Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે.- 9

सभी वकत के आगे झुकते हैं ,
कभी वक्त किसी के आगे नहीं झुकता ।
बड़ी बेरहम है दुनिया ,
कभी कोई किसी के लिए नहीं रुकता।

ફરી નવી સવાર થતા ઓફિસે જવાની તૈયારી અને વચ્ચે આવતી મારી ચા ની કાફે પર પહોંચવાની તૈયારી હતી ત્યાં જ રસ્તા પર વૈભવી નુ દેખાવું.

કોની જોડે રકઝક કરી રહી હતી એ તો સમાજમાં નોહ્તું આવતું વિચાર્યું એની મદદ કરું પણ પછી યાદ આવ્યું.. એની ડેસ્ટીની વાડી થીયરી જો ગાડી ઊભી રાખીશ તો ફરી કહેશે જોઈ "destiny "આપણને ફરી મળાવી રહી છે. તોય ગાડી ઉભી રાખી ને પૂછી લીધું શું પ્રોબ્લેમ થઈ છે.

કઈ પ્રોબ્લેમ નથી મારી જોડે છૂટા પૈસા નહોતા એટલે હું છુટ્ટા ક્યાંથી લાવું એવું કહેતી હતી.‌‌. મારા એકટીવા માં પંચર થયું હતું.. હવે સારું થયુ કે તે ગાડી ઉભી રાખી અને મને જોઈ ...હવે છૂટા હોય તો આપ બે હજાર ના પછી હું તને આપી દઈશ.. બે હજારના છૂટા નથી પણ એ ભાઈને કેટલા જોઈએ છે એટલા હું આપી દઉં‌.. કેટલા આપવાના છે.?
"સો રૂપિયા"
"ઓકે"
સારુ હું મારી ફેવરીટ ચાની ટપરી પર જવું છું. તમારે મોડું ના થતું હોય તો ચલો મિસ વૈભવી .
હા જરૂર થોડોક ટાઈમ છે ચલો એન્જોય કરીએ.

"ઘણા કહે છે મદિરા કરતા પણ વધુ નશો ચડે છે "ચા"નો કદાચ ચામાં પણ એની યાદો ની હુંફ ભળી જાય છે."

"એક "ચા "છે અને તરસ બેની."
હૃદયની વ્યથા જ્યારે શબ્દ રૂપે બહાર આવે તો તે કવીતા બની જાય છે.

"વૈભવ તું મને ખરેખર મિસ કરતો હોઈશ જો આપણે ફરી મળી ગયા"
"હુ એજ વિચારતો હતો કે હું ફરી ગાડી ઉભી રાખીશ અને તને મળીશ તો તુ આ જરૂર કહીશ."
"મારી ડેસ્ટિની સાચી જ પડે છે હંમેશામેં કહ્યું હતું ને ફરી મળીશું આપણે"
"હું આ બધાના વિશ્વાસ નથી કરતો."
"શ્વાસ ચાલવો એટલે જિંદગી નથી ,જિંદગી એટલે ધબકવુ જિંદગી એટલે સપના જોવા."

"માનસ સપનાઓ જુવે છે અને તેને સાર્થક કરવા જિંદગી દાવ પર લગાડી દે છે.‌ સુખનું સપનું ‌‌સફળતાનું સપનું ..‌સંબંધ નું સ્વપ્ન.‌‌ સ્નેહનું.‌. આશાઓનું ...જે સપના નથી જોતા તેનું જીવન મોત સમાન છે."

"જે અનુભવે છે આ તો એને જ ખબર પડે છે કે બધું કેવું બદલાઈ જાય છે.
ટ્રેજડી શું છે લાઇફમાં લાઈફ એકદમ ખાલી થઈ જાય છે"

"તું ખૂબ જ પ્રેમ કરે છે તારી ગર્લફ્રેન્ડ ને"

"પ્રેમ કરતો હતો નહીં પણ હજુ કરું છું"

"તું તેની યાદો ને પ્રેમ કરે છે"

"પ્રેમ સાચું હોય ને તો તેની યાદો ને પણ કરીએ તો ચાલે"

"આજકાલ આવા પ્રેમ માં કોણ માને છે"

"એની વે ચલો ચા પીવાય ગઈ નીકળીએ જવાનું મોડું થશે હવે"

"આઇ લવ યુ રુઢ બોય
તને મળીને મને ખૂબ ગમ્યું"

"તું મારા વિશે જાણે છે તો પણ આવુ પાગલ પણ
તું મજાક કરે છે."

" ના i really really like you, like અથવા એનાથી પણ કંઈક વધારે છે. તારા માનવા ન માનવાથી મને કઈ ખબર નહીં પડે."

"તુ હજુ વિચાર કર હું તને પ્રેમ નહીં આપી શકું.
વિચારીને પછી મને કહેજે ચલ અત્યારે જઈએ
બાય"

"Good morning વૈભવી કેમ આટલું મોડું થઈ ગયું ઓફિસ આવતા‌"

"એકટીવા માં પંચર પડ્યું હતું અને ત્યાં જ વૈભવ મળી ગયો એટલે ઓફિસે આવતા મોડું થઈ ગયું."

"આજે પહેલો દિવસ છે જોબનો અને પહેલા દિવસે જ ઇમ્પ્રેશન ડાઉન કેમ કરે છે"

"હું આજે ખૂબ જ ખુશ છું યાર true love, deep love"
સલોની.
"મને સ્પોક ડાઉટ લાગે છે એને છોડી દે એ તારા માટે બન્યો જ નથી તે બીજાનો છે."

"હા એટલે જ તો હું તેને પ્રેમ કરું છું કોણ આવો પ્રેમ કરે છે આ જમાનામાં તેને છોડીને જતી રહી હોવા છતાં તે હજુ પણ એને ચાહે છે અને એટલે જ હું તેને પ્રેમ કરું છું.
હું જ્યારે તેની આંખોમાં જોવું છે મને ખબર નહીં મને શું થયું જાય છે.
રુઢ નર્વસ અને મનમોજી છે પણ તે મારા દિલોદિમાગમાં છવાઈ ગયો છે."

"ક્યાં ફસાઈ ગઈ છે વૈભવી આમાંથી બહાર આવ"

"જે પણ થઈ રહ્યું છે તેમાંથી હું બહાર નીકળવા નથી માગતી.

"અમે પણ એવા વ્યક્તિને પ્રેમ કર્યો છે કે ભુલવુ મારા હાથમાં નથી અને તેને મળવું નસીબમાં નથી"

"વૈભવ જમવાનું જમી લે તો બે વર્ષમાં તારા ચહેરા પર કંઈક અલગ ખુશી દેખાઈ રહી છે.
એવી શું વાત બની છે મને નહીં કહે."
"નહિ મોમ એવી કઈ છે વાત નથી"
"સારુ જમવા બેસ હું તારા માટે પાણી લઈ આવું છું"
"વૈભવી તો સાચે જ પાગલ છે તેના મનમાં જે પણ આવે તે કહી દે છે"

ઘાયલ કરીને એને પૂછ્યું તું મને ફરીથી પ્રેમ કરીશ.
લોહી લુહાણ હતું આ દિલ તો પણ આ હોઠ બોલ્યાં .
અનહદ.... અનહદ....
જિંદગી કદી સવાર ની રાહ નથી જોતી બસ એ તો ચાલે જ જાય છે હું પહોંચ્યો ..

"અરે વૈભવી તુ અહીંયા શું કરે છે?"
"આજે આપણને ડેસટીની એ નથી મેળવ્યા એટલે તું ચિંતા ન કરીશ હું મારી જાથે જ તને મળવા આવી છું
મને ખબર છે કે તુ આહિયા આવ્યા વગર જતો નથી એટલે હું તારી પહેલા પહોંચી ગઈ છું."

"મારા પ્રેમમાં એટલી બધી પાગલ થઇ ગઈ છે કે તુ મારી રાહ જુવે છે."
"ના એ તો મેં કહ્યું છે એ હોશ માં જ કહ્યું હતું હું કઈ પાગલ નથી આતો ગઈકાલે તે પૈસા આપ્યા હતા તે પાછા આપવા આવી છું."
"સોરી વૈભવી કંઈક અલગ વિચારી લીધું તારા વિશે"
"કઈ વાંધો નહિ આઈ લાઈક હીમ તને ફરી યાદ કરાવી દવ"
"હું તો બસ આવી જ છું જે પણ મારા દિલમાં હોય તે હું કહી જ દવ છું તારી સિચ્યુવેશન હુ સમજુ છે .કે તે શ્રદ્ધાને પ્રેમ કર્યો હતો પણ મને તેનાથી કોઈ જ મતલબ નથી. તને છોડીને ગઈ એમાં તારો તો કોઈ વાંક નથી કે નથી ભુલ."
"પ્રેમ બ્રેમ મારાથી નહીં થાય"
"તો ના કર જબરદસ્તી થોડી હોય છે પ્રેમમાં
"ઓહો !તુ તો હશે છે ને "
"તુ મારી એક વાત માનીશ અમારુ એક ગ્રુપ છે . ચાર્મીગ system જેમાં હું તને ઇન્વાઇટ કરવા માગું આ કાર્ડ તું રાખ આવી શકે તો આવજે સાંજના અમારા ચાર્મીગ સિસ્ટમ નો પ્રોગ્રામ હોય છે."
"ઓકે હું આવવાનો ટ્રાય કરીશ"
"હુ તારી રાહ જોઈશ"
"તને એવું નથી લાગતું કે તું જેને પ્રેમ કરે છે એ તારી કાબીલ નથી."
"કેમ ?તે એવું કહ્યું,?
શું તું હજી શ્રદ્ધાના પ્રેમ નથી કરતો?
શ્રદ્ધા તો તારી લાઇફમાં થી ક્યારણીય પણ જતી રહી છે..‌ છતાં તું એને પ્રેમ કરે છે ને બસ તો પછી મારું પ્રેમ કરવુ ગુણો છે?બતાવ ને મેં ખોટું કર્યું?"
"ના બે વર્ષમાં પહેલી વાર કોઈએ સાચું કહ્યું '
પણ મને સમાજ નથી પડતી કે તું મને મળવા માટે ક્યારેય કહ્યું નથી ફોર્સ પણ નથી કરતી.
તો શું આ તારો પ્રેમ છે."

"હા આ એવું જ પ્રેમ છે કેમકે ફોર્સ કરવાથી કઈ મેળવી નથી શકાતું પ્રેમનો અહેસાસ એટલો ખૂબસૂરત છે ...કે તેમાંથી હું નીકળવા જ નથી માંગતી.. મને આવી ફીલિંગ ક્યારેય નથી થઇ.. અને પહેલી વાર થઈ છે..‌ જેમાં હું ખૂબ જ ખુશ છું... પછી ભલે ને તુ મળે કે ના મળે તું મને પ્રેમ કરે કે ના કરે મેં તો જાણી ને જ તને પસંદ કર્યો છે."

"કાલ જેવી વાત થાય કે ન થાય,
લાંબી ખૂબસૂરત સાંજ હોય કે ન હોય ,
પણ તારા પ્રત્યે પ્રેમ કાયમ રહેશે ભલે ને પછી જિંદગીભર મુલાકાત થાય કે ન થાય"*