Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 7

માણસ તેની પરિસ્થિતિ ની આબોહવામાં શ્વાસ લે છે પણ એક આખું આકાશ તેને જીવાડવા મથતું હોય છે.

આ પ્રશ્નમાંથી જન્મે છે, દ્વંદ. ઘેરાયેલી વાસ્તવિકતા તેને સતત કોઈ એક અંક બનાવી મુકવા પ્રવૃત્ત હોય છે.
તો બીજી તરફ ચંચળ મન પ્રિય -અપ્રિયની, વસંત-પતઝડ અને ટુ બી ઓર નોટ'ટુ બી'ની મથામણમાં રાચતું હોય છે..

પણ જીવન એટલું બધું સરળ છે, જેની પાર્ટી પર અક્ષર પાડયા તે જ અક્ષત રહે? કશું ક્યારેય શાંત કે સ્થિર નથી રહેતું ..
મળવા નો ટાઇમ આપ્યો હતો અને નવ વાગે પહોંચવાનું હતું.અમેરિકન બ્રાન્ડના ફાઈન ફોમ લિક્વિડ સોપ થી શરીરને રગડી સ્નાન કરવામાં જ કલાક પસાર કરી દીધો... પછી ડિઝાઇનર વોર્ડ રોબમાથી ઉભરાતા વોર્ડ માં થી પોતાની સૌથી ગમતી જોડી બહાર કાઢી. મોગી બ્રાન્ડેડ લેધર બેટ અલગ કરી ઘડિયાળ પહેરી અને મેચિંગ શુંઝ ચડાવ્યા પછી હળવી સિસોટી વગાડતા નિકળી પડેલ જોઈને મમ્મી નો કિચન માં થી અવાજ આવ્યો..

"બેટા આટલો બધો ખુશ થઈને કયાં જઇ રહ્યો છે થોડું વહેલા નથી લાગતું"
હજુ ટાઈમ તો નથી થયો?
"હા એક જણ ને મળવાનો ટાઈમ આપ્યો છે એટલે "થોડું વહેલા નીકળવાનું છે."
"ઓકે બેટા"
ગાડી નીકાળી અને હું નીકળી પડયો.
રસ્તાઓ અને રસ્તા પર ચાલતા લોકો પોતપોતાની રાહ પર ચાલીને પોતાની મંઝિલ શોધી રહ્યા હતા.

રૂપકડુ શહેર :આવન-જાવન ,રસ્તા, મકાનો અને રાત્રે સ્વર્ગ નગર ની જેવું બદલાતું નગર રૂપ. એટલે અમદાવાદ જોતો જોતો હું મારી ચા ની cafe પર પહોંચી ગયો.
મારી લાગણીઓ અને ચા સાથે જોડાયેલી યાદો‌.

दिल को जो दे वह सुकून वह" चा "है बेहतर।
मोहब्बत से कभी-कभार हाथ जलाने वाली से बेहतर चाए।
हर दिन दिल से ज्ञलाने वाली मोहब्बत से।

"अब तो जिंदगी से चाय निकल जाए तो बस सिरदर्द बचता है।"

દરવાજાની બહાર વિહકલ ની આવન-જાવન થઈ રહી હતી..
એટલામાં વૈભવી નુ એકટીવા આવીને ઊભું રહ્યું.
પાર્ક કરીને અંદર આવતા આવતા બોલી હું ક્યારે લેટ થઈ નથી... પણ આ અમદાવાદનો ટ્રાફિક અટકી પડે અને મોડું કરી આપે.

હસતા હસતા ને બેસવાનો ઈશારો કર્યો.
"હા સાચું કહ્યું બેસી ને વાત કરો લો આ પાણી પીવો."
"મારા આવતા આવતા તો અહીં ચા પણ પીવાઈ ગઈ હોય એવું લાગે છે રાહ પણ જોઈ નહીં."
"જી 'ચા મારી પહેલી દીવાનગી છે એના માટે રાહ થોડી જોવાની હોય"
અને આ તો મારી વર્ષો જૂની બેસવાની પરબ છે.
જયા હુ અને મારી ચા એકલી હોય.
"ચા એકલી હોય ચા તો ભેગા થઈને જ પિવામા મજા આવે અને એમાંય અમદાવાદી ક્યારે એકલો ચા ન પીવે.
જરૂર કોઈ બાત હૈ"

"તમને જોઇને એવું લાગે છે કે.. ચેહરા પાછળ ઘણી બધી વાતો છુપાયેલી છે."
"ચહેરો જોઈને કોઈને ઓળખી શકાય?"
"કેમ નહીં ઓળખી શકાય"
તમને ખબર છે મિસ્ટર વૈભવ જિંદગી બહુ નાની છે ખૂલીને જીવી લો પણ જે લોકો ખુલીને જીવી નથી શક્યા એમના માટે ખૂબ લાંબી અને કંટાળાજનક છે. અને તમને જોઇને એવું લાગે છે કે આ જીંદગીથી કંટાળી ગયા હોવ.
"તમને તો બીજાના મન મા શું છે જાણી લેવાની આવડત ધરાવો છો કેવું પડે."
વાતો પછી બોલો શું લેશો તમારા માટે શું મંગાવું?
ચા કે કોફી.?
"મારે તો ચા"
"તમારી જોડે મિત્રતા કરવાની મજા આવશે...હુ પણ ચાના આશિક છું"

મારા માટે તો-चाय सिर्फ चाय नहीं दवा है दुख की दर्द की मोहब्बत की.....

"पत्तियों से रिश्ते रंगों को भर,
उबलताहै शायद वो भी,
जाने की विरह वेदना में है, फिक्रमद ।
नम सफेद उड़ती भाप में ,
लिए पुरानी यादों की भीनी भीनी सी सुगंध।"

"अब तो चाय को भी खुद पर गुरुर होता है।
बखूबी जानती है वो हम पर उसका सुरूर होता है।"

"बहुत हो गई शेरो शायरी चलो अब चाय पीते हैं।
नया सूरज नहीं सुबह चलो हंस कर के जीते हैं।"

પ્રકૃતિ પણ સવારથી સાંજ અને રાત થી પ્રભાત સુધીમાં કેટલાય રંગો બદલે છે?આકાશ એ કુદરતનું કેનવાસ છે..‌ ક્યારેક વાદળો રંગોળી પૂરે છે... તો ક્યારેક સંધ્યા સોળે કળાએ ખીલી ઊઠે છે... ખેતરમાં ઉગતા પાક રંગ બદલતા રહે છે ..દરિયા નો રંગ કિનારે કિનારે જુદો જુદો હોય છે ‌.‌...રણ ની રેતિ નો પોતાનો રંગ છે .‌‌...પહાડો નો રંગ હોય... પથ્થરો પણ રંગીન હોય છે ..‌માણસના શરીરમાં પણ દોડતું રંગ લાલ હોય છે.. ..અને નસ લીલી દેખાય છે..‌ સફેદ આંખ માં કાળી કીકી છે‌.‌ ....તો પછી જિંદગીની થપાડો અને જિંદગી ના વહાલ સાથે જીવનના રંગ તો બદલાતા જ રહેવાના ને..
"મિસ વૈભવી તો ફિલોસોફર થઈ ગયા લાગે છે."
"ના હું કોઈ ફિલોસોફર નથી પણ ખબર નહીં તમને જોઇને એવું લાગ્યું કે મારા દિલમાંથી ફિલોસોફર જેવા શબ્દો નીકળી ગયા"
"મારી ફિલોસોફી સાંભળી મારી જોડે પ્રેમ તો નથી થઈ ગયો ને ચાનો ગુટડો પૂરો કરતા વૈભવી બોલી"

जिसका हक है उसी का रहेगा,
मोहब्बत चाय नहीं जो सबको पिला दी जाए।

"લાઈફ ઈઝ એ બિગ બન્ચ ઓફ સરપ્રાઈઝ છે.
બધા સરપ્રાઇઝ પ્લેઝન્ટ હોતાં નથી.... હોય પણ ન શકે અને હોવી પણ ન જોઈએ .જિંદગી જેવી સામે આવે એવી એને સ્વીકારો... ન કોઇ ફરિયાદ.. ન કોઈ અફસોસ ‌..‌માણસ તો બદલાતો રહેવો જોઈએ..‌ સમય, સ્થિતિ, સંજોગો અને વ્યક્તિના બદલાવ સાથે તમે પણ બદલાવ અને તમારા જેવા થઈ જાઓ પછી કોઈની સામે ફરિયાદ નહિ રહે."
"સમજી ને તો ચર્ચા થાય વાત નહીં અને આમ પણ હું તમને એટલું જાણતો પણ નથી..‌‌ તમે મને નહીં જાણતા તો વાત વાત પર જો આપણે એકબીજાને જજ કરીશું તો પણ શું ફરક પડવાનો તો જસ્ટ ચીલ અને ચાલો મને ભૂખ લાગી છે તો ઓડર કરીએ"
"હા તમારે મનગમતું મંગાવો મારે તું બધું જ ચાલશે..
પણ એ જણાવો કે મારી ફિલોસોફી સાંભળીને બધા મને તો ફ્રેન્ડ બનાવી જ લેતા હોય છે હું તમારી ફ્રેન્ડ બની શકું."
"હા એ તો મેં પહેલાં જ કહી દીધું ચાના શોખીનો જોડે આપણી ફ્રેન્ડશીપ જરૂર લાંબી ચાલશે."

મને તો નવા નવા વ્યક્તિઓને મળવું ગમે ...દરેકની એક અલગ પર્સનાલિટી અને અલગ સ્ટોરી હોય જ છે ....એ તકલીફને ઓળખીતા સામે ક્યારેય નથી કહેતા પણ જ્યારે અજાણ્યા સામે આરામથી તેને ડિસ્કસ કરી લેતા હોઈએ છીએ.. ઓહ!! સોરી વાતોમાં તો ખૂબ ટાઈમ નીકળી ગયો..
"મારે આજે એક ઇન્ટરવ્યૂ આપવાનો છે... જોબ માટે એટલે નીકળવું પડશે ચાલો ફરી મળતા રહીશું આ તમારી ચા ની કાફે શોપ પર.
જે પણ પરિસ્થિતિ સર્જાઈ પણ એક મિત્ર મળી ગયો તો હવે મિત્રતાની પવિત્ર લાગણીનું પવિત્ર ઝરનું ઝરણામાં ડૂબકી મારતા રહેશું તમારી ચાને સંગ પણ અત્યારે જવું પડશે મિસ્ટ વૈભવ રજા લઉં ત્યારે..

"હા જરૂર મોડું થતું હોય અને કામ હોય તો હું તમને થોડી રોકી શકું છું મારે પણ કંપનીમાં જવાનું છે તો ચલો સાથે જ નીકળીએ.."
continue.....,,