શ્રદ્ધા ની યાદ આવતા મને મારા પાછલા દિવસો ની યાદ આવી ગઈ અમારી એ પહેલી મિલનની રાત..
એ નવરાત્રીની પહેલી મુલાકાત...
રસ્તો સાચો હતો કે ખોટો એ તો મંઝિલ આવે ત્યારે ખબર પડે ઘણી વખત તો એવા પણ વિચાર આવે છે.
કે મંજિલે પહોચાય છે તો ખરું ને ?ક્યારેક કંઈક સાર્થક થાય ત્યારે એવું પણ વિચાર આવી જાય કે આ મંઝીલ છે કે મુકામ છે .
આ વખતે તો વરસાદે પણ માઝા મૂકી હતી બંધ થવાનું નામ જ નહોતો દેતો.
નવરાત્રી નજીક આવી ગઈ.
જો હું કહેતો હતો ને નવરાત્રિમાં વરસાદ પડવાનો આ વખતે આવ્યો ને નવરાત્રિમાં પણ વરસાદ વેભવે કોલ પર કહ્યું.
"અરે યાર એમાંશુ વરસાદ વરસાદ કરે છે મેં ટિકિટ લઈ લીધી છે કર્ણાવતી કલબની"
જવા માટે તૈયાર રહેજે.
"હા ,હા હવે તું નહીં માને સારુ હું તૈયાર રહીશ."
આજે તો બીન મોસમ બારીસ.
"દૂર થી અવાજ આવ્યો જલ્દી વૈભવ બહાર આવ"
"અરે આવું છું બે મિનિટ ફોણ મુકતા"
"આજે તો વરસાદથી પાણી ભરાઈ ગયા છે. મને નથી લાગતું આજે ગરબા ચાલુ રહે આજે તો ક્લબ બંધ રહેવાની."
અરે તુ ખોટી ચિંતા કરે છે. તું ગાડીમાં બેસતો તો ખરો પહેલાં પહોંચવા તો દે..
"સારું ચલ હું ગાડી પાર્કિંગ માં પાર્ક કરીને આવું છે"
"આ વરસાદમાં ગરબા ગાવા કઈ રીતે."
પાછળથી અવાજ આવ્યો "કોને કહું વરસાદમાં ગરબા નો ગવાય"
જેને ગરબા ગાવાની ઈચ્છા હોય તે બહાના નીકાળે જ નહી... આજે તો છત્રી ગરબા થવાના જોવો આ બધા જ છત્રી સાથે ગરબા ગાવાના ચાલુય કરી દીધા. આને કહેવાય સાચો ગુજરાતી... કોઈ પણ પરિસ્થિતિમાં એન્જોય કરી લે અને એમાંય ગરબા ગમે ત્યાં રમી શકે ભલેને પછી વરસાદ પડતો હોય."
પાછળ ફરીને જોયું તો એટલામાં તે ગાયબ પૂછવા જતો હતો કે ..તમે કોણ તમારું નામ શું.??
આ છોકરી ની તો વાત જ કંઇક અલગ છે જાને કે વાદળની જેમ વરસી ગઈ.
આજ તો રાધા ને શ્યામ મળી જાશે.ગીત વાગી રહ્યું હતું ..અને તેના તાલે બધા છત્રી સાથે ગરબા ઝુમી રહ્યા હતા..
એને જોઈને લાગ્યું આ છોકરી ની તો વાત જ કંઇક અલગ છે.
પહેલીવાર વરસાદમાં છત્રી સાથે ગરબા ઘવાયા હતા અને પહેલીવાર જિંદગીમાં પ્રેમ નું પાનું ઉમેરાયું હતું.
ક્યાં ટાઈમ જતો રહ્યો ખબર જ ના પડી..
અરે! વૈભવ તને ખબર પણ છે, કયા વિચારોમાં ખોવાયેલ છે .
ગરબા પૂરા થઈ ગયા ચલ હવે પાછળથી નિરવ નો અવાજ આવ્યો.
હુ પાર્કિંગમાંથી ગાડી લઈને આવું છું જલ્દી આવી જા બહાર.
ઘરે પહોંચીને સુવાની તૈયારી કરી પણ આજે તો તે છોકરીની યાદે ઊંઘવા જ ન દીધી.
*ફોરા બારિસના પકડી ન શકાય, પણ જોઈ શકાય.
ચોમેર પાણી પાણી છે, ક્યાંક રાહત છે.
સૂતા સૂતા ઘનઘોર ઘટામાંથી વરસતો ટીપાનો જળ ભીનો ધ્વનિ અવાજ સાભળતા સાંભળતા આંખોમાં ઘેન ઘેરાય પણ હૈયામાંથી નીંદર ઉડી જાય.*
અને સવાર પડવાની પણ હવે ક્યાં વાર હતી. ફરી બીજો દિવસ નવરાત્રિનો આવી ગયો આજે તો નવરાત્રી માં ગરબા ગાવાની ઉત્સુકતા વધી ગઈ
આજે તો પીળા રંગમાં રંગાયેલી ચણીયા ચોળી ખૂબસૂરત લાગી રહી હતી.
એની આગળ જઈને નામ પૂછવું પણ કઈ રીતે.
એટલી હિંમત તો હતી નહીં .
આજ રાધા ને શ્યામ મળી જાશે ગીત પણ બધા રાસ રમી રહ્યા હતા વૈભવ ને રાધા મળી ગઈ હતી.
આજે તો ગરબા રમવાનું ભૂલી ને ગરબે ઘૂમતા બધા ને જોઈ રહ્યો છે.
જોઈ ગરબે ઘૂમતા એને દલડુ મારું મોહી પડયુ.
લટ નો અનેરો વૈભવ કપાળે કેવું શોભી રહ્યું.
ચમકતા આભલા ચુંદડી એ જોબન રુડું હિલોળે ચડ્યું.
વીતી ગઈ આ રાત રમઝટ ની ચાંદ પણ ચાંદની સમેટી રહ્યું.
થશે મિલન ફરી એમનુ ક્યારે સવાલ બનીને મનમાં રમતું રહ્યું.
મન મારું આજે હિલોળે ચડ્યું.
ગરબાની રમઝટ જોડે મન પણ હિલોળે ચડ્યું .
ને વાત પણ ત્યાં જ અટકી રહી હતી.
વૈભવ તું તો આજે ગરબા રમ્યો જ નહીં ને ખાલી જોવા આવ્યો નીરવ એ કહ્યું આજે તો વરસાદ પણ નથી કાલે તું બૂમો પાડતો હતો ગરબા ગાવા નથી જોવા નથી વરસાદ માં જવું કેવી રીતે ને રંમવુ કેવી રીતે.
"હા યાર તે વાત સાચી કરી પણ હું થોડો ગડમથલમાં છું."
"ના હો ગડમથલ તો નથી લાગતી પણ પ્રેમ મા હોય એવું લાગે છે."
"કોણ છે બોલ તો ખરા"
"પીળા કલરની ચણિયાચોળી વાળી છોકરી દેખાય છે. તને બસ તેનું નામ જાણવું છે બીજું કંઈ નથી."
"એમાં વિચારવાનું શુ ચલ પૂછી લઈએ"
"હા બસ તને તો બધુ ઈઝી લાગે પણ એટલું પણ ઈઝી નથી "
"હલો મિસ કાલે છત્રી લઈને આવજો કાલે તો સો ટકા વરસાદ પડવાનો તમે તો છત્રી ગરબા ખુબ સરસ રમો છો. આ હું નથી કહેતો મારો ફ્રેન્ડ કહે છે"
"એ જે પણ વરસાદની આગાહી કરે એ સાચી જ પડે છે"
"નીરવ નું વાક્ય સાંભળીને વૈભવ તો ડરી રહ્યો હતો કે આ શું બોલે છે"
"એક સ્મિત સાથે જવાબ આવ્યો ના ભવિષ્યવાણી ખોટી પડવાની"
"ના મારા ફ્રેન્ડ ની ભવિષ્યવાણી ખોટી પડે જ નહીં"
"ચાલો દેખતે હૈ ક્યા હોતા હૈ."
"તમારું નામ તો જણાવતા જાવ મીસ"
"ભવિષ્ય જાણવા વાળાને નામ જાણતા નથી આવડતું 😀 જાણી લો નામ."
"એ શ્રદ્ધા ચલ મોડું થાય છે પાછળથી એક અવાજ આવ્યો"
શું વાત છે નીરવ વગર જણાવીએ નામ તો ખબર પડી ગઈ ,ચલો હવે નીકળીએ.
હવે તો ત્રીજા દિવસની ઈંતેજારી હતી કે ક્યારે બીજી રાત પડે અને ફરી ગરબાની રમઝટ થાય.
આગળની વાર્તા પછીના ભાગમાં..