રાજપૂતાણી વીર વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજપૂતાણી

यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तंत्र देवता ।
यत्रतास्तु न पूज्यन्ते, सर्वस्त त्राफला: क्रिया: ।

અર્થાત જે કુળ સમાજ માં નારી ની પૂજા એટલે કે સત્કાર થાય છે એ કુળ સમાજ માં ઉત્તમ સંતાનો પેદા થાય છે અને જે સમાજ નારી નું અપમાન કરે છે કે એને માત્ર ભોગવિલાસ નું સાધન માને છે એ સમાજ ની પેઢી કુળ દ્રોહી અને કૂળ ને અધોગતિ તરફ લઈ જાય છે...ભારત માં નારી ને નારાયણી કહી છે એટલું જ નહીં પરંતુ નારી ના માતૃ સ્વરૂપ માટે જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે એ ભાવના નારી પ્રત્યે રાખવાની પરંપરા આદિકલ થી છે..પુરૂષ પ્રધાન સમાજ માં પણ નારી નું મહત્વ વિશાલ છે જે ભારતીય સંસ્કૃતિ ની ઉત્તમ પ્રથા નું ઉદાહરણ છે...પ્રાચીન કાળ માં મોટા ભાગે પુત્રો ની ઓળખાણ એમની માતા ના નામ થી થતી હતી કારણ કે પુત્ર ના ઘડતર માં માતાનું યોગદાન બહુ જ મૂલ્યવાન છે...માતા ના સંસ્કાર અને ઉછેર પુત્ર ને એની ઓળખાણ આપવે છે..ઘણીવાર લોકો કહેતા હોય છે કે કુળ ના લોહી ના સંસ્કાર માતા ના ધાવણ થી ચડિયાતા હોય છે પરંતુ એ માનવું અયોગ્ય છે કારણ કે બ્રાહ્મણ કુલ માં જન્મ્યો હોવા છતાં રાવણ ની રાક્ષસી વૃત્તિ એની માતા ના સંસ્કાર નું પરિણામ હતું ..

આધુનિક યુગ માં પણ માતાનું કે નારી નું મહત્વ એટલું જ ટકી રહ્યું છે...શિવાજી ના પિતા જી નું નામ કદાચ બહુ ઓછા ને ખબર હશે પરંતુ એમની માતા વિશે સાયદ કોઈ અજાણ હશે..સમય ની સાથે નારી નું રૂપ બદલાયું છે...નારી હવે પોતાની જાત ને પુરુષ સમોવડી ગણવા માંડી છે અને આ લાલચ માં એ પોતાના મૂળ સંસ્કારો અને કર્તવ્યો થી વિમુખ થઈ રહી છે..વિદેશી શિક્ષણ નો પ્રભાવ એટલો વધી ગયો છે કે શહેરો માં નારી પોતાને પુરુષ કરતા ચડિયાતી સાબિત કરવામાં પોતાના મૂળ સ્વરૂપ થી વિમુખ થઇ રહી છે અને આ બધી પરિસ્થિતિ માં પણ પોતાના મૂળ સંસ્કારો સાથે આધુનિકતા ને આપનાવી પોતાનો નારી ધરમ કોઈ જાળવી શક્યું છે તો એ છે
" રાજપુતાણી "

રાજપુતાણી - 1

સમય ની સાથે વિચારો અને વ્યવહાર મા પરિવર્તન આવે છે એ પરિવર્તન ક્યારેક સતમાર્ગે તો ક્યારેય અધર્મ ના રસ્તે લઇ જાય છે..આ સમય રૂપી હવા ની અસર થી ભાગ્યેજ કોઈ અલિપ્ત રહી શકે છે...આગળ ના લેખ માં જણાવ્યું તેમ પશ્ચીમી શિક્ષણ ના પ્રહાર થી ભારતીય આર્ય નારી પણ બાકાત રહી શકી નથી જેના પરિણામ સ્વરૂપ સમાજ માં વિવાહિત જીવન માં અરાજકતા નો માહોલ બની રહ્યો છે...સંયુક્ત કુટુંબ ની ભાવના લુપ્ત થવા માંડી છે..સ્ત્રી સ્વતંત્ર અને સમાનતા ની હવા નું પ્રદુષણ એ હદે પહોંચી ગયું કે અમુક કુટુંબો માં પુરુષ ની હાલત દયામણી બની ગઈ છે..સ્ત્રી રક્ષા માટે બનેલા કાયદા નો દુરુપયોગ કરી પોતાને સર્વસ્વ સાબિત કરવાની હોડ માં ભારતીય નારી પોતાનો મૂળ ધર્મ ભૂલી ગઈ છે...આર્ય નારી ની ઓળખાણ જાણે ભૂતકાળ બની જવા આવી છે...સંસ્કારો નું હનન અને સંસ્કૃતિ નું અધઃપતન જાણે શરૂ થઈ ગયું છે આને આ બધા પ્રદુષિત તોફાન માં પણ સંસ્કાર, સંસ્કૃતિ અને આર્ય નારી ની મૂળ ઓળખાણ સાથે પ્રકાશિત થઈ ને દુનિયા ને આશાનો પ્રકાશ પૂરો પડવાનું કામ કરી રહી છે આ દેશ ની રાજપુતાણી ....

ત્યાગ, બલિદાન અને સમર્પણ ની જીવતી જાગતી જ્યોત એટલે રાજપુતાણી.. પરંતુ એનો અર્થ એવો નથી કે સમય ની હવા ની અસર નથી થઈ આ આર્ય નારી ઉપર..જરૂર એ પ્રદુષણ રૂપી વાવાઝોડા એ એને પણ પોતાની આગોશ માં લેવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે અને રાજપુતાની એ વાવાઝોડા ના હુમલાથી દૂર ભાગવાની જગ્યાએ એનો સામનો કરી એની સાથે રહી એની અંદર રહેલા સમાજ ઉપયોગી ઓક્સિજન ને પોતાનામાં સમાવી આધુનિકતા ની સાથે બદલાવ લાવી છે અને એના પુણ્ય પ્રતાપે આધુનિકતા ની પ્રદુષિત હવા માંથી પણ સમાજ ને માર્ગ ચીંધવા ઉપયોગી થઈ શકે એવા શિક્ષણ ને અપનાવી સમાજ ને નવી દિશા અને આર્ય સંસ્કાર નો સમન્વય કરી એક નવી જ ઊંચાઈએ લઇ જવામાં માં સફળ રહી છે...

હવે પછી ના લેખો માં એક પછી એક ક્ષત્રાંણી ની વાર્તા લખવાનો પ્રયત્ન કરીશ...

રાજપુતાણી - 2

આગળ એ લખવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે આ દેશ ની રાજપુતાની અન્ય સ્ત્રીઓ થી અલગ પોતાની ઓળખાણ સાચવી શકી છે..આજ થી એવી જ ઐતિહાસિક વિરંગનાઓ વિશે લખવાનો વિચાર હતો પરંતુ આજે ફેસબુક પર એક પોસ્ટ જોઈ જેના પર અનેક કોમેન્ટ થઈ હતી અને એ વિષય તો રાજપુતાની ને અન્ય થી અલગ ઓળખાણ બનાવવા માં અત્યાર સુધી મહત્વ નો બની રહ્યો છે એટલે આજે રાજપુતાની સાથે જોડાયેલા એ પ્રશ્ન પર કેટલીક સ્પષ્ટતા..

પોસ્ટ હતી...શુ વિધવા વિવાહ થવા જોઈએ ???
જે ભી કોમેન્ટ હતી આ પોસ્ટ પર એમાંથી લગભગ 80% લોકો વિધવા પુર્ન વિવાહ નું સમર્થન કરતા જોવા મળ્યા અને પોતાના આ નિર્ણય માટે એમને સ્ત્રી સમાનતા અને સ્વતંત્ર નો સહારો લીધો (યાદ રહે કે આ 80% માં બધા જ રાજપૂતો અને અન્ય લોકો પણ હતા એટલે અહીં કોઈ રાજપૂત માં ભેદભાવ વાળી કોમેન્ટ ના કરે ) જ્યારે બીજી તરફ 20% લોકો જે વિધવા પુર્ન વિવાહ થી અસહમત હતા જો કે અસહમત થવા વાળા માંથી મોટા ભાગના પાસે કોઈ ઠોસ કારણ ના હતું..હું પણ એ 20% માં જ હતો અને મેં મારી યોગ્યતા અને સમજણ પ્રમાણે કારણ આપવાનો પ્રયત્ન કર્યો..
તો અહીં મારો મત એ છે કે હું રાજપૂતો માં જ નહીં પણ સમગ્ર નારી જાત માટે વિધવા પુર્ન વિવાહ સાથે અસહમત છુ જો કે અન્ય સમાજે સમય ની સાથે સ્ત્રી સમાનતા અને સ્વતંત્રતા, માનવતા ના કારણો આગળ ધરી ને વિધવા પુર્ન વિવાહ ને અપનાવી લીધો છે એની સામે આ દેશ ની રાજપુતાનીઓ એ સાંસારિક સુખો ની અભિલાષા સેવ્યા વગર પતિ સાથે લગ્ન મંડપ માં લીધેલા સાત જન્મો ના સંગાથ ના સહારે જીવવાનું નક્કી કરી લીધું છે..પરંતુ સવાલ અહીં એ ભી ઉભો થાય છે કે સ્ત્રી ની સ્વતાતંત્રતા નું શુ ?? વિધવા જીવન મુશ્કિલીઓ ભરેલું અને આગ પર ચાલવા જેટલું કઠિન છે..તો પછી એમના વિશે કોણ વિચારશે...ઘણા પ્રશ્નો ઘણા ના મન માં ઉભા થવા લાગ્યા છે અને એની પાછળ ઘણા કારણો પણ છે...બધાના વિચાર જાણ્યા પછી મને જે વિચાર આવ્યો એ એ છે કે એવા ક્યાં કારણો છે કે રાજપૂતો માં મન માં આવા વિચાર આવવાની શરૂઆત થઈ છે...ક્યાંક આપણે સામાજિક સ્તર પર નિષ્ફળ તો નથી ગયા ને !!! શુ આપણે આપણા સમાજ ની વિધવાઓ પ્રત્યે ની જવાબદારી નિભાવવા માં નિષ્ફળ તો નથી ગયા ને !!!
હવે વાત વિધવા પુર્ન વિવાહ ની તો એક સ્ત્રી ને જીવવા માટે શું જોઈએ .. પતિ એ સર્વસ્વ હોય છે સ્ત્રી માટે પરંતુ સ્ત્રી ની જીવન પતિ પૂરતું મર્યાદિત નથી હોતું એટલે કે એને જરૂર હોય છે પ્રેમ અને હૂંફ ની, પતિ ની ગેર હાજરી માં એની સાથે નો વ્યવહાર પિયર પક્ષ માં દીકરી જેવો અને સાસરી પક્ષ માં દીકરા ની જેવો વ્યવહાર સ્ત્રી ને જિંદગી જીવવા માટે પૂરતો થઈ પડે છે...રાજપૂત સમાજ માં એવું કહેવાતું કે રાજપુતાની પતિ સાથે નહીં પરંતુ ખોરડા સાથે લગ્ન કરે છે..ખોરડા સાથે નો અર્થ સે કે લગ્ન કરીને જનારી રાજપુતાની નો જવાબદારી પતિ ની સાથે સાથે સાસુ સસરા, દિયર કે નણંદ પ્રત્યે પણ એટલી જ હોય છે અને પતિ ની ગેર હાજરી માં એને એ જવાબદારી એ ઘરનો દીકરો બનીને નિભાવવી પડે છે અને આ દેશ ની રાજપુતાની પોતાની આ જવાબદારી પુરી નિષ્ઠા થી નિભાવી રહી છે જેને જગત ના ચોકમાં તેને અન્ય સ્ત્રીઓ થી અલગ એક ઊંચાઈ પર લઈ જવામાં અગત્ય નો રોલ બની રહી છે..
સમગ્ર સમાજ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ ના રંગે રંગાઈ રહ્યો છે ત્યારે રાજપૂતો આજે પણ પોતાની સંસ્કૃતિ બચાવી શક્યા છે એની પાછળ આપણી ઉજળી પરંપરા અને એ પરંપરા ને પોતાના નિજી સુખો ના બલિદાન દઈ સાચવી રાખનારી આપણી રાજપુતાનીઓ ના ત્યાગ નું પરિણામ છે...અને શાસ્ત્રો પ્રમાણે ભારતીય નારી જીવન માં એક પતિ સિવાય બીજા નો વિચાર7 જનમ સુધી કરતી નથી એ શાસ્ત્રોક્ત પરંપરા ને સાચવી મેં બેઠેલી આ દેશ ની રાજપુતાની ના બલિદાન ની ઊંચાઈ એટલી છે કે એ ક્યારેય જીવન માં આવતી મુશ્કેલીઓ થી ડરીને પિતાની પરંપરા નો ત્યાગ નહીં કરે..રાજપુતાની ના આ બલિદાન પ્રત્યે એક સમાજ તરીકે આપણી એ જવાબદારી છે કે વિધવા રાજપુતાની ને પૂરતો પ્રેમ, હૂંફ અને સમાનતા ની સાથે સ્વતંત્રતા પ્રદાન કરીએ જેથી એને બાકી નું જીવન બોજારૂપ ના લાગે અને આધુનિકતા ના નામ પર, સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી ઉત્થાન ની ખોખલી વાતો થી, ફિલ્મો અને tv સિરિયલો થી પ્રેરાઈને સમાજ નો યુવાન પોતાની ઉજળી પરંપરા પર આંગળી ચીંધવા માટે પ્રેરિત ના થાય એવા સમાજ ની રચના તરફ આગળ વધીએ અને આપણી પરંપરા ને સાચવીએ...

રાજપુતાની - 3

#પદ્મિની ..

રાજપુતાની ની આજ ની કડી માં જે લખવા જઈ રહ્યો છું એ કદાચ વાંચનારાઓ ની જાણ કરતા ઓછું હશે કારણ કે આજે આ વિરાંગના વિશે દેશ ની એક એક વ્યક્તિ જાણે છે અને એમની જાણકારી કદાચ મારા થી વધુ જ હશે..

સૌથી પહેલા તો ઐતિહાસિક દ્રષ્ટિએ
જ્યારથી એક રાજપૂત વિરોધી નિર્માતાના સેતાની દિમાગે આ વિષય પર ફિલ્મ બનાવી રાજપૂતો અને રાજપુતાની ઓ ના ઉજળા ઇતિહાસ ને ભૂંસાવાનો જે પ્રયત્ન કર્યો અને એના થી થયેલા વિરોધ પછી કેટલાક કહેવાતા ઇતિહાસકારો ના માટે પદ્મિની એક કાલ્પનિક પાત્ર છે હકીકત નહિ કારણ કે આ ઇતિહાસકારો ના મતે અલ્લાઉદ્દીન ના રાજકવી ખુશરું અને બીજા અન્ય લેખકો એ એના વિશે નથી લખ્યું..સ્વાભાવિક સે કે બલિદાન ની આ સર્વોચ્ચ ઘટના ખીલજી ની બરબરતા ની સાક્ષી ના બને એવા ઉદેશ્ય થી એના કવિઓએ એના વિશે ના લખ્યું હોય પરંતુ આ ધરતી અને એના સંસ્કૃતિ માટે મરી ફિટવવાળા માણસો ના દિલ માં આ ઇતિહાસ આસ્થા બની ને પેઢી દર પેઢી સચવાયેલો રહ્યો અને કદાચ એના આધાર પર ઝાયસી એ મહાકાવ્ય રચ્યું હોય કારણ કે લેખકો ને ખબર જ હશે કે કઈ પણ લખવા માટે એનો જે આધાર હોય છે એ વાસ્તવિક જ હોય છે.. એના સિવાય એ સમય ના જૈન સાહિત્ય, ભાટ ચારણો ના સાહિત્ય અને વંશાવળી લખનાર બારોટો ના ચોપડા પદ્મિની ની ઐતિહાસિક વાસ્તવિકતા ની સાક્ષી પુરી રહ્યા છે...

#કોણ હતી પદ્મિની ??

હા રાણી નું મૂળ નામ પદ્મિની છે પદ્માવતી નહીં અને ઝાયસી ની રચના માં પણ એ જ નામ છે..પદ્મિની રણથંભોર ની પાસે ના એક રાજ્ય ની શ્રી હમીર ચૌહાણ ની દીકરી હતી ..જે પદ્મિની ને સિંઘલ દેશ ની રાજકુમારી કહેવામાં આવે છે એ સાચું છે પરંતુ સિંઘલ દેશ નો મતલબ શ્રીલંકા નહીં પરંતુ સિંહપુરી જે આજે શેરપુર તરીકે ઓળખાય છે...એ નગર ની આજુબાજુ પહાડો છે અને ચારેબાજુ તળાવ અને નદીઓ છે ..એ સમયે એટલે કે 1300 ની આસપાસ ના સમયે તળાવ અને નદીઓ પાણી થી છલોછલ રહેતી અને એનો પટ ભી મોટો હોવાનાં કારણે એ નગર એક દ્વીપ જેવું લાગતું હશે એટલે કદાચ એને સિંઘલદ્વીપ કહેવામાં આવ્યું હોય..આના ઐતિહસિક પુરાવા अज्येष्ठ अजेष्ठ त्रिपाठी ની એક પોસ્ટ માં વિગતવાર છે અને અહીં મેં જે ઐતિહાસિક માહિતી લખી છે એ અજયેષ્ઠ ત્રિપાઠી ની પોસ્ટ નો જ ભાગ છે...એના સિવાય વિરોધ દરમિયાન જેસલમેર રાજઘરાના ના રાજવી એ પણ પદ્મિની ને એમની દીકરી છે એવું કહીને એ સાબિત કર્યું છે કે પદ્મિની વાસ્તવિક એક ભારતીય રાજપુતાની હતી...

અગ્નિ ને પવિત્ર ગણવામાં આવે છે અને આપણે અગ્નિ ને દેવ તરીકે પૂજીએ છીએ..ભારત ના વિવિધ પ્રાંતો માં કેટલાય રિવાજો માં અગ્નિ નો સીધો સંબંધ જોવા મળે છે...ભારત માં વિદેશી આક્રમનકારીઓ એ લૂંટ ની સાથે આ દેશ ની અસ્મિતા ને ખંડિત અવિરત પ્રયત્નો કર્યા છે પરંતુ જ્યારે જ્યારે આ દેશ ની આર્ય નારી ના સ્વમાન પર સંકટ આવ્યું છે ત્યારે આ દેશ માં અનેક પદ્મિની જેવી રાજપુતાની ઓ ના નેતૃત્વમાં પોતાની પવિત્ર જિંદગીને પવિત્ર અગ્નિ માં સમાવી દીધું છે....હજારો આક્રમણ પછી પણ આ દેશ ની સંસ્કૃતિ અને ધર્મ ને સાચવવા માટે આ દેશ ની રાજપુતાનીઓ એ આપેલા બલિદાનો અવર્ણનીય છે..માં પદ્મિની ના જોહર ને , એના ત્યાગ ને, એના બલિદાન ને , એની શૂરવીરતા ને, એની પવિત્રતા ને , એના નેતૃત્વ ને, એના પત્ની ધર્મ ને શબ્દો માં વર્ણવવાની કોશિશ એ ચૌદ લોક ના નાથ ને જાણવા ની કોશિશ સમાન છે..એને લખી ના શકાય પણ જો આપણે કઇ કરી શકવા ને લાયક છીએ તો બસ એની પૂજા કરી શકીએ...

જેની પૂજા કરતા હોય એને સમયે સમયે ભોગ ધરાવવો જરૂરી હોય છે કારણ કે એના વગર ની પૂજા અધૂરી ગણાય છે...

રાજપુતાણી – 4

ત્યાગ અને બલિદાન એ રાજપુતાની ની અનાદિ કાળ થી ઓળખાણ રહી છે...સર્વોત્તમ ત્યાગ માટે દરેક યુગ માં રાજપુતાની અવલ્લ રહી છે..છતાં જો કોઈ યુગ થી શરૂઆત કરવામાં આવે તો એ યુગ એટલે જ્યાં બધા જ પાત્રો ત્યાગ ની ઉપમા બની ગયા હતા એ રામાયણ યુગ કહી શકાય.. થોડા દિવસ પહેલા એક પ્રશ્ન ના જવાબ માં બહુ મિત્રો તરફ થી સારી સારી માહિતી મળી જેને અહીં લખવાનો પ્રયત્ન માત્ર છે...રામાયણ માં સૌથી મોટો ત્યાગ કોનો એ પ્રશ્ન ના જવાબ માં જે મહત્તમ અભિપ્રાય હતો એ હતો શ્રી લક્ષમનજી ના પત્ની શ્રીદેવી ઊર્મિલાજી માટે નો હતો...આમ તો રામાયણ ના દરેક પાત્ર નો ત્યાગ ઉત્તમ અને જીવન ને બોધપાઠ આપવા વાળો જ છે એમના વચ્ચે સરખામણી કરવી એ આપણી ક્ષમતા ની બહાર છે છતાં પણ જ્યારે સરખામણી ની વાત આવે ત્યારે આખી રામાયણ માં એક ક્ષત્રિયાણી નો ત્યાગ સર્વદા મોખરે રહેશે ..કારણ કે રામાયણ ના દરેક પાત્ર ના ત્યાગ પાછળ કોઈ ને કોઈ કારણ જવાબદાર હતું..દરેક માટે જવાદબારી કે પછી ધર્મ કારણભૂત હતો પરંતુ આ બધા થી વિપરીત ઊર્મિલાજી નો ત્યાગ એ નિસ્વાર્થ અને કઈ પણ પામવાની અભિલાષા રહિત નો જોઈ શકાય છે...દરેક નો ત્યાગ ભૌતિક વસ્તુ પૂરતો મર્યાદિત થઈ જાય છે જ્યારે ઊર્મિલાજી નો ત્યાગ ભૌતિક ત્યાગ થી બહુ જ ઉપર ગણી શકાય એવો છે કારણ કે એક પત્ની માટે 14 વર્ષ સુધી પતિ નો વિરહ એ અસહ્ય વેદના થી ભરેલો હોય છે..પોતાના અરમાનો અને સ્વપ્નો નો ત્યાગ, પતિ ના સહવાસ અને પ્રેમ નો ત્યાગ સર્વથા ઉત્તમ ગણી શકાય અને એટલે જ ઊર્મિલાજી નો ત્યાગ એ રામાયણ ના તમામ પાત્રો ના ત્યાગ કરતા ચડિયાતો રહ્યો છે...મેં રામાયણ વાંચી નથી પરંતુ ઘણા મિત્રો એ અલગ અલગ પ્રકારે ઊર્મિલાજી ના ત્યાગ ને વરણવ્યો હતો..કોઈ માં મત મુજબ ઊર્મિલાજી 14 વર્ષ નિદ્રાધીન હતા તો કોઈના મતે એ 14 વર્ષ સુધી એક પગે ઉભા રહી લક્ષમજીની વાટ જોતા હતા..જો કે શારીરિક વેદના કરતા પણ માનસિક વેદના અને વિરહ માણસ ની ક્ષમતા ની સાચી કસોટી છે અને ઊર્મિલાજી આ કસોટી ને પાર કરી એક ક્ષત્રીયાણી તરીકે સદા આદર્શ બની રહ્યા છે...

વર્તમાન પરિસ્થિતિ માં કોઈને પણ રામાયણ ના એક ભી પાત્ર સાથે સરખાવી ના શકાય છતાં પણ ત્યાગ એ દરેક યુગ માં રાજપુતાની ની ઓળખાણ બની રહ્યો છે અને વર્તમાન સમય માં પણ આ દેશ ની રાજપુતાની એ પોતાના એ બલિદાની સ્વભાવ ને ક્યાંય ઝાંખો પાડવા દીધો નથી...વર્તમાન સમય માં પશ્ચિમી સંસ્કૃતિ ના રંગે રંગાઈ ભારતીય નારી પોતાના મૂળ ધર્મ થી વિમુખ થઈ રહી છે એવા વિકટ સમય માં પણ આ દેશ ની રાજપુતાની ના ત્યાગ ના કારણે નારી પ્રત્યે ની સમાજ ની અપેક્ષા સચવાઈ રહી છે...અમારા ગામ નો એક કિસ્સો મેં કોઈની પાસે થી સાંભળ્યો હતો...એક ભાઈ ના લગ્ન પછી દિવાળી ના આણા વખતે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર અબોલા થયા અને પરિણામ એ આવ્યું કે આ અબોલા એ પુરુષસહજ અભિમાન ને જાગૃત કરી દીધું અને એ રાજપૂત જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી પોતાની પત્ની સાથે વાત સુધા ના કરી..બંને સાથે એક જ ઘર માં રહેવા છતાં જાણે અજાણ્યા હોય એ રીતે રહેતા ..પતિ ના આ વ્યવહાર છતાં પણ રાજપુણી એ પોતાનો પત્ની ધર્મ જાળવી રાખ્યો...એને ક્યારેય આ વિશે ની ફરિયાદ ના તો પોતાના માતા પિતા ને કરી કે ના ક્યારેય રિસાઈ ને પિયર જતા રહ્યા ..એના ત્યાગ ની પરીક્ષા એ હદે થઈ કે જિંદગી ના છેલ્લા 5 વર્ષ આસપાસ પતિ બીમાર રહ્યો અને ખાટલા માં જ પડી રહેતા હતા..એ સમય દરમિયાન પણ પૂર્ણ રૂપથી એમને પોતાના પતિ ની બોલ્યા વગર સેવા ચાકરી કરી પરંતુ ક્યારેય પોતાના પત્ની ધર્મ ને ઝાંખો ના પડવા દીધો..જમીન હતી એટલે આર્થિક રીતે કોઈ તકલીફ નહોતી છતાં પણ એક જ ઘર માં રહીને પતિ ના વિયોગ માં રહેવું એ આજ ના સમય માં કેટલું કઠિન છે એ વાત નો અહેસાસ કરવો પણ મુશ્કિલ છે..એમના પતિ ના મૃત્યુ પછી આજે પણ એ સાસરા માં રહીને પોતાનું જીવન વિતાવી રહ્યા છે...આજના આધુનિક સમય માં આવા કિસ્સા બહુ જ જવલ્લે જ જોવા મળશે...આપના સમાજ માટે આ ત્યાગ છે પરંતુ અન્ય સમાજ ની સ્ત્રીઓ માટે આની કલ્પના પણ કરી શકાય એવી નથી...કારણ કે આ ત્યાગ એટલે જ રાજપુતાની...જ્યાં ત્યાગ અને બલિદાન ની વાત હશે ત્યાં આ દેશ ની રાજપુતાની નું સ્થાન સર્વોચ્ચ હશે..

આવતા અંકે રામાયણ ના બીજા એક સ્ત્રી પાત્ર ના ત્યાગ વિશે વાત કરીશું...

રાજપુતાણી – 5

સ્વયં ને સંતાપી કુટુંબ, સમાજ કે રાજ્ય નું હિત ઇચ્છવું એ જ જેનો જીવન ધર્મ હોય એવા રાજપૂત ની અસલી તાકાત તો એની દરેક મુશ્કિલીઓ માં એની સાથે અને જ્યારે જરૂર પડે ત્યારે કાળ ની સામે બાથ ભીડવા એની આગળ ઉભી રહેતી રાજપુતાની જ છે...
એક દિવસ 4-5 વડીલો અને યુવાનો બેઠા બેઠા વાતો કરતા હતા..હું પણ ત્યાં જઈને એમની વાતો સાંભળવા લાગ્યો..વાત માંથી વાત નીકળતા વાત સહનશક્તિ ની નીકળી એટલે લગભગ બધા નો એક સુર હતો કે દુનિયા માં એક જ ધરતી માતા છે જે બધું જ સહન કરી શકે છે...દુનિયા ના પાપો, ગંદગી અને પાપી લોકો નો ભાર વહન કરીને પણ માણસ ને જીવવા માટે પાણી અને અનાજ પૂરું પાડતી માં ધરતી ની સહનશક્તિ અવર્ણનીય છે અને ધરતી જેટલી સહનશક્તિ કોઈના માં ના હોય ..કદાચ ખુદ ભગવાન પણ ધરતી પર આવે તો એની પણ સહનશક્તિ અમુક હદ સુધી જ સીમિત રહી જાય છે..કુરુક્ષેત્ર ના મેદાન માં રથ ના પૈડાં ને ચક્ર બનાવી પોતાની પ્રતિજ્ઞા તોડનાર વાસુદેવ હોય કે વામન રૂપ ધારણ કરી બલી રાજા ને પાતાળ માં પહોંચાડનાર ભગવાન વિષ્ણુ..એમના પર જ્યારે પણ આવ્યું છે ત્યારે એમની સહનશક્તિ નું માપ નીકળી જ ગયું છે..અત્યાર સુધી હું શાંતિ થી એમની વાતો સાંભળતો હતો પણ હવે ના રહેવાયું એટલે મારા થી બોલાઈ ગયુ કે હા માં ધરતી ની સહનશક્તિ અવર્ણનીય છે છતાં હું એમ કહું છુ કે આ ધરતી ની ગોદ માં કોઈ એવું પણ છે કે જેની સહનશક્તિ માં ધરતી કરતા પણ વધારે છે...મારી આ વાત સાંભળી બધા મારી સામે જોવા લાગ્યા..પછી મેં કહ્યું કે હા આ દેશ ની અમારી શક્તિ રાજપુતાની ની સહનશક્તિ માં ધરતી કરતા પણ વધારે છે..ગમે તેવા સંજોગો માં પોતાની સ્થિતિ ને સાચવી ને જીવી જનારી રાજપુતાની ની સહનશક્તિ નો ક્યાશ કાઢવો અશક્ય છે..તો કોઈએ કહ્યું કે ખાલી કહેવાથી થોડું માની લેવાય..એટલે મેં એમને એક ઉદરાહરણ સાથે સમજાવવાની કોશિશ કરી...
પિતાનું વચન પાળવા માટે વન માં જાવા તૌયર થયેલા શ્રી રામ ની સાથે એમના પત્ની સીતાજી પણ ગયા..રાવણ કપટ કરી માતાજી ને ઉઠાવી ગયો જ્યાં રામ ના વિરહ માં એમની વાટ જોતા સીતાજી અસહ્ય દર્દ ભર્યા વાતાવરણ માં સમય પસાર કર્યો..અયોધ્યા પતિ આવ્યા રાવણ નો વધ કર્યો અને પછી સીતાજી ને છોડાવ્યા..પરંતુ સીતાજી લાંબા સમય થી રાવણ ની કેદ માં હતા એટલે એમને પોતાની પવિત્રતા સાબિત કરવા લંકા ના રણ માં અગ્નિ પરીક્ષા આપી..અયોધ્યા પાછા આવ્યા પછી થોડો જ સમય વીત્યો હશે ત્યાં પ્રજા ની વાત સાંભળી રાજા રામે સગર્ભા અવસ્થા માં સીતાજી નો ત્યાગ કર્યો અને સીતાજી ને ઋષિ ના આશ્રમ માં જીવન વ્યતીત કર્યું..સમય વીતતા ફરી વાર સીતાજી ને અયોધ્યા માં તેડી લાવવા માં આવ્યા ..આ સમગ્ર ઘટનાક્રમ માં સીતાજી ની સહનશક્તિ અદભુત અને અવર્ણનીય સાબિત થઈ છે અને આટલું સહન કર્યા પછી પણ એ ક્ષત્રાણી ના મુખ પર ફરિયાદ ની એક લકીર પણ નહોતી..જ્યારે ફરી અયોધ્યા માં આવ્યા ત્યારે ફરી એકવાર અયોધ્યા વાસીઓ ની સામે એમને એમની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષા આપવાની જરૂર પડી અને એ રાજપુતાની એ હસતા મોઢે એ પરીક્ષા આપવા તૈયાર થઈ..પછી મેં કહ્યું કે ભાઈઓ લંકા ના રણ માં અગ્નિ પરીક્ષા આપી, સગર્ભા અવસ્થા માં વન માં સામાન્ય અને મુશ્કિલીઓ થી ભરેલું જીવન વ્યતીત કર્યા પછી ફરી એકવાર અગ્નિ પરીક્ષા આપવા તૈયાર થયેલી અમારી રાજપુતાની ની સહનશક્તિ ખૂટી નહોતી પરંતુ તે દિવસે વિશ્વ ના તમામ પાપો નો ભાર વહન કરવાવાળી ધરતી માતા ની સહનશક્તિ ખૂટી ગઈ હતી અને તેને ફાટી જવું પડ્યું હતું...

આજે પણ સમાજ માં કેટલાય કુટુંબ માં જીવતી અમારી શક્તિ ની સહનશક્તિ નો અંદાજ આધુનિકતા ના દૂષિત વાતાવરણ માં પોતાનો ધર્મ ભૂલી જનાર આમ નારી ને ક્યારેય ના આવી શકે...ગમે તેટલા દુઃખો હોવા છતાં પણ આજના આધુનિક સમય માં પણ આ દેશ ની રાજપુતાની બધુ જ સહન કરી કુટુંબ અને સમાજ માં પોતાની આગવી ઓળખ જાળવી શકી છે...

સીતાજી નો એક અન્ય પ્રસંગ આવતા અંકે...

રાજપુતાણી - 6

પત્નીવ્રત એ દરેક ભારતીય નારીનો શૃંગાર છે..પોતાના પતિ પ્રત્યે નું ભારતીય નારી નું દરેક કાર્ય ધર્મ બની જાય છે..એક આમ ભારતીય નારી ની દુનિયા એના પતિ અને પુત્ર પૂરતી સીમિત હોય છે...અનાદિ કાળ થી ચાલી આવતી આ નિયમો કે બંધનો થી રહિત પરંપરા રહી છે ભારતીય ઉપખંડ માં. આ પરંપરા ને પુરી નિષ્ઠા થી સાચવીને રાખવામાં કોઈ સફળ રહ્યું છે તો એ છે આ દેશ ની આર્ય રમણી રાજપુતાની..

વર્તમાન સમય માં આધુનિકતા ના દુષણ થી પ્રભાવિત થયેલી આમ ભારતીય નારી આ પરંપરા ને લગભગ ભૂલી ચુકી છે કે ભૂલવા ની અણી પર છે એ સમય માં પણ ઉચ્ચ અભ્યાસ ની સાથે આધુનિકતા ને આપનાવી ને પણ આ દેશ ની રાજપુતાની એ પરંપરા ને સાચવી રહી છે એ જ એને સર્વ નારી જાતિ માં સર્વશ્રેષ્ઠ સાબિત કરે છે..આજે જ્યારે શહેરીકરણ માં વ્યાપ્ત પશ્ચિમી સંસ્કૃતિ ના પ્રભાવ તળે આમ ભારતીય નારી પોતાને પુરુષ સમોવડી ગણી પોતાના પતિ સાથે જ હરીફાઈ માં ઉતરી રહી છે અને પત્નીધર્મ ની પરંપરા ધૂંધળી દેખાઈ રહી છે એવા ધૂંધળા વાતાવરણ અને પશ્ચિમી સંસ્કૃતિ ના ઝંઝાવાતી વાવાઝોડા માં પણ આ પરંપરા રૂપી દિપક ને ઝળહળતો રાખવામાં સફળ રહી ને આ દેશ ની રાજપુતાની એ મૂળ ભારતીય નારી ધર્મ ને સાચવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે...પોતાના પતિ ના સુખે અને પતિ ના દુખે દુઃખી રહેવાની ખાલી પોકળ વાતો જ નહીં પરંતુ એને હકીકત ની જમીન પર ઉતારનારી રાજપુતાની આજે પણ પોતાના પતિ ની વિરુદ્ધ માં ક્યારેય કઇ સાંભળવા તૈયાર નહીં થાય..

લંકા પર વિજય પ્રાપ્ત કરી માં સીતાજી ને લઈ રામચંદ્રજી અયોધ્યા આવ્યા પછી થોડા જ સમય માં પ્રજા માં વાતો થવા માંડી ..આ વાત ની જાણ જ્યારે રાજા રામ ને થઈ ત્યારે પોતાનો રાજધર્મ ને નિભવવા માટે રાજા રામે સિતાજી નો ત્યાગ કર્યો અને એમને વન માં એક ઋષિ ના આશ્રમ માં મૂકી આવ્યા...વર્તમાન સમય માં કેટલાક નારીવાદી સંગઠનો અને નારી હિત ની વાતો કરવા વાળા ના મતે રામ ના આ કાર્ય ને ગલત બતાવવાની હોડ લાગી છે..જો કે રાજા રામ ના નિર્ણય ને સમજવા માટે આજ ની પ્રજા કંગાળ છે એમના ત્યાગ ને સમજવા માટે , એક રાજપૂત માટે રાજધર્મ શુ છે એને સમજવાની સક્ષમતા નો અભાવ જ એમને રામ પ્રત્યે ના એમના વિચારો નું પ્રતિબિંબ છે..પરંતુ સવાલ અહીં એ છે કે સીતાજી શુ વિચારતા હતા રામ ના આ નિર્ણય વિશે...બેશક એ કહેવું અતિશયોક્તિ નહી હોય કે એક ક્ષત્રિયાની ના મન માં પોતાના પતિ વિશે ના હીન વિચારો આજે પણ આવવા મુશ્કિલ છે તો સીતાજી તો ધર્મ ની ધુરા ને સાચવવા માટે અવતરેલા સાક્ષાત નારાયણી હતા એટલે એમના મન તો રામ ની આજ્ઞા જ સર્વોપરી હોઈ શકે અને એક પ્રજા પાલક રાજપૂત રાજા ના કોઈપણ કઠોર નિર્ણય ની પાછળ રહેલા રાજધર્મ ને સમજવાની અને સાચવવાની અમાપ શક્તિ ની ઉપમા સમાન રાજપુતાની સિવાય બીજા કોઈના માં હોઈ ભી ના શકે...

ઋષિ ના આશ્રમ માં જીવન વ્યતીત કરતા સીતાજી ને એક દિવસ આશ્રમ ના ઋષિ એ કહ્યું કે રામ નો આ નિર્ણય ખોટો અને ઉતાવળ માં લીધેલો દેખાય રહ્યો છે માટે હે માતેય તમારી આજ્ઞા હોય તો હું અત્યારે જ અયોધ્યા જાઉં અને શ્રી રામ ના આ નિર્ણય માટે તેણે ઠપકો આપી એમના નિર્ણય ને પાછો લેવા માટે સમજાવું.. વર્તમાન સમય ના સંદર્ભ માં જો આમ નારી ની વાત કરવામાં આવે તો સમાજ માં દરેક જગ્યાએ જોવા મળશે કે પત્ની મોટાભાગે પોતાના માતા પિતા ની સામે પોતાના પતિ ની ફરિયાદ કરતી જોવા મળશે પરંતુ માતા સીતાજી ખાલી રાજપૂતો માટે જ નહીં પરંતુ આમ ભારતીય નારી માટે આદર્શ છે એટલે સીતાજી નો જવાબ કદાચ આમ નારી ની વિચારધારા થી અલગ જ હોઈ શકે...ઋષિ ના આવા વેણ થી સીતાજી ને થોડું દુઃખ લાગ્યું કારણ કે આજે કોઈએ એમની સામે જ એમના પતિ ની વિરુદ્ધ માં કઇ કહ્યું હતું પરંતુ નમ્ર સ્વભાવ જેના જેના અનેક ગુણો માનો એક છે એવી રાજપુતાની એ હાથ જોડી ઋષિ ને બહુ સરસ જવાબ આપ્યો...

ઋષિવર આપનો મારા પ્રત્યે નો ભાવ નો હું આદર કરું છું પરંતુ મારા કારણે મારા પતિ કઇ કહેવાનું ના હોય એમને જે કર્યું છે એ પિતાનો રાજધર્મ નિભવવા કર્યું છે અને એમના રાજધર્મ ને નિભવવા માં એક પત્ની તરીકે હું સાથ ના આપું તો મારા જીવન નો કોઈ ઉદેશ્ય જ ના રહે..આટલું કહી સીતાજી એ એક ઉદાહરણ આપ્યું કે હે ઋષિવર અમારા વંશ માં હરિચન્દ્ર નામે રાજા થઈ ગયા અને એમને પોતાના રાજધર્મ ને નિભવવા, પોતાના વચન અને સત્ય ને માટે પિતાના પત્ની તારામતી ને કાશી ના બજાર માં વેચી નાખ્યા હતા છતાં પણ એ રાજપુતાની એ ક્યારેય રાજા હરિચન્દ્ર ની સામે કોઈ ફરિયાદ નહોતી કરી પરંતુ પતિ ના ધર્મ ને સાચવવા હસતા હસતા પોતે વેચાઈ ગયા હતા અને એક રાણી ના જીવન ને તિલાંજલિ આપી એક નોકરાણી નું જીવન વ્યતીત કરવા તૈયાર થાય હતા છતાં પણ એમના મન માં પિતાના પતિ માટે કોઈ ફરિયાદ નહોતી માટે હે ઋષિવર હજુ મને મારા રામે વેચી નથી અને કદાચ એમના રાજધર્મ માટે મારે વેચાવું પડે તો પણ મારા રામ ને ઠપકો ના દેવાનો હોય માટે હૈ ઋષિવર એક રાજપુતાની નું જીવન જ એના પતિ ના રસ્તે ચાલી એના પતિ ના ધર્મ ને સાચવવા માટે સર્વશ્રેષ્ઠ બલિદાન આપવા માટે તૈયાર હોય છે..યુગો યુગો સુધી આ દેશ ના રાજપૂતો ના ધર્મ ને સાચવવા માટે સર્વશ્રેષ્ઠ બલિદાન આપી આ દેશ ની રાજપુતાની એ પોતાના પત્નીધર્મ ને ઉજાગર કર્યો છે અને એ પરંપરા ને સાચવી પોતાના પત્નીધર્મ ને નિભાવી રહી છે...

રાજપુતાણી - 7

#રણ #મધ્યે

દરેક યુગ માં સત્ય ને માત કરવા અસત્ય એ અથાગ પ્રયત્નો કર્યા છે અને ક્યારેક ક્યારેક પૂર્ણ નહીં પરંતુ આંશિક વિજય મેળવવા માં અસત્ય સફળ પણ રહ્યું છે..ઈર્ષા, કુસંગત અને લોભ નો પણ આવો જ પ્રભાવ રહ્યો છે દરેક યુગ માં અને એમાં ક્યારેક આનો પ્રભાવ એટલો પ્રબળ સાબિત થયો છે જેના પ્રતાપે સત્ય, ત્યાગ અને પ્રેમાળ વ્યક્તિત્વ ઢંકાઈ ગયું છે..

પુત્ર પ્રેમ ના કારણે જ કૈકઈ જેવી વીર રાજપુતાની પર મંથરા રૂપી ઈર્ષા, દ્વેષ નો પ્રભાવ હાવી થવામાં સફળ રહ્યો છે ..રામ ના રાજ્યાભિષેક ની આગલી રાત્રે મંથરા દ્વારા કૈકઈ ના હૃદય માં પુત્ર ના લાભ માટે ની લાગણી ને સ્વાર્થ માં પરિવર્તિત કરવામાં સફળ રહી એ સમગ્ર સમય દરમિયાન દેખાયેલું રાજપુતાનીનું સૌથી નબળું પાસું કહી શકાય ...મંથરા ના શબ્દો ના પ્રભાવે કૈકઈ દ્વારા પોતાના પુત્ર માટે રાજપાટ માંગવા સુધી બરાબર હતું પરંતુ રામ ને વનવાસ આપવાના એની માંગણી એ એના પર ક્યારેય ના દૂર થાય એવું કલંક લગાવી દીધું અને એના આ એક નિર્ણય ના કારણે યુદ્ધ ના મેદાન માં વીરતા પૂર્વક પતિ ની પડખે રહેનારી રાજપુતાની ની ઓળખ કાયમ માટે સ્વાર્થી અને લોભી ક્ષણિક વ્યક્તિત્વ નીચે દબાઈ ગઈ ...

પરંતુ કૈકઇ ની એ ઓળખાણ ની પહેલા ની રાજપુતાની હંમેશા દરેક યુગ માં નારી માટે આદર્શ બની રહેવા માટે પૂરતી છે...એકવાર રાક્ષસો સામે ના યુદ્ધ દરમિયાન કૈકઈ રાજા દશરથ ની સાથે યુદ્ધ ના મેદાન માં જાય છે...ચાલુ યુદ્ધ માં જ દશરથ રાજા ના રથ ના પૈડાં ની ધરી નીકળી જાય છે અને જો પૈડું નીકળી જાય તો રથ માંથી રાજા નીચે પડી જાય અને એટલા સમય માં કદાચ દુશ્મન રાજા માથે હાવી થઈ શકે છે. ચાલુ યુદ્ધ માં રથ નું સમારકામ શક્ય નથી એ વાત નો ખ્યાલ આવતા જ શૂરવીરતા ની મુરત રાજપુતાની પૈડાં ને નીકળતું અટકાવવા માટે ધરી ની જ્ગ્યાએ પિતાની આંગળી ખોસી દે છે..યુદ્ધ માં રાજા નો વિજય થાય છે અને જ્યારે એમને ખબર પડે છે ત્યારે કૈકઈ ની વીરતા જોઈ દંગ રહી જાય છે અને એમને ઇચ્છા વચન માંગવા માટે કહે છે..જો કે એ વચન નો દુરુપયોગ કરી કૈકઈ સદા ને માટે ભારતીય શાસ્ત્રો માં કલંકિત પાત્ર બની ને રહી ગયા છે..પરંતુ યુદ્ધ દરમિયાન ની એમની સમય સુચકતા અને દર્દ અને પીડા ની પરવા કર્યા વગર જે વીરતા પૂર્વક નું કર્યા કૈકઈ એ કર્યું છે એ દરેક યુગ માં રાજપુતાની માટે આદર્શ રૂપ છે..કોઈ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ નથી હોતી અને દરેક માં માનવસહજ ઉણપ હોય છે એ કુદરતી નિયમ પ્રમાણે કૈકઈ જેવી બહાદુર રાજપુતાની પણ બાકાત ના રહી શકે એ સ્વાભાવિક છે પરંતુ માણસ જેમ તળાવ ના પાણી માંથી ગંદગી ને દૂર કરી શુદ્ધ પાણી નું સેવન કરે છે એ જ રીતે મહાન વ્યક્તિઓના ના જીવનમાંથી એમના દુર્ગોણો ને અવગણી ને એમનામાં રહેલા માનવઉપયોગી ગુણો ને જીવન માં ઉતારવા રહ્યા અને એ હિસાબે પુત્ર પ્રેમ માં સ્વાર્થ અને લોભ થી લોલુપ્ત થયેલી કૈકઇ ના આ દુર્ગોણો ને અવગણી ને યુદ્ધ ના મેદાન ના વીરતા પૂર્વક પતિ નો સાથ આપનારી બહાદુર રાજપુતાની ના રૂપ માં હંમેશા આદર્શ માનવી...

રાજપુતાણી - 8

સનાતન સંસ્કૃતિ ના બે મહાકાવ્યો રામાયણ અને મહા ભારત...એક ત્યાગ નું પ્રતીક છે તો બીજું મોહ , માયા અને બંધન નું પ્રતીક...આ આખા બે વાક્યો ને જો બે શબ્દો માં જ સમાવવા હોય તો એક કહી શકાય કે જ્યાં તારું છે એવી ભાવના છે ત્યાં રામાયણ છે અને જ્યાં મારુ છે એવી ભાવના એટલે મહા ભારત...રામાયણ ના દરેક પાત્રો ઉચ્ચતમ ત્યાગ ની પ્રેરણા આપે છે તો સામે મહા ભારત માં ફક્ત પામવાની અને એના માટે ગમે તે હદે જવા તૈયાર થતા મનુષ્ય ની મર્યાદા..રામાયણ કાળ થી મહા ભારત કાળ સુધી ની સફર માં ત્યાગ જાણે કે લુપ્ત થઈ ગયો હોય એવો અહેસાસ થાય છે પરંતુ અનાદિ કાળ થી ચાલતી સનાતન પરંપરા માંથી જો ત્યાગ લુપ્ત થઈ જાય તો એ સંસ્કૃતિ અને પરંપરા નાશ પામે...અને એટલે જ ભગવાને આ શ્રુષ્ટિ પર સનાતન સંસ્કૃતિ અને પરંપરા ના રક્ષણ માટે આર્ય નારી ની રચના કરી હશે એવું કહી શકાય...મહા ભારત કાળ માં જ્યાં ભીષ્મ જેવા બ્રહ્મચારી અને દ્રોણ જેવા ઋષિઓ પણ માયાના ના બંધન થી લુપ્ત થઈ ને લડવા તૈયાર થાય હોય એવા યુગ માં ત્યાગ ની વાત પણ અશક્ય લાગે પરંતુ શ્રુષ્ટિ ની રચના થઈ ત્યાર થી જ્યારે જ્યારે સનાતન સંસ્કૃતિ અને પરંપરા પર સંકટ આવ્યું છે ત્યારે એ સંકટ નો સામનો કરી સંસ્કૃતિ અને પરંપરા ની જો કોઈએ રક્ષા કરી હોય તો એ છે આ ભારત વર્ષ ની ત્યાગ ની મૂર્તિ સમાન રાજપુતાની...

ત્યાગ ને કોઈ શાબ્દિક વ્યાખ્યા માં બાંધી ના શકાય કારણ કે તે અનેક પ્રકારે અસ્તિત્વ માં આવતો હોય છે..એક રાજપુતાની દ્વારા પોતાના સુખો, વૈભવ અને સમય આવે માન સન્માન અને ઈજ્જત દાવ પર લાગેલા હોય એવા વિકટ સમય માં પણ આ દેશ ની રાજપુતાની માટે પતિ ની આજ્ઞા , પતિ નો આદેશ, પતિ નો નિર્ણય આખરી હોય છે...સનાતન પરંપરા ની સૌથી મોટી ખૂબી અને આર્ય નારી નો ત્યાગ એ છે કે પતિ દ્વારા પત્ની ને વગર પૂછે નિર્ણય કરવામાં પણ ક્યારેય ડર લાગતો નથી કારણ કે ગમે તેવા સંજોગો માં રાજપુતાની પોતાના પતિ ના નિર્ણય ની વિરુદ્ધ જવાનું નહીં વિચારે . હસ્તિનાપુર ની રાજ્યસભા માં બધું જ હારી ગયા પછી પોતાની પત્ની ને દાવ પર લગાવતી વખતે ધર્મરાજા ના વિચારો માં જે દ્રૌપદી હતી એ છે ભારતીય રાજપુતાની ની ઓળખ..પાંડવો દ્વારા પિતાને દાવ પર લગાવામાં આવી છે અને એ હારી ગયા છે એ જાણવા છતાં દ્રૌપદી ના તો પોતાના પિતાના ત્યાં ભાગી ગઈ કે ના કોઈને ફરિયાદ કરી..કારણ કે એના માટે એના પતિ દ્વારા લેવાયેલા નિર્ણય નું પાલન કરવું એ જ એનો સાચો ધર્મ હતો અને એને એ ધર્મ ને ક્યાંય ઝાંખપ લાગવા દીધી નહિ...

એ જ દ્રૌપદી એ ક્યારે અશ્વત્થામા માં દ્વારા પાંડવો ને ખતમ કરવા બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું ત્યારે પોતાના ગર્ભ માં રહેલા પોતાના સંતાનો નું બલિદાન આપી પાંડવો ની રક્ષા કરી હતી અને મહા ભારત જેવા વિકટ કાળ માં પણ ત્યાગ ને જીવંત રાખ્યો હતો...

રાજપુતાણી – 9

ત્રેતાયુગ એટલે કે ભગવાન રામ ના સમય માં અનેક ક્ષત્રાણીઓ એ પોતાના ત્યાગ અને બલિદાન દ્વારા ભારતીય ઉપખંડ માં પોતાની એક આગવી ઓળખ સ્થાપિત કરી છે..કાશી ની બજાર માં પતિ ના ધર્મ ને નિભવવા પોતાની જાત ને વેચનાર તારામતી થી લઈને માતા સીતા, કૈકઇ કે ઊર્મિલાજી ના ત્યાગ થી નારી સદાય પ્રેરણા લઇ શકે છે...સમય ની સાથે પરિવર્તન આવતું ગયું છતાં પણ મહા ભારત જેવા વિકટ સમય માં પણ દ્રૌપદી કે પોતાના પુત્રો નું પતન થતું અનુભવવા છતાં ખામોશ રહેનાર ગાંધારી જેવી રાજપુતાની ઓ એ ત્યાગ ને જીવંત રાખ્યો છે...

પરંતુ રાજપુતાની ને જે વિશ્વ વ્યાપી અને સાચી ઓળખાણ મળી છે એ સમય છે મધ્યકાલીન સમય કે પછી રાજપૂત યુગ પણ કહી શકાય...આ સમયગાળો ખરા અર્થ માં રાજપુતાની ની પરીક્ષા નો સમયગાળો કહી શકાય..વિદેશી લૂંટારાઓ ના વધતા આક્રમણો ની સામે ટક્કર લેવા માટે હમેશ સ્વતંત્ર રહેનારી રાજપુતાની ઓ એ એક જ ઝાટકે પોતાની સ્વતંત્રતા નો ત્યાગ કરી સદા મેં માટે ઘર ની દીવાલો ની વચ્ચે પોતાના ઉજળા સંસ્કારો ને મર્યાદા રૂપી ઘૂંઘટ માં છુપાવી લીધા અમે પોતાના જીવન ને પોતાના પતિ, ભાઈ, પુત્ર કે પિતા ને સમર્પિત કરી ઘર ની દીવાલો ને જ દુનિયા બનાવી લીધી...આ એ જ સમય છે જેને દુનિયા સમક્ષ રાજપુતાની ના ત્યાગ, બલિદાન , બહાદુરી , સંસ્કાર અને મર્યાદા ની ઓળખ કરાવી ...પતિ ની સાથે ચિતા પર બેસી આગ માં ખપી જવાની સતિત્વ ની ઓળખ હોય કે અંતિમ યુદ્ધ માં જતા રાજપુતો ની શક્તિ માં વધારો કરી એમને ચિંતામુક્ત કરવા માટે જૌહર ની અગન પછેડી ઓઢીને આ દેશ ની રાજપુતાની એ દુનિયા ને નારી ના એક અલગ જ રૂપ ના દર્શન કરાવ્યા છે..આ સમય રાજપુતાની ની રણ મેદાને દાખવેલી બહાદુરી નો સાક્ષી બન્યો છે તો રાજપુતાની ની સત્તા નો સ્વાદ પણ ચાખ્યો છે..ભક્તિ, શક્તિ અને ત્યાગ નો સમન્વય એ મધ્યકાલીન યુગ ની રાજપુતાની ની આગવી ઓળખ યુગો સુધી નારી ની પ્રેરણા બની રહેવાની છે...

પરણ્યાં ની પહેલી રાતે પતિ ને યુદ્ધ માં મોકલતી રાજપુતાની ના અરમાનો ને બીજા દિવસે સતિત્વ ની ચિતા માં હોમતા જોયા છે..રાજપુતાની ની અમાપ શક્તિ ના દર્શન આ યુગ માં થઈ શકે છે...આ સમય ના રાજપૂતો ના ત્યાગ, બહાદુરી ને વિશ્વ એ નોંધ લેવી પડી છે જેના મૂળ માં ઉત્તમ સંસ્કારો નું સિંચન કરનાર રાજપુતાની જ છે...

એક પછી એક મધ્યકાલીન નારી રત્નો મેં બિરદાવતા રહીશું..

રાજપુતાણી -10

આગળ જોયું એ પ્રમાણે મધ્યયુગ એ ભારત નો સૌથી સંઘર્ષમય સમયગાળો રહ્યો છે અને આ સતત સંઘર્ષ ની વચ્ચે રહીને મધ્યયુગીન રાજપુતાની ઓ એ દુનિયા ને નારી ની શ્રેષ્ઠતા ના દર્શન કરાવ્યા છે..રાજપુતાની ઓ ના ત્યાગ, બલિદાન, શૂરવીરતા અને સમર્પણ ના કારણે નારી ના એક અદભુત અવતાર ને દુનિયા જાણી શકી છે..સેંકડો વર્ષો સુધી લોકો ના દિલો દિમાગ પર છાપ છોડીને કેટલીય રાજપુતાની ઓ સદાય ને માટે મધ્યયુગ માં સમાઈ ગઈ છે અને કેટલીય અનામી રાજપુતાની ઓ એ નારી શક્તિ ને નવી ઉર્જા પુરી પાડી ને ધરા માં ધરાબાઈ ગઈ છે..

આ એ સમય છે જે સમયે કેટલીય ભુલાઈ ચુકેલી કે નવી પરંપરા ને નવજીવન આપ્યું છે અને એ પરંપરા હંમેશા સમાજ સુધારકો માટે ચર્ચા નો વિષય બની ને ઇતિહાસ અને લોક સાહિત્ય ના પાના ઓ માં અટવાઈ રહી છે..આજે એક પોસ્ટ પર કોઈ ભાઈએ આવી જ કોઈ પરંપરા નો સહારો લઇ પુરુષો પર સવાલ ઉઠાવ્યો એટલે હવે એ પરંપરા ઓ વિશે થોડું લખવું રહ્યું...ભાઈએ ના કહેવા પ્રમાણે રાજપૂતો માં બહુ પત્નિત્વ અને સ્ત્રીઓ માટે ઘર ની અંદર પડદા પ્રથા માં રહેવાની ફરજ પુરુષ પ્રધાન સમાજ માં પુરુષો દ્વારા સર્જન કરેલા નિયમો જવાબદાર હતા જેની નીચે સ્ત્રી સ્વતંત્રતા દબાઈને રહી ગઈ..

શુ બહુ પત્નિત્વ એ સ્ત્રી ની સ્વતંત્રતા પર તરાપ હતી ?? શુ એ પુરુષો એ સર્જેલા નિયમો હતા ?? જ્યાં સુધી રાજપૂતો ની વાત છે તો આ એ સમાજ છે જે સમાજ માં આજે પણ નારી ને સૌથી વધુ સન્માન અને સ્વતંત્રતા મળે છે..મધ્યયુગ માં બહુ પત્નિત્વ પાછળ શક્ય છે એ સમય ની માંગ રહી હોય કારણ કે આ એ સમય હતો જેના 1000 વર્ષો જેટલા લાંબા સમય સુધી ફક્ત સંઘર્ષ જ થતો રહ્યો છે..વિદેશી આક્રમનકારીઓ સામેના ના સતત સંઘર્ષ અને સંપૂર્ણ બલિદાન ની ભાવના સાથે મોટા ભાગના રાજપૂતો ઝુક્યા વગર સતત લડત રહ્યા છે અને એક સમય એવો હતો જ્યારે દેશ માં કોઈ 18 વર્ષ થી મોટો રાજપૂત નો દીકરો જીવિત ન હતો.. રાજપૂતો ની જિંદગી નો મોટા ભાગનો સમય યુદ્ધ માં જતો હતો એ સમયે પોતાનો વંશ જાળવી રાખવો જેથી આગળ જઈને સ્વતંત્રતા ની આ લડાઈ ચાલુ રહી શકે અને દેશ ને વિદેશ લૂંટારો અને વિદેશી સંસ્કૃતિ થી બચાવી શકાય એ માટે એક કરતાં વધુ પુત્રો ની અપેક્ષા હોય જો કે સમય ના અભાવ ના કારણે અને ઉભી થયેલી પરિસ્થિતિ માં એ સમય ની રાજપુતાની ઓ એ જ પોતાના પતિ ના અનેક લગ્નો ને સહજતા થી સ્વીકાર કર્યા છે...બહું પત્નિત્વ ની પરંપરા એ અનાદિ કાળ થી ક્ષત્રિયો માં પ્રચલિત છે..રાજા દશરથ કે ભગવાન કૃષ્ણ એના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ પરંપરા ને સાચવવી એ પણ એક રાજપુતાની નો ધર્મ છે અને એને મધ્યયુગીન રાજપુતાની એ સાચવી રાખવામાં ક્યાંય પીછેહઠ નથી કરી એના સિવાય બીજું કારણ એ પણ હતું કે સતત યુદ્ધ ના કારણે રાજપૂત સ્ત્રીઓ ની સંખ્યા ની સરખામણીમાં પુરુષો ની સંખ્યા ઓછી ભી હોઈ શકે કારણ કે સતત લડતા રહેતા અને વિશાલ સેના ની સામે ખપી જતા રાજપુતો ની સંખ્યા માં નોંધપાત્ર ઘટાડો હોવાના કારણે રાજપૂત ધર્મ અને પરંપરા ને સાચવવા એક પુરુષ સાથે એક કરતાં વધુ સ્ત્રીઓ ના લગ્ન એ સમાજ ની અનિવાર્યતા બની ગઈ હોઈ શકે છે એટલે બહુ પત્નિત્વ ની પરંપરા કોઈપણ રીતે સ્ત્રી સ્વતંત્રતા પર તરાપ નહીં પરંતુ સ્ત્રી ના સતિત્વ ની રક્ષા માટે અને એક સંસ્કારી સ્ત્રી ને પૂરતું સન્માન મળી રહે એ માટે જ અસ્તિત્વ માં આવી છે..

બીજી પરંપરા પડદા પાછળ સ્ત્રીઓ ને ઘરમાં જ પુરી રાખવાની તો મને નથી લાગતું કે આવી કોઈ પરંપરા રાજપૂતો માં પહેલા ના સમય માં હતી કારણ કે પૃથ્વીરાજ ના સમય સુધી જ્યારે વિદેશીઓ આ દેશ માં આવ્યા નહોતા ત્યાં સુધી રાજપૂત સ્ત્રીઓ ને પૂરતી સ્વતંત્રતા હતી..સ્વયંવર દ્વારા રાજપૂત સ્ત્રી ને પોતાનો પતિ પસંદ કરવાની પરંપરા છેક રામાયણ અને મહાભારત ના સમય થી ક્ષત્રિયો માં પ્રચલિત છે..રાજપૂત સ્ત્રીઓ જરૂર પડે યુદ્ધ માં ભી જઇ શક્તિ હતી અને પતિ ની ગેર હાજરી માં રાજ્ય પણ ચલાવતી હતી એટલે રાજપૂતો માં સ્ત્રી ને ઘરમાં પુરી રાખવાનો કે પડદા પ્રથા નો અર્થ માન મર્યાદા હોઈ શકે છે...બાહ્ય પડદા પ્રથા એ જે તે સમયે વિષયયુક્ત વિદેશી લૂંટારુઓ ના કારણે પોતાની માન મર્યાદા અને સન્માન ને જાળવવા માટે સ્ત્રી દ્વારા જ અપનાવના માં આવેલી પ્રથા છે એટલે કે એના માટે પણ રાજપૂતો દ્વારા કોઈ બંધનો લાદવામાં આવ્યા નથી પરંતુ રાજપુતાની ઓ દ્વારા અપનાવેલી પ્રથા છે જેના કારણે જ મધ્યયુગીન રાજપુતાની એ વિશ્વ ને નારી નું એક નવું રૂપ બતાવ્યું છે...નારી ની સ્વતંત્રતા બહાર ફરવા કે પોતાની જાતે નિર્ણયો લેવા માં નહીં પરંતુ પોતાની માન મર્યાદા અને દેશ ની સંસ્કૃતિ સચવાઈ રહે એમ રહેલી છે એ વાત એ સમય ની રાજપુતાની પારખી ગઈ હતી અને એટલે જ એને પડદા ને પોતાની એક નવી ઓળખ બનાવી દીધી હતી..

આવતા અંકે સ્ત્રીઓ ને દુધપીતી કરવાનો કે ઈજ્જત માટે સ્ત્રીઓ ની હત્યા કરવા ના આરોપ નું ખંડન કરીશ...

રાજપુતાણી -11

મધ્યયુગ ની પરંપરા..

પડદા પ્રથા અને નારી સ્વાતંત્રતા ની વાત આગળ ની પોસ્ટ માં લખી હતી એવી જ બીજી પરંપરા જેની સાથે કદાચ રાજપૂત સમાજ ને કઈ લેવા દેવા નહોતું છતાં સમયાંતરે એ પ્રથા ના થોડાક છાંટા સમાજ ના કોઈ ભાગ પર લાગ્યા હોય એ શક્ય છે બાકી જે પરંપરા માનવતા વિરોધી હોય એવી કોઈ માન્યતા કે પરંપરા ને રાજપૂત સમાજે ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી..અને જ્યારે જ્યારે આવી પરંપરા સમાજ માં ઘુસી છે ત્યારે ત્યારે આ દેશ ની રાજપુતાની ઓ એ એ પરંપરા ને જડ મૂળથી ઉખેડી ને ફેંકી દીધી છે..

દુધપીતી કરવાની પ્રથા ..

મધ્યયુગ ની સૌથી કલકિત પ્રથા જેને માનવતા ને શર્મશાર કરી છે એ પ્રથા હકીકત માં ક્યારેય રાજપૂત સમાજ માં થી શરૂ થઈ જ નથી..આ સમાજે હંમેશા નારી સન્માન અને સ્વાતંત્રતા ને મહત્વ આપ્યું છે એ સમાજ કોઈપણ સંજોગો માં આવી પ્રથા ની શરૂઆત કરી ના શકે કારણ કે મધ્યયુગ માં રાજપુતાની ફક્ત પોતાના પરિવાર માટે જ નહીં પણ અન્ય સમાજ માટે પણ જાગૃત હતી..જ્યારે રાજપૂતો યુદ્ધ અને રાજકીય કાર્ય માં વ્યસ્ત રહેતા એવા સમયે રાજપુતાની ઓ સમાજ ના અન્ય વર્ગ ની મુશ્કેલીઓ માં એમની સાથે રહી એમની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થતી હતી..હા શક્ય છે કે આ પ્રથા ની અસર 18 મી સદી પછી સમાજ ને ક્યાંક ક્યાંક અસર કરી ગઈ હોઈ શકે છે પરંતું એ નહિવત પ્રમાણ માં હશે કદાચ..

ઓનર કિલિંગ ..

હકીકત માં આ કોઈ પ્રથા કે પરંપરા નથી પરંતુ સમાજ માં ઈજ્જત ના નામે નારી હત્યા થતી હોય છે અને એ વર્તમાન સમય માં પણ યથાવત છે..મધ્યયુગ માં આનું અસ્તિત્વ હતું જ નહીં એમ કહેવું વધુ પડતું નથી..કારણ કે સૌથી પહેલા તો આ અંગ્રેજી શબ્દ નું સિદ્ધુ ગુજરાતી કે હિન્દી મને પણ ખબર નથી તો એ સમય ની વાત જ જુદી હતી..જ્યાં સુધી રાજપુતાની ની વાત છે તો રાજપૂત સમાજ માં આ દુષણ ક્યારેય પ્રવેશી શક્યું નથી કારણ કે સમાજ ને આની જરૂર ક્યારેય પડી નથી અને એના માટે જવાબદાર છે આ દેશ ની સ્વમાન અને મર્યાદા નું પ્રતીક રાજપુતાની..

ઉપર ની બન્ને કુપ્રથા રાજપુતાની થી અલિપ્ત રહી છે અને એ જ કારણ છે કે આજે દેશ માં અન્ય સમાજ માં જ્યાં સ્ત્રી પુરુષ ની સંખ્યામાં માં તફાવત જોવા મળી રહ્યો છે એવો તફાવત રાજપૂત સમાજ માં નથી ..જો ખરેખર આવી કોઈ પ્રથા રાજપૂત સમાજ માં ક્યારેય પણ અસ્તિત્વ માં હતી તો જે સમસ્યા આજે અન્ય સમાજ માં છે એ સમસ્યા બહુ સમય પહેલા રાજપૂત સમાજ માં ઉભી થઈ શકી હોત જો કે એવું થયું નથી અને આજે પણ એવી સમસ્યા નું કોઈ અસ્તિત્વ રાજપૂત સમાજ માં નથી અને એનો શ્રેય જો કોઈને આપી શકાય તો એ છે દયાની મૂર્તિ અને પ્રેમાળ હૃદય થી સર્વ નું હિત ચાહનારી અમારી રાજપુતાની...

રાજપુતાણી – 12

મધ્યયુગીન પરંપરા માં આજે જેની વાત કરવા જઈ રહ્યો છું એ પરંપરા એટલે રાજપુતાની ના અદમ્ય સાહસ ની દુનિયા ને પરિચય કરાવનાર પરંપરા..

સવાર માં ભગવાન ના મંદિર કે ફોટા પાસે અગરબત્તી કરતી વખતે કે દીવો પ્રગટાવતી વખતે ક્યારેક દીવાસળી વધુ સળગી જાય અને એની થોડી આગ નો સ્પર્શ થાય ત્યાંતો ભલ ભલાના મોં માંથી રાડ નીકળી જાય અને જ્યાં સુધી બળતરા ઓછી ના થાય ત્યાં સુધી આંગળી મોઢા માંથી બહાર કરવાની હિંમત પણ નથી રહેતી..આગ ની વાત તો દૂર છે પણ વૈશાખ મહિના ના બપોરે ક્યારેક સુરજ ના કિરણો શરીર પર પડી જાય તોય રાડ નીકળી જાય છે અને એટલે જ તમે શહેરો માં રસ્તા પર કાપડ થી હાથ અને મોઢા ઢાંકીને નીકળતી કેટલીય સ્ત્રીઓ ને જોઈ હશે.. રાંધતી વખતે ચૂલા ની અગ્નિ કે ગેસ ની અગ્નિ ની વરાળ હાથ પર લાગવા માત્ર થી રસોડા ને રેઢું મુકનાર ગૃહનારી માટે એ દિવસે રાંધવું પણ મુશ્કિલ પડી જાય છે..કહેવાય છે કે માણસ બધી બાજુ થી દુઃખો થી ઘેરાઈ જાય ત્યારે છેલ્લો રસ્તો આત્મહત્યા જ દેખાય છે અને આત્મહત્યા કરવા નીકળેલો માણસ તમામ દર્દ દુઃખ ને ભૂલી પોતાની જિંદગી થી ત્રાસી એનો અંત કરવા મક્કમ બને છે પરંતુ કેટલાય કિસ્સા માં શરીર પર આગ લગાડ્યા પછી પોતાને બચાવવા માટે મથામણ કરતો જોવા મળે છે..કહેવાનો મતલબ એટલો કે આગ ના નાના એવા સ્પર્શ માત્ર થી જે વેદના અને દર્દ નો અહેસાસ થાય છે એ અસહ્ય હોય છે..અને એટલે જ આજ ના સમય માં સામાન્ય માણસ ને મધ્યયુગ ની મહાન પરંપરા એટલે કે સતીપ્રથા વિશે ના વિચાર માત્ર થી કમકમાં આવી જાય છે..શરીર ના રુવાડા ઉભા થઇ જાય છે એની કલ્પના માત્ર થી શરીર ના અંગે અંગ માં જાણે અગ્નિ ની જ્વાળા લાગી ગઈ હોય એવો અહેસાસ થાય છે એ પરંપરા એ જગત ના ચોકમાં રાજપુતાની ની એક આગવી ઓળખ ઉભી કરવામાં મહત્વ નો ભાગ ભજવ્યો છે..

સતીપ્રથા ક્યારે શરૂ થઈ એ કહેવું મુશ્કિલ છે પરંતુ એટલું તો નક્કી જ છે કે આ પરંપરા રાજપૂતો ની આગવી પરંપરા છે એટલે એની શરૂઆત રાજપૂતો થી જ થઈ હશે એ નકારી શકાય નહીં..છતાં પણ માતા જાનકી ની અગ્નિ પરીક્ષા પણ એનો જ એક હિસ્સો ગણી શકાય..સતીપ્રથા જેને વર્તમાન અને અંગ્રેજો ના સમય માં સૌથી ક્રૂર પ્રથા ગણવામાં આવી અને અનેક સમાજ સુધારકો એ એના પર પ્રતિબંધ મૂકી દીધો અને આઝાદ ભારત માં સતીપ્રથા ને કાયદાકીય રીતે પણ અમાન્ય ગણવામાં આવે છે..પરંતુ શું ખરેખર સતીપ્રથા ને ક્રૂરતા સાથે સાંકળી શકાય ?? શુ આ પ્રથા ગલત હતી ?? શુ આ પ્રથા નારી ના જીવન સ્વતંત્ર માટે અડચણ રૂપ હતી ?? કેટલાય પ્રશ્નો ઉદ્દભવી શકે છે મન માં અને સામાન્ય માણસ ને આવા પ્રશ્નો ઉદભવે એ સામાન્ય ક્રિયા છે કારણ કે જીવતા અગ્નિ માં બેસવું એ કલ્પના માત્ર થી દર્દ આપનારી ક્રિયા છે...પરંતું વ્યક્તિગત રીતે મારુ માનવું છે કે આપણા પૂર્વજો દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈ પ્રથા ગલત ના હોઈ શકે તો પછી સતીપ્રથા પણ ગલત ના હોઈ શકે તો પછી પ્રશ્ન થાય કે અગર આ પ્રથા ગલત નહોતી તો શા માટે રાજા રામમોહન રાય જેવા સમાજ સુધારકો એ એના પર પ્રતિબંધ લાવી દીધો...??

સતીપ્રથા એટલે રાજપુતાની ની ઓળખ...સતીપ્રથા ને રાજપુતાની થી અલગ ક્યારેય ગણી શકાય નહીં..સતીપ્રથા એ ભારતીય રાજપુતાની ની પોતાના પતિ પ્રત્યે ના પ્રેમ માં સંપૂર્ણ સમર્પણ ની ભાવના સાથે પતિ ની સાથે જ પોતાના અસ્તિત્વ ને મિટાવી દેવાની ભાવના સાથે જોડાયેલી પ્રથા છે...અહીં માત્ર ને માત્ર ત્યાગ , સમર્પણ , પ્રેમ અને અદમ્ય સાહસ છે અને જ્યારે કોઈ કોઈના પ્રેમ માં સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે ત્યારે શારીરિક વેદના એમના આત્મા કે મન ને સ્પર્શી સકતી નથી એ શારીરિક વેદના કે દર્દ ની અનુભૂતિ પણ થતી નથી ...આવું સમર્પણ અને અદમ્ય સાહસ આમ નારી માં રાજપુતાની ની સરખામણી માં બહુ જવલ્લે જ જોવા મળી શકે છે અને એટલે જ રાજપુતાની ધ્વારા જ જે તે સમયે સતીપ્રથા ની શરુઆત થઈ હશે..

જ્યારે પણ સમાજ માં કોઈ પ્રથા ની શરૂઆત સારા ઉદેશ્ય થી થાય છે પરંતુ સમય ની સાથે એ પ્રથા માં દુષણો નો પ્રવેશ થતા એ પ્રથા એના મૂળ ઉદેશ્ય થી ભટકી જાય છે અને બુદ્ધિજીવીઓ માટે ચર્ચા નો વિષય બની જાય છે..પાછળથી પ્રવેશેલા દુષણો ના કારણે સમગ્ર પરંપરા પર સવાલ ઉભા થાય છે અને એમાંથી સતીપ્રથા પણ બાકાત રહી શકી નથી..જ્યાં સુધી આ પ્રથા રાજપુતાની પૂરતી મર્યાદિત હતી ત્યાં સુધી દુષણો થી રહિત હતી કારણ કે રાજપુતાની પોતાની મરજી થી સતી થતી હતી..ક્યારેય પણ રાજપુતાની ને સતી થવા માટે કોઈ દબાણ કે પરંપરા ના નામે જબરજસ્તી કરવામાં આવતી નહોતી પરંતુ ધીરે ધીરે અન્ય સમાજે પણ આ પ્રથા અપનાવવા માંડી અને પ્રથા માં દુષણો નો પ્રવેશ થયો કારણ કે આમ નારી માં અગ્નિ માં તાપ ને સહન કરવાની શક્તિ નહોતી અને એના કારણે પરંપરા ના નામે એમની સાથે જબરજસ્તી ચાલુ થઈ ..પરાણે સ્ત્રીઓ મેં સતી કરવામાં આવવાની શરૂઆત થઈ ...રાજા રામમોહન રાયે બાળપણ માં આજ રીતે એમના ભાભી ને જબરજસ્તી થી સતી કરવામાં આવેલા એ જોયેલું અને એમના મન માં કદાચ એજ પ્રસંગ ઘુસી ગયેલો હશે કે સતીપ્રથા ના નામે સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે અને એટલે જ એમને અંગ્રેજો સાથે મળીને આ પ્રથા પર પ્રતિબંધ મૂકી દીધેલો..

રાજપુતાની માટે સતી થવું એ એની પોતાની ઇચ્છા પર આધારિત હતું અને એના જ કારણે આ પ્રથા એ દુનિયા ને રાજપુતાની ના સમર્પણ અને અદમ્ય સાહસ ના દર્શન કરાવ્યા છે...આઝાદ ભારત માં 1987 માં રાજસ્થાન માં રૂપ કુવારબા એ સતી થઈ ને 20 મી સદી ના આધુનિક માણસ ને રાજપુતાની સાહસ નો સાક્ષી બનવાનો મોકો આપી ને સાબિત કરી દીધું કે રાજપુતાની માટે સતી થવું એટલે સંપૂર્ણ પણે સમર્પિત થઈ જવું હોય છે...રૂપ કુવારબા સતી થયા પછી કોર્ટ માં કેશ ચાલ્યો ત્યારે સાક્ષી આપનારા કેટલાય બિન રાજપૂત નું કહેવું હતું કે રૂપ કુવારબા જ્યારે ચિતા પર બેઠા અને અગ્નિ પ્રગટાવવા માં આવી ત્યારે એમના ચહેરા પર ડર કે દર્દ ના કે પછી એમની સાથે કોઈ જબરજસ્તી કરવામાં આવી હતી એવા કોઈ ભાવ નહોતા..

રાજપુતાણી – 13

જ્યારે તમારો ત્યાગ, તમારું સમર્પણ અને બલિદાન ફક્ત તમારા માટે જ નહીં પરંતુ અન્ય ને પ્રેરણા આપી એમની શક્તિ બને છે ત્યારે એ ત્યાગ અને સમર્પણ ઇતિહાસ ના પાના પર સુવર્ણ અક્ષરે લખાય જાય છે અને આવનારી પેઢીઓ સદીઓ સુધી તમારા એ ત્યાગ અને બલિદાન પર ગર્વ લઇ શકે છે અને આવી પરંપરા એટલે અંતિમ યુદ્ધ માં જતા પોતાના પતિ, ભાઈ કે પિતા પુત્ર ને પોતાની ચિંતા માંથી મુક્ત કરી રણ મેદાન માં ઝઝૂમવા ની પ્રેરણા આપતી અને રાજપુતાની ના સામર્થ્ય ને વિશ્વ ફલક પર ઉજાગર કરતી પરંપરા એટલે જૌહર...

થોડાક સમય પહેલા આ શબ્દ ફક્ત રાજપૂતો અને ઇતિહાસ પ્રેમીઓ પૂરતો મર્યાદિત હતો પરંતુ એક ઘટના ના પ્રત્યાઘાત રૂપે આજે રાજપુતાની ના અદમ્ય સાહસ ને ઉજાગર કરતી આ પ્રથા આજે ભારત જ નહીં પરંતુ વિદેશો માં પણ ચર્ચા નો વિષય બની ગઈ છે અને લોકો ની એના વિશે જાણવાની તાલાવેલી પણ વધી ગઈ છે..ફિલ્મ બની , વિરોધ થયો અને રિલીઝ પણ થઈ ગઈ જો કે આ સમય દરમિયાન લોકો સુધી જે પહોંચ્યું છે એ સે રાજપુતાની ના અદભુત વિરત્વ અને સંપૂર્ણ ત્યાગ ની આગવી ઓળખ..સામાન્ય સ્ત્રીઓ જેનો વિચાર કરવા પણ અસમર્થ છે એવી અકલ્પનિય પરંપરા ને પોતાના જીવન નો ત્યાગ કરી જીવિત રાખનાર રાજપુતાની એ નારી જગત માં સર્વદા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે...વર્તમાન સમય માં કે બિન રાજપૂત સ્ત્રીઓ માટે જૌહર વિશે વિચારવું પણ મુશ્કિલ છે એવા સમયે પૈસા ની લાલચ માં કેટલાક લોકો એ રાજપુતાની ના એ બલિદાન ને સાધન બનાવી ઉપયોગ કરવાનો જે હીન પ્રયત્ન કર્યો છે એ ક્યારેય સ્વીકાર્ય ના હોઈ શકે...અહીં એક વાત નો ઉલ્લેખ જરૂર કરીશ..ફીલ્મ રિલીઝ થયા પછી કોઈ એક નાયિકાએ દિગ્દર્શક ને પત્ર લખ્યો છે એમા એને જૌહર પ્રથા ના મહીમાં મંડન પર સવાલ ઉઠાવ્યા છે..એ નાયિકાએ સંપૂર્ણ ઘટના ને કે આવી અન્ય ઘટનાઓ ને સેક્સ અને યોની પૂરતી મર્યાદિત વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરી ખોખલી નારી સ્વતંત્રતા અને નારી ના હકો ની જે વાત કરી છે એના પરથી એ વાત તો નકકી જ છે કે આવી પરંપરા ને સાચવવી કે દેશ ના સ્વમાન, સંસ્કૃતિ અને પવિત્રતા માટે આવું બલિદાન આપવું એ રાજપુતાની સિવાય બીજા કોઈથી શક્ય નથી...સમગ્ર આંદોલન દરમિયાન એવી વાતો પણ થઈ હતી કે જૌહર ની આગ માં કુદનાર અન્ય સમાજ ની સ્ત્રીઓ પણ હતી..હા જરૂર પણ કોણ હતી એ સ્ત્રીઓ...જે પોતાના બાળપણ થી જ રાજપુતાની સાથે મોટી થઈ છે અને જેને ક્યારેય રાજપુતાની સિવાય કોઈની સાથે સંબંધ નથી રાખ્યો જેને સતત જીવનભર રાજપુતાની ના ત્યાગ અને બલિદાન ને જોયા છે એવી રાજપુતાની સાથે રહેનાર આમ સ્ત્રીઓ હતી...બાકી એના સિવાય ની આમ સ્ત્રીઓ માટે જૌહર એ કલ્પના થી પણ બહાર ની વસ્તુ છે કારણ કે અગ્નિ ના તાપ ને પોતાના માં સમાવી અને પોતાની જાત મેં અગ્નિ મેં ઓગળી દેવા નું સાહસ અને પવિત્રતા જો કોઇના માં છે તો એ ફક્ત અને ફક્ત રાજપુતાની માં જ છે...

#જૌહર અને #સતીપ્રથા

સામાન્ય માણસ માટે જૌહર અને સતીપ્રથા માં લાંબો ફર્ક નથી કારણ કે બન્ને પરંપરા માં રાજપુતાની દ્વારા પોતાની જાત મેં અગ્નિ માં હોમવાની સામાન્ય વાત સમાયેલી છે અને એટલે સુધી કે વર્તમાન સમય માં ફિલ્મ ને રિલીઝ કરવાની મંજૂરી આપનાર બોર્ડ ને પણ એની ઝાઝી માહિતી નથી એટલે જ એમને ફિલ્મ સતીપ્રથા ને પ્રોત્સાહન આપતી નથી એવું કહેવું પડ્યું...હકીકત માં આ બન્ને પ્રથા માં બહુ જ ફર્ક છે કારણ કે સતી થવું એ રાજપુતાની ની એની પોતાની ઇચ્છા પર આધારિત હતું..જ્યારે જૌહર એ વિદેશી લૂંટારુઓ થી પોતાના સ્વમાન અને પવિત્રતા ને સાચવવા માટે અગ્નિ માં પોતાની જાત ને હોમવાની જરૂર પડી હતી...સતીપ્રથા આદિ કાળ થી ભારત ની પરંપરા રહી છે જ્યારે જૌહર પ્રથા ની શરૂઆત મધ્યયુગ માં વિદેશી આક્રમણ કારીઓ ના કારણે અસ્તિત્વ માં આવી છે...

#જૌહર #સાકા કે #કેશરીયા

સામાન્ય રીતે ભારત માં સતીપ્રથા અસ્તિત્વ માં હતી જે મુજબ જ્યારે કોઈ રાજપૂત ધીંગાણા માં કામ આવે ત્યારે તેની પત્ની એના દેહ ને લઇ ચિતામાં બેસતી અને પતિ ની સાથે જ પોતાના દેહ ને અગ્નિ માં હોમી દેતી હતી..સતી થવા માટે રાજપુતાની પર કોઈ આંતરિક કે બાહ્ય દબાણ નહોતું પરંતુ પતિ પ્રત્યે ના પ્રેમ અને પત્નીવ્રત ના કારણે રાજપુતાની પોતાની મરજી થી સતી થતી હતી..મધ્યયુગ માં ભારત માં અનેક નાના મોટા સ્વતંત્ર રજવાડા હતા અને આ સમયે ભારત ની પ્રજા સુખી સમૃદ્ધ અને સંપતિવાન હતી..ભારત નો વ્યાપાર દુનિયા ના અન્ય દેશો સુધી ફેલાયેલો હતો..ભારત ની આ જાહોજલાલી નો પ્રકાશ ભારત બહાર પણ પથરાયેલો હતો અને એ પ્રકાશ થી અંજાઈ ને કેટલાક વિદેશી લૂંટારાઓ એ ભારત પર આક્રમણ કર્યા..શરૂઆત માં પીછેહઠ પછી એ વધુ ને વધુ સૈન્ય બળ સાથે સતત આક્રમણ કરતા રહ્યા અને ભારત ની સંપત્તિ લૂંટતા રહ્યા અને એમની લાલચે એમને ભારત માં જ એમની સત્તા ની સ્થપાના કરવા માંડ્યા...શરૂઆત માં ફક્ત સંપત્તિ લૂંટનારાઓએ ભારત ના ધર્મ અને સંસ્કૃતિ પર પ્રહાર કરવાનું ચાલુ કર્યું અને જે રાજ્ય હારતું ત્યાં ના પુરોષો ની કત્લ કરી સ્ત્રીઓ ને ઉઠાવી જતા અને એમના પણ અમાનવીય અત્યાચાર ગુજારવા લાગ્યા..બીજી બાજુ એમની વિશાલ સેના ની સામે મુઠ્ઠીભર રાજપુતો લડતા લડતા જ રણ મેદાન માં વીરગતિ વહોરી લેવા હંમેશા તૈયાર રહેતા પણ સાથે એમને સ્ત્રીઓ ની ચિંતા રહેતી..ભારત ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે ભારત નો ધર્મ સંકટ માં આવ્યો છે કે આ દેશ ના પુરુષ ને રસ્તો નથી મળ્યો ત્યારે ત્યારે આ દેશ ની આર્ય નારીએ આ દેશ ના ધર્મ અને સંસ્કૃતિ ને પોતાના ત્યાગ અને બલિદાન રૂપી તપ ના આધારે બચાવ્યો છે..વિદેશી આક્રમણ કારીઓ ની બર્બરતા અને અત્યાચારો ને નાથવા અને વિરવર રાજપૂતો ને ચિંતા મુક્ત કરવા માટે આ દેશ ની રાજપુતાની ઓ એ વિશ્વ માં ક્યાંય ના થયું હોય એવું બલિદાન આપવા તૈયાર થઈ અને બન્ને ને બચાવી લીધા..ખાસ કરીને સાકા કે કેશરીયા અને જૌહર એકબીજા સાથે જોડાયેલા છે...જ્યારે કોઈ રાજ્ય પર વિદેશી આક્રમણ કારીઓ વિશાલ સેના સાથે આક્રમણ કરતા ત્યારે એ રાજ્ય ના રાજપૂતો પોતાની નાની સેના લઈ કેશરીયા વાઘા પહેરી રણ મેદાન માં ઉતરતા અને પોતાના અંતિમ શ્વાસ સુધી લડત રહેતા અને રણ મેદાન માં વીરગતિ ને પ્રાપ્ત કરતા..જ્યારે કેશરીયા કરવાના હોય એની પહેલા રાજ્ય ની રાજપુતાની ઓ વિધિવત અગ્નિકુંડ માં અગ્નિ પ્રગટાવી પોતાના કોમળ દેહ ને અગ્નિ માં સમર્પિત કરી દેતી અને પોતાના આ ઉચ્ચ બલિદાન દ્વારા એ રણ માં લડત રાજપૂતો માટે પ્રેરણા બની એમની શક્તિ બની રહેતી..ભારત ના અનેક રાજ્યો માં જૌહર થયા છે કેટલા રાજ્ય માં એક કરતાં વધુ વખત જૌહર કરવામાં આવ્યા છે...

#નોંધપાત્ર #જૌહર

ભારત માં અનેક રાજ્ય માં નાના મોટા પ્રમાણ માં જૌહર કરી રાજપુતાની ઓ એ પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું છે પરંતુ ઇતિહાસ ના પાના પર કેટલાક ની નોંધ લેવામાં આવી છે જ્યારે લાખો રાજપુતાની ઓ ની કુરબાનીઓ સમય ના અવિરત ચાલતા પ્રવાહ થી બનેલા પડ નીચે દબાઈ ગઈ છે..7 મી સદી માં સિંધ પર મોહમ્મદ બિન કાસીમ સામે હાર પછી રાજા દાહિર ની રાણીઓ એ જૌહર કર્યું હતું પરંતુ 12 મી સદી પછી ખીલજી ના સમય થી જૌહર એક પરંપરા જ બની ગઈ હતી..1232 માં ગ્વાલિયર ના રાજા ની શમશ ઉ દિન સામે હાર પછી જૌહર કરવામાં આવ્યું હતું..1294 માં ખીલજી એ જેસલમેર પર આક્રમણ કર્યું ત્યારે રાજપૂતો એ કેશરીયા કર્યા અને 24000 રાજપુતાની ઓ એ જૌહર કર્યું હતું...1297 માં ખીલજી ના પાટણ પર ના આક્રમણ સમયે મોડાસા અને પાટણ માં જૌહર થયું હતું જો કે આની નોંધ કોઈ ઇતિહાસ મ નથી પરંતુ નવલકથા માં વર્ણવવા માં આવ્યું છે..ત્યારબાદ 1301 માં રણ થંભોર પર ખીલજી ના આક્રમણ સમયે જૌહર થયું હતું જેની નોંધ ખીલજી ના રાજકવી ખુશરું એ પણ લીધી છે...1303 માં ચિતોડ પર ખીલજી એ આક્રમણ કર્યું છેવટે જીતી ના શકવાના કારણે રતનસિંહ ને દગા થી કેદ કર્યા ત્યારે રાજપૂતો એ કેશરીયા કર્યા અને મહેલ માં રાણી પદ્મિની ની આગેવાની માં 16000 રાજપુતાની ઓ એ જૌહર કર્યું...1327 માં દક્ષિણ ના કામપલી રાજ્ય પર મોહમ્મદ બિન તુઘલકે આક્રમણ કર્યું ત્યારે જૌહર થયું..14 મી સદી માં ફરી એકવાર જેસલમેર પર ફિરોઝ શાહે આક્રમણ કર્યું ત્યારે 16000 રાજપુતાની ઓ એ જૌહર કયું હતું.. મધ્ય પ્રદેશ ના ચંદેરી રાજ્ય પર 1528 અને 1532 માં બાબર દ્વારા બે વાર આક્રમણ કરવામાં આવ્યા ત્યારે અનુક્રમે રાણી ચંદેરી અને રાણી દુર્ગાવતી ના નેતૃત્વ માં હજારો વિરંગનાઓ અગ્નિ માં પોઢી ગઈ હતી..1535 માં બહાદુર શાહે ચિતોડ પર આક્રમણ કર્યું ત્યારે ચિતોડ ની રાણી કર્ણવતી એ દિલ્હી ના મુશ્લિમ બાદશાહ ને રાખડી મોકલી મદદ માંગી પરંતુ અંત સમયે એ બાદશાહે ચિતોડ ની જગ્યાએ બહાદુર શાહ નો સાથ આપ્યો ત્યારે રાજપૂતો એ કેશરીયા કર્યા અને રાણી કર્ણવતી ની આગેવાની માં જૌહર થયું હતું...1543 માં ફરી મધ્ય પ્રદેશ ના ચંદેરી રાજ્ય માં રાણી રાતનાવતી ના નેતૃત્વ માં જૌહર કરવામાં આવ્યું હતું...16 મી સદી માં જેસલમેર માં ફરી જૌહર થયું જેને અડધું જૌહર કહેવામાં આવે છે આગળ વિગત વાર...1568 માં ચિતોડ પર અકબર ના આક્રમણ સમયે રાવત ચુંડાવત અને પત્તા ચૂંડાવત ની રાણી ના નેતૃત્વ માં ત્રીજી વાર ચિતોડ ની રાજપુતાની ઓ એ અગન પછેડી ઓઢી લીધી..
1634 માં બુંદેલખંડ ની રાજપુતાની ઓ એ જૌહર કર્યું હતું...આના સિવાય અગણિત વિરંગનાઓ એ દેશ ના ધર્મ અને સંસ્કૃતિ ની રક્ષા કાજે અગન પછેડી ઓઢી ને કાયમ મેં માટે પોઢી ગઈ છે..

#જેસલમેર નું #અડધું #જૌહર

16 મી સદી માં આમિર અલી નામ ના બાદશાહે પોતાની બેગમો રાજા ની રાણીઓ સાથે ભેટ કરવા માંગે છે એવો સંદેશો જેસલમેર મોકલાવ્યો એટલે અતિથિ દેવો ભવ ની ભાવના અને સંસ્કારો પ્રમાણે રાજા એ અનુમતિ આપી દીધી આ બાજુ બાદશાહે પોતાના સૈનિકો મેં સ્ત્રીઓ ના વેશે મહેલ માં મોકલ્યા અને હુમલો કરી દીધો..અચાનક દગા થી થયેલા હુમલા ના કારણે બહુ થોડા રાજપુતો ગઢ માં હતા એમને કેશરીયા કર્યા બીજી બાજુ રાજપુતાની ઓ એ જૌહર કરવાનું નક્કી કર્યું પરંતુ અચાનક થયેલા આક્રમણ ના કારણે જૌહર ની કોઈ તૈયારી કરવાનો સમય નહોતો અને અગ્નિ પ્રગટાવવા જેટલો પણ સમય નહોતો ત્યારે શું કરવું એ કાઉ સૂઝતું નહોતું..જયારે ઈશ્વર કસોટી કરે છે ત્યારે આવી આકરી કસોટી હોય છે પરંતુ હંમેશા દેશ, ધર્મ , સંસ્કૃતિ અને સ્વતંત્રતા માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર રહેનાર આ દેશ ના સ્વાભિમાની રાજપૂતો અને રાજપુતાની ઓ એ ગમે તેવી કસોટી ને પાર કરી શકે..અને જેસલમેર ની રાજપુતાની ઓ એ વિશ્વ માં ક્યાંય ના થયું હોય એવું પરાક્રમ બતાવી પોતાના પતિ ને તલવાર થી જૌહર ને પુરૂ કરવા આહવાન કર્યું..સમય ને પારખી જનાર રાવલજી એકપણ ક્ષણ નો વિચાર કર્યા વગર ખુલ્લી તલવાર લઈ રાજપુતાની ઓ વચ્ચે કુદી પડ્યા અને એક પછી એક રાજપુતાની ને તલવાર થઈ વધ કરવા લાગ્યા એ દરમિયાન બહાર થી મદદ આવી અને રાજપુતો ની જીત થતા જૌહર રોકવું પડ્યું..પોતાની જ સ્ત્રીઓ પર તલવાર ચલાવવા જેટલી મુશ્કેલ કસોટી માંથી પાર ઉતારવા માટે ના સામર્થ્યવાન પુરુષ ને જન્મ દેનારી એટલે ભારત ની રાજપુતાની...

આવી અનેક રાજપુતાની ઓ ના અદમ્ય સાહસિક અને સમર્પિત બલિદાન અને ત્યાગ ના પુણ્ય પ્રતાપે વર્ષો સુધી વિદેશી આક્રમણો નો સામનો કરી પોતાનું સર્વસ્વ કુરબાન કરી આ દેશ ના ધર્મ, સંસ્કૃતિ, સ્વમાન અને પવિત્રતા ને જાળવવા માં જો કોઈ કારણભૂત છે તો એ છે આ દેશ ની રાજપુતાની...

રાજપુતાણી – 14

વિરહ, વેદના , વ્યથા ને પોતાના માં સમાવી હંમેશા મોઢા પર સ્મિત રાખી ઘર અને સમાજ ની મર્યાદા ની સાથે સમાજ અને ઘર ના સ્વમાન ને જાળવવા ની અદભુત કળા ની ધણી એટલે આ દેશ ની રાજપુતાણી ...

મધ્યયુગ માં વિપરીત સમય અને સંજોગો એ રાજપૂતો માં બહુપત્ની ને વધુ મહત્વ મળ્યું છે જો કે બહુ પત્નિત્વ ની પરંપરા રાજપૂતો માં આદિકાળથી છે પરંતું મધ્યયુગ ની પરંપરા પાછળ આદિ કાળ થી અલગ જ પરિબળો જવાબદાર રહ્યા છે અને આ જ સમયે રાજપુતાણી ની આંતરિક સહનશક્તિ ને સમાજે ઓળખી છે...ઘણીવાર લગ્ન સ્વમાન, માન, મોભા માટે તો કયારેક આપેલા વચનો ને નિભવવા માટે થતા હતા આવા સંજોગો માં રાજપૂત સામે ધર્મ સંકટ ઉભું થતું કારણ કે પત્ની ની હયાતી માં બીજા લગ્ન ના કારણે ક્યારેક બીજી આવેલી પત્ની ને ન્યાય આપી શકવામાં રાજપુત ક્યાંક નિષ્ફળ થતો લાગ્યો ત્યારે આપણી રાજપુતાણી જ એની શક્તિ બનીને એને સાંભળી લીધો છે..ઘણી વાર્તા ઓ માં આવતી અણ માનીતી રાણી હકીકત માં ત્યાગ ની એ મૂર્તિ મંત રૂપ છે જેને સતત વેદના સાથે જીવવાનું સ્વીકારીને પણ મુખ પર સ્મિત રાખી સમાજ ની સામે આવી છે..એના સ્મિત પાછળ સંતાયેલી વિરહ ની વેદના ક્યારેક આંસુ બનીને રાજ મહેલોની દીવાલો ને ભીંજવતી તો ક્યારેક શબ્દો બનીને ને પોતાના આરાધ્ય દેવો ની મૂર્તિ સાથે અથડાતી ...ક્યારેક ઘૂંઘટા માં તો ક્યારેક ઓઝલ પડદા માં સચવાઈ રહી છે પરંતુ એ વેદના , એ દર્દ ક્યારેય ફરિયાદ બનીને રાજપુતાણી ના મુખ પર આવી નથી...પતિ દવારા થતી અવગણના ને પણ પતિ ની મરજી સમજી પત્ની ધર્મ નિભાવતી રાજપુતાણી એ ક્યારેય એ વેદનાના ના ભાવ પણ પ્રગટ થવા દીધા નથી...

વર્તમાન સમય માં ઘણી વાર શહેરો માં અને હવે તો ગામડા માં પણ આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે પતિ થોડી વાર ના બોલાવે તો પણ આજની આધુનિક , શિક્ષિત નારી રિસાઈ જતી હોય છે અને ક્યારેક તો પિયર પણ ચાલી જતી હોય છે એવા સમય માં પણ આપણી રાજપુતાણી હજી સુધી પોતાની એ મર્યાદા ઓળંગી નથી...મધ્યયુગ માં ઘણી વાર તો વર્ષો સુધી અને ક્યારેક આખી જિંદગી પતિ ના વિરહ માં જીવતી રાજપુતાણી ની એ પરંપરા કંઈક અંશે આજે પણ સાચવી રાખી ને આપણી રાજપુતાણી એ સમાજ ને અન્ય સમાજ ની સરખામણી માં સર્વોચ્ચ સ્થાન પર સાચવી રાખ્યા છે...નાના હતા ત્યારે વડીલો ના મોઢે સાંભળ્યું હતું કે અમારા એક કાકા એ એમના પત્ની ને લગ્ન ના 10 વર્ષ સુધી વાત સુધા નહોતી કરી છેવટે એમના તપ અને ધીરજ પૂર્વક ની તપસ્યા ના ફળ સ્વરૂપ 10 વર્ષ પછી એમને પોતાના પતિ નો પ્રેમ મળ્યો હતો...વર્તમાન સમય માં આમ નારી માટે આ ત્યાગ કલ્પના થી પણ બહાર ની વાત છે..અને એટલે જ આપણા સમાજ ની જે મર્યાદા સચવાઈ રહી છે એની પાછળ આવી કેટલીયે રાજપુતાણી ઓ ની તપસ્યા રહેલી છે..વિરહ અને વેદના ના આંસુ થી પરિપક્વ થયેલી મર્યાદારૂપી સમાજ ની દીવાલો આવતા હજારો વર્ષો સુધી અડીખમ ઉભી રહેશે...

રાજપુતાણી - 15

આજ વીર કી ધીર કી ખોટ પડી,
પડી ખોટ ઉદારન દાનીયા કી,
પ્રજાપાલ દયાળ કી ખોટ પડી,
પડી ખોટ દીસે મતવાનીયા કી,
ગીતા જ્ઞાન કી, ધ્યાન કી ખોટ પડી,
પડી ખોટ મહા રાજધાનીયા કી,
સબ ખોટ કા કારણ કાગ કહે,
પડી ખોટ વે રાજપુતાનીયા કી ..

રાજપૂત અને રાજપુતાણી ઓ પાસે થી હંમેશા વિશેષ અપેક્ષા ચારણ રાખે છે..એ ઇચ્છે છે કે રાજપૂત કે રાજપુતાણી પોતાના મૂળ ધર્મ અને સંસ્ક્રુતિ થી વિખુટા ના પડે..અને એટલે જ કદાચ જે તે સમયે રાજપૂતોના હાથ માંથી છતાં અને એમના હકો વહી ગયા પછી એમની સ્થિતિ જોઈને એક ચારણ પોતાનું દર્દ પોતાની કવિતાની છેલ્લી પંક્તિ માં વ્યક્તિ કર્યું હોય..

પણ શું ખરેખર એવું બની શકે ખરું કે આ દેશ ની રાજપુતાણી પોતાનો ધર્મ ભૂલી જાય..શુ એ પોતાના મૂળ અસ્તિત્વ ને ગુમાવી દે..પોતાના સાહસ અને સામર્થ્ય વિહીન રાજપુતાણી પોતાના અસ્તિત્વ ને ટકાવી રાખે ખરી..ના એ શક્ય નથી..સમય બદલાયો છે..છતાં અને સંપત્તિ ગુમાવ્યા છે અને એના કારણે કદાચ જીવન ને એક અલગ માર્ગે લઇ જવું પડ્યું છે એનો મતલબ એ ના કરી શકાય કે આ દેશ ની વિરાંગના પોતાના મૂળ ધર્મ ને ભૂલી જાય..ચોમાસા માં વાદળો આવી જવાથી કદાચ બે ઘડી માટે સૂર્ય નો પ્રકાશ ધરતી પર ઓછો જરૂર થઈ જાય પરંતુ એ વાદળો ની પેલે પાર તો સૂર્ય ની ઉષ્ણતા એના મૂળ સ્વરૂપે જ રહે છે..સમય રૂપી વાદળ કદાચ કાબા ની સામે અર્જુન ના ધનુષ્ય બાણ જરૂર છોડાવી શકે છે પરંતુ કુરુક્ષેત્રમાં એ જ ગાંડીવ ના રણકારે ધરતી પણ ધ્રુજાવે છે..વર્તમાન સમય પોતાના નવા નવા ખેલ ખેલી રહ્યો છે અને એના અમંગળ પડછાયા એ કદાચ રાજપુતાણી ના જીવન પર પણ પોતાની પકડ જમાવી છે છતાં પણ ક્યારેક વાદળો ના આ અમંગળ ઓછાયા ની પેલી પાર રાજપુતાણી નું એ જ રૂપ જોવા મળશે જે રૂપ યુદ્ધ માં જતા ચૂંડાવત ને માથું ઉતારી આપનાર હાડી રાણી નું હતું...એ જ વિકરાળ રૂપ જોવા મળશે જે રૂપ અગ્નિ કુંડ માં અર્પિત થતી વખતે પદ્મિની નું હતું..ચોરી ના ચોથા ફેરે રણભૂમિ માં મોકલનાર એ નવોઢા દેખાશે..

છતાં પણ વર્તમાન અને મધ્યયુગીન સમય ની રાજપુતાણી માં થોડું અંતર તો આવ્યું છે જરૂર કારણ કે વર્તમાન સમય માં ઘર, પુત્રી કે પુત્ર કે ઘરના અન્ય સભ્યો ની જવાબદારી ની સાથે વ્યવહારિક જવાબદારી નિભાવવા રાત દિવસ ની દોડધામ માંથી રાજપૂત પણ બાકાત નથી અને એનો પડછાયો બનીને રાજપુતાણી ઘરની જવાબદારી નિભાવે છે એટલે થોડુંક અંતર જરૂર આવી ગયું છે..મને કોઈ પૂછે કે આ બન્ને સમય ની રાજપુતાણી માં કેટલું અંતર આવી ગયું છે તો હું એને એક દાખલો આપી સમજવું કે ..

ગામડું ગામ હોય , શહેર ની કોઈ શેરી કે સોસાયટી હોય અને એમાં રાજપૂત નું એક ઘર હોય..પત્ની અને પોતાના બે સંતાનો સાથે મજૂરી કરીને નિર્વાહ ચલાવતો હોય અને ઘર ની જગદંબા રાજપૂત ની જે કમાણી હોય એમ જ સંતોષ માની આખા ઘર ને ખુશ રાખતી હોય..હવે આવા ફળીયા કે શેરી માં અન્ય લોકો ભી રહેતા હોય અને મજૂર વર્ગ હોય એટલે દારૂડિયા ભી હોય.. સાંજ નો સમય થાય , રાજપૂત કામ પરથી ઘરે આવી ને બરાબર જમવા બેઠા હોય અને રાજપુતાણી બાજુ માં બેસીને રોટલા બનાવતી હોય એવા સમયે શેરી નો કોઈ દારૂડિયો દારૂ પીને નીકળે અને શેરી ની વચ્ચે ઉભા ઉભા ગાળો બોલતો હોય એટલે ખાવા બેઠેલા રાજપૂત થી ના રહેવાય પણ જેવો ઉભો થવા જાય એટલે રાજપુતાણી હાથ આડો કરીને એને રોકી રાખે અને સમજવે કે દારૂડિયો છે જાવા દ્યો આપણે ક્યાં એના જેવા થવું..દારૂડિયો જતો રહે અને રાજપૂત જમીને સુઈ જાય...બીજો દિવસ થાય અને બરાબર એ જ સમયે ફરી પેલો દારૂડિયો ગાળો બોલવાનું ચાલુ કરે અને આ બાજુ રાજપૂત ઉભો થવા જાય એટલે વળી રાજપુતાણી હાથ આડો કરીને રોકી રાખે અને કહે કે સવાર માં એ દારૂડિયા ના ભાઈ કે કોઈને કહેજો..બીજા દિવસે રાજપૂત કામ થી વહેલો આવીને દારૂડિયા ના ઘરવાળા ને ઠપકો આપે..સાંજે વળી પાછો એ જ સમય થાય અને દારૂડિયો ગાળો બોલવા લગે એટલે દોસ્ત અમારો રાજપૂત ઉભો થાય એ પહેલાં અમારી જગદંબા ઉભી થઇ ઘરના ખૂણા માંથી લાકડી લાવીને રાજપૂત ને આપી ને એટલુ જ કહે કે હવે મારુ અને છોકરાઓ નું જે થવું હોય તે થાય પણ આના હાથ પગ ભાગી નાખો...

બસ આટલું પરિવર્તન આવ્યું છે અમારી રાજપુતાણી માં..બે સ્ટેપ વચમાં આવી ગયા છે કારણ કે પહેલા ધીંગાના નો ઢોલ વાગે એટલે તરત રાજપુતાણી તલવાર આપી પતિ પુત્ર પિતા કે ભાઈ ને યુદ્ધ માં મોકલતી આજે વચ્ચે ના બે સ્ટેપ આવી ગયા છે બાકી આજે પણ અમારી જગદંબા નું રૂપ માહિસાસુર ને મારવા જેવું રૂપ શક્તિ એ ધારણ કર્યુ હતું એવું જ છે..ભાભર માં અમારા માસા નું મર્ડર થઈ ગયા પછી ગામ ભેગું થઈને મર્ડર કરનારાઓ ને ગામ બહાર કાઢી મુકેલા.એમા એક દિવસ કોઈએ અમારા માસી ને જાણ કરી કે જે ભાઈ એ મર્ડર કર્યું હતું એ ભાભર બજાર માં ફરતો હતો...સાંજે એમનો દીકરો ઘરે આવ્યો અને એમની માં વિશે પૂછ્યું તો એમના પત્ની એ કહ્યું કે માં એ આખા દિવસ નું ખાધું નથી ને ઘર માં અંધારા માં બેઠા છે...ભાઈ અમારા માસી જોડે ગયા અને કારણ પૂછ્યું તો લાલઘૂમ આંખો કરીને કહ્યું કે આજે મને લાગે છે કે હું વાંઝણી છું..મારુ કોઈને ધ્યાન નથી..ફરી એમના દીકરા એ પૂછયું કે થયું છે છું..ત્યારે ગુસ્સાથી એટલું જ કહ્યું કે મારા પતિ નો મારનાર ભાભર ની બજાર માં ફરતો હોય અને મારા છોકરા દારૂ પી ને ફરે એના કરતાં તો છોકરા ના હોય એ સારું ..માતાના આટલા વેણ પૂરતા હતા એક રાજપૂત માટે...

સમય ની સાથે ઘર, કુટુંબ અને સમાજ ને સાચવવાની સાથે સમય આવે ચંડી બનીને પોતાની ઓળખ સાચવી રાખનારી આજની આપણી જગદંબાઓ ને હજારો વંદન..

રાજપુતાણી – 16

દરેક સમાજ ના અલગ અલગ રિવાજ અને પરંપરા હોય છે અને લગભગ થોડા ઘણા ફેરફારો સાથે આવા રિવાજો અને પરંપરા વર્તમાન સમય માં પણ પ્રચલિત છે..દરેક સમાજ માં થતા લગ્ન ન રિવાજો અને પરંપરા અલગ અલગ હોય છે અને દરેક સમાજ એ પરંપરા ઓ ને વળગી રહે છે પરંતું ઘણી વખત કેટલાય ને ખબર નથી હોતી અમુક રિવાજો અને પરંપરા પાછળ નો હેતુ અથવા એ પરંપરા ને જન્મ થવા પાછળ ના કારણો..ઘણા રિવાજો અને પરંપરા સમાજ ને એક સૂત્રતા માં બાંધી રાખવા માટે હોય છે તો કેટલાક રિવાજો પાછળ ફક્ત હોય છે તો ત્યાગ અને સમર્પણ..

વર્તમાન સમય માં જેની કલ્પના પણ અશક્ય છે ખાસ કરીને રાજપૂત સિવાય ના સમાજ માટે એવા ત્યાગ અને સમર્પણ માંથી જ જન્મે છે કેટલીક પરમ્પરા અને એ પરંપરા સમાજ માટે ગૌરવરૂપ હોય છે...મોટા ભાગના સમાજ માં લગ્ન પહેલા છોકરો અને છોકરી એક બીજાને મળી પસંદ કરતાં હોય છે અને વર્તમાન સમય માં તો મળ્યા પછી પણ એકબીજાને સમજવા માટે નો સમય રાખી પછી જ લગ્ન થતા હોય છે ..પરંતુ કોઈ દીકરીને કોઈપણ સમયે એવું કહેવામાં આવે કે એના લગ્ન જેની સાથે થવાના છે એ પોતે એને પરણવા નહીં આવે એટલું જ નહીં પરંતું એ જેના નામ નું પાનેતર ઓઢી, મંગળસૂત્ર પહેરી સાસરી માં આવે છે એની સાથે એની મુલાકાત પણ થશે કે નહીં અથવા એવું પણ બને કે જેની પત્ની બનીને સાસરી માં આવી છે એને મળ્યા પહેલા જ વિધવા પણ બની શકે છે અને કદાચ ત્યજાય પણ શકે છે અને આ બધું જાણવા છતાં પણ ચહેરા પર ઉદાસી કે કોઈ ગમગીની વગર માં બાપ ની આજ્ઞા પાળી તલવાર સાથે મંગલફેરા ફરી સાસરી માં હાલી નીકળે એ રાજપુતાણી...

હા અહીં વાત છે રાજપૂતો માં કેટલાક વિસ્તાર માં વર્તમાન માં પ્રચલિત અને એક સમયે સમગ્ર ભારત ના રાજપૂતો માં પ્રચલિત એવી લગ્ન ની ખાંડું કે વેલ પ્રથા ની...વર્તમાન સમય માં આ પરંપરા ગુજરાત માં સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે એના સિવાય ના લગભગ વિસ્તાર માં આ પ્રથા નહિવત પ્રમાણ માં ચાલુ છે...લગન ની આ પ્રથા કદાચ મધ્યયુગ ના સમય થી અસ્તિત્વ માં આવી હશે..કારણ કે મધ્યયુગ ના 1000 વર્ષ દરમિયાન રાજપૂતો સતત યુદ્ધ કરતા રહ્યા છે અને સમય એવો હતો કે એક બાજુ લગન નક્કી થયા હોય અને બીજી બાજુ દુશ્મનો રાજ્ય ની સરહદ પર આવી ગયા હોય એ સમયે રાજપુત લગન મંડપ માં જવાના બદલે રણ મેદાન માં જવાનું પસંદ કરતો અને બીજી બાજુ એના નામ થી તલવાર ને મોકલવામાં આવતી અને આ દેશ ની રાજપુતાણી હસતા મુખે એ તલવાર સાથે સાસરી માં આવી જતી...અને એટલે જ આ પ્રથા માં રાજપુતાણી ના મહાન ત્યાગ ના દર્શન થાય છે એમ કહી શકાય કે રાજપુતાણી માં ત્યાગ અને વ્યક્તિગત સુખો ના સમર્પણ ના કારણે જ આ પ્રથા અસ્તિત્વ ટકાવી શકી...ઘણીવાર એવું બનતું કે આ બાજુ લગન કરીને રાજપુતાણી સાસરી માં આવતી અને બીજી બાજુ રણ મેદાન માં રાજપૂત ની શહાદત ...પરંતુ વ્યક્તિગત સુખો કરતા પણ જેના માં માતૃભૂમિ માટે ત્યાગ ની ભાવના પ્રબળ હતી એવી રાજપુતાણી હસતા મુખે પતિ ની પાછળ સતી થઈ પોતાનો પત્ની ધર્મ નિભાવતી... લગન ની પહેલી રાતે કે લગન ના થોડા દિવસો પછી પોતાના સાંસારિક સુખો નું બલિદાન આપી પોતાના પતિ ને રણ મેદાન માં મૂકતી રાજપુતાણી ના કારણે જ કદાચ આ દેશ નો ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહી છે...

રાજપુતાણી - 17

#રૂપકુંવરબા શેખાવત

1969 માં જન્મેલા રૂપકુંવરબા રાઠોડ નાનપણ થી ભક્તિમય બની ગયેલા ..દિવસ માં ચાર પાંચ કલાક ની પૂજા પ્રાર્થના એમનો રોજ નો નિયમ બની ગયેલો...સતી માતા અને પદ્મિની ના પાઠ નાનપણ થી શીખેલા રૂપકુંવરબા માટે એ જ એમના આદર્શ હતા...રાજપુતાણી પરંપરા અને સંસ્કાર એમના જીવન માં વણાયેલા હતા..

18 વર્ષ ની ઉંમરે સિકર જિલ્લા ના દેઓરાલા ગામ માં માલસિંહ શેખવાત સાથે લગ્ન ગ્રંથિ થી જોડાઈને સાસરા માં આવ્યા ત્યારે પણ એમના રોજ ના પ્રાર્થના પૂજા કરવાના નિયમ સાથે વળગી રહેલા અને ઘર માં એક ધાર્મિક અને સંસ્કારી વાતાવરણ ઉભું કરી દીધું..સાસરા માં વહું તરીકે ની ફરજો પુરી કરવાની સાથે એમને પોતાના ધાર્મિક વર્તન ને સાચવી રાખ્યો હતો..પતિ અને પરિવાર સાથે સુખમય જીવન પસાર કરનારી આ રાજપુતાણી ના નસીબ માં તો કંઈક અલગ જ લેખ લખાયેલા હતા અને દુઃખ ની શરૂઆત થઈ માલસિંહ ની બીમારી થી... પરંતુ ટૂંકી બીમારી માં જ 4 સપ્ટેમ્બર 1987 ના રોજ માલસિંહ નું અવસાન થયું ત્યારે પરિવાર ની માથે દુઃખ ના ડુંગર તૂટી પડ્યા હતા..એકબાજુ પરિવાર અને સગા સંબંધી રોકકળ કરતા હતા ત્યારે રૂપકુંવરબા પૂજા પાઠ માં વ્યસ્ત હતા અને સ્વાભાવિક મુખ મુદ્રા માં બેઠા હતા ત્યારે ઘણા એ વિચારી લીધું કે આટલી નાની ઉમર માં પતિ ના મૃત્યુ ના આઘાત ના કારણે એ ભાન ગુમાવી બેઠા છે....સમય પસાર થતો ગયો અને થોડાજ કલાકો પછી જે બન્યું તે અવરણનીય હતું..આજુબાજુ ના ગામો માંથી હજારો લોકો દેઉરાલા ગામ માં આવવા લાગ્યા...

કહેવાય છે કે ઇતિહાસ ખુદ નું પુનરાવર્તન કરે છે ...આજે આપણે ઇતિહાસ ની રક્ષા કરવા માટે ચિંતિત છીએ પરંતુ સમય સમયે ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરી ખુદ ની રક્ષા કરે છે અને આજે દેઉરાલા ગામ માં ઇતિહાસે પોતાની કરવટો બદલી હતી અને ઇતિહાસ ની એ બદલાતી કરવટો એ એ ગામ ને હજારો લોકો થી ભરી દીધું હતું...વાત એમ બની હતી કે પૂજા પાઠ માંથી પરવારી રૂપકુંવરબા એ પરિવાર અને સગા સંબંધીઓ સામે પોતે પિતાના પતિ સાથે સતી થશે એવી જાહેરાત કરી હતી અને જોત જોતામાં આ સમાચાર પ્રસરતા લોકો આ ઐતિહાસિક ક્ષણ ના સાક્ષી બનવા અને ઇતિહાસ ના પુનરાવર્તન માં સહભાગી થવા માટે ગામ માં જમા થયા હતા...રૂપકુંવરબા ના આ નિર્ણય પછી પહેલા પરિવાર અને સગાઓ એ સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે પછી ગામ ના વડીલોએ પરંતુ રાજપુતાણી પોતાના એ નિર્ણય પર મક્કમ હતી અને એ આજે ઇતિહાસ ને જાગૃત કરવાનો નિર્ણય લઈ ચુકી હતી..સત્ય ના પારખાં કરી છેવટે વડીલોએ એમના નિર્ણય ને વધાવી લીધો અને હજારો લોકો ની હાજરી માં મારા અને તમારા જન્મ પછી 20 મી સદી માં આઝાદ ભારત માં 4 સપ્ટેમ્બર 1987 ના રોજ પોતાના પતિ સાથે સતી થઈ રૂપકુંવરબા એ વિશ્વ ને રાજપુતાણી ની ઓળખાણ કરાવી દીધી..

ઘટનાની જાણ સરકાર અને ન્યૂઝ એજન્સીઓ અને નારીવાદી સંગઠનો ને થઈ ત્યારે સમગ્ર વિશ્વ ચકિત બની ગયું...પરિવાર અને કેટલાક હાજર લોકો વિરુદ્ધ હત્યા નો કેસ થયો અને આઝાદ ભારત ની ન્યાયવ્યવસ્થા પ્રમાણે એને હત્યા ગણી સતી પ્રથા ને ગ્લોરીફાય કરવા પર અને ત્યાર પછી ના કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો ત્યારે હાજરી ક્ષત્રિયો તલવાર લઈ રસ્તા પર આવ્યા અને બધા કાર્યક્રમ કર્યા...કેટલીક સંસ્થાઓ એ જે રિપોર્ટ આપ્યા એમાં જેમને જુબાની અને તર્ક આપ્યા હતા એ સરકાર અને ન્યાયવ્યવસ્થા માટે પડકારરૂપ હતા અને એક રાજપુતાણી ના ત્યાગ ને સમજવા માટે પૂરતા હતા...ગામ ની વિધવા મહિલાઓ નો મત હતો કે રૂપકુંવરબા એક શિક્ષિત પરિવાર માંથી આવતા હતા એટલે એમની સાથે કોઈ જબરજસ્તી થી સતી થવાનો પ્રસ્તાવ રાખી શકે એ શક્ય નહોતું એના સિવાય એ જ ગામ માં અનેક રાજપૂત વિધવા મહિલાઓ રહેતી હતી જે સતી નહોતી થઈ મતલબ કે દરેક મહિલા સતી થઈ શકે નહીં જેનામાં સતી નો અંશ હોય એ જ સતી થવા નું સામર્થ્ય રાખે છે જો જબરજસ્તી કરવામાં આવતી હોત તો ગામ માં બીજી રાજપુતાણી ઓ સાથે પણ થવી જોઈતી હતી પરંતુ એવું ક્યારેય બન્યું નહોતું...

કોર્ટ માં એક ખંડેલવાલ કે ને રાજપૂત નથી એ બહેને પોતાના બયાન માં જણાવ્યું કે જ્યારે ચિતા પર આગ લાગી હતી ત્યારે રૂપકુંવરબા ના ચહેરા પર દર્દ કે ડર ના કોઈ ભાવ નહોતા અને સમગ્ર શરીર અગ્નિ માં ભળી ગયું છતાં દર્દ નો ઉહકારો પણ કર્યો નહોતો...

સરકાર કે નોન રાજપૂતો ના મતે જે હોય તે પણ એક રાજપૂત તરીકે સમાજ રાજપુતાણી ની સહનશીલતા અને એના સામર્થ્ય ને સારી રીતે સમજે છે અને રાજપુતાણી એ કરેલો આ ત્યાગ વિશ્વ ને રાજપુતાણી ની પોતાની ઓળખાણ થી પરિચિત કરાવવા માટે અને ઇતિહાસ ને જાગૃત કરવા માટે હંમેશા પૂજનીય રહેશે...


Top of Form