એક જાસૂસ પતિ Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

એક જાસૂસ પતિ

એક સુખી દંપતિ રાજકોટ શહેરમાં રહેતું હતું. અહીં પાત્રોના નામ એમ જ રાખ્યા છે અને કોઈની લાગણી દુભાવવાનો હેતુ નથી આતો ફક્ત વાર્તા માટે જ લખ્યું છે . રાજકોટ શહેરમાં દંપતિ સુખીની જિંદગી જીવી રહ્યું હતું .તેમના મેરેજ થયાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો .તેને એક દીકરી હતી. તે બે વર્ષની હતી.પતિ રમેશ અને પત્ની સારીકા દીકરી મેઘા આ સુખી દાપત્ય જીવન વિતાવી રહ્યા હતા .રમેશ પોતે એક બિલ્ડર છે જ્યારે તેની પત્ની મેઘા એક શિક્ષિકા છે તે રાજકોટ થી ગોંડલ ઉપડાઉન કરે છે .મેઘાને મેરેજ પહેલા એક બોય ફ્રેન્ડ હતો તે તેને સાવ ભૂલી ગઈ હતી પણ તેને ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે પ્રેમ તો હતો જ.જ્યારે રમેશ પણ પોતાની પત્ની સામે સીધો જ દેખાય આવતો હતો. રમેશ ઘરથી બહાર વધુ સમય રહેતો હતો જ્યારે તેની પત્ની મેઘા પણ શિક્ષિકા હોવાથી તે પણ બહાર જ વધુ રહેતી.એક સમય એવો આવે છે કે મેઘાના લગ્ન પછી તેનો પતિ રમેશ તેનામાં ધ્યાન વધુ ના આપતો હતો મેઘાને પ્રેમ જોતો હતો પણ તેના પતિ તરફથી મળતો ના હતો મેઘા તેના પ્રેમ માટે તરસતી રહેતી .રમેશ કોઈ ને કોઈ બહાનું કરીને રાત્રે પણ બાર વાગ્યા પહેલા આવતો ના હતો .મેઘા હવે તે પ્રેમ બહારથી ગોતવા લાગી.મેઘાને એક દિવસ રોજ બસમાં ઉપડાઉન કરતી તો તેનાથી નાની વય ના યુવક સાથે મિત્રતા બંધાય છે. તે યુવક પણ રાજકોટ જ રહે છે .તે પણ ત્યાં જોબ જ કરે છે .મેઘાને તેનો સાથ પસંદ આવે છે અને તે યુવક રાહુલની નજીક નજીક વધતી જાય છે હવે તો મેઘા તેની દીકરી હોયતો પણ તે રાહુલ સાથે વિડિયો કોલ અને મેસેજ માં વાત કરે છે .રાહુલ તેની સેફ્ટી માટે એક નવું સીમકાર્ડ પોતાના નામ પર લઈને મેઘાને આપે છે મેઘા પણ ખુશ છે રાહુલથી. રાહુલ સાથે તેને પ્રેમ થવા લાગે છે રાહુલ પણ તેને પ્રેમ કરવા લાગે છે .બંને એકબીજાની એટલા નજીક આવી ગયા છે કે હવે બંને સાથે સહવાસ પણ કરવા લાગ્યા . એક દિવસ મેઘા પોતાના ઘરે રમેશ ઘરે ના હોવાથી રાહુલ ને બોલાવે છે અને તે રાત આખી મેઘાના ઘરે વિતાવે છે હવે તો આ રૂટિન બની જાય છે રમેશ જ્યારે ના હોય ત્યારે મેઘા રાહુલને પોતાની પાસે બોલાવી લે છે .આ વાતની થોડી થોડી અણસાર રમેશ ને આવી જાય છે એટલે તે એક જાસૂસ હાયર કરે છે તેનું નામ ડેવિડ છે તે એક ઇન્ડિયન છે પણ નામ ડેવિડ છે .તે મેઘા પર નઝર રાખવાનું સરૂ કરે છે .મેઘા પણ એક સાતીર દિમાગ વાળી હતી તે વ્યક્તિ તેનો 2 દિવસ સુધી પીછો કરે છે એટલે તે રાહુલ ને કોલ કરીને જણાવે છે .રાહુલ અને મેઘા થોડા દિવસ માટે ચેતી જાય છે .આ બાજુ ડેવિડ પણ વધુ માહિતી માટે મેઘા ની કૉલ ડિટેલ કઢાવે છે પણ તે કોલ ડિટેલમાં કાઈ મળતું નથી. ડેવિડ પણ હવે વધુ ચોકનો થઈ તેની છાન ભિન્ન કરે છે પણ કાઈ હાથ લાગતું નથી . આ બાજુ રાહુલ મેઘાને હમણાં મળવા માટે ની ના પાડે છે . રાહુલ પોતાની જાસૂસી થવા દે છે પણ પોતાની ઓળખ બહાર આવવા દેતો નથી.ડેવિડ બધી જગ્યા એ રાહુલની પૂછપરછ કરે છે પણ રાહુલ વિશે તેની જોબની માહિતી જ મળે છે તે સિવાય ના તો તેના ફેમિલી વિશે કે ના તેના ઘર વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી. ડેવિડ તેનો ફોન ટ્રેસ કરવાની કોશિશ કરે છે પણ તે ફોન પણ ટ્રેસ કરી શકતો નથી.
આ બાજુ મેઘા નો પતિ રમેશ ડેવિડને કહે છે તારે જોઈએ તેટલા પૈસા આપીશ પણ તે કોની સાથે ફરે છે કોની સાથે વાત કરે છે તે જણાવ. પણ ડેવિડ ને કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી . તે રમેશને કોશિશ કરવાનું કહીને નીકળી જાય છે . બીજી બાજુ રમેશની પત્ની મેઘા પણ હવે સાવધાની રાખીને રાહુલ સાથે વાત કરે છે . રાહુલ ને પણ હબે મેઘાની ચિંતા થઈ તે મેઘાને તેની પાસે છે તેવો જ સ્માર્ટ ફોન લાઇ આપે છે પેલો ફોન તે તોડીને ફેંકી દે છે . રાહુલ હવે મેઘાના પતિ વિશે માહિતી મેલવવાનું શરૂ કરી દે છે એક પછી એક તેના ખબરી રાહુલને તેના વિશે માહિતી આપતા જાય છે .બીજી બાજુ રાહુલ પણ તેના ખબરી પાસેથી મળતી માહિતીથી એકદમ અવાક બની જાય છે .
રાહુલને મળતી માહિતી તેના ખબરી જ્યારે આપે છે ત્યારે એક પછી એક તેના કાળા કામ બહાર આવતા જાય છે . તે સ્મગલિંગ પણ કરે છે સાથે સાથે તે કિડનેપીગ અને તે બિલ્ડર નો બીજનેશ તો બતાવા પૂરતો જ હતો આ વાત તેની પત્ની મેઘાને ખબર નથી .હવે રાહુલ મૂંઝવણ માં મુકાય છે અને મેઘા પાસેથી વધુ ને વધુ તેના પતિ વિશે જાણવાની કોશિશ કરે છે મેઘા પણ તેની સાથે બનેલી ઘટના અને બધી વાત રાહુલના વિશ્વાસ માં આવીને બધી જગ્યાએ રોકાયેલ રૂપિયા અને મિલકત વિશે જણાવી દે છે રાહુલ પણ મેઘાને કહે છે વધુ જાણવા માટે કે હું તારી સાથે મેરેજ કરવા તૈયાર છું મેઘાની ખુશીનો પાર રહેતો નથી મેઘા પણ મેરેજ કરવા રાજી થઈ જાય છે મેઘા ખુશીમાં ને ખુશીમાં રાહુલ વિશે કાઈ પણ જાણ્યા વગર બધું કહી દે છે . હવે રાહુલ રમેશને કોલ કરે છે અને કહે છે કે તારા વિશે મને બધી માહિતી મળી ગઈ છે રાહુલ રમેશ સાથે 50 લાખ માં સોદો નક્કી કરે છે બધી માહિતી તેને સુપરત કરવા માટે રાહુલ એક જગ્યા નક્કી કરે છે ત્યાં 50 લાખ રૂપિયા કેશ લઈને રમેશ પહોંચે છે રાહુલના હાથમાં રૂપિયા આવતા જ રાહુલ એક જાસૂસ હોય છે રમેશ એક ગુનેગાર ને પકડવા માટે રાહુલ મેઘા જોડે પ્રેમની રમત રમી બધી વાત બહાર કાઢી તે પોલીસને પકડાવી દે છે અને રાહુલ વિશે બીજા કોઈને માહિતી મળતી નથી. આ બાજુ પોલિસ પણ રામેશનું એન્કાઉન્ટર કરી દે છે રાહુલને મેઘા કોલ કરે છે પણ લાગતો નથી રાહુલ જે જગ્યા એ નોકરી કરતો હતો ત્યાં પણ કોઈને ખબર રહેતી નથી એક બાજુ મેઘાના પતિની વિગત સમાચારમાં આવી જાય છે મેઘા રાહુલને ઘણીવાર કોલ કરી જોવે છે પણ લાગતો નથી એક બાજુ રાહુલના પ્રેમનો દાહો અને બીજી બાજુ પતિના કાંડ થઈ મેઘા તે શહેર છોડીને વિદેશ જતી રહે છે અહીં બધો મામલો શાંત થઈ જાય છે રાહુલના કહેવા મુજબ મેઘા અને તેની દીકરી સારીકા રાહુલ ને મળે છે રાહુલ અને મેઘા લન્ડન માં લગ્ન કરી લે છે મેઘાને પણ એક સારો પતિ અને એક સારો હમસફર મળી જાય છે તો બીજી તરફ રાહુલને પણ એક પ્રેમ કરતી પત્ની તરીકે મેઘા મળી જાય છે રાહુલ એક જાસૂસ છે તે મેઘાને પણ લગ્ન પછી જણાવે છે તે પછી રાહુલ તે નોકરી છોડી દે છે અને પતિ પત્ની સુખેથી રહેવા લાગે છે .