દીકરી થઈને દીકરો બની ગઈ Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

દીકરી થઈને દીકરો બની ગઈ

આજે હું એવી છોકરીની વાત કરવા જઈ રહ્યો છું જે બોવ બોવ જ સ્ટ્રોંગ છે આજે હું પણ જેટલો સ્ટ્રોંગ હતો તેના કરતાં પણ તે વધુ સ્ટ્રોંગ નીકળી આજે હું પણ તેની બહાદુરીને સો સલામ કરું છું આ બીજું કોઈ નહીં પણ મારી એકની એક ભાણકી છે . આજે મને આ લખવા પર મજબૂર કરી દીધો તેને.
આ વાત 7 ઓગસ્ટ ની છે . હું દરરોજ ની જેમ નોકરી પરથી પાછો ફરી રહ્યો હતો ઘર બસ 5 મિનિટની દુરી પર જ હતું.ત્યાં જ મારા ભાઈનો મારા પર ફોન આવે છે હું ફોન રિસિવ કરું છું
હું : બોલ ભાઈ
ભાઈ: યાર જીજુ એ આજે ખોટું પગલું ભરી લીધું
હું : શું થયું તું કહીશ કે નહીં?
ભાઈ: જીજુ એ દવા પી લીધી છે અને અત્યારે જ ખબર પડી તો ત્યાં જવાનું છે.
હું : આવું જ છું.
હું મારા ઘરે જુના ઘરે પહોંચી તેને મળ્યો બેગ પણ ત્યાં જ પડી રહી વાત જાણવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે બનાવ વહેલો બની ગયો છે અને હવે જીજુ અમારી વચ્ચે રહ્યા નથી.બધા ઘરના લોકોને તૈયાર કરી અમે અહીંથી આઠ વાગ્યે નીકળ્યા જ્યાં પહોંચવાનું હતું ત્યાં બે કલાક નો રસ્તો હતો. અમે ત્યાં પહોંચ્યા મારી બેન અમને બધા ને જોઈ ને રડવા લાગી અને બોલવા લાગી કે ભાઈ આ શુ કર્યું તારા જીજુ એ અમને એકલા મૂકીને જતા રહ્યા. થોડીવાર તો આંખો માં આંસુ ના આવ્યા પણ બેન નું દુઃખ જોઈ ને કયો ભાઈ રડી ના પડે તેને જોઈને થોડીવારમાં મારી આંખમાંથી પણ આંસુ ટપકવા લાગ્યા પણ મારી ભાણકી જે મારા કરતાં પણ નાની છે તેની હિમ્મત હું આજે જોઈ રહ્યો તેના પાપાએ સુસાઇડ કર્યું છે તો પણ એની આંખમાં એક પણ આંસુ જોવા ના મળ્યું અમે તો રડતા હતા પણ તે તેના મમ્મી અને ભાઈની હિમ્મત બની હતી આજે હું તેને જોઈ દંગ જ રહી ગયો આટલી હિમ્મત તેનામાં કેવી રીતે આવી તેના પપ્પા નું મૃત્યુ થયું હતું તો પણ તેના ભાઈ અને તેની મમ્મીને છાની રાખતી હતી બધાને રડવાની ના પાડતી હતી .કેમ તેના આંખમાં આસું નહી આવ્યું હોય ? શુ તેને તેના પાપા છોડીને ગયા તો એટલો બધો આઘાત લાગ્યો કે એક આંસુ પણ તે ના પાડી સકી ? કે ભગવાને આજે બધાની ભેગી કરીને હિમ્મત તેને આપી ખબર નહીં પણ હું આજે તેને સો સલામ કરું છું . મારી બેન રડતી હતી અને જમતી ના હતી તો મારી કસમ આપી તેને જમાડી તેને રડતા રડતા ખાઈ પણ લીધું પણ તે જમતી ના હતી ત્યારે ફરી એકવાર તેને મને આંખમાંથી આંસુ લાવવા મજબૂર કરી દીધો . હું ફરીવાર રડ્યો .પણ ત્યારે ફરીવાર મારી ભાણકી મારી હિંમ્મત બની અને એકવાર તેને જોઈને મેં મારી આંખો માં મારા આંસુ સુકવી દીધા. શુ તેના પાપા એ બહુ જ સ્ટ્રોંગ બનાવી છે મારી ભાણકીને . લવ યુ બેટા . કદાચ અમે બધા ભેગા થઈને પણ તારા પાપા ની કંઈ તો નહીં પુરી કરી સકિયે પણ તારી હિમ્મત જોઈને અમારા બધામાં એક નવી જ પ્રેરણા મળી. થેનકયું બેટા. લવ યુ બેટા તારા પપ્પા નો સ્ટ્રોંગ દીકરો હો દીકરી થઈને દીકરો બની ગઈ.અમે તો પુરુષ હોવા છતાં પણ આંખ ના આસું ના રોકી શકયા બેટા તે અમારા બધાને એક પાઠ શીખવ્યો છે બેટા