ગોપી ગુંજન એક અધૂરી પ્રેમ કથા - ગોપી ગુંજન Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોપી ગુંજન એક અધૂરી પ્રેમ કથા - ગોપી ગુંજન

ગોપી અને ગુંજન એક શેરીમાં રહે છે ગોપીનો ભાઈ અને ગુંજન સારા એવા મિત્ર છે ગોપીના ભાઈનું નામ અમિત છે .કોઈ પણ પ્રસંગ હોય એટલે ગુંજન અમિતના ઘરે જ હોય. અમિત નોકરી માટે સુરત હોય છે ત્યાં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે .તેનો પગાર મહિને 20000 હજાર છે તે ત્યાં રૂમ રાખીને રહે છે .ગોપી એક પ્રાઇવેટ કોલેજમાં બીજા વર્ષમાં છે .અને ગુંજન પોતાના જ શહેરમાં કૉલેજના પ્રથમ વર્ષમાં કૉલેજમાં પ્રવેશ મેળવે છે .

આ વાર્તાની સરુુવાત ધોરણ 10 ની પરીક્ષામાંથી થાય છે .ગુંજન ગોપી સાથે ધોરણ 10 ની પરીક્ષા આપે છે એક જ કલાસમાં તેનો બેઠક ક્રમાંક આવે છે . ગુંજન ગોપીની ફ્રેન્ડ અસ્મિતાને તેની સાથે પહેલીવાર જોવે છે .ગુંજન બસ તેને જોતો જ રહી જાય છે ગુંજન ગોપીને કહે છે તારી ફ્રેન્ડને મારા નંબર આપી શકે તું ? ગોપી હા પડે છે પણ તેને નંબર આપતી નથી ગુંજન પાસે થી નંબર લઈ લે છે . પરીક્ષા પુરી થાય જાય છે અને એક દિવસ ગોપીના ઘરે અસ્મિતા આવે છે . અસ્મિતા ગોપીના ઘરે આવે તે ગુંજન જોઈ જાય છે . અસ્મિતા ગોપીના ઘરે હોય છે તો ગોપીનો ભાઈ અમિત પણ સુરતથી આવ્યો છે તો તે અમીટના ઘરે થોડીવાર રહીને જાય છે . ગોપી અને અસ્મિતા વાત કરતા હોય છે ત્યાં ગુંજનને ગોપી જોવે છે એટલે તે ગોપી અને ગુંજનની નજર એક થાય છે ગુંજન ઇશારામાં કહે છે કે તે પૂછયું કે નહીં અસ્મિતાને તો તે ના પડે છે અને ગુંજન અમિત પાસે રૂમમાં જતો રહે છે .એક દિવસ અમિત સુરત જવા નિકળે છે ગુંજન તેને મુકવા માટે જાય છે ત્યારે ફરીવાર ગોપી અને ગુંજનની નજર મળે છે .પણ ગુંજન ધ્યાન આપતો નથી .અને અમિતને મુકવા જતો રહો છે .તે જ રાતે ગોપીનો ફોન ગુંજન પર આવે છે ગુંજન કહે છે કે તે અસ્મિતાને કેમ મારા નંબર ના આપ્યા તો કહે છે મને મજા આવે છે તને હેરાન કરવાની .તો કાર મને હેરાન બીજું શુ ? તું ખુશ તો છે એવું ગુંજન ગોપીને કહે છે .થોડીવાર બીજી બધી વાત કરીને ફોન મૂકી દે છે .દિવસો વીતવા લાગે છે અને બીજી બાજુ વેકેશન પણ ખુલવા લાગે છે .બંને એક સાથે ધોરણ અગિયારમા પ્રવેશ મેળવે છે .ગુંજન ફરી ગોપીને અસ્મિતાને પૂછવાનું કહે છે પણ ગોપી આ વખતે ગુંજનથી કંટાળીને અસ્મિતાને વાત કરવાનું કહે છે અને અસ્મિતા પણ હવે ગુંજન સાથે વાત કરવા લાગે છે . આ બાજુ આ બનેં વચ્ચે મિત્રની સાથે સાથે પ્રેમ પણ પાંગરવા લાગ્યો અને આ બાજુ ગોપી તે બંને ના પ્રેમ ને જોઈ શક્તિ નથી તે ગુંજન ને પ્રેમ કરે છે પણ કહી સકતી નથી .આ બાજુ ધોરણ અગિયારની પરીક્ષા આવી જાય છે અને વેકેશન પડી જાય છે .આ બાજુ ગુંજન અને અસ્મિતાની વાત વધુને વધુ નજીક આવવા લાગે છે પણ આ બાજુ ગોપી તેને જોઈ શકતી નથી.હવે ગોપી પણ તે બંને ને દૂર કરવા લાગે છે પણ દૂર કરી શકતી નથી.આ બાજુ બધી વાત ની અસ્મિતાના પપ્પાને ખબર પડી જાય છે તેની પાસેથી ફોન પણ લઈ લે છે.અસ્મિતા અને ગુંજનની વાત ઠાથી બંધ થઇ જાય છે આ બાજુ ગોપી ગુંજન ની નજીક જવા લાગે છે તેની ફ્રેન્ડ વિશે ખોટું બોલે છે અને કહે છે કે તે બીજા કોઈ બોયઝ સાથે પણ છે તેવું કહે છે .આ બાજુ ગુંજન ના પડે છે કે તારા ભાઈ ને ખબર પડશે તો પ્રોબ્લેમ વધી જશે પણ ગોપી માનતી નથી અને ગુંજન ને વિવશ કરે છે પ્રેમ કરવા માટે .ગુંજન બહુ જ સમજાવે છે પણ ગોપી ગુંજનની કોઈ વાત માનવા તૈયાર થતી નથી.હવે રોજ ગોપી હાથ માં ને ગમેં ત્યાં બ્લેડ વડે ખૂન વહાવે છે ને ગુંજન ને મજબૂર કરે છે . ગુંજન પણ હવે માની જાય છે અને ગોપી ને પ્રેમ કરવા લાગે છે .આમ જ ધોરણ 12 ની પરીક્ષા આવી જાય છે અને બધા સાથે પરીક્ષા આપે છે ગુંજન નું પરિણામ 2 વિષયમાં નાપાસ થાય છે જ્યારે ગોપી 70 % સાથે પાસ થાય છે તેને સારા માર્ક્સ આવ્યા હોવાથી તેને તેના મમ્મી અને પપ્પા બહાર અમદાવાદ ભણવા માટે મોકલી દે છે તે હોસ્ટેલ માં રહીને ભણે છે .હવે ત્યાં હોસ્ટેલમાં ફોન એલાઉડ નથી તો બંને વચ્ચે વાત થતી નથી . પણ દર રવિવારે તે ત્યાંના કોઈન બોક્સમાંથી ગુંજન સાથે વાત કરે છે .ગુંજન પણ રવિવારે તેના માટે સમય કાઢે છે .તેને મળવા માટે ઘણીવાર તે અમદાવાદ પણ જય છે ત્યાં તેનો એક મિત્ર રહે છે તેના રૂમ પર એક રાત રોકાઈ છે અને 2 દિવસ તેને મળીને આવતો રહે છે .આમ જ આગળ વધતું હોય છે .એક વર્ષ વીતી જાય છે બીજા વર્ષમાં પણ ગોપી અમદાવાદ જ રહે છે .બીજા વર્ષે દિવાળીના વેકેશનમાં ગોપી ઘરે આવે છે તેનો ભાઈ પણ ઘરે હોય છે . ગુંજન તેને મેસેજ કરે છે તે તેના ભાઈ પાસે ફોન હોવાથી તેને બધી ખબર પડી જાય છે .આ બધું અમીતનો એક મિત્ર રાજકોટ છે તે બધું અમિતને જણાવે છે કે આ બધું ઘણા સમયથી ચાલતું હતું તે પણ અત્યારે બળતામાં ઘી નું કામ કરે છે અને બને મિત્ર ગુંજન અને અમિત વચ્ચે તે ઝઘડો કરવામાં સફળ બને છે . અમિત આ બાજુ તેની બહેન ગોપીને પૂછે છે તો તે કહે છે હું ગુંજન ને પ્રેમ કરું છું તો અમિત ગોપીને એક જાપટ મારે છે અને તે વાતની તેના મમ્મી અમિત અને ગોપી વચ્ચે જ રાખે છે .પણ શેરીમાં અમીતનો બીજો મિત્ર પ્રકાશ આ વાત બધાને જણાવી દે છે આખી શેરીમાં આ વાત વાયુ વેગે ફેલાઈ જાય છે આ વાત તેના પપ્પા સુધી પણ પહોંચી જાય છે. પણ તેના પપ્પા કાઈ કહેતા નથી. આ બાજુ અમીતનો મિત્ર પ્રકાશ અને પ્રકાશના બીજા બે મિત્રો નિલ અને દીપ ગુંજનને મારવાનો પ્લાન બનાવે છે તે અમિતના ફોનમાંથી ગુંજન ને ફોન કરે છે અને તેને મળવા બોલાવે છે બીજી તરફ ગુંજન ને ખબર પડી જાય છે એટલે તે સાથે ચપ્પુ લેતો જાય છે .અને મળવા માટે જાય છે .આ બાજુ અમિત , પ્રકાશ અને તેના બે મિત્રો પણ સાથે આવે છે અમિત કાઈ બોલતો નથી પણ પ્રકાશ બોવ વધુ બોલે છે પણ પછી વધુ કાઈ થયું હોય તો ગુંજન ચપ્પુ કાઢવાની તૈયારીમાં જ હોય છે પણ અમિત બધાને ના પડે છે અને ઝગડો કરવાની ના પાડે છે .અને તે ત્યાંથી બધા નીકળી જાય છે .આ બાજુ ગુંજન અને ગોપીનું મળવાનું સાવ બંધ થઈ જાય છે . આ બાજુ ગોપી બીજા છોકરા સાથે ફરવા લાગે છે અને ગુંજન દેવદાસ બની જિંદગી વિતાવે છે . અત્યારે ગુંજન ના ભાઈ અને તેના મિત્ર કહે છે ભાઈ તેને તને કોઈ દિવસ પ્રેમ કર્યો હોત તો તને છોડીને ના જાત ભાઈ હોવી તો સમજી જા પણ હજી તે સમજતો નથી અને તેની યાદ માં હજી પાગલ બની રહ્યો છે .

આ ઘટના એક સત્ય ઘટના પર આધારિત છે તેના પાત્રોના નામ અને શહેરના નામ અલગ છે બીજી બધી ઘટના સાચી છે .