paheli mukalat - jindagi khubsurat chhe - 11 books and stories free download online pdf in Gujarati

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 11

ફેબ્રુઆરી મહિનો ચાલુ થઇ ગયો હતો .. વેલેન્ટાઈન ડે નજીકમાં જ હતા અને વૈભવી બંને વચ્ચેની વાતોનો સીલસીલો વધી રહ્યો હતો બંને વચ્ચેનો પ્રેમ નો સેતુ વધારે ને વધારે મજબૂત બની રહ્યો હતો.

આમ તો પ્રેમીઓ માટે તો વર્લ્ડ ના બધા જ દિવસ વેલેન્ટાઈન ડે જ હોય છે. પ્રેમ કોઈ એક જ દિવસનો મોહતાજ નથી હોતો અને આજના ખાસ દિવસે વૈભવ અને વૈભવી મળી રહ્યા હતા આજે બહુ ખુશ દેખાતા હતા બંને ના હૈયામાં એકબીજાને નજીક થી જોવાનો મળવાનો દિવસ હતો અને જ્યારે બંને એકબીજાને મળ્યા બંનેના ચહેરા પર એક નવી ખુશી લહેરાય ગઈ઼.

ખૂબ નસીબવાળા હોય છે તો કોઈને આવ સાચો પ્રેમ મળે છે.... બાકી આજકાલની આ દુનિયા તો બસ તમારા બાહ્ય દેખાવ માલમિલકત અને સંપત્તિ ને જ પ્રેમ કરતા હોય છે... હવે તો વૈભવ ને જિંદગી થી પ્રેમ થઈ ગયો છે.

જિંદગી ફરીવાર નવેસરથી જીવવા મળે તો ઘણું બધું ડીલીટ કરી નાખવુ જોઈએ... જિંદગીમાં નક્કામાં ગયેલા ઘણાં વર્ષો બચી જાય છે...અત્યાર સુધીની થયેલી ભૂલો બને તેટલી ન થવા દેવી ફરીવાર જિંદગી જીવવા મળે તો?? આ વિચાર માત્રથી રોમાંચિત થઈ જવાય છે.

પણ ખરી વાત એ છે કે આ જગતની અંદર કોઈની વિતેલો સમય પાછો નથી મળતો વીતેલા સમયના નામ ઉપર માત્ર અને માત્ર પ્રસ્તાવો મળે છે.

બંને સાથે ફર્યા વાતો કરી મનગમતી ખૂબસૂરત પલ ફરિ મળે કે ના મળે ક્યાં સમય વીતી ગયો ને સાંજ પડી ગઈ ખબર જ ન પડી ...‌હવે એ પણ સમય આવી ગયો જેમાં બંનેને છૂટા પડવાનુ હતુ ...‌આ દિવસે બંને એકબીજાને ખૂબ જ નજીકથી નિહાળીયા અને માન્યા હતા હવે છુટા પડતી વખતે બંનેની આંખોમાં એક નમી હતી... વૈભવને પ્રેમ થઈ ગયો હતો એને પણ તેની આદત પડી ગઈ હતી વૈભવી ની પણ જિંદગીની આગળ કોઈ નુ કશું ચાલ્યું છે ખરુ!

" કેમ છે શ્રદ્ધા તબિયતતો સારી છે ને "
"હા પપ્પા બધુ બરાબર છે. "
"તો પછી બેટા આટલા દિવસ થઈ ગયા તો પણ તારું "એક પણ ફોન નહીં' પપ્પાએ ચિંતા કરતા પૂછ્યું"
" ના પપ્પા નવી નવી જોબ છે એટલે હું તેમાં ટાઈમ વધારે આપું છું."
"એટલે થોડું કામ પર ધ્યાન આપવું છે "
" તારી મમ્મી જોડે વાત કરી લે તે ખૂબ ચિંતા કરે છે"
મમ્મી ને આંખો ભીની થયેલી હશે એવું એના અવાજ ઉપરથી લાગતું હતું .
"મમ્મી કેમ છે? તુ ઠીક છે? તને ગમી તો ગયું ને ?ત્યાં કોઈ તકલીફ તો નથી ને? અને જમવાનું બરાબર ફાવે છે ને?"
મમ્મીના એકસાથે ત્રણ-ચાર પ્રશ્નો પૂછી નાખ્યા.
" હા મમ્મી ઠીક છુ અને આ તો મારું જાણીતું શહેર છે. તું ચિંતા ન કર."
"સારું બેટા તારું ધ્યાન રાખજે"
બીજા દિવસે સવાર થઈ ખાસ કામ નહોતું તૈયાર થઈ ગઈ છે હવે હું તેની કાયમી જગ્યા પર વૈભવ ને મળવા જવાનું નક્કી કર્યું .
શ્રદ્ધા ને 100% ખાતરી હતી કે વૈભવ અહીં જ મળી શકશે.‌આ તો એની ફેવરીટ જગ્યા છે..

મારા જીવનમાં એક વ્યક્તિના આગમનથી જે પરિવર્તન આવ્યું એની મેં ક્યારેય કલ્પના નહોતી કરી આ પહેલા મને આવી અનુભૂતિ પણ નહોતી થઈ પ્રેમ તો સાહજિક છે.. તે સાચો જ છે ...પણ પરિસ્થિતિ ક્યાં લાવીને મૂકી દેશે મે ક્યારેય વિચાર્યું જ નહોતું .
એ પહેલા મેરી હર ગઝલ કા વો હોનેવાલા સાંજ થા .... ખૂબ મહોબત કી થી મેને...ઓર કરતી રહુગી.
continue......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED