ ની આબરૂ ની પરવા કર્યા વગર એમને અને જે ઘર માં એ નાનપણ થી રમી રમી ને મોટી થઈ હોય એ ઘર અને સંબંધો ને એક જ પળ માં છોડી ને પોતાના પ્રિયતમ ની સાથે કઈ જાણ્યા વગર ભાગી ને પછી પસ્તાય છે એવું જ કઈક બન્યું હતું કારણ કે છોકરી આશિષ ના લગ્ન વિષે અંજાણ હતી... અને દિલ માં કેટલાય અરમાન લઈને નીકળી હતી ઘર વસાવવાના..પરંતુ આશિષ માટે આ ઉતાવળ માં ભરેલું પગલું હવે મુસીબત બની ગયું હતું કારણ કે કેમેય કરીને એ આ છોકરી ને પોતાના ઘરે લઈ જવા માટે સક્ષમ નહોતો...આખો દિવસ રઝળપાટ દરમિયાન છોકરી પણ પોતાના ઘરે પછી જવા માટે તૈયાર નહોતી...આવી પરિસ્થિતી માં ફસાયેલો આશિષ મને મળ્યો...એના આ કાર્ય માટે એકવાર તો મન માં બહુ ગુસ્સો આવ્યો અને એને કોઈપણ મદદ કરવાની ના પાડી દેવાની ઇસછા થઈ પણ એની હાલત બીચ સમુંદર માં ફસાયેલા વહાણ જેવી હતી જે એકેય કિનારે જઈ શકે એમ નહોતો અને બીજી બાજુ એ નિર્દોષ છોકરી ના જીવન નો પણ પ્રશ્ન હતો એટ્લે મારે ના છૂટકે એમને પાર ઉતારવા સંકટ થી ઊભરતા મધદરિયે ઊતરવું પડે એમ હતું...

એમને ત્યાં છોડી હું ઘરે ગયો..જમવા નો સમય નહોતો એટ્લે નાસ્તો કરીને આવ્યો છું અને ભજન માં જાઉં છુ એવું બહાનું બતાવી બે ધાબળા અને સ્વેટર લઈને નીકળી ગયો...રોડ પર આવ્યો ત્યારે આશિષ અને એ છોકરી બન્ને ધ્રૂજતા હતા એટ્લે પહેલા એમને ધાબળો અને સ્વેટર આપ્યા પછી છોકરી ની સાથે વાત કરી..લગભગ એકાદ કલાક ની મહેનત પછી હું એ છોકરી ને ઘરે પછી જવા માટે સમજાવવામાં સફળ થયો પરંતુ છોકરી ને મૂકવા જવી પડે..આશિષ કોઈપણ ભોગે એકલો જાવા તૈયાર નહોતો એટ્લે ના છૂટકે મારે સાથે જવું પડે એમ હતું કારણ કે આ હાલક ડોલક થતી નાવ ને પાર ઉતાર્યા વગર છૂટકો નહોતો ... હું તૈયાર તો થયો પરંતુ તકલીફ એ હતી કે મને બાઇક ચલાવતા આવડતું નહોતું..જો આશિષ બાઇક ચલાવે તો છોકરી ને વચ માં બેસવું પડે અને હું એની પાછળ એટ્લે એ પણ અગવડતા ભર્યું લાગ્યું છેવટે છોકરી એ બાઇક ચલાવી લેવાનું નક્કી કર્યું...હું જ્યાં રહેતો હતો ત્યથી સુરત લગભગ 250 કિલો મીટર થતું હતું..શિયાળા ની ઠંડી રાત હતી અને છોકરી ના ઘરવાળા છોકરી ને શોધવા માટે નીકળી ગયા હોય એની પૂરી શક્યતા...પરિસ્થિતી ને પામી જઈ મે મારી સાથે કટાર લઈ લીધી હતી છતાં મન માં એક ડર સતત હતો કે જો રસ્તા માં ક્યાય છોકરી ના ઘરવાળા મળી જશે તો હાથ પગ ભાગી જવાના છે એ નક્કી જ હતું પરંતુ મે મન માં નક્કી કરી દીધું હતું કે જીવન મુશ્કેલીઓ થી ભરેલું છે અને કઈ ક્ષણે શું થાય એ તો ઉપરવાળા ના હાથ માં જ છે..અને કદાચ આ બન્ને ના જીવન ની નૈયા ને પાર ઉતારવા જતાં કોઈ નુકશાન થાય તો સહી લેવું ..મન માં એવું નક્કી કરી અમે ત્રણેય જાણ શિયાળા ની અંધારી રાતે કડકડતી ઠંડી માં સૂમસામ રસ્તાઉપર સુરત તરફ પ્રયાણ કર્યું...દરેક ક્ષણ ડર અને ઠંડી ના કારણે આખા શરીર ને ધ્રુજાવિ રહી હતી...ક્યાક ક્યાક વચ્ચે ચા અને સિગારેટ ની ચૂસકી અને દમ ના શહારે ઠંડી અને ડર ને કાબૂ માં લેવાનો પ્રયત્ન કરતાં કરતાં સવારે લગભગ 3:45 આસપાસ સુરત માં છોકરી ના ઘર ના દરવાજે જઈ બાઇક ઊભું રહ્યું..હું તો પહેલીવાર સુરત આવ્યો હતો અને એ પણ અંધારી રાત માં એટ્લે બધુ જ અજાણ્યું હતું...છોકરી ના ઘર ના દરવાજે ઊભા રહી એને વિદાય કરી અમે નીકળવાની તૈયાર કરતાં હતા ત્યાં છોકરી જિદે ચડી અને ઘર માં આવી મૂકી જવા કહ્યું... પ્રેમ થી ઉછેરી ને મોટું કરેલા સિંહ ના બચ્ચા ને જબરજસ્તી જુંટવી ને લઈ ગયા પછી એ બચ્ચા ને પાછા જંગલ માં સિંહણ અને સિંહ ને છોપવા જઈએ ત્યારે શું હાલત થાય એના વિચાર માત્ર થી પગ ડોલવા માંડ્યા અને રદય ના ધબકારા એટલા વધી ગયા કે ક્યાક હમણાં જ ધડાકા સાથે રદય બહાર આવીને પડી જશે...બહુ સમજાવવા છતાં છેવટે સ્ત્રી હઠ આગળ નમતું જોખવું પડ્યું અને ભગવાન ને યાદ કરી જે થાય એનો સામનો કરવાની તૈયારી સાથે સાથે રાખેલી કટાર ને ઠીક કરી અમે ત્રણેય ઘર માં ઘુસ્યાં....
પોતાના વહાલસોયા બચ્ચા ને લઈ જનાર ને જોઈ જેમ સિંહણ હુમલો કરે એમ ઘર માં ઘૂસતા ની સાથે જ એ છોકરી ની માં, એની બહેન, એનો ભાઈ અને એનો મંગેતર આશિષ ની માથે તૂટી પડ્યા..સમય ને પારખી હું સાઇટ માં જઈને ઊભો રહ્યો...એમને રોકવા નો મતલબ ખુદ ને આગ માં હોમવા જેવો હતો એટ્લે મે એમનો ગુસ્સો આશિષ ઉપર જ ઠલવાઇ જાય ત્યાં સુધી શાંતિ રાખવામા માં જ સમજણ સમજી...થોડી વાર પછી થોડું શાંત થયું..અમે બન્ને સોફા માં બેઠા..સામે એમના સંબંધી અને ઘરના માણસો...પળ પળ રદય ના ધબકારા વધી રહ્યા હતા કારણ કે આવી પરિસ્થિતી જીવન માં પહેલી વાર આવી હતી...એક પણ ક્ષણ નો વિલંબ કર્યા વગર એમના સંબંધી અમારા ફોન અને પાકીટ લઈ લીધા અને પોલીસ માં ફરિયાદ કરવાની વાત કરી...પણ પોલીસ ફરિયાદ ની વાત સાંભળી મારૂ તો રદય જાણે બેસી જ ગયું હોય એવો અહેસાસ થવા લાગ્યો...કોઈપણ વાંક વગર પોલીસ માં જવાની ચિંતા કરતાં પણ જો ઘરે અને ગામ માં ખબર પડશે તો પાછો ક્યાં મોઢે જઈશ એના વિચાર માત્ર થી મન અને દિમાગે કામ કરવાનું બંદ કરી દીધું..પરંતુ મુશ્કેલી થી ડરી બેસી રહેવાથી ક્યારેય મુશ્કેલી દૂર નથી થતી પરંતુ એની સામે ઝઝૂમવા થી થી મુશ્કેલી માથી પાર ઉતરી શકાય એવું કાયમ માનું છું..છેવટે માતાજી ને યાદ કરી બધી હીમત ભેગી કરી બધા ને સમજાવવાનો પ્રયત્ન કર્યો...ઘર માં છોકરી ની માં અને એની બહેન આશિષ ને જાણતા હતા પણ હું અજાણ્યો હતો એટ્લે જ કદાચ શિયાળા ની સવાર નો મેથીપાક ખવામાથી બચી ગયો હતો...મે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તાજા ઘા ઉપર મલમ પણ પીડા આપે એમ મારી સમજાવટ થી એ વધુ ને વધુ ગુસ્સે થતાં હતા અને એમનો ગુસ્સો આશિષ ના શરીર માથે થોડા થોડા સમયે ઊતરતો રહેતો હતો...મારા સારા નસીબ અને માતાજીની દયાથી ઘર માં છોકરીએ મારા વિષે ની હકીકત ઘર ના સભ્યો ને કહી દીધી હતી એટ્લે હવે મારા તરફ નો એમનો વ્યવહાર બહુ સામાન્ય થઈ ગયો હતો અને જાણે હું એમનો જ હોવું એવી સામાન્ય વાતો નો દોર ચાલુ થયો હતો,..આ સાનુકૂળ પરિસ્થિતી નો લાભ લઈ મે ઘર ના બધુ સમજાવ્યા..જો કે આશિષ ના લગ્ન થયેલા છે એ વાત હજુ સુધી બધા થી છુપાવી રાખી હતી અને એ જાહેર થાય તો અમારું જેલ માં જવાનું નક્કી જ થઈ જાય એટ્લે એ વાત ને જાહેર કરવાનું સંકટ લેવાની મે હીમત ના કરી..પરંતુ મારા વુશે જાણ્યા પછી સામાન્ય વાત નો દોર પકડી ઘર ના બધા ને બહુ સમજાવ્યા અને છેવટે સવાર ના 9 વાગ્યા આસપાસ બધા ને સમજાવવામાં સફળ થયો..હવે અમારે નિકલવાનું હતું...ઘરે મે ફોન કરીને ભજન માથી સીધો નોકરી જઈશ એવું કહી દીધું હતું...અમે નીકળતા હતા એટ્લે એ છોકરી નો ભાઈ, એનો મંગેતર અને એમના સંબંધી અમને બાઇક લઈને મૂકવા આવવા માટે તૈયાર થયા..માંડ શાંત થયેલું રદય આવનારી નવી મુસીબત થી ધબકવા લાગ્યું કારણ કે ત્રણેય યુવાન હતા..ડર હતો કે કદાચ ઘર માં શાંત રહેલા આ જવાળમુખી અમને બહાર ક્યાક લઈ જઈને અમારા શું હાલ કરશે એનો વિચાર માત્ર થી પગ ધ્રૂજવા લાગ્યા..ના પાડવાની વધુ હીમત નહોતી કારણ કે એમની કોઈ વાત નો વિરોધ નવી મુસીબત ને વહોરી લેવા જેવો હતો..2 બાઇક લઈને અમે નીકળ્યા..વચ્ચે બાઇક ઊભું રાખી છોકરી નો ભાઈ અને એનો પરણેતર આશિષ ને ફરી પાછા ગડદા પાટુ કરવા લાગ્યા પરંતુ મે અને એમના સંબંધી વચ્ચે પડી મામલો શાંત કર્યો…11 વાગે સુરત ના બસ સ્ટેન્ડ માં પહોચી સિગારેટ પી ને પહેલી બસ માં સવાર થઈ નીકળી ગયા...બપોરે ત્રણ વાગે હું ઘરે પહોચ્યો ત્યારે બે હાથ જોડી ભગવાન માતાજી નો આભાર માની ઘરે પહોચ્યો... કેટલાય વિચારોએ મન માં મુઝવણ ઊભી કરી પણ એ તમામ મુઝવણ ની વચ્ચે બે વ્યક્તિ ના જીવન ની નૈયા ને પાર લગાવવામાં નિમિત બનવા માટે અને દોસ્તી નિભાવી દોસ્ત ને ઊગારવા માં નિમિત બનવા માટે મે ભગવાન નો આભાર માન્યો અને એ વિચારો માં જ નિંદ્રાધીન થઈ ગયો......

બીજા રસપ્રદ વિકલ્પો