વેદના નું વંટોળ Gohil Narendrasinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેદના નું વંટોળ

ઠાર કરી ગઇ!
મળી એક સુંદરી ને આંખો ચાર કરી ગઈ,
મલકાવી એનું મુખ મને એ ઠાર કરી ગઈ.

અહમ હતો અમને પણ રાવણ થી વિશેષ,
આપી અમસ્થુ સ્મિત, એ તલભાર કરી ગઈ.

અલગ જ નસો છે તેની અણીયારી આંખ નો,
આપ્યો પ્યાલો પાણીનો, ને બિયર બાર કરી ગઈ.

મદહોશ થઈ મહેકતો રહિયો તેના મોહમાં,
છોડ્યું મનમોહક બાણ, ને આરપાર કરી ગઈ.


❤️❤️❤️❤️❤️


છાપ!
અમે રહી કે ના રહી એક છાપ છોડી જવી છે,
તારા એ અનમોલ સપનાની એક રાત ચોરી જવી છે.

તારી ખુશીઓ ની શુ મજાલ કે ભુલાવી દે અમને,
તારા અંતરના ઊંડાણ માં એક રેખા દોરી જવી છે.

તમે ભૂલી જશો અમને એ ભ્રમણા છે તમારી,
આ ખોટી ભ્રમણાઓ ની સાંકળ ટોળી જવી છે.

નથી કોઈ હક મારો તારા આશિયાના માં,
તારા ઘરની દીવાલમાં એક ખીલી ખોળી જવી છે.


❤️❤️❤️❤️❤️


શોધી રહ્યો છું!
દેખાડી મોટા સપના અધવચ્ચે રજડતો કર્યો,
એ રઝળતા રસ્તા ની આજ કેડી શોધી રહ્યો છું.

તેના મધુર અવાજ ની મીઠાશ માં ડૂબાડયો મને,
એ મધુરતા માં ચાસણી ની માત્રા ને તોલી રહ્યો છું.

ઠાલવવા છે મારે પણ આ વેદના ના વાદળો,
બસ દુકાળ ગ્રસ્ત જમીન નો ટુકડો શોધી રહ્યો છું.

'તું નઇ તો હું પણ નઇ' આ બધી ફેશન છે દોસ્ત,
આજે 'આપડે' મટી ને ફક્ત 'હું' રહ્યો છું.

કેવો તે ભરમાવ્યો મને જાણી ને બહુ ભોળો,
કે આજ મને હું મારા માં શોધી રહ્યો છું.


❤️❤️❤️❤️❤️


ક્યાં સુધી?
દિવસો વીત્યા,મહિના વીત્યા, હવે વરસ વીતી રહયા છે,
કોઈ તો કહો હવે ક્યાં સુધી રાહ જોતા રહીએ.

મળતા સમય ના સંજોગે એ દિવસો વીતી ગયા છે,
કોઈ તો કહો હવે ક્યાં સુધી રાહ જોતા રહીએ.

એ ગપ્પા બાજી એ હસી મજાક ભૂલી ગયા છીએ,
કોઈ તો કહો હવે ક્યાં સુધી રાહ જોતા રહીએ.

દોસ્ત તારી જીદ ને હવે miss કરતા રહીએ છીએ,
કોઈ તો કહો હવે ક્યાં સુધી એકલા રહીએ.


💜💜💜💜💜


શંભુ
શણગાર નો શોખ નહીં, હું તો ભસ્મ ધારી છું,
છાપ સૌથી ન્યારી, હું ત્રીનેત્ર ધારી છું.

જપે ત્રણ લોક ભૂલી ઘર સંસાર,
ચુકે ટેક તો આફત અણધારી છું.

હું જ આદિ, હું જ અંત, હું જ ઉત્પન્ન બિંદુ છું,
રટે જો રાવણ તો તેને પણ આભારી છું.

સમરું રાત દિન બની તારો પડછાયો,
સાથ આપજે શંભુ હું તારો જ જપત હારી છું.


💙💙💙💙💙

વેદના!

જમાનો છે જાલીમ એની સુ વાત કરું,
ચાલ ને આજ થી નવી શરૂવાત કરું.

કોને જય કહેવી આ દિલ તણી વેદવા,
બની સમસેર ને હું જ હવે વાર કરું.

બાંધી સમસ્યાઓ ની મેં ગાંસડી,
ને ભર ચોમાસે હવે તાપ કરુ.

ધીરજ ને સૈયમ એ આપડું કામ નઇ વાલા,
કા આ પાર કા ઓ પાર કરું.

કોઈ ના ચીંધેલા રસ્તે ચાલે ઈ બીજા,
હું સત્ય ના રસ્તે ડગલાં ભરું.

લડશે અન્યાય સામે બની ચંડી આ 'અશુ',
સાથ આપે મહાદેવ એટલી અરજ કરું.


💚💚💚💚💚


કિલકારી!
જોવા ને મુખ તારું, મન મારુ આતુર થાય,
તારી રાહ માં મારા રાત દિન એક થાય.

જોવા એ કુમળાં દિલ ને આંખો તરસી જાય,
તારી કિલકારી થી મારુ ઘર સ્વર્ગ બની જાય.

શાંત છે આજ મારું ઘર, નથી કોઈ કુતૂહલ,
તારા પગલાં થી ઘર મારુ ગુંજતુ થાય.

નથી કોઈ નાનું આજ મારા આ ઘરમાં,
આવે તું ને અમે પણ બાળ બની જાય.


💛💛💛💛💛


તારી શોધમાં!
તારી શોધમાં અમે ક્યાં ક્યાં ફરી વળ્યા,
ના દીઠી તને ને અમે ગમ માં સરી પડ્યા.

બની મરજીવા અમે તો સમંદર માં પડ્યા,
ખૂંદયો આખો સમંદર ને ચેક કર્યા તળીયા,

મારી શિયાળાની સવાર તમે ક્યાંય ના જડિયા.
જોયું આવી ને બહાર, તો તમે કિનારે મળ્યા.

થોડું હસ્યાં તમે ને હોઠ મારા મલકી પડ્યા,
આજ જાણે સાત ભવના ખાડા માં પડ્યા.

કોશિશ કરી ઘણી, પણ બહાર નો નીકળ્યા,
હશે તેની પણ મરજી, પડ્યા તો ભલે પડ્યા.

💓💓💓💓💓

આ મારી નાની એવી વિચારધારા છે . તો આપ સહુ ને એક અરજ કરું છું કે, એક વાર વાંચી તમારો અભિપ્રાય આપવા તથા રેટીંગ આપવા વિનંતી.
ને જ્યાં જરૂર લાગે ત્યાં રાહ ચીંધવા વિનંતી 🙏🙏🙏.

આપનો મિત્ર - નરેન્દ્રસિંહ ગોહિલ.