Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 12

વૈભવ તેની આદત મુજબ કાફેમાં આવે છે.
શ્રદ્ધા ને જોઈને આશ્ચર્ય સાથે.
"અરે તું અહીં"

"હા મને ખબર છે તું અહીં જ મળીશ."
"તને જોઈએ ત્રણ વર્ષ થયા તું પહેલા કરતા અલગ દેખાય છે.. કેમ છે તું મજામાં તો છે ને"
"હા મજામાં છું એટલે તો તારી સામે છું"

"તું કોઈ પણ કારણ આપ્યા વગર જતી રહી હતી.
તે મારો વિચાર પણ ન કર્યો, અને આજે અચાનક અહીં."
"હા એ કારણ નો જવાબ આપવા તો હું આજે અહીં આવી છું."
"ત્રણ વર્ષ પછી જવાબ હવે એનો મતલબ શું? અને એવું તે શું કારણ હતું? કે તું મને ના કહી શકી?"

"આ દૂર જવાનો નિર્ણય મારો નથી પણ મારી જીવલેણ બિમારીનો હતો.
તું મને રડતા જોઇ ન શકત અને હું તને .

જો તને મારી બીમારીની ખબર પડી જાત તો તું મને ક્યારેય દુર થવા ન દેત, એટલે મેં તને કહ્યા વગર જ દૂર જવાનો નિર્ણય કર્યો હતો."

"એવું તે શું થયું હતું."
"એક વર્ષ ની ટ્રીટમેન્ટ પછી મારી જીવવાની જીજીવિષા થી મે કેન્સરને માત આપી છે"

"તારુ મનોબળ ખૂબ જ ઊંચું છે . એના માટે તુ સેલ્યુટ ની હકદાર છે."
"હવે જોબ માટે અમદાવાદ ની એક કંપનીમાં જોઈન્ટ કર્યું છે"

"ઘણા લાંબા ટાઇમ પછી તને મળીને હુ ખૂબ જ ખુશી અનુભવું છું પણ તારે મને થોડીક તો જાણ કરવી જોઈતી હતી.. એક વાર તે કહ્યું હોત તો પરિણામ જે પણ આવત હું સ્વીકારી લેત."

"હા હુ પણ એ સમજુ છું મારા પ્રત્યેનો પ્રેમ મને તને કહેતા રોકી લીધી હતી પણ હવે બધું ઓકે છે બોલ હવે તું શું કરે છે.‌ તારી લાઇફમાં શું ચાલે છે."

"હા હું પણ તારા ગયા પછી બે વર્ષ કેનેડા ગયો હતો એજ્યુકેશન માટે અને હવે અહીં એક કંપનીમાં બિઝનેસ અર્થે જોડાયેલ છું"

"હું એક ફલેટમાં ફ્રેન્ડ જોડે રહું છું તુ અહીં મળીશ જ એ હુ જાણતી હતી એટલે તને મળવા માટે રોકાઈ હતી હવે ટાઈમ થઈ ગયો છે જવાનો"

"હા કાલે મળીએ આજે તો મારે પણ જવાનો ટાઈમ થઇ ગયો છે."
જિંદગીની સફરમાં કોઈ હમસફર ના સાથ અધુરો અધવચ્ચેથી છૂટી જાય છે.

કોઈ અચાનક ફાની દુનિયા છોડીને ચાલી જાય છે.
કોઈ મજબૂરી ના કારણે પોતાના જીવનમાં થી તેનુ બાકાત થઈ જવું .

જેવી ઘટના જીવન ના પહેલા પ્રેમની સાથે બને ત્યારે દર્દનાક હકીકત રજૂ કરવા શબ્દો મળતા નથી અને આજ સુધી દુનિયામાં મોટેભાગે બનતું આવ્યું છે .
કે આ વ્યથા ,દર્દ ,એકલતા સતત છૂટી ગયેલા પ્રિય પાત્રની તરસ માનવીમાં અમુક સમય પછી ડીમ્પ્રેશન માંથી મુક્તિ આપે છે .

પરિણામે માત્ર પામવું એ જરૂરી નથી પણ પ્રેમ એટલે મબલખ આપતા રહેવું.... એ શ્રદ્ધા કર્યું છે.

પોતાના પ્રિય પાત્રને આપીને જે આનંદ થાય તો માનજો આ જ સાચો પ્રેમ છે અને સામેનું પાત્ર કોઈ પણ આપવા સક્ષમ નથી અમુક પરિસ્થિતિને કારણે એ મજબૂર છે અને ત્યારે તમે એમ વિચારશો કે હું જે કંઈ પ્રેમના નામે કરું છું .

સામે એ મારી દસમાં ભાગ ની અપેક્ષા પણ નથી સંતોષી શક્તિ તો વિચારજો કે તમારા પ્રેમમાં કંઈ કમી આવી ગઈ છે.

કારણ કે પ્રેમના નામે સામેના પાત્ર પાસે કંઈક અપેક્ષા રાખે એ સાચો પ્રેમ ના હોઈ શકે .

કોઈ ફળ ની આશા વિના કરો આ સિદ્ધાંત સાચા પ્રેમને પણ લાગુ પડે છે અને એ જ સાચો પ્રેમ છે.