બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 4 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 4

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(4)

હાય! કોફી? નાહ..નાહ.. આ અંધાધુંધ વાળો ડાયલોગ નથી. આ ડાયલોગ મેં ખરેખર માર્યો છે. હા, હું મેઘના સાથે કોફી પર આવ્યો છું. બરહાલ વેકેશન ચાલી રહ્યો છે. શોપ કા નામ હૈ લવર્સ કેફે. નામ સાંભળીને જ મનમાં લાડવાઓ ફૂટવા લાગે. આ કેફેનું પણ ઈતિહાસ છે. આ કેફેનું નામ દશ વર્ષ પહેલા મિલન કેફે હતું. પરંતુ, આ કેફેના કારણે કેટલાય પ્રેમીઓ મળ્યા હોવાથી એનું નામ પડ્યું લવર્સ કેફે. ખરેખર આ શોપમાં આવીને સ્વર્ગ વાળી ફિલિંગ આવી રહી હતી. કદાચ, વાદળોની હું ટોચ પર ઉભો હતો. એ પણ મેઘના સાથે. મેઘના કોઈ પરી છે. એ હવામાં આમતેમ ઉડી રહી છે. તેણે બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે. હા! બધી જ પરીઓ વાઈટ ક્લોથ્સ જ પહેરે એવું જરૂરી નથી. સો કહા થા મૈં?

"હેય! ક્યાં ખોવાઈ ગયો?" મેઘના એ કહ્યું.

"કંઈ નહીં રિઝલ્ટની ચિંતા. શું થશે? પાસ થશું કે નહીં? પાસ થઈશ તોહ, શું કરીશ? બસ, આ બધું વિચારતો હતો." મેં કહ્યું.

"ઓહ! એક વાત કહું યશ? ફોકટનો જ્ઞાન આપું છું. તું લઈ જ લે. આપણું પરિણામ નક્કી નથી કરતું કે, આપણે સફળ છીએ કે નહીં. આપણી મહેનત નક્કી કરે છે. સો ડોન્ટ વરી શાંતી રાખ. એન્ડ કોફીડેટ પર આવા વિચારો ન કર."

સાલું ક્યારેક મારી પર જ મને તરશ આવે. કોઈ જ નહીં? આવું કેમ? આ પણ? મેઘના પણ આવી જ છે? બે આ લાઈનો પણ ટપાવેલી છે બોલો. આ હિન્દી ફિલ્મની લાઈન્સ છે. અજીબ બાત હૈ નહીં? મારી લાઈફના બધા જ વ્યક્તિઓ ચોર છે. હા! લાઈન્સ ચોર. જે બીજાની લાઈન્સ ચોરાવી લેછે. ચલો, છોડોના ક્યાં ફર્ક પડતાં હૈ? આટલુંય જ્ઞાન છે તોહ ખરું ને. ખરેખર આજ મેં એને અહીં એંગેજમેંટ નો પ્રસ્થાવ રાખવા માટે બોલાવેલી. હા! પ્રેમ તોહ, હતો જ. બંને તરફથી અઢળક પ્રેમ હતો. પરંતુ, જીવનભર સાથ આપવાની જ્યાં સુંધી વાત છે. તોહ, આ બાબતમાં મોટા-મોટા પ્રેમીઓ પણ ગોથાઓ ખાઈ જાય છે. ખરેખર અમે, જીવનભર સાથ રહી શકીશું ખરા? આ પ્રેમ હું એને પંચાણુંની ઉંમરમાં આપી શકીશ ખરો? અને માની પણ લઉં કે, હું આપીશ પરંતુ એ માનશે ખરી? અરે, શાંત.. શાંત.. ભાઈ બંદી મહામહેનતે રાઝી હુઈ હૈ. એન્ડ તું સાવ આવા બોગસ વિચારો કરે છે? હું મારી જાત સાથે વાતચીત કરી રહ્યો હતો. અને મેઘના મારી સામે બેઠી હતી. મારી સામું જ જોઈ રહી હતી. આ વાતની મને ત્યારે જાણ થઈ જયારે, એણે મારી પર પાણીની બુંદોનો છંટકાવ કર્યો.

"ક્યાં ખોવાઈ ગયો યશ? અહીં ઉપસ્થિત તોહ, છો ને? કે પછી બીજેજ ક્યાંક રમી રહ્યો છે? તારું મન! તારું મન રમી રહ્યું છે એમ. વાત કર કશુંક. કે પછી, અહીં બેસવા માટે જ આવ્યો છે? તને પરિણામની ચિંતા તોહ, નથી જ. વાત કોઈ બીજીજ છે. શું વાત છે? મને તું કહી શકે છે. મારી સાથે તોહ, એટલીસ્ટ શેર કર. હું તારી પ્રિયતમા છું." છેલ્લાં વાક્ય બાદ, એ હસી હતી. અને હું પણ.

"કંઈ જ નહીં મેઘના.બસ, એંગેજમેંટ વિષે વિચાર કરી રહ્યો હતો. તું માનીશ કે, નહીં? આપણે જીવનભર સાથે રહી શકીશું ખરા? લગ્ન બાદ, પ્રેમ એટલો જ રહેશે? પ્રેમ ઓછો નહીં થઈ જાય ને? હું આજે તારી સાથે અહીં એંગેજમેંટ અંગે વાત કરવાનો હતો. ક્યારનોય આ વિષે જ વિચાર કરી રહ્યો હતો. અને જો!તેજ સામે પ્રશ્ન તાગી દીધો."

"અરે, બાબા! આટલા પ્રશ્નો? અરે, જાન! જ્યાં પ્રેમ હોય ને ત્યાં પ્રશ્નો ના હોય. અને પ્રશ્નો હોયને એ પ્રેમના હોય. તું મને પ્રેમ નથી કરતો? મારાથી પણ વધારે કરે છે. અને આ વાત હું જાણું છું. ટેન્શન શા માટે લે છે? જીવનમાં ધાર્યું થાય એ જરૂરી નથી. સો, ટેન્શન ના લે. એન્ડ કોફી પી. કોફી કોલ્ડ છે. છતાંય ઠંડી થઈ રહી છે." એણે ફરી એક વાહીયાત જોક માર્યો

"થેંક્યું મેઘના. તું ના હોત તોહ, કદાચ આ મારા પ્રશ્નો મને મનોમન દાબી જ નાખવાના હતા. હવે, હું ચિંતા મુક્ત થઈ ગયો છું. શું મારી સાથે જીવન વિતાવવા તૈયાર છો?" મેં અંગૂઠી આપતા કહ્યું.

"યશ. તારી સાથે સાત જન્મો વિતાવવા તૈયાર છું. યેસ."

યેસ સી સેઈડ.એણે હા પાડી હતી. હું આનંદથી ઉછળી પડ્યો હતો. આખરે એજ મારી જિંદગી હતી. મારી પ્રિયતમા હતી એ. એંગેજમેંટની જલ્દી નહોતી. આખરે અમે અઢારનાય નહોતા. પરંતુ, અંદર આનંદ તોહ, હોય જ ને? આખરે હું એની સાથે મારું જીવન વિતાવવાનો હતો. ખૈર, અમે જીવી રહ્યા હતા. હા, અમારા એકમેકના પ્રેમને જીવી રહ્યા હતા. મને એની આંખો ખુબજ ગમતી. સાચું કહું તોહ, એની સુંદરતાથી વધારે મને એની આંખોની સુંદરતા પર ચાહત હતી. એ જયારે હસ્તી ત્યારે મિસ વર્લ્ડ પણ એની સામે મને ફિક્કી લાગતી. પરંતુ, છતાંય એના રૂપ કે રંગનો હું દિવાનો નહોતો. મેં એનું હૃદય પારખ્યું હતું. અને એના હૃદયનો જ હું ચાહક હતો. અને ખરેખર તોહ, એ જ્યોતીના બાબતમાં પણ હવે થોડી નરમ થઈ હતી. મને નહોતી ખબર મેઘના આટલી બદલી જશે. અને એના આ બદલાવનું કારણ હું હતો. જ્યોતી ટ્રીટમેન્ટને કોઈ ખાસ રિસ્પોન્ડ નહોતી કરી રહી. એની ટ્રીટમેન્ટ ડોક્ટર ઘરે જ કરી રહ્યા હતા. કારણ કે, એમના પણ વિચારો મારી જેવા જ હતા. તેઓ માનતા હતા કે, જ્યોતી પોતાનાઓ વરચે, યાદો વરચે, લાગણીઓ વરચે રહેશે તોહ સારો રિસ્પોન્સ આપશે. પરંતુ, એક રાત્રે જ્યારે મેં લાગણીઓના કારણે તેને જંજીરોથી આઝાદ કરી... એ ભાગી નીકળી. હું આ વાતથી અજાણ દેવેન્દ્ર સાથે હતો. ત્યારેજ કોઈ છોકરા સાથે મારા દાદાએ આ સમાચાર મોકલાવ્યા. આ મારી બેપરવાહીનું પરિણામ હતું. ખરેખર મને મારી પર જ ગુસ્સો આવી રહ્યો હતો. ક્યાં ગઈ જ્યોતી? ક્યાં શોધીશ? મળશે? ગામ છોડીને જતી નથી રહી ને? ગામ આખામાં અમે, શોધખોળ કરી. પરતું, જ્યોતી ક્યાંય ન મળી.

"અરે, ક્યાં ગઈ હશે આ? ભાગીને ગામ બહાર તોહ, નથી ચાલી ગઈ ને?" મેં કહ્યું.

"આપણે બધી જ જગ્યાએ શોધ્યું.પરંતુ, એ ક્યાંય નથી. મારું માનવું છે એ ગામની બહાર જ નીકળી ગઈ છે." દેવેન્દ્રએ કહ્યું.

"નાહ! આપણે એક જગ્યાએ તપાસ નથી કરી. એ ગટર પાસે. કદાચ, એ ત્યાં જ હશે." મેં કહ્યું.

અમે, જ્યોતીને શોધવા માટે એજ જગ્યાએ ગયા. જ્યાં, એ મને પહેલીવાર આ હાલતમાં દેખાઈ હતી. અને હું સાચો હતો. જ્યોતી ત્યાં જ હતી. પરંતુ, આ વારંવાર અહીં કેમ આવી રહી હતી? મનમાં આ પ્રશ્ન વારંવાર રમી રહ્યો હતો.

"અરે, આ જગ્યાએ એવું શું છે? આ વારંવાર અહીં કેમ આવી રહી છે?" મેં પ્રશ્ન કર્યો.

"યશ! અહીં જ એનું ઘર હતું. અહીં જ તેના પરિવાર સાથે એ ઘટના ઘટી હતી. કદાચ, એટલે જ એ અહીં આવ્યા કરે છે." દેવેન્દ્રએ કહ્યું.

આ સાંભળી હું ચોંકી ગયો. શું જ્યોતી ખરેખર એ નહોતી જે હું સમજતો હતો? અર્થાત એ પાગલ હોવા છતાં લાગણીસભર હતી? અર્થાત હજુય તેનામાં લાગણીઓ હતી? હું એવું નથી કહેતો કે, તેમનામાં લાગણીઓ નથી હોતી. પરંતુ, જ્યોતીનો આ વ્યવહાર કદાચ, આનંદ અપાવે તેવો હતો. કારણ કે, એટલીસ્ટ તેને પરિવાર પ્રત્યે લાગણીઓ તોહ હતી. પરંતુ, શું તે પહેલાં જેવી થઈ જવાની છે?શું તે આ ટ્રીટમેન્ટને રિસ્પોન્સ આપવાની છે? આવા કેટલાય પ્રશ્નો હતા મારા મનમાં. પરંતુ, જ્યોતીનીં હેલ્થ મહત્વપૂર્ણ હતી. હું તેને મારા ઘેર લઈ ગયો. તેને ફરી જંજીરોથી બાંધી મૂકી. અને આવું કરવું મને નહોતું ગમતું. પરંતુ, શું કરીએ? જ્યોતીની મદદ માટે આ બધું કરવું પડતું. ડોકટરને બોલાવ્યા. એમણે દવાઓ આપી. જ્યોતી ફરી શાંત થઈ ગઈ હતી. ડોક્ટરએ રજા લીધી. હવે, હું પણ રજા લઈશ. ચલો, આતે હૈ.

એક વર્ષ થયો અમારા પ્રેમને. આજે વેલેન્ટાઈન્સ ડે છે. હું મેઘનાને સરપ્રાઈઝ આપવાનો છું. ઓગણીસની ઉંમરમાં તેની સરપ્રાઈઝ એંગેજમેંટ થવાની હતી. હા, એ મારા સાથે જીવન વિતાવવા તૈયાર જ હતી. તોહ, બે વર્ષ એંગેજમેંટને આપવા કરતા અત્યારે જ આ દિવસને યાદગાર બનાવી દઉં. એવો મારો વિચાર હતો. ટુ...ટુ... ટુ.. ફોનની ઘંટણી વાગી રહી હતી. સામે મેઘનાનો અવાજ આવ્યો.

"હલ્લો. યશ. હલ્લો....હલ્લો..યશ!હલ્લો... યશ કંઈ બોલતો કેમ નથી? યશ?"

એ જાણતી હતી કે, મારા સિવાય કોઈ જ અન્ય વ્યક્તિ ફોન કરે નહીં. કારણ કે, આ નંબર મારા સિવાય કોઈ પાસે નહોતો. એ સમયે અમારી પાસે અમારા પર્સનલ મોબાઈલ ફોન્સ નહોતા. ઘેર-ઘેર લેન્ડલાઇન્સ હતી. હા, શહેરમાં બધાંય પાસે ફોન્સ હતા. અને આ ગામ થોડું જૂનું હતું. અહીં લોકો જુનવણી વાળું જીવન જીવવું પસંદ કરતાં. શહેરમાં તોહ, ઠેરઠેર સ્માર્ટ ફોન્સ આવી ચુક્યા હતા. દરેક બાળક પાસે આજે સ્માર્ટફોન્સ હતા. મારા પિતા પણ મને સ્માર્ટફોન અપાવવા માંગતા હતા. પરંતુ, મેજ તેમને ના પાડેલી. હું આ જમાનામાં પણ પુસ્તકોનો જ શૌકીન હતો. પુસ્તકો જ મારું પહેલું પ્રેમ હતી. હું આખો દિવસ લાઈબ્રેરીમાં વિતાવતો. હા, આ ગામમાં પણ લાઈબ્રેરી તોહ હતીજ. મારા આગ્રહથી જ આ લાઈબ્રેરી બાંધવામાં આવી હતી. પરંતુ, ગામમાં પાંચ કે છ યુવાનો સિવાય કોઈને પણ પુસ્તકો વાંચવામાં રશ નહોતો. અને એમાંય વધારે માત્રામાં અહીં વૃદ્ધો જ આવતા હોવાથી તેઓ, અહીં આવવાનું ટાળતા. એમાંનો એક યુવાન શંકર! શંકર મારો સારો એવો મિત્ર બની ગયેલો. તેને પણ મારી જેમ, પુસ્તકોમાં રશ હતો. અમે, કેટલીક પુસ્તકો અંગે વાતચીત કરતા. અમે, દિવસના આઠ કે નવ કલાક અહીં જ વિતાવતા. આ લાઇબ્રેરીમાં આવવાની કોઈ ટાઈમ લિમિટ નહોતી. તમે, રાત્રે બે વાગ્યે પણ અહીં પુસ્તકો વાંચવા આવી શકો. શંકર તેની ડાયરીમા નોવેલ લખી રહ્યો હતો. અને એ નોવેલ સારી હશે તોહ, કદાચ તેને છાપવામાં હું તેની મદદ કરીશ એવો વાયદો મેં કર્યો હતો. પરંતુ, અત્યારે શંકર વિષે નહીં પરંતુ, સ્માર્ટફોન વિષે વાત કરીશ. તોહ, સ્માર્ટફોન વાળા ટોપીક પર ફરી થોડું ધ્યાન આપું. ગામડામાં કેટલાક લોકો પાસે હતો એ સ્માર્ટફોન. પરંતુ, તેમની સંખ્યા ના બરાબર હતી. બધી જ રીતે આ ગામ આગળ હતું. પરંતુ, વૃદ્ધોના આશીર્વાદથી અહીં સ્માર્ટફોન નામક પ્લાસ્ટીકનું કચકડું નહોતું આવ્યું. તેઓ, માનતાં કે આ કચકડું માનવ જાતને આગળ નહીં પાછળ લઈ જઈ રહયું છે. અર્થાત વિકાશ નહીં વિનાશ કરી રહ્યું છે. અરે, હું ફરી ભટકી ગયો. ચલો, વાર્તામાં પરત ફરીએ. તોહ, હું ક્યાં હતો?હા! મેઘના ફોન પર હતી.

"મેઘના(મેં ઝીણાં અવાજે કહ્યું) તું અહીં જલ્દી... તું જલ્દી આવી જા અહીં.. મારા ઘરે છું. જલ્દી આવ.." મેં ફોન મૂકી દીધો.

"હલ્લો...હલ્લો.. યશ. સાંભળ."

ફોન કપાઈ ગયો હતો. મેઘના ચિંતામાં પડી ગઈ. એના મનમાં કેટલાય વિચારો આવી રહ્યા હતા. યશ ને કંઈ થયું તોહ નહીં હોય ને? તેના અવાજ પરથી તોહ, એવું જ લાગી રહ્યું હતું. નક્કી તેને કંઈક થયું છે. મેઘના દોડીને યશના ઘર તરફ વળી ગઈ. અંદર જઈ અને જોયું તોહ, યશ અંદર ફ્લોર પર નીચે પડ્યો હતો. તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. ચારેતરફ અંધારું હતું. બધી જ દિવાલો પર કાળા પરદાઓ લગાવેલા હતા. મેઘના રડવા લાગી.

"યશ...યશ....ઉઠ...યશ...આ શું થઈ ગયું યશ? પ્લીઝ યશ... તને મારી કસમ છે યશ... યશ... તું નહીં રહે તોહ, હું પણ નહીં રહું યશ...." આટલું બોલી તેણે રડવાનું કન્ટીન્યુ કર્યું. અને ત્યારે જ યશ બેઠો થઈ અને હસવા લાગ્યો.

"હા... હા.... હા... હા... હા.. મેઘના...તને રડતા પણ નથી આવડતું.હા.... હા... હા..."

મેઘના સ્તબ્ધ બની બેસી રહી. મેઘનાને શું થયું? એ વિષે કંઈજ જાણકારી નહોતી. તે લગાતાર યશ સામું જ જોઈ રહી. એકધાર્યુ.

"મેઘના. આઈ એમ સોરી. આઈ એમ સોરી! આ એક મજાક હતો.-"

આ સાંભળીને મેઘનાનો ગુસ્સો વધ્યો. તેણે જમીન પર ખુદનો હાથ પટક્યો. અને હાથમાંથી લોહી વહેવા લાગ્યું.

"યશ.આવા મજાક ન હોય. બીજીવાર આવું નહીં કરતો. પ્રેમનો પારખો લેતો હતો? તારી માટે આ બધું એટરટેઈનમેન્ટ હશે. પરંતુ, આમ? આવા મજાક નહીં કરજે યશ. મને ડરાવી દીધી."

"તારા હાથમાંથી લોહી વહી રહ્યું છે. મેઘના સોરી. આ પટ્ટી બાંધી દઉં તને. અને, વન્સઅગેઈન સોરી બસ. હવે, નહીં કરું. હવે, નહીં કરું મેઘનાજી." આ વાક્ય બાદ, તેના ચેહરા પર હાસ્ય વેરાઈ ગયું.

"તોહ, આ લોહી? ટોમેટો કેચપ જ હશે?મારું નહીં તારું" મેઘનાએ કહ્યું.

"સહી ગસ કીએ હો. પબ્લીક ફિલ્મ સ્ટાર્ટ કરદો." મેં કહ્યું.

યશનું આટલું કહેતા જ દિવાલ પરથી પરદા હટી ગયા. અને મેઘના એ સામેનું દ્રશ્ય જોઈ ચોંકી ગઈ. યશ અને મેઘનાએ એક વર્ષમાં સાથે વિતાવેલી યાદો એ દિવાલ પર ચિત્રરૂપે શોભી રહી હતી. મેઘના આ બધું જોવામાં વ્યસ્ત હતી. ત્યારે જ, તેના માતા-પિતા તેની પાસે આવ્યા.

"મેઘના. આ ચિત્રો જ જોયા કરીશ કે અમને મળીશ પણ?"

તેમનો અવાજ સાંભળતાં જ મેઘના તેમને ભેટી પડી. તેની આંખોમાં ખુશીના આંશુ હતા. તેના માતા-પિતા તેને વહાલ કરી રહ્યાં હતાં.

"અંકલ-આંટી સબ હો ગયા હો તોહ, આગે બઢે?" મેં પ્રશ્ન કર્યો.

સામેથી હરી જંડી મળી ગયેલી. હું મેઘના તરફ આગળ વધ્યો. મારા હાથમાં રહેલા રિમોટનું એક બટન દબાવતા અમે, બનાવેલા વિડિઓઝ પ્લે થવા લાગ્યા. અમે, દરરોજ બોલીવૂડના ગીતો પર નાચતા અને ગાતા. અને એજ વિડિઓઝ હું અત્યારે પ્લે કરી રહ્યો હતો. મેઘના એ વિડિઓઝ જોઈ હસી રહી હતી. તેની આંખમાં આંશુ હતા. ખુશીના આંશુ. તે મને ભેટી પડી. ત્યારે જ મેં, મારો હથીયાર બહાર કાઢ્યો. અને... હું ઘૂંટણ પર બેસી ગયો. હું અંગૂઠી બહાર કાઢી અને બોલ્યો.

"મેઘના! હેપ્પી વેલેન્ટાઈન્સ ડે. એક વર્ષ કઈ રીતે વીત્યું? એની ખબર જ ન રહી. એકમેકના પ્રેમમાં ક્યારે વોન્ટેડ થઈ ગયા? એની જાણ પણ આપણે ક્યાં હતી જ? તું મારા હૃદયમાં બે વર્ષથી છે. અને આપણો પ્રેમ એક વર્ષ પુરાણો છે. જાનતા હું કી, પ્યાર કો નાપ નહીં શકતે. પરંતુ, આ એવો એક વર્ષ રહ્યો છે. જે, મારા જીવનનો સર્વશ્રેષ્ઠ એક વર્ષ છે. હું આ વર્ષનું વર્ણન નહીં કરી શકું. વધારે સમય નહીં લઉં. મેઘના મુજશે એંગેજમેંટ કરોગી? લગ્નનું પછી ક્યારેક જોઈશું. ( બધાય હસી પડ્યા)."

"યશ... મારી તોહ, હા જ હશે. હંમેશા." આટલું કહી અમે, એકમેકની આંગળીઓમાં અંગુઠી પરોવવી દીધી.

આસપાસ તાળીઓનો ગળગળાટ થઈ ઉઠ્યો. કારણ કે, મેઘનાના ફેમિલી મેમ્બર્સ, મારા ફેમિલી મેમ્બર્સ, ગામના કેટલાક મહાનુભાવો થતાં મારા કેટલાક મિત્રો પણ મારા ઘરમાં એ સમયે ઉપસ્થિત હતા. બધાય ઘણા જ ખુશ હતા.

*********

"એ ફોકટનું ખાવાનું મળે ત્યાં, કલ્પેશ પહોંચી જ જાય હો." મારા એક મિત્ર રોહનએ કહ્યું.

"વાત તોહ, સાચી છે. કારણ કે, કલ્પેશ ક્યારેય નહાતો નથી. અને જે નહાતું ન હોય તેને ભૂખ બઉ લાગે." મારા વન મોર મિત્ર રાણાએ કહ્યું.

"બે તમે ચુપ જ રો. બેઉં ખાસો મારા મોંની. અનેં તું રાણા! લોકોને તારા નામ અને સરનેમને લઈને હંમેશા વ્યથા રહે છે. તારું નામ રાણા છે. તારી સરનેમ નથી. સો ભાઈ મેરે પહેલે યહ વ્યથા દૂર કર સબકી. અને તું રમેશ! તારા બાપાની ચડ્ડીઓની દુકાન છે એ સંભાળ જઈને જા. સાલાઓને ટ્રોલ કરવા સિવાય કંઈજ નથી આવડતું." કલ્પેશ બોલ્યો.

"અબે, જાકે તું એક્ટીંગ સીખ કર આ. બડા આયા એક્ટર બનને." અમનએ કહ્યું.

અને આ શબ્દો સાંભળી કલ્પેશ અમનની પાછળ ભાગવા લાગ્યો. અને આ સીન જોઈ હું અને મેઘના હસવા લાગ્યા.

"મેઘના. આપણે આગળ વધી રહ્યાં છીએ. હવે એંગેજમેંટ પણ થઈ ગઈ. હવે, ત્રણ કે ચાર વર્ષોમાં લગ્ન. અને ત્યારબાદ, તું અને હું. તારો પ્રેમ, તારી યાદો, આ વિતાવેલી પણો એ બધું જ આપણી અંદર સમાઈ જશે. હંમેશા માટે. હંમેશા એ અહીં દિલમાં કેદ રહેશે." મેં કહ્યું.

"સાચું કહ્યું યશ. આ યાદો? આ યાદો ફરી જીવી કેમ નથી શકાતી? મારો એવો પ્રશ્ન છે. ભગવાને આપણી અંદર એવી સિસ્ટમ કેમ ન બનાવી? બનાવી હોત તોહ, કદાચ ફરી રિવાઈન્ડ કરી આ પણોને જીવી શકાત." મેઘનાએ કહ્યું.

તેના આ વાક્ય બાદ, અમે બંને એકસાથે હસી પડ્યા.

" ભલે મજાકમાં પણ તે વાત સાચી કહી. આ યાદો ફરી કેમ જીવી શકાતી નથી? ચલો, પછી ક્યારેક આ વિષય પર ચર્ચાઓ કરીશું. અત્યારે તોહ, આ પણને યાદગાર બનાવીએ."

અમે બંને શાંત જગ્યાએ એકબીજામાં ખોવાયેલા હતા. અને ત્યારે જ ફરી જ્યોતી ભાગી નીકળી એવી કોઈએ મને જાણકારી આપી. હું દોડતોક ને, મારા ઘરની અંદરની તરફ ભાગ્યો. મેઘના મારી પાછળ હતી.

"અરે, આ જંજીરો કોણે ખોલી? આ ફરી ભાગી નીકળી. એય, દેવેન્દ્ર જઈને જો એ ગટર પાસે તો નથી ગઈ ને?" મેં કહ્યું.

"યશ...યશ... શાંત થઈ જા. આજે આપણી એંગેજમેંટ છે. એટલીસ્ટ આજે તોહ, એને પડતી મુક. દેવેન્દ્ર અને બીજા બધાય છે ને? એ બધાય એને શોધી કાઢશે." મેઘનાએ કહ્યું.

"મેઘના! આ તું શું બોલી રહી છે? પડતી મુક? અરે, તને શું ખબર છે એની હાલત શું છે? હું જ શોધીશ તેને. અને હમણાં જ શોધીશ."

"સોરી યશ. મારો ઈરાદો તને ઠેંશ પહોંચાડવાનો નહોતો. સોરી યશ..સોરી."

"ઈટ્સ ઓહકે મેઘના. પરંતુ, આગળથી ધ્યાન રાખજે. અને આ જંજીરો કોણે ખોલી? સાલું કોઈ આટલું લાપરહવા પણ હોઈ શકે?"

હું જ્યોતીની શોધમાં લાગી ગયો હતો. આખી રાત વીતી ગઈ. જ્યોતી ક્યાંય ન મળી. મેં તમામ મિત્રોને જ્યોતીના પિક્ચરસ મોકલ્યા. મારા મિત્રો આજુબાજુના દરેક ગામ અને શહેરમાં પુછતાછ કરવા લાગી ગયા. કેટલાય સમય બાદ પણ સફળતા ન મળી. હું પુલીશ સ્ટેશન જઈ રહ્યો હતો. જ્યોતીના લાપતા હોવાની ફરિયાદ લખાવવા. અને ત્યારે જ, દેવેન્દ્ર દોડીને મારી પાસે આવ્યો. એ હાંફતો હતો. અને હાંફતો..હાંફતો એ બોલવા લાગ્યો.

"યશ. જ્યોતી મળી ગઈ છે. એક ટ્રકમાં કોઈએ ડરાવી ધમકાવી અને પુરી નાખી હતી રડતી હતી. મારા થી ડરી ગયેલી. તેના હાથ પણ બંધાયેલા હતા. એ ટ્રકમાંથી ઠક..ઠક એવો અવાજ આવી રહ્યો હતો. જે, તેના પગ પછાંડવાનો અવાજ હતો. માટે, મને શક ગયો કે જ્યોતી અહીં જ છે. અને હું સાચો હતો. કોઈએ આની પર બેરહમીથી હાથ ઉપાડ્યો છે. તેના હાથ અને પગમાં કેટલાક નીશાન પણ છે. "

કદાચ, હું જાણતો હતો કે આ બધું કોણે કર્યું છે? પરંતુ, આ ખરો સમય નહોતો. હું ખરો સમય આવે તેની રાહ જોઈ રહ્યો હતો.અને એ સમય મારા મતે ક્યારેય આવવાનો નહોતો. ખરેખર હું આ બધું ભૂલવાનું પ્રયાસ કરીશ. પરંતુ, આ બધું સરળ રીતે ભૂલી પણ ન શકાય. થોડું કામ છે એ કરી લઉં. અને હા, ચલો આતે હૈ. હું મારો વાયદો પુરો કરીને વારંવાર આવું છું. કદાચ, તમે જ એમા પાછળ રહી જાઓ છો.

ક્રમશઃ